યોગતજ્‌જ્ઞ પ.પૂ. દાદાજી વૈશંપાયનની સાત્વિક જીવનશૈલી અને તેમના વિવિધ ગુણ

Article also available in :

અનુક્રમણિકા

યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન

વૈશાખ પૂર્ણિમાના દિવસે યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયનનો જયંતી દિવસ છે.

તેમની રહેણીકરણી, સાત્ત્વિક જીવનશૈલી અને તેમના આધ્‍યાત્‍મિક ગુણો વિશે અહીં જાણકારી આપી રહ્યા છીએ.

યોગતજ્‌જ્ઞ દાદાજીનાં ચરણોમાં સનાતન પરિવાર દ્વારા કૃતજ્ઞતાપૂર્વક નમસ્‍કાર !

ભક્તોની સકામ-નિષ્‍કામ બન્‍ને ઇચ્‍છાઓમાં સમાન રસ લેવો

‘યોગતજ્‌જ્ઞ દાદાજી ભક્તોની સકામ-નિષ્‍કામ બન્‍ને ઇચ્‍છાઓમાં સમાન રસ લઈને તેમની સહાયતા કરતા.’

– (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે, સંસ્‍થાપક, સનાતન સંસ્‍થા.

 

૧.  યોગતજ્‌જ્ઞ પ.પૂ. દાદાજી વૈશંપાયનના
સનાતનના સંતોને ધ્‍યાનમાં આવેલા વિવિધ આધ્‍યાત્‍મિક ગુણ

અ. સાધકોની ઘણાં પ્રેમથી પૂછપરછ કરવી

શ્રીચિત્‌શક્તિ સૌ. અંજલી ગાડગીળ

‘યોગતજ્‌જ્ઞ દાદાજી ગમે ત્‍યાં જાય, તો પણ તેઓ આપણામાંના જ એક થઈને રહેતા. ‘અન્‍યોને તેમના પ્રેમાળ દૃષ્‍ટિક્ષેપથી પોતાના કરવા’, આ તેમની એક વિશિષ્‍ટતા હતી. ગમે ત્‍યારે યોગતજ્‌જ્ઞ દાદાજી મળે, તો પણ તેઓ ‘બધા સાધકો ઠીક છે ને ? બધાની સાધના સારી રીતે ચાલુ છે ને ?’, એવા પ્રશ્‍નો પૂછતા ત્યારે આપણને જ શરમ લાગતી. ખરુંજોતાં તેઓ સર્વ દૃષ્‍ટિથી, અર્થાત વય અને આધ્‍યાત્‍મિક અધિકારથી મોટા હોવાથી અમે તેમના આરોગ્‍ય વિશે પૂછપરછ કરવી જોઈએ. અહીં ઊલટું જ થતું, તેઓ જ સાધકોના સ્‍વાસ્‍થ્‍ય વિશે પૂછપરછ કરતા.’

આ. મુખમંડલ પર અને હિલચાલમાં અહંનો જરાય અણસાર ન હોવો

‘યોગતજ્‌જ્ઞ દાદાજીના મુખમંડલ પર નિરંતર તેજ જણાય છે. તેમના મુખમંડલ પર અને હિલચાલમાં અહંનો જરા પણ અણસાર જોવા મળતો નથી. તેમનું આધ્‍યાત્‍મિક જગત્‌માં કર્તૃત્‍વ અલૌકિક હોવા છતાં પણ તે વિશે તેઓ તેની ક્યાંય પણ વાચ્‍યતા કરતા નથી. તેઓ મિતભાષી છે અને નિરંતર અંતર્મુખ સ્‍થિતિમાં હોય છે.’

– શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૬.૪.૨૦૧૨)

ઇ. આનંદી, ઉત્‍સાહી અને ચૈતન્‍યમય અવસ્‍થામાં હોવું

પૂ. શિવાજી વટકર

‘૨૪.૨.૨૦૦૯ ના દિવસે મહાશિવરાત્રિ નિમિત્તે યોગતજ્‌જ્ઞ દાદાજી તેમના ભક્તો સાથે દેવદ (પનવેલ) ખાતેના સનાતન આશ્રમમાં આવ્‍યા હતા. તેમણે સવારે ૧૧ થી સાંજે ૭ના સમયગાળામાં ‘સિદ્ધ તંત્ર-મંત્ર’ પૂજાવિધિ અને ‘તર્પયામિ-માર્તણ્‍ડ-સર્પસૂક્ત’નું પઠન કર્યું. ત્‍યારે યોગતજ્‌જ્ઞ દાદાજીએ આખો દિવસ કાંઈ ખાધું નહોતું. રાત્રે તેમણે ભક્તોને દર્શન દીધા અને સહુકોઈનું શંકાનિરસન પણ કર્યું. ત્‍યાર પછી તેમણે મોડેથી ભોજન ગ્રહણ કર્યું. ત્‍યાર પછી તેમણે દૈનિક ‘સનાતન પ્રભાત’માં બીજા દિવસે પ્રસિદ્ધ થનારા અનુષ્‍ઠાનના કાર્યક્રમના સમાચાર પણ તપાસી આપ્‍યા. તેઓ સમગ્ર દિવસ આનંદી, ઉત્‍સાહી અને ચૈતન્‍યમય અવસ્‍થામાં જ હતા.’

– પૂ. શિવાજી વટકર, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

ઈ. સાદી રહેણીકરણી

(પૂ.) સૌ. અશ્‍વિની અતુલ પવાર

‘તેના કેટલાંક ઉદાહરણો આગળ આપ્‍યાં છે.

અ. યોગતજ્‌જ્ઞ દાદાજીની આવશ્‍યકતાઓ અત્‍યંત ઓછી હતી. તેથી નાશિક ખાતે તેમની વાસ્‍તુમાં તેઓ એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. તે ઓરડીમાં ઘરવખરી પણ ઓછી હતી.

આ. તેઓ અત્‍યંત સાદા અને કરકસરી હતા. તેથી તેમના પલંગ પરની ચાદર, તેમજ પહેરવાના વસ્‍ત્રો ઘણા સાદા હતા. તેમની વ્‍યક્તિગત સામગ્રી પણ સાદી અને થોડી જ હતી. તેઓ ભક્તો અને સાધકોને સમસ્‍યા નિવારણ માટે આધ્‍યાત્‍મિક ઉપાય કહેતા હતા. તેથી તેમની પાસે માળા, વિભૂતિ ઇત્‍યાદિ આધ્‍યાત્‍મિક ઉપાયોની સામગ્રી, તેમજ પૂજા-સામગ્રી વધારે પ્રમાણમાં હતી.

ઇ. વ્‍યક્તિગત જીવનમાં તેમની કોઈપણ પ્રકારની ફરિયાદ નહોતી. તેઓ સર્વ બાબતોનો આનંદથી સ્‍વીકાર કરતા હતા.’

ઉ. ‘હવે શેષ છું ઉપકાર કરવા પૂરતો’, એવી સ્‍થિતિ !

‘યોગતજ્‌જ્ઞ દાદાજી પાસે આવનારા ગરીબ-ધનવાન, નાના-મોટા આ રીતે ભલે ગમે તે હોય, તેઓ તે વ્‍યક્તિને ખાલી હાથ પાછા મોકલતા નહીં. ‘તેના કલ્‍યાણ માટે શું કરું અને શું નહીં ?’, એવું તેમને થતું. ‘હવે શેષ છું ઉપકાર કરવા પૂરતો’, એવી તેમની સ્‍થિતિ હતી.’

– (પૂ.) સૌ. અશ્‍વિની અતુલ પવાર, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (૨૮.૪.૨૦૧૮)

ઊ. વૈરાગ્‍ય

‘યોગતજ્‌જ્ઞ દાદાજીનું જીવન અતિશય વૈરાગ્‍યમય હતું !’ – (પૂ.) અશ્‍વિની પવાર

એ. યોગતજ્‌જ્ઞ દાદાજીની માતૃતુલ્‍ય પ્રીતિને કારણે ‘તેમને છોડીને જવું નથી’, એવું લાગવું

‘યોગતજ્‌જ્ઞ દાદાજીને મળ્યા પછી મારી દૃષ્‍ટિ ફરીફરીને તેમના મુખ અને ચરણો પર સ્‍થિર થતી હતી. તેમની માતૃતુલ્‍ય પ્રીતિને કારણે તેમને છોડીને જવાનું મન થતું નહીં. સંત તુકારામ મહારાજજીની

‘कन्‍या सासुरासी जाये । मागें परतोनि पाहे ॥ तैसें जालें माझ्‍या जिवा । केव्‍हा भेटसी केशवा ॥’,

આ રચના પ્રમાણે સ્‍થિતિ થતી હોવાનું હું પ્રત્‍યેક સમયે અનુભવતી હતી.’

– (પૂ.) અશ્‍વિની પવાર (૧૭.૫.૨૦૧૯)

 

૨. યોગતજ્‌જ્ઞ પ.પૂ. દાદાજી
વૈશંપાયનના સાધકોને ધ્‍યાનમાં આવેલા વિવિધ ગુણ

યોગતજ્‌જ્ઞ દાદાજી એટલે વિવિધ ગુણોની ખાણ જ ! તેમનામાંના પ્રત્‍યેક ગુણના અસંખ્‍ય ઉદાહરણો કહી શકાશે; પણ તેનામાંના કેવળ કેટલાંક ઉદાહરણો આગળ આપી રહ્યા છીએ.

શ્રી. અતુલ પવાર

૧. અતિશય ઓછો આહાર અને નિદ્રા

યોગતજ્‌જ્ઞ દાદાજીનો આહાર અતિશય ઓછો હતો, તેમજ તેમની નિદ્રા પણ સામાન્‍ય રીતે કેવળ ૨ થી ૩ કલાક જ હતી.

૨. વાળ અને નખ વધારે વધવા ન દેવા

અ. ૯૯ વર્ષની વયે પણ ‘યોગતજ્‌જ્ઞ દાદાજીની દાઢી કે માથા પરના વાળ વધી ગયા છે’, એવું ક્યારેય જોવા મળતું નહીં.

આ. તેમના હાથ-પગના નખ વધી ગયા પછી તેઓ મને નખ કાપવાનું તરત જ કહેતા. પ્રસંગે જો કોઈ કારણસર હું અથવા અન્‍ય સાધક પણ ઉપલબ્‍ધ ન હોય, તો તેઓ પોતે નખ કાપી લેતા.

૩. સ્‍વાવલંબન

‘યોગતજ્‌જ્ઞ દાદાજીની સેવા કરવા માટે કુટુંબીજનો અને સાધકવર્ગ તત્‍પર રહેતા; પણ યોગતજ્‌જ્ઞ દાદાજી નાનામાં નાની કૃતિ પણ પોતે કરી લેતા.

અ. ૯૭ વર્ષની વયે પણ યોગતજ્‌જ્ઞ દાદાજી પોતાના કપડાં પોતે ધોતા હતા.

આ. તેઓ તેમની આંખમાં પોતાના હાથે ટીપાં નાખતા. તેઓ એવા કૌશલ્‍યપૂર્વક આંખોમાં દવા નાખતા કે, તે દવા જરાપણ આંખોની બહાર જતી નહીં.

ઇ. ૯૮ વર્ષની વયે પુષ્‍કળ થાક લાગવાથી તેઓ ઊભા રહી શકતા નહોતા. એમ હોવા છતાં પણ ‘૨ ફૂટ ઊંચાઈના પલંગ પરથી વિશિષ્‍ટ પદ્ધતિથી નીચે ઉતરવું; પોતાની ઓરડીમાં રહેલા કબાટમાંની પૂજા-સામગ્રી બહાર કાઢવી; પૂજા થઈ ગયા પછી તે સામગ્રી કબાટમાં પાછી મૂકવી; દસ્‍તાવેજ, તેમજ બહારથી આવેલા પત્રો, વસ્‍તુઓ ઇત્‍યાદિ સામગ્રી પોતે જોવી અને તેમાંની અનાવશ્‍યક બાબતો બાજુએ કાઢી રાખવી તેમજ સર્વ સામગ્રી વ્‍યવસ્‍થિત કરીને ફરીથી ૨ ફૂટ ઊંચાઈના પલંગ પર પોતે ચઢવું’, આ કૃતિઓ યોગતજ્‌જ્ઞ દાદાજી કરતા. તેઓ કહેતા, ‘‘આપણાથી થાય છે, ત્‍યાં સુધી આપણે કરતા રહેવું. જ્‍યારે નહીં બને, ત્‍યારે સહાયતા લેવાની જ છે.’’

ઈ. ૯૯ વર્ષની વયે પણ પુષ્‍કળ થાક હોવા છતાં પણ તેઓ પોતાની દાઢી ૨-૩ દિવસ પછી પોતે જ કરી લેતા. હું તેમને કહેતો, ‘‘હું તમારી દાઢી કરી આપું.’’ ત્‍યારે તેઓ કહેતા, ‘‘મારાથી થાય છે, ત્‍યાં સુધી હું કરીશ.’’

૪. વ્‍યવસ્‍થિતતા

અ. કબાટમાંની સામગ્રી સરખી ગોઠવવી : યોગતજ્‌જ્ઞ દાદાજીની ઓરડીમાં એક નાનું લાકડાનું કબાટ હતું. તેમાં તેમના પ્રતિદિનનાં કપડાં, ‘નેપ્‍કીન’, ‘રૂમાલ, તેમજ ચાદર ઇત્‍યાદિ સામગ્રી રાખતા હતા. યોગતજ્‌જ્ઞ દાદાજીએ તે કબાટના ખાનાં ‘પોતાનો હાથ સહેજે પહોંચી શકે’, તે રીતે બનાવી લીધા હતા. એકવાર હું તેમની ઓરડીમાં ગયો. ત્‍યારે તેઓ પોતે કબાટમાંની સામગ્રી ગોઠવી રહ્યા હતા. મેં તેમને કહ્યું, ‘‘લાવો, હું સામગ્રી ગોઠવી આપું.’’ ત્‍યારે તેમણે કહ્યું, ‘‘ના. તને બીજી સેવા આપું છું, તે કર.’’ યોગતજ્‌જ્ઞ દાદાજી કપડાંની વ્‍યવસ્‍થિત ગડી વાળીને કબાટમાં મૂકતા હતા ત્‍યારે તે કૃતિ સાથે એકરૂપ થયા હતા.

આ. સૂતી વેળાએ ચાદરનો માથા ભણીનો છેડો હંમેશાં માથા ભણી જ આવે, તે માટે નિશાની તરીકે એક છેડાને ગાંઠ મારી રાખવી : યોગતજ્‌જ્ઞ દાદાજીને સૂતી વેળાએ જોઈતું ઓઢવાનું અથવા ચાદરના એક છેડાને ગાંઠ મારેલી રાખતા. હું તેમને ત્‍યાં પહેલીવાર સેવા માટે ગયો હોવાથી ‘તેઓ આ ગાંઠ શા માટે મારે છે ?’, એ મને સમજાતું નહીં. એકવાર રાત્રે પથારી પાથરવાની સેવા કરતી વેળાએ મેં આ વિશે તેમને પૂછ્‍યું. ત્‍યારે તેમણે કહ્યું, ‘‘ચાદરની એક બાજુ ક્યારેક માથા ભણી, તો ક્યારેક પગ ભણી, એમ થવાને બદલે હંમેશાં માથા ભણી આવવી જોઈએ’, તેની નિશાની તરીકે હું આ ગાંઠ મારું છું. આપણા પગ ભણીની બાજુએ ચાદરને ધૂળ લાગી હોય છે. ચાદરની તે અસ્‍વચ્‍છ બાજુ ક્યારે પણ માથા ભણી આવવી ન જોઈએ.’’

૫. નિયોજનબદ્ધતા

અ. મહેમાન અથવા પ્રતિષ્‍ઠિત વ્‍યક્તિ જો મળવા આવવાની હોય, તો તે વિશેનું પૂર્વનિયોજન કરવું

૧. યોગતજ્‌જ્ઞ દાદાજી ‘પોતાનો પહેરવેશ વ્‍યવસ્‍થિત છે ને ?’, એ જોતા.

૨. ‘આસંદીઓ (ખુરશીઓ) વ્‍યવસ્‍થિત ગોઠવી છે ને ? ‘બે વ્‍યક્તિઓની વાતચીત એકબીજાને બરાબર સંભળાય’, એ રીતે બે ખુરશીમાં અંતર રાખ્‍યું છે ને ? ખુરશીઓ ઘણી પાસે પાસે નથી ને ?’, આ બધું યોગતજ્‌જ્ઞ દાદાજી જોતા.

૩. ‘જ્‍યાં ભેટ થવાની હોય, તે ઠેકાણે પીવાનું પાણી-પવાલું, વાંચવા માટે માસિક, ગ્રંથો ઇત્‍યાદિ છે ને ? આજુબાજુ અનાવશ્‍યક સામગ્રી તો નથી ને ? સર્વ સામગ્રી વ્‍યવસ્‍થિત મૂકી છે ને ?’ ઇત્‍યાદિ પણ જોતા હતા.

૬. કરકસરી

અ. દૂરનો પ્રવાસ લાંબા અંતરની રેલ્‍વેગાડીથી મુસાફરી કરીને અને મુંબઈમાંનો પ્રવાસ ‘લોકલ’ ગાડીથી કરવો : યોગતજ્‌જ્ઞ દાદાજી ક્યારે પણ પૈસો ઉડાઉપણાથી ખર્ચ કરતા નહીં. તેઓ સર્વસામાન્‍ય લોકોની જેમ રહેતા. તેમને જ્‍યાં સુધી વ્‍યવસ્‍થિત હરતા-ફરતા આવડતું, ત્‍યાં સુધી તેઓ દૂરનો પ્રવાસ લાંબા અંતરની રેલ્‍વેગાડીથી કરતા. મુંબઈમાં તેઓ ‘લોકલ’ના ડબામાંથી પણ પ્રવાસ કરતા. પ્રવાસ સમયે જો ‘લોકલ’ના ડબામાં બેસવાની જગ્‍યા ન મળે, તો તો તેઓ પોતાની સાથે રહેલી ‘ઍલ્‍યુમિનિયમ’ની પેટીનો ઉપયોગ બેસવા માટે કરતા.’

– શ્રી. અતુલ પવાર

આ. લખાણ માટે એક બાજુથી કોરા કાગળનો ઉપયોગ કરવા માટે કહેવું: ‘૨૩.૧.૨૦૧૪ના દિવસે યોગતજ્‌જ્ઞ દાદાજીએ મને અને સહસાધિકાને સૂત્રો એક કાગળ પર લખી આપવા કહ્યું. સૂત્રો વહીમાંના એક કાગળ પર લખીને સહસાધિકા તે કાગળ ફાડવા લાગી. ત્‍યારે યોગતજ્‌જ્ઞ દાદાજીએ કહ્યું, ‘‘પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને એક બાજુએથી કોરો હોય એવા કાગળ પર જ લખેલું ગમશે ને !’’ (જ્‍યાં પૂર્ણ કોરા કાગળની આવશ્‍યકતા ન હોય, ત્‍યાં એક બાજુએથી કોરો હોય એવો કાગળ વાપરવો’, એવું પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી શીખવે છે.’ – સંકલક) ઉપરના પ્રસંગ દ્વારા અમને અમારી ભૂલ ધ્‍યાનમાં આવી.

– સૌ. સઈ મનોજ કાતરે (પૂર્વાશ્રમની કુ. સઈ કુલકર્ણી), સનાતન આશ્રમ, મિરજ, જિ. સાંગલી. (૨૮.૧.૨૦૧૪)

૭. ‘ભૂલી ન જવાય’, એ માટે સૂત્રો (મુદ્દાઓ) લખી રાખવા

‘કોઈપણ બાબત ભૂલાઈ જવાય નહીં; એ માટે યોગતજ્‌જ્ઞ દાદાજી સર્વ નોંધણીઓ કાગળ પર અથવા નોંધવહીમાં લખી રાખતા હતા. પ્રસંગે જો ભૂલી જવાય, તો તેમને સાધનાના બળ પર સર્વ બાબતોનું સ્‍મરણ થઈ શકતું; પણ તેઓ તેમ કરતા નહોતા. બહારથી મગાવવાની વસ્‍તુઓની સૂચિ (યાદી) કરીને તેઓ મને આપતા અને તે કાગળ પર પણ તેઓ લખી રાખતા, ‘આ લાવજો જ. ભૂલશો નહીં !’

૮. ઉત્‍સાહ

યોગતજ્‌જ્ઞ દાદાજીએ ૯૯ મા વર્ષમાં પદાર્પણ કર્યું હોવાથી તેમનો દેહ વય પ્રમાણે અનેક કષ્‍ટ સહન કરતો હતો; પણ તેનું તેમનાં મન પર કાંઈ જ પરિણામ થયું નહોતું. ઊલટું ‘તેમનો ઉત્‍સાહ વધી જ રહ્યો છે’, એવું જણાતું. યોગતજ્‌જ્ઞ દાદાજીની પ્રત્‍યેક કૃતિ ઉત્‍સાહી અને સ્‍ફૂર્તિદાયી હતી. શરીર ભલે થાકી ગયું હોય, તો પણ તેઓ કહેતા, ‘‘મન ક્યાં થાકી ગયું છે !’’

૯. ઘરે આવનારા પ્રત્‍યેકનું આનંદથી સ્‍વાગત કરવું

યોગતજ્‌જ્ઞ દાદાજી ‘અતિથિદેવો ભવ ।’ અર્થાત્ ‘અતિથિને ભગવાન માનવો’, આ ઉક્તિ પ્રમાણે ઘેર આવનારા પ્રત્‍યેકનું આનંદથી સ્‍વાગત કરતા. ચા-પાણી અને પ્રસાદ લીધા વિના તેઓ કોઈને પાછા મોકલતા નહીં. આ જ વારસો યોગતજ્‌જ્ઞ દાદાજીના કુટુંબીજનોએ આગળ ધપાવ્‍યો છે.

૧૦. અન્‍યોનો વિચાર કરવો

યોગતજ્‌જ્ઞ દાદાજીને જો કોઈને સંદેશ આપવો હોય અથવા બહારથી કોઈ વસ્‍તુ મગાવવી હોય, તો તેઓ કાગળ પર લખી રાખતા અને પછી તે કાગળ મારી પાસે આપતા. તેની પાછળ ‘મારે ફરીવાર લખી લેવું ન પડે’, એવો તેમનો વિચાર રહેતો.’

– શ્રી. અતુલ પવાર

અ. ‘અન્‍યોને ત્રાસ ન થાય, તેની કાળજી લેવી : ‘યોગતજ્‌જ્ઞ દાદાજીને ૯૩મા વર્ષે વય પ્રમાણે મિરજ ખાતેના સનાતનના આશ્રમના ૩-૪ માળ ચડવાનું ફાવશે નહીં’, એવું અમને લાગ્‍યું હતું. તેથી તેમના આગમન સમયે તેમને આસંદી (ખુરશી) પર બેસાડીને ઉપરના માળે લઈ જવાની વ્‍યવસ્‍થા કરી હતી; પણ યોગતજ્‌જ્ઞ દાદાજી પોતે દાદરો ચડ્યા અને પછી ઉતર્યા પણ ખરા. તે સમયે ‘સાધકોને ત્રાસ થાય નહીં; તેથી તેઓ આ રીતે કરી રહ્યા છે’, એવું મને લાગ્‍યું.’

– સૌ. સઈ મનોજ કાતરે (પૂર્વાશ્રમની કુ. સઈ કુલકર્ણી) (૨૮.૧.૨૦૧૪)

આ. ‘મળવા આવનારા સાધકો, હિતચિંતકો અને મહેમાનોનો સમય વેડફાય નહીં’, તેની કાળજી લેવી : ‘યોગતજ્‌જ્ઞ દાદાજીને મળવા માટે સાધકો, હિતચિંતકો અને મહેમાનો આવતા હતા. ‘કેટલાંક કારણોસર પોતાને જો બેઠક-કક્ષમાં આવતા મોડું થાય, તો આવનારી વ્‍યક્તિઓનો સમય વેડફાય નહીં અને તેઓ વાચન કરી શકે’, એ માટે યોગતજ્‌જ્ઞ દાદાજીના બેઠક-કક્ષમાં એક થેલીમાં માસિકો, ગ્રંથો ઇત્‍યાદિ સામગ્રી રાખેલી હતી. તે થેલી પર યોગતજ્‌જ્ઞ દાદાજીએ પોતાનું નામ લખ્‍યું હતું, ‘વાચન કરવા માટે. વાંચી લીધા પછી જગ્‍યા પર મૂકશો.’ મહેમાનોને જોવા માટે કેટલાંક અસામાન્‍ય છાયાચિત્રો અને અનુભૂતિઓની કાપલીઓ બેઠક-કક્ષની ભીંત પર લગાડી હતી.

૧૧. ઉત્તમ સ્‍મરણશક્તિ

સામાન્‍ય રીતે વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ ઓછી થતી જાય છે; પણ યોગતજ્‌જ્ઞ દાદાજીની સ્‍મરણશક્તિ વયના ૧૦૦માં વર્ષે દેહત્‍યાગ કર્યો ત્‍યાં સુધી ઉત્તમ હતી. તેઓ અનેક વર્ષો પહેલાં જેમને મળ્યા હતા, તેમનાં નામો, તેમજ ‘કોને શું સંદેશ આપ્‍યો ?’ ઇત્‍યાદિ તેમના સ્‍મરણમાં રહેતું.

– શ્રી. અતુલ પવાર

૧૨. અહં ઓછો હોવો

યોગતજ્‌જ્ઞ દાદાજીએ સાધિકાને દૈનિક ‘સનાતન પ્રભાત’માંનું પૃષ્‍ઠ કાપી લેવા પહેલાં ઉત્તરદાયી સાધકોની અનુમતિ લેવા માટે કહેવું

‘વર્ષ ૨૦૧૪માં યોગતજ્‌જ્ઞ દાદાજી વિશે દૈનિક ‘સનાતન પ્રભાત’માં પ્રતિદિન લેખ પ્રસિદ્ધ થતા હતા. તે સમયે યોગતજ્‌જ્ઞ દાદાજી મિરજ ખાતેના સનાતન આશ્રમમાં થોડા દિવસો માટે નિવાસ કરી રહ્યા હતા. તેમને પ્રતિદિન દૈનિક ‘સનાતન પ્રભાત’ના કેટલાક અંક (તેમના ભક્તોને ભેટ તરીકે આપવા માટે) આપવામાં આવતા હતા. એક દિવસ યોગતજ્‌જ્ઞ દાદાજીએ મને કહ્યું, ‘‘દૈનિકમાં જે પાન પર લેખ હોય છે, તેટલું જ પૃષ્‍ઠ ફાડી લઈ શકાય ? એટલે અમારે પ્રવાસમાં વધુ ભાર ન થાય. અમે સંગ્રહ માટે દૈનિકના ૨ અંક પૂરા સાચવી રાખીશું. આ સંદર્ભમાં અહીંના ઉત્તરદાયી સાધકોને પૂછી જો. તેઓ ‘હા’ કહે, તો જ અમે તેમ કરીશું.’’ તે સમયે મેં  યોગતજ્‌જ્ઞ દાદાજીને કહ્યું, ‘‘તમે જેમ કહેશો, તેમ કરીશ. મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્‍યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્‍યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’’ – સૌ. સઈ મનોજ કાતરે (પૂર્વાશ્રમની કુ. સઈ કુલકર્ણી)

Leave a Comment