મનમાંના વિચાર અને પ્રતિક્રિયામાંનો ભેદ કેવી રીતે ઓળખવો ?

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મુલન પ્રક્રિયાના પ્રયત્નોને  અનન્‍યસાધારણ  મહત્વ છે.  પ્રક્રિયા પ્રભાવીપણે  હાથ ધરવા માટે કરવામાં આવતા નિયમિત પ્રયત્નોમાંથી મહત્વનો ઘટક એટલે સ્‍વયંસૂચના બનાવવી. સ્‍વયંસૂચના “યોગ્‍ય સ્‍વયંસૂચના” પદ્ધત્તિ પ્રમાણે  આપવાથી સાધકોમાંના સ્‍વભાવદોષ અને અહમ્  બન્‍નેની તીવ્રતા લાક્ષણિક રીતે ઓછી થાય છે. પરિણામસ્‍વરૂપ તેમના આનંદમાં વધારો થાય છે. તે માટે વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિઓની વિગતવાર માહિતી અને માર્ગદર્શક સૂત્રો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં પણે મનના વિચારો અને પ્રતિક્રિયા  બન્નેમાંનો ભેદ જાણી લઈશું.

મનના વિચારો અને પ્રતિક્રિયા બન્‍નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્‍યાનમાં આવતો નથી. તેને કારણે સ્‍વયંસૂચના બનાવવા માટે તે યોગ્‍ય સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી. ‘સાધકોને ભેદ ધ્‍યાનમાં આવે’ તે માટે માર્ગદર્શક સૂત્રો આગળ દર્શાવ્‍યાં છે.

 

૧. વિચાર

૧ અ. વિચાર એટલે શું ?

વ્‍યક્તિના મનમાં દિવસ દરમ્‍યાન વિવિધ વિચારો આવતા રહેતા હોય છે. અયોગ્‍ય વિચારનો ઉગમ થવાનું કારણ મોટા ભાગે ‘વ્‍યક્તિના ચિત્ત પરના અયોગ્‍ય સંસ્‍કાર’ એ હોય છે.

૧ આ. અયોગ્‍ય વિચારનું ઉદાહરણ

૧ આ ૧. અયોગ્‍ય વિચાર : વિનય અને વિવેક એકમેક સાથે બોલતા જોઈને ‘તે મારા વિશે બોલતા હશે’, એવો વિચાર આવ્‍યો.

૧ આ ૨. સ્‍વયંસૂચના : ‘જયારે વિનય અને વિવેક એકમેક સાથે બોલતા હોય તે જોઈને ‘તેઓ મારા મારા વિશે જ બોલતા હશે’, એવો મને સંશય આવે ત્‍યારે મને જાણ થશે કે, અકારણ સંશય લેવાથી મારા મનની નકારાત્‍મતા વધી રહી છે. તે ટાળવા માટે હું મારી સાધના ભણી ધ્‍યાન આપીશ.’

અહીં પ્રસાદે વિનય અને વિવેકને એકબીજા સાથે બોલતા જોયા. તેમની સાથે પ્રત્‍યક્ષ સંપર્ક ન આવવા છતાં પણ પ્રસાદના મનમાં નકારાત્‍મક વિચાર આવ્‍યો. તેથી ‘આ પ્રસંગ અયોગ્‍ય વિચારનું ઉદાહરણ  છે’, એમ કહી શકાય.

 

૨. પ્રતિક્રિયા

૨ અ.  પ્રતિક્રિયા એટલે શું ?

કોઈ એક પ્રસંગમાં પરિસ્‍થિતિ અથવા વ્‍યક્તિને આપેલો પ્રતિસાદ એટલે પ્રતિક્રિયા. જ્‍યારે આ પ્રતિસાદ અયોગ્‍ય પદ્ધતિથી વ્‍યક્ત થાય છે, અથવા તો મનમાં ઉત્‍પન્‍ન થાય છે, ત્‍યારે તેને ‘અયોગ્‍ય પ્રતિક્રિયા વ્‍યક્ત કરવી અથવા મનમાં ઊમટવી’ એમ કહેવાય છે. પ્રતિક્રિયા વ્‍યક્ત થવી અથવા તો મનમાં આવવી, આ બાબત પ્રસંગ, સ્‍થળ, કાળ, સમય, પરિસ્‍થિતિ વ્‍યક્તિ અને તેનું વર્તન, આનાં અનુસાર પલટી શકે છે.

એકાદ પ્રસંગમાં મનવિરુદ્ધ કાંઈ થવાથી અસ્‍વસ્‍થ થઈ જવું, ખીજ ચડીને વસ્‍તુઓ પછાડવી, પટકવી, કોઈ એક વ્‍યક્તિ પર ખીજાઈને તેની સાથે અબોલા લેવા અથવા તો તેને મારવું, આ પણ અયોગ્‍ય પ્રતિક્રિયાનાં જ ઉદાહરણો છે .

૨ આ. અયોગ્‍ય પ્રતિક્રિયાનું ઉદાહરણ

૨ આ ૧. પ્રતિક્રિયા : અક્ષતાએ ભૂલ ધ્‍યાનમાં લાવી આપ્‍યા પછી મારું મન અસ્‍વસ્‍થ થયું.

૨ આ ૨. સ્‍વયંસૂચના : ‘જયારે અક્ષતાએ ભૂલ ધ્‍યાનમાં લાવી આપવાથી મારું મન અસ્‍વસ્‍થ થશે, ત્‍યારે ‘ભૂલ પૂર્ણ રીતે સ્‍વીકારી શકવાના ચિંતન માટે મને થોડો સમય લાગવાનો છે’, તેની મને જાણ થશે અને હું પહેલા ભૂલ બરાબર સાંભળીને પછી તેનું ચિંતન કરીશ.

‘અયોગ્‍ય  પ્રતિક્રિયા’ આ પરીણામ છે. અયોગ્‍ય પ્રતિક્રિયા ઊમટવા પાછળ અથવા તો વ્‍યક્ત થવા પાછળ સ્‍વભાવદોષ અથવા અહમ્‌નું પાસું કાર્યરત હોય છે. ‘અયોગ્‍ય પ્રતિક્રિયા આવવા પાછળનું કારણ શોધ્‍યા પછી જે સ્‍વભાવદોષ અથવા અહમ્‌નું પાસું ધ્‍યાનમાં આવે છે, તે મૂળ સ્‍વભાવદોષ અથવા અહમ્‌નું પાસું  છે’, એમ કહી શકાય.

 

૩. વિચાર અને પ્રતિક્રિયામાંનો ભેદ

‘પ્રસંગ એકજ ભલે હોય, તો પણ તેમાં મનમાં આવેલો અયોગ્‍ય વિચાર અને અયોગ્‍ય પ્રતિક્રિયા કેવી રીતે ઓળખવી ?’, તે આગળ આપેલી સારણી દ્વારા ધ્‍યાનમાં આવશે.

પ્રસંગ : ‘સહસાધિકાએ સેવામાં સહાય કરવી’, એવી અપેક્ષા કરવી

 

ભૂલ ભૂલ ક્યારે થઈ ? મનમાંનો અયોગ્‍ય વિચાર કે પ્રતિક્રિયા આમાંથી કયા કારણસર ભૂલ થઈ ?
૧. સહસાધિકાએ મને સેવામાં સહાયતા કરવી  એવી મેં અપેક્ષા કરી પ્રસંગ થયા પહેલાં અયોગ્‍ય વિચાર
૨. સહસાધિકા પાસે સહાયતા માંગી ત્‍યારે તેણે અડચણ કહી. ત્‍યારે ‘આ મને ક્યારે પણ સહાય કરતી નથી’, એમ લાગ્‍યું. પ્રસંગ થયો ત્‍યારે અયોગ્‍ય પ્રતિક્રિયા
૩. ‘તેણે મને સહાય કરી હોત તો સારું થયું હોત. મારી સેવા સમયસર પૂરી થઈ હોત’, આવો વિચાર કરીને અસ્વસ્થતા લાગી. પ્રસંગ થઈ ગયા પછી અયોગ્‍ય પ્રતિક્રિયા

૪. મનમાં અયોગ્ય પ્રતિક્રિયા ઊમટી
આવે તો નિર્માણ થયેલાં સ્વભાવદોષ અને અહમ્‌ના
પાસાં પર એકજ સમયે સ્વયંસૂચના લેવા માટે વાપરવાની પદ્ધતિ

૪ અ. પ્રસંગ

મેં કહેલું સહસાધકે સાંભળ્‍યું નહીં; તેથી તેના પર ગુસ્‍સો આવ્‍યો.

૪ આ. વિશ્‍લેષણ

આમાંથી ‘ગુસ્સો આવવો’ આ અયોગ્ય પ્રતિક્રિયા છે, પણ ગુસ્સો આવવા માટેનું કારણ શોધવાથી ‘મેં કહેલું સહસાધકે સાંભળવું જોઈએ’, એવી અપેક્ષા હોવાથી ‘અપેક્ષા કરવી’,  મૂળ અહમ્‌નું પાસું કાર્યરત હોવાનું ધ્યાનમાં આવશે. ‘ગુસ્સો આવવો’, આ અપેક્ષા પૂર્ણ ન થઈ હોવાનું પરિણામ છે.

ઘણી વાર ‘ગુસ્સો આવવો’,  આ પાસાં પર, પૂરતા સમયગાળા માટે સૂચના  આપ્યા પછી પણ ગુસ્સો ઓછો થતો નથી. આની પાછળના કારણનો અભ્યાસ કર્યા પછી ધ્યાનમાં આવે છે કે, તેનાં મૂળમાં વિશિષ્ટ અહમ્‌નું પાસું (એટલેજ અહીં ‘અપેક્ષા કરવી’ ) કાર્યરત હોય છે. આવા સમયે ગુસ્સો આવવાથી નિર્માણ થયેલી મનની અસ્વસ્થતા દૂર કરવા માટે ‘અ ૨’  સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરીને સ્વયંસૂચના બનાવવી અને ‘અપેક્ષા કરવી’ આ અહમ્‌ના પાસાંના નિર્મૂલન માટે ‘અ ૧’ પ્રમાણે સ્વયંસૂચના આપવી. આ પ્રસંગમાં ‘અપેક્ષા કરવી’ અને ‘ગુસ્સો આવવો’ આ માટે એકજ સૂચનાસત્રમાં સ્વયંસૂચના લઈને પ્રયત્નો કરવા. તેને કારણે તેમાં ઝડપથી સુધારણા થશે.

સાધકોએ ઉપર કહયા પ્રમાણે અયોગ્‍ય વિચાર અને અયોગ્‍ય પ્રતિક્રિયામાંનો ભેદ ધ્‍યાનમાં લઈને સ્‍વયંસૂચના આપવી. અયોગ્‍ય વિચાર, કૃતી અને ભાવના આ સ્‍તરો પર થયેલી ભૂલો માટે ‘અ ૧’ જ્‍યારે અયોગ્‍ય પ્રતિક્રિયા વિશે થયેલી ભૂલો માટે ‘અ ૨’  સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરીને સ્‍વયંસૂચના બનાવવી અપેક્ષિત છે.

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (૨૩.૧૨.૨૦૧૭)

Leave a Comment