અનુક્રમણિકા
કાળ અનુસાર સ્વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્વયંસૂચના બનાવવી ! સ્વયંસૂચના યોગ્ય ‘સ્વયંસૂચના પદ્ધતિ’ અનુસાર બનાવવાથી સાધકોના સ્વભાવદોષ અને અહમ્ની તીવ્રતા લક્ષણીય રીતે ઓછી થાય છે. પરિણામે તેમના આનંદમાં વૃદ્ધિ થાય છે. તે માટે વિવિધ સૂચના પદ્ધતિઓની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શક સૂત્રો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે ‘અ ૧’ સ્વયંસૂચના પદ્ધતિ વિશે જોઈશું.
મોટાભાગના સાધકો ‘અ ૧’ સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરે છે. વિચાર, કૃતિ અને ભાવનાઓના સ્તર પર થનારી ભૂલો પર સ્વયંસૂચના લેવા માટે આ સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
૧. સ્વયંસૂચનાનું સ્વરૂપ
અયોગ્ય વિચાર, કૃતિ અને ભાવનાનો બોધ – યોગ્ય કૃતિ માટે દૃષ્ટિકોણ અથવા પરિણામ – સમાધાન યોજના (પ્રસંગ અનુરૂપ યોગ્ય કૃતિ અથવા વિચાર)
‘અ ૧’ સ્વયંસૂચના પદ્ધતિમાં ઉપર્યુક્ત ક્રમ અનુસાર સ્વયંસૂચના બનાવવામાં આવે છે. આવી વાક્યરચનાથી અયોગ્ય વિચાર, ભાવના અને અયોગ્ય કૃતિનું વ્યક્તિને ભાન થાય છે અને તેના પર નિયંત્રણ કરીને યોગ્ય કૃતિ કરવાનો સંસ્કાર થાય છે.
૨. આ સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરીને
નીચે આપેલા સ્વભાવદોષ અને અયોગ્ય કૃતિ દૂર કરી શકાય છે !
એકાગ્રતા ન હોવી, મનોરાજ્યમાં રમમાણ થવું, ઉતાવળાપણું, ગડમથલ થવી, આળસ, અવ્યવસ્થિતતા, સમયનું પાલન ન કરવું, વધારે પડતી ચિકિત્સા, અન્યોનું ધ્યાન આકર્ષિત કરવું, સ્વાર્થી વૃત્તિ, વિશ્વસનીય ન હોવું, શંકાશીલ સ્વભાવ, ગર્વ કરવો, ઘમંડી હોવું, અતિમહત્વાકાંક્ષી હોવું, અતિવ્યવસ્થિતતા હોવી, નિર્ણયક્ષમતાનો અભાવ, રૂઢિપ્રિય હોવું, ભ્રષ્ટ હોવું, નીતિથી આચરણ ન કરવું ઇત્યાદિ સ્વભાવદોષ; ધૂમ્રપાન કરવું, મદ્ય પીવું ઇત્યાદિ વ્યસન; નખ ચાવવાની ટેવ, તોતડું બોલવું, ૮ વર્ષની વયે પણ પથારીમાં પેશાબ કરવો ઇત્યાદિ અયોગ્ય કૃતિ.
૩. ‘અ ૧’ આ સ્વયંસૂચના પદ્ધતિ અનુસાર
બનાવવામાં આવેલી યોગ્ય સ્વયંસૂચનાઓનાં ઉદાહરણો
૩ અ. કૃતિના સ્તર પર સ્વયંસૂચના
‘જ્યારે પ્રથમેશ પાસેથી સનાતન પ્રભાતની તપાસનું તારણ માસની ૨૫ તારીખ પછી આવવામાં વિલંબ થવા છતાં પણ હું પૂછવાની ટાળાટાળ કરી રહ્યો હોઈશ, ત્યારે ‘સહસાધકો દ્વારા તપાસ પૂર્ણ કરાવી લેવી, આ મારી સેવા છે’, તેનું મને ભાન થશે અને હું ૨૬ તારીખથી પૂછપરછ કરવાનો આરંભ કરીને તપાસ સમયમર્યાદામાં પૂર્ણ કરીશ.’
(આ સ્વયંસૂચનામાં પ્રથમેશ નામ લીધું છે. સાધકોએ સ્વયંસૂચના બનાવતી વેળાએ સંબંધિત સાધકના નામનો ઉલ્લેખ કરવો. સ્વયંસૂચનામાં સમયમર્યાદા લખતી વેળાએ વિશિષ્ટ દિનાંકનો ઉલ્લેખ કરી શકાય છે.)
૩ આ. વિચારોના સ્તર પર સ્વયંસૂચના
‘જ્યારે વ્યષ્ટિ (વ્યક્તિગત) સાધનાના પ્રયત્નો થયા ન હોવાથી મને તારણ આપતી વેળાએ તાણ આવશે, ત્યારે ‘સકારાત્મક રહીને તારણ આપવાથી, મારાથી ન થનારા પ્રયત્નો કરવા માટે મને દિશા મળવાની છે અને મારા પ્રયત્નો નિયમિત થવાના છે’, તેનું મને ભાન થશે અને હું મનમોકળાશથી તારણ આપીશ.’
૪. ચાર સ્તરો પર સ્વયંસૂચના આપવી
સદર સ્વયંસૂચના પદ્ધતિમાં અ. ભૂલ થયા પછી, આ. ભૂલ થતી સમયે, ઇ. ભૂલ થવા પહેલાં અને ઈ. યોગ્ય કૃતિ થવા માટે સ્વયંસૂચના આ રીતે ૪ સ્તર પર સ્વયંસૂચના આપવાની હોય છે. અયોગ્ય કૃતિ થવાનું ભાન જે સ્તર પર થાય છે, તેના આગળના સ્તર પરની સ્વયંસૂચના આપવી આવશ્યક છે.
૫. ભાવ ના સ્તર પર
સ્વયંસૂચના આપવાનું મહત્વ અને ઉદાહરણ
સ્વયંસૂચનામાં માનસિકત સ્તરના દષ્ટિકોણ સાથે ભાવ ના પ્રયત્નો પણ અંતર્ભૂત કરવાથી સ્વયંસૂચના વધારે પ્રભાવશાળી થાય છે, એવું અનેક સાધકોએ અનુભવ્યું છે. સ્વયંસૂચનામાં કેવળ માનસિક સ્તર પરનો દૃષ્ટિકોણ લેવો છે કે પછી ભાવ ના સ્તર પરનો પ્રયત્ન પણ અંતર્ભૂત કરવો છે, આ બાબત પોતાની સ્થિતિ પ્રમાણે તમારા ઉત્તરદાયી સાધકને પૂછીને નક્કી કરવું. બન્ને પ્રકારની સૂચનાઓનાં ઉદાહરણો અત્રે આપ્યાં છે.
૫ અ. માનસિક સ્તર પરની સૂચના
‘જ્યારે અંજલી મને શ્રૃતિને હસ્તપત્રક આપવાનું કહેશે, ત્યારે ‘ભૂલકણા સ્વભાવને કારણે આ સેવા લખી રાખવાનું રહી જઈ શકે’, તેનું ભાન થશે અને હું તે સેવા વહીમાં લખી રાખીશ અને શ્રૃતિને સમયસર હસ્તપત્રક આપીશ.’
(‘શ્રૃતિને સમયસર હસ્તપત્રક આપીશ’, આ વાક્યમાં વિશિષ્ટ સમય લખવો, ઉદા. બપોરે ૨ કલાક પહેલાં, સાંજે ૭ કલાક પહેલાં)
૫ આ. ભાવ ના સ્તર પર સ્વયંસૂચના
‘જ્યારે અંજલી મને શ્રૃતિને હસ્તપત્રક આપવાનું કહેશે, ત્યારે ‘ભૂલકણા સ્વભાવને કારણે તે મારા દ્વારા રહી જશે’, તેનું ભાન થશે અને હું તે સંદર્ભમાં તરત જ સેવા વહીમાં લખી રાખીશ અને ‘હે ઈશ્વર, આ સેવા તમે જ મારા દ્વારા પૂર્ણ કરાવી લો’, એવી પ્રાર્થના કરીશ.’
(આ વિશેની વધુ જાણકારી ‘સ્વયંસૂચનાઓ દ્વારા સ્વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)’