અનુક્રમણિકા
‘સંસ્કૃત ભાષા એ વિશ્વમાંની સહુથી પ્રાચીન ભાષા છે અને તે સર્વ ભાષાઓની જનની ગણાય છે. વિશ્વમાંની સર્વ ભાષાઓ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ દેખાઈ આવે છે. કેટલીક ભાષાઓમાં સંસ્કૃતમાંના શબ્દો જેવા છે તેવા લીધેલાં જણાય છે, તો કેટલીક ભાષાઓ શબ્દોના ઉચ્ચારણમાં સંસ્કૃત સાથે નિકટતા સાધ્ય કરે છે. સંગણક (કોમ્પ્યુટર) માટે સહુથી નજીકની ભાષા સંસ્કૃત હોઈ શકે છે, એ પણ હવે સંશોધન દ્વારા પુરવાર થયું છે.
‘भाषासु मुख्या मधुरा दिव्या गीर्वाणभारती ।’
અર્થ : સર્વ ભાષાઓમાં દેવવાણી સંસ્કૃત એ મુખ્ય ભાષા છે અને તે મધુર અને દિવ્ય છે.
૧. વ્યાકરણની દૃષ્ટિએ સૌથી
યોગ્ય અને શુદ્ધ રહેલી ભાષા એટલે સંસ્કૃત !
સંસ્કૃત એ મૃત ભાષા, વિશિષ્ટ સમાજની ભાષા, ઉપયોગ વિનાની ભાષા એમ માનહાનિ કરવા કરતાં દરેકે આ ભાષા શીખવાનો, આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાથી તેને ચોક્કસ શાંતિ મળશે. વ્યાકરણની દૃષ્ટિએ સહુથી યોગ્ય અને શુદ્ધ રહેલી ભાષા એટલે સંસ્કૃત ભાષા !
વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય શબ્દોની રચના કરીને વાક્ય સિદ્ધ કરવાથી, તેમાં રહેલા શબ્દોનો ક્રમ ગમે તે રીતે પાલટીએ, તો પણ તેના અર્થમાં ફેરફાર થઈ શકશે નહીં.
૨. પૂર્વજોએ આપેલું જ્ઞાન શુદ્ધ, સાત્વિક,
નિર્મળ અને સહુકોઈને ઉપયોગી પડનારું હોવું !
આપણા પૂર્વજોએ ભારતમાં રહેનારી આપણી જ્યેષ્ઠ વ્યક્તિઓએ જે શાસ્ત્રીય જ્ઞાન અનુભવની કસોટી પર ચકાસીને આપણી સામે અનુભવ રૂપે પ્રસ્તુત કર્યું, તેમાંના અનુભવોને તે કેવળ આપણી જાતિનો નથી; તેથી તેનો અસ્વીકાર કરવાના છીએ ? એનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે.
જ્ઞાન એ આખરે જ્ઞાન જ હોય છે. તે શુદ્ધ, સાત્વિક, નિર્મળ અને સહુને જ ઉપયોગી પડનારું હોય છે. તે બહુમતિ અને લઘુમતિ ધરાવનારા, એવા સહુકોઈને અનુકૂળ આવે તેવું, પાલન કરનારું, જતન કરનારું હોય છે. તેના ઠામે કોઈપણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. જ્ઞાન આપવાથી વૃદ્ધિંગત થાય છે, જ્યારે પોતાની પાસે રાખી મૂકવાથી નાશ થવાનો સંભવ હોય છે.
૩. સંસ્કૃત ભાષામાંના વિવિધ
સ્તોત્રો માનવીના મનમાં શાંતિ નિર્માણ કરે છે !
સંસ્કૃત ભાષામાંના વિવિધ સ્તોત્રો, રામરક્ષા, સૂર્યકવચ, ગણપતિ અથર્વશીર્ષ, પ્રજ્ઞાવિવર્ધન ઇત્યાદિ સ્તોત્રો માનવીના મનમાં શાંતિ અને નવું નવું કરવાની હઠ નિર્માણ કરે છે.’
– ડૉ. શ્રીધર મ. દેશમુખ
(સંદર્ભ: ‘સ્વયંભૂ’, દિવાળી અંક ૨૦૦૯)
(આવી ભાષાને પંડિત નહેરુએ ‘મૃતભાષા’ કહી હતી. સંસ્કૃત ભાષાને કારણે માનવીને શાંતિ પ્રાપ્ત થઈને કોમ્પ્યુટર માટે સહુથી નજીકની ભાષા કહી છે. તેને ‘મૃતભાષા’ કહેનારાઓને આ વિશે શું કહેવું છે ? કેંદ્ર સરકારે સંસ્કૃત ભાષાના પુનરુજ્જીવન માટે પ્રયત્ન કરવા જોઈએ, એવી સંસ્કૃતપ્રેમી અને હિંદુ ધર્મનિષ્ઠ લોકોની અપેક્ષા છે ! – સંપાદક)