અનુક્રમણિકા
- ૧. ઈશ્વરે આપેલો દુર્લભ એવો મનુષ્યજન્મ અને તેનો ઉદ્દેશ
- ૨. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ ભજનપંક્તિ દ્વારા વર્ણિત સદ્ગુરુનું સામર્થ્ય !
- ૩. પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું જીવનચરિત્ર
- ૩ અ. નાનપણથી જ ભજન અને શ્રવણ આ ગમતો છંદ બનવો, શિક્ષણ પૂર્ણ થતાં જ ધંધો વિસ્તારિત કરવો
- ૩ આ. ‘શ્રી ગુરુચરિત્ર’ વાંચવાનો છંદ નિર્માણ થવો અને પ.પૂ. શામસાઈબાબાએ માર્ગદર્શન કરીને પ્રોત્સાહિત કરવા
- ૩ ઇ. શ્રી ભુરાનંદ બાબાને શ્રી સાઈનાથ અને શ્રી અનંતાનંદ સાઈશ બોલી રહ્યા હોવાનું દેખાવું તેમજ શ્રી અનંતાનંદ સાઈશે ઇંદોર જવું
- ૩ ઈ. શ્રી અનંતાનંદ સાઈશની પ્રથમ મુલાકાત
- ૩ ઉ. ૯.૨.૧૯૫૬ના દિવસે દિનુની કઠિન સાધના સંપન્ન થવી અને ત્યારપછી તેમણે બધું જ ભૂલી જઈને સદ્ગુરુની સેવા કરવી
- ૩ ઊ. શ્રી અનંતાનંદ સાઈશએ પ.પૂ. બાબાને ગુરુમંત્ર પ્રદાન કરવો
- ૩ એ. બાબાએ ‘બાપ માઝા હો જ્ઞાનવંત..’ આ ભજન શ્રી સાઈશના ચરણોમાં અર્પણ કર્યા પછી તેમણે ‘ભક્તરાજ’ આ ઉપાધિ બાબાને આપવી
- ૩ ઐ. શ્રી સાઈશએ ભક્તોના ઘરે ભજનો અને ભંડારો (અન્નદાન) કરીને અન્નદાનનું મહત્વ લોકોના ગળે ઉતારવું
- ૩ ઓ. પ.પૂ. બાબાના ભજનો સાંભળ્યા પછી આ દેશ અને પરદેશના ભક્તોના અંતઃકરણમાં ભાવજાગૃતિ થવી
- ૩ ઔ. શ્રી અનંતાનંદ સાઈશનું મહાનિર્વાણ
- ૩ અં. પ.પૂ. ભક્તરાજ મહારાજજીના ભજનોમાંનું સામર્થ્ય
- ૩ ક. પ.પૂ. બાબાએ ‘ભજન સાથે ભંડારો’ આ ગુરુપરંપરા અખંડ હાથ ધરવી અને ભક્તોને અન્નદાનનું મહત્વ ગળે ઉતારવુ
- ૩ ખ. પ.પૂ. બાબાએ ઉજ્જેનના ક્ષિપ્રા નદીના કિનારે, રામઘાટ પર ચાલુ કરેલો અને ‘દરિદ્ર નારાયણ ભંડારો’ !
- ૩ ગ. ભગવત્પ્રાપ્તિનો કળિયુગમાંનો સરળ અને સહેલો માર્ગ એટલે નામસ્મરણ !
- ૪. સદ્ગુરુનો સત્સંગ, માર્ગદર્શન અને તેમની સેવા કરવાની તક મળી એ વિશે તેમનાં ચરણોમાં વ્યક્ત કરેલી કૃતજ્ઞતા !
૧. ઈશ્વરે આપેલો દુર્લભ એવો મનુષ્યજન્મ અને તેનો ઉદ્દેશ
૧ અ. ‘સર્વ યોનિમાં શ્રેષ્ઠ એવી મનુષ્યયોનિમાં
જન્મ મળવો’, આ એક અનુપમ અને શ્રેષ્ઠ યોગ હોવો
‘આ જગત્માં વિદ્યમાન સર્વ પ્રાણીમાત્રોમાં ભારતીય શાસ્ત્ર અનુસાર ઈશ્વરપ્રદત્ત ‘મનુષ્યયોનિ’ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે; કારણકે માનવીને ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કરવાની અદ્ભૂત ક્ષમતા ભગવાને આપી છે. માનવીની બુદ્ધિને કારણે મનુષ્યયોનિ અન્ય યોનિ કરતાં જુદી હોવાનું માનવામાં આવે છે.
માનવદેહની પ્રાપ્તિ આ એક અનુપમ અને શ્રેષ્ઠ યોગ છે. માનવી જીવન અમૂલ્ય છે. આપણે સહુકોઈએ સદર માનવી શરીરનો ઉપયોગ સત્કર્મો માટે કરવો જોઈએ. આ અમૂલ્ય ભેટ માટે આપણે પરમેશ્વર પ્રત્યે હંમેશાં કૃતજ્ઞ રહેવું જોઈએ. જે જીવ આ અમૂલ્ય જીવનને સામાન્ય ધારીને વેડફે છે, તેમણે સરખું સમજી લેવું જોઈએ કે, આ સામાન્ય બનાવ હોવાને બદલે અત્યંત અસાધારણ અદ્ભૂત યોગ છે.
૧ આ. નિઃસ્વાર્થ ભાવનાથી આપણું કર્તવ્યકર્મ
કરવા માટે ભગવાને માનવીને આ જગત્માં મોકલ્યો હોવો
જીવનનું એક ચોક્કસ, નિર્ધારિત લક્ષ્ય હોય છે. તે જાણી લઈને નિઃસ્વાર્થ ભાવનાથી આપણું કર્તવ્યકર્મ કરવા માટે ભગવાને આપણને આ જગત્માં મોકલ્યા છે. પંચમહાભૂતોથી નિર્મિત આ માનવદેહ (શરીર) આ એક અત્યંત અદ્ભૂત અને મુશ્કેલ ગુહ્ય (રહસ્ય) છે. તે સમજવા માટે અનાદિ કાળથી પુષ્કળ પ્રયત્નો ચાલુ છે, છતાં પણ પ્રગત માનવીને કેટલાક પ્રમાણમાં જ યશ મળ્યું છે. સદ્સદ્વિવેકબુદ્ધિથી વિચાર કરવાથી ધ્યાનમાં આવે છે કે, ‘પ્રાણશક્તિ’ શરીરને ચેતનાવસ્થામાં રાખે છે. તે પરમ પિતા પરમેશ્વર, જે આ બ્રહ્માંડના માલિક છે તેમના અસ્તિત્વનો પરિચય કરાવી આપે છે. તેમની સત્તાથી જગત્ની બધી જ ઘટનાઓ બને છે. તેમની ઇચ્છા વિના ઝાડનું પાન પણ હાલતું નથી. આ પ્રચંડ શક્તિ ગુપ્તરૂપથી કાર્ય કરતી હોય છે.
૧ ઇ. ત્યાગમાં સાચો આનંદ છે !
જીવનમાં લેનારા કરતાં આપનારો વધારે બુદ્ધિમાન અને શક્તિશાળી હોય છે. પ્રકૃતિ એ ત્યાગનું પ્રતીક છે. ત્યાગમાં ખરું સુખ, આનંદ છે, ભોગમાં નહીં. ભોગ દુઃખી જીવન માટે કારણીભૂત બને છે. ત્યાગમાં ખરો આનંદ છૂપાયેલો છે, અર્થાત્ પરમેશ્વર આનંદસ્વરૂપ છે.
૨. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ
ભજનપંક્તિ દ્વારા વર્ણિત સદ્ગુરુનું સામર્થ્ય !
પોતાના એક ભજનમાં બાબા (પ.પૂ. ભક્તરાજ મહારાજજી) કહે છે,
आँखे दी जो अंधी । मन में है घोर अंधेरा ॥
वे आत्मचक्षू हमको । रूप देखे हम तिहारा ॥
સદ્ગુરુ પ્રકાશપુંજ છે. તેમની જ કૃપાથી આપણે આત્મચક્ષુ પ્રાપ્ત કરીને આપણે તેમના સત્ય સ્વરૂપને ઓળખી શકીએ છીએ.
૩. પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું જીવનચરિત્ર
૩ અ. નાનપણથી જ ભજન અને શ્રવણ આ ગમતો
છંદ બનવો, શિક્ષણ પૂર્ણ થતાં જ ધંધો વિસ્તારિત કરવો
બાબાનો (પ.પૂ. ભક્તરાજ મહારાજજીનો) જન્મ અત્યંત ધાર્મિક સામાન્ય બ્રાહ્મણ પ્રતિષ્ઠિત કુળમાં થયો. શ્રીરામ તેમના કુલદૈવત ! નાનપણથી જ ભગવત્પ્રેમે તેમને આકર્ષિત કર્યા. તેમના હૃદયમાં ભક્તિજ્યોત નિરંતર પ્રજવલિત રહી, પરિણામે ‘ધાર્મિક કાર્યોમાં સતત સહભાગી થવું અને ભજન, શ્રવણ, ગરીબોને સહાયતા કરવી’, આ તેમનો ગમતો છંદ અને સ્વભાવ બન્યો. શિક્ષણ પૂર્ણ થતાં જ પરિસ્થિતિવશ તેમણે નોકરી શોધવાનો આરંભ કર્યો.
નોકરી મળે ત્યાં સુધી તેમણે નાના-મોટા કામો કરીને ધંધો વિસ્તારિત કર્યો; પણ નિયતિને આ માન્ય નહોતું. ‘કુશાગ્ર બુદ્ધિ, વાક્ચાતુર્ય, તરત જ અચૂક નિર્ણય લેવા’, આ ગુણોને કારણે આ બાળક અસામાન્ય બની ગયો. તેથી બધા જ તેમની સાથે આદરભાવ રાખીને વર્તન કરતા હતા.
૩ આ. ‘શ્રી ગુરુચરિત્ર’ વાંચવાનો છંદ નિર્માણ થવો
અને પ.પૂ. શામસાઈબાબાએ માર્ગદર્શન કરીને પ્રોત્સાહિત કરવા
તેમની નાનપણથી જ ધાર્મિક અને આધ્યાત્મિક સાધનાની વૃત્તિ હોવાથી તેમને ‘શ્રી ગુરુચરિત્ર’ વાંચવાની લગની લાગી. વિપત્તિ સમયમાં પણ તેમની સાધના યથાવત ચાલુ જ હતી. તેથી તેમની ગુરુપ્રાપ્તિની ખેંચ દિવસે દિવસે વધતી ગઈ. તે જ દરમ્યાન પ.પૂ. શામસાઈબાબાએ (તેઓ સાઈબાબાના શિષ્ય હતા અને તેમની જ આજ્ઞા અનુસાર તેમના મોરટક્કા ખાતેના આશ્રમમાં રહીને જનસેવા કરતા હતા.) બાબાને સાઈભક્તિ વૃદ્ધિંગત કરવા માટે માર્ગદર્શન કરીને પ્રોત્સાહિત કર્યા.
૩ ઇ. શ્રી ભુરાનંદ બાબાને શ્રી સાઈનાથ અને શ્રી અનંતાનંદ
સાઈશ બોલી રહ્યા હોવાનું દેખાવું તેમજ શ્રી અનંતાનંદ સાઈશે ઇંદોર જવું
જે રીતે હીરાના વેપારીને હીરાની અચૂક પારખ હોય છે, તે રીતે જ ગુરુને સદ્શિષ્યની પારખ હોય છે. શ્રી ભુરાનંદ બાબા (શ્રી સાઈશના શિષ્ય)નો એક અનુભવ એવો છે કે, વર્ષ ૧૯૫૬ના સમયગાળામાં સ્વામીએ (શ્રી અનંતાનંદ સાઈશએ) એક અનુષ્ઠાન કર્યું. ત્યારે તેઓ નર્મદાકિનારે પૂ. શ્રી અવધૂતની કુટિ પાસે ઝૂંપડામાં રહેતા હતા. તેમની ચરણસેવા કરીને શ્રી ભુરાનંદબાબા જવા નીકળ્યા, ત્યારે જ ‘સ્વામી (શ્રી અનંતાનંદ સાઈશ) કોઈકની સાથે બોલી રહ્યા છે’, એવો તેમને ભાસ થયો. તેમણે બારણાની તિરાડમાંથી અંદર જોયું. ત્યારે તેમને દેખાયું, ‘શ્રી સાઈનાથ અને તેમના સ્વામી શ્રી અનંતાનંદ સાઈશ બોલી રહ્યા છે. શ્રી સાઈનાથે સ્વામીજીને કહ્યું, ‘મેરી યાદ ઇંદોર હો રહી હૈ । મુઝે ઇંદોરમેં ઢુંઢ રહે હૈ । તૂ ઔર મૈં ક્યા દો હૈ ? ઇંદોર ચલા જા ।’
થોડા દિવસો પછી ઇંદોર ગયા પછી સ્વામી પ્રથમ હરસિદ્ધી મંદિર નજીક નિવાસ કરી રહેલા મુસલમાન ફકીર શ્રી પીરબાબાને મળ્યા. (શ્રી પીરબાબા શ્રી શિર્ડી સાઈનાથના શિષ્ય હતા અને તેમની જ આજ્ઞાથી ઇંદોર ખાતે જનકલ્યાણ માટે નિવાસ કર્યો હતો.) તેમની સાથે વાર્તાલાપ કરીને, ઓળખાણનો પરચો કરાવીને સ્વામી પાલીવાલ ધર્મશાળામાં (કૃષ્ણપુરા) જતા રહ્યા. શ્રી સાઈબાબાના સ્વરૂપમાં શ્રી અનંતાનંદને જોઈને શ્રી પીરબાબાને ગુરુ-ભેટ થઈ હોવાનો આનંદ થયો હતો.
૩ ઈ. શ્રી અનંતાનંદ સાઈશની પ્રથમ મુલાકાત
૩ ઈ ૧. શ્રી સત્યનારાયણ કથા નિમિત્તે ‘કોઈક મુસલમાન ફકીરને ભોજન આપીને પછી જ ઉપવાસ છોડીશું’, એવું નક્કી કરવું
પ.પૂ. બાબા તેમના અતિ પ્રિય મિત્ર શ્રી. હરિભાઊ લાંભાતે સાથે શ્રી સત્યનારાયણ કથાની આમંત્રિતોની સૂચિ બનાવીને વાંચી રહ્યા હતા. પાસે જ રમતી તેમની ૬-૭ વર્ષની દિકરી (માયા)એ કહ્યું, ‘‘કાકા, આપણે સહુકોઈના નામો લખ્યા; પણ આટલા મોટા સાઈભક્ત હોવા છતાં તમે સાઈબાબાને બોલાવવાના નથી ?’’ આ શબ્દ બાબાના અંતર્મનમાં ખૂંતાઈ ગયા. તેમણે કહ્યું, ‘‘દિકરી, સાઈબાબાને અવશ્ય બોલાવીશું હોને !’’ ત્યારે બન્ને મિત્રોએ નક્કી કર્યું, ‘કોઈક મુસલમાન ફકીરને ભોજન આપીને જ ઉપવાસ છોડીશું.’
૩ ઈ ૨. સ્વામીએ નૈવેદ્યની થાળીમાંથી કઢી તેમજ બેસનની ચીકીનો સ્વીકાર કરીને પ્રત્યક્ષમાં સાઈ હોવાનો શુભ સંકેત આપવો
૯.૨.૧૯૫૬ના દિવસે બાબા અને તેમના ઘનિષ્ઠ મિત્ર શ્રી. દત્તાત્રેય જોશી (વૈદ્યરાજ) દ્વારા સ્થાપિત ‘સુનંદા ફાર્મસી’ના પ્રથમ ઉદ્ઘાટન સમયે શ્રી સત્યનારાયણ પૂજાની નૈવેદ્યની થાળી લઈને તેઓ પીરબાબા પાસે ગયા. પૂ. પીરબાબાએ તેમને કહ્યું, ‘‘મૈંને તો રોજા અખ્તિયાર કર લિયા હૈ, અબ મૈં નહીં ખાઊંગા ।’’ પૂ. પીરબાબાએ તેમની પાસે આવવાનું કારણ જાણી લીધું અને તેમને પાલીવાલ ધર્મશાળામાં જવા માટે કહ્યું. તેમણે કહ્યું, ‘‘વહાં જો સંત મિલેંગે, માનો વહ અસલી સાઈ હૈ ।’’ ત્યારે બધા જ થાળી લઈને ઉતાવળે પાલીવાલ ધર્મશાળામાં પહોંચ્યા. રાત્રિ થઈ ગઈ હતી. ધર્મશાળાના હનુમાન મંદિરના ઓટલા પર સ્વામી અંધારામાં સૂતા હતા. બાબાએ તેમને આર્તતાથી હાથ જોડીને વિનંતિ કરીને તેમની સામે નૈવેદ્યની થાળી મૂકી.
પહેલા તો નકાર આપીને સ્વામીએ કહ્યું, ‘‘હું સંન્યાસી છું. એકવાર જ ભોજન કરું છું.’’ બાબાના તો પ્રાણ કંઠે આવ્યા; પણ પછી બધો જ ખુલાસો થયો ત્યારે તેમણે નૈવેદ્યની થાળીમાંથી કઢી અને બેસનચીકીનો સ્વીકાર કરીને (આ બન્ને વાનગીઓ શ્રી સાઈબાબાને પ્રિય હતી.) સ્વામીએ પોતે પ્રત્યક્ષ સાઈબાબા હોવાનો શુભ સંકેત આપ્યો.
૩ ઈ ૩. પ.પૂ. બાબાનું પોક મૂકીને રડવા લાગવું, તે સમયે શ્રી સાઈશએ પ.પૂ. બાબાને આલિંગન આપીને જાગૃત કરવા
જતા પહેલાં બાબા મૌનાવસ્થામાં અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીને સ્વામીના શ્રીચરણોમાં નતમસ્તક થયા. સ્વામીને સંપૂર્ણ શરણાગતિનો સંકેત મળ્યો. દિનુની પીઠ પરથી હાથ ફેરવતા તેમણે કહ્યું, ‘‘બેટા દિનુ, મૈં તેરે લિયે હી આયા હૂં ।’, આ સાંભળતાં જ બાબા પોક મૂકીને રડવા લાગ્યા અને શ્રીચરણો પર આંસુ-સિંચન કરવા લાગ્યા. તે સમયે શ્રી સાઈશએ તેમને આલિંગન આપીને જાગૃત કર્યા. ત્યાં સુધી બાબાની સંપૂર્ણ શરણાગતિ થઈ હતી.
૩ ઉ. ૯.૨.૧૯૫૬ના દિવસે દિનુની કઠિન સાધના સંપન્ન
થવી અને ત્યારપછી તેમણે બધું જ ભૂલી જઈને સદ્ગુરુની સેવા કરવી
૯.૨.૧૯૫૬ના દિવસે દિનુની કઠિન સાધના સંપન્ન થઈ. ત્યારથી પ્રતિવર્ષ આ દિવસ ‘પ્રકટદિન’ તરીકે ઠાઠમાઠથી ઊજવવામાં આવે છે. તે દિવસથી ૧ વર્ષ ૧૦ માસ બાબા સગુણ સહવાસમાં સદ્ગુરુની સેવામાં મગ્ન હતા. તેઓ અન્યોને તો શું; પણ પોતાને પણ ભૂલી ગયા. તેમના સગાંસંબંધીઓ, મિત્રો, કુટુંબીજનો ઇત્યાદિ સર્વ દૂર થયા. માત્ર અને માત્ર ‘ગુરુસેવા’ એજ તેમના જીવનનો ઉદ્દેશ રહ્યો.
૩ ઊ. શ્રી અનંતાનંદ સાઈશએ પ.પૂ. બાબાને ગુરુમંત્ર પ્રદાન કરવો
૧૫.૨.૧૯૫૬ના દિવસે શ્રી અનંતાનંદ સાઈશએ બાબાને નર્મદામાતાની સાક્ષીથી ગુરુમંત્ર આપ્યો. ત્યાર પછી તેમના ગુરુ શ્રી પ.પૂ. ચંદ્રશેખરાનંદ સ્વામીની પાદુકાઓના દર્શન કરાવ્યા. ત્યાંથી સ્વામી સહુકોઈને ઓંકારેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે લઈ ગયા. રાતવાસો કરવા માટે શ્રી શામસાઈ સદનમાં (મોરટક્કા ખાતે) આવ્યા.
૩ એ. બાબાએ ‘બાપ માઝા હો જ્ઞાનવંત..’ આ ભજન શ્રી સાઈશના
ચરણોમાં અર્પણ કર્યા પછી તેમણે ‘ભક્તરાજ’ આ ઉપાધિ બાબાને આપવી
૧૬.૨.૧૯૫૬ની પરોઢિયે પ્રથમ પ્રહરમાં સદ્ગુરુ માટે ચૂલા પર પાણી તપાવતી વેળાએ સદ્ગુરુકૃપાથી તેમની જીભ પર સરસ્વતીમાતા પ્રગટ થયાં. તેમના શ્રીમુખેથી ‘બાપ માઝા હો જ્ઞાનવંત….’ આ ભજન સદ્ગુરુ શ્રી સાઈશના ચરણોમાં અર્પણ થયું. તે સાંભળીને સ્વામી અતિપ્રસન્ન થયા. તેમણે તરત જ બાબાને ‘ભક્તરાજ’ આ ઉપાધિ આપીને અલંકૃત કર્યા. ત્યાર પછી જાણે કેમ ભજનોનું ઝરણું જ વહેવા લાગ્યું. પ્રતિદિન નવા ભજનનો ઉદય થતો હતો. બાબા ભજન લખીને ઢાળ બેસાડીને સદ્ગુરુની સામે ઊભા રહીને તાળીઓ પાડીને ભજનો ગાતા હતા. ગુરુદેવ ધ્યાન દઈને ભજનો સાંભળતા હતા. શબ્દ અથવા ઢાળ જો ચૂકે તો સુધારી આપતા હતા. શ્રીમુખેથી અનેક વાર ભજનો ગાયા હોવાથી ભજનોને સિદ્ધમંત્રનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ભજનોનો પ્રવાહ નિરંતર ચાલુ રહ્યો. દરમ્યાન બાબાએ અનેક મરાઠી અને હિંદી ભજનો લખ્યા.
૩ ઐ. શ્રી સાઈશએ ભક્તોના ઘરે ભજનો અને
ભંડારો (અન્નદાન) કરીને અન્નદાનનું મહત્વ લોકોના ગળે ઉતારવું
શ્રી સાઈશને જે કોઈ ભક્ત અગત્યતાપૂર્વક ઘરે બોલાવતા, ત્યાં પૂજા-અર્ચના પછી બાબાના ભજનો ગાવામાં આવતા. ત્યાર પછી ભંડારો થતો હતો. ‘નામસ્મરણ અને અન્નદાન’નું આ કળિયુગમાં કેટલું મહત્વ છે !’, આ વાત આમાંથી ધ્યાનમાં આવે છે. શ્રી સાઈશ ભગવાનના જીવનમાં ભંડારાનું (અન્નદાનનું) આત્યંતિક મહત્વ રહ્યું છે. તેમણે અનેક ભંડારાઓનું આયોજન કરીને પોતાના વિસ્તારમાં અન્નદાન કરવાની મહાનતાનો પરિચય કરાવી આપ્યો. તેમની આ દેણગીને નર્મદાતટ પર નિવાસ કરનારા, તેમજ પરિક્રમા કરનારા સારી રીતે જાણે છે.
૩ ઓ. પ.પૂ. બાબાના ભજનો સાંભળ્યા પછી
આ દેશ અને પરદેશના ભક્તોના અંતઃકરણમાં ભાવજાગૃતિ થવી
શ્રી સાઈશની ખ્યાતિ ફેલાઈ રહી હતી. તેઓ ‘સાઈબાબા’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના દર્શનાર્થે અન્ય ગામોમાંથી પણ ભક્તો આવતા. શ્રી સાઈશના દર્શન કરીને પોતાને ધન્ય માનતા હતા. બાબાના ભજનોનું આકર્ષણ અને સામર્થ્ય એટલું હતું કે, એકવાર તેમનું ભજન સાંભળ્યા પછી ભક્ત શરણે આવ્યો જ સમજો. ભાષાનું બંધન તૂટી જતું. જે ભક્તોના અંતઃકરણમાં ભાવજાગૃતિ થતી, તેમને ભજનો સમજાવા લાગતા, તેનું પ્રત્યક્ષ પ્રમાણ એટલે આશ્રમમાં દર્શનાર્થે આવનારા (મરાઠી અને હિંદી બન્ને ભાષાઓ ન સમજનારા) આ દેશના અને પરદેશના ભક્તો, જેમનો આશ્રમ કે ભક્તો સાથે કાંઈજ સંબંધ નથી.
૩ ઔ. શ્રી અનંતાનંદ સાઈશનું મહાનિર્વાણ
અવતારી સંત તેમનું કાર્ય પૂર્ણ થતાં જ આગળના કાર્ય માટે સમય ગુમાવ્યા વિના ગમન કરી જાય છે. તેઓ માયામાં કદીપણ અટવાઈ પડતા નથી. તેઓ તત્વ સાથે જોડાયેલા હોય છે. તેમને કોઈપણ જાતનું બંધન હોતું નથી. વર્ષ ૧૯૫૭ના ડિસેંબર મહિનામાં શ્રી દત્તજયંતીના દિવસે ભક્તોને આશીર્વાદ આપીને રતલામથી તેઓ આગગાડીમાં આમેટ ખાતે પોતાના સ્વગામે (જિલ્લો રાજસંમુદ, રાજસ્થાન) જતા રહ્યા. ૧૨ ડિસેંબરના દિવસે અનંતમાં વિલીન થઈ ગયા.
૩ ઔ ૧. ગુરુદેવના મહાનિર્વાણ પછી પ.પૂ. બાબાએ ૩૮ વર્ષો કરતાં વધારે સમય ભજનો, ભ્રમણ અને ભંડારો આ ત્રિસૂત્રી હાથ ધરવી
શ્રી અનંતાનંદ સાઈશના મહાનિર્વાણના સમાચાર સાંભળતાં જ સર્વ લોકો સ્તબ્ધ બની ગયા. પ.પૂ. બાબા તો દેહભાન ભૂલી ગયા. તેમને પોતાનું જીવન અંધઃકારમય, આધારશૂન્ય અને નિરર્થક લાગવા માંડ્યું, જાણે કેમ બધું જ જતું રહ્યું. શ્રી સાઈશએ તેમના અંતર્મનમાં પ્રવેશ કરીને કહ્યું, ‘ શું મેં તને આ જ શીખવ્યું છે, ચાલ ઊઠ, ભજન કર.’ ત્યારે પ.પૂ. બાબા ચિરનિદ્રામાંથી ઊઠ્યા. એ દિવસથી હાથમાં ખંજરી લઈને પ.પૂ. બાબા રાત-દિવસ નિરંતર ભજનો ગાવા લાગ્યા. ભજન, ભ્રમણ અને ભંડારો આ ત્રિસૂત્રી કાર્યક્રમ તેમના કષ્ટમય જીવનની રૂપરેખા બની ગઈ. ૩૮ વર્ષ કરતાં વધારે સમયગાળા માટે આ કાર્ય નિરંતર ચાલુ હતું. ભક્તો જોડાતા ગયા અને આજે આ જનમેદની ઊભી છે. આ જાદુ આજે પણ અકબંધ છે અને ભવિષ્યમાં પણ રહેશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી; કારણકે આ ઈશ્વરી શક્તિએ પ્રચંડ રૂપ ધારણ કર્યું છે.
૩ અં. પ.પૂ. ભક્તરાજ મહારાજજીના ભજનોમાંનું સામર્થ્ય
સમગ્ર જગત્ ભજનો સાંભળીને ગાંડુ બની ગયું છે. એક સ્ત્રી ભક્તએ પોતાના ભજનમાં ચોખ્ખું લખ્યું છે,
भजन की नसीहतों (शीख) का, ऐसा असर है ।
जिसको लगी हवा, वो कुरबान हो गए ।
बड़ी मुद्दतो में (बहोत प्रयत्नोके पश्चात) बाबा भक्तराज मिले ॥
આવા સદ્ગુરુનો આપણને લાભ મળ્યો, એ આપણું સૌભાગ્ય છે ! બાબાનાં ભજનોમાં અદમ્ય ચેતનાશક્તિ ઓતપ્રોત છે, જે ભજનપ્રિય ભક્તોને લગની લગાડે છે. તેમના ભજનોનો પ્રભાવ ચિત્ત પર પડતો હોવાથી ભક્ત ગુરુતત્વ સાથે એકરૂપ થઈને પોતાનું દેહભાન ભૂલી જાય છે અને તે અલૌકિક જગત્માં હરે-ફરે છે, જ્યાં સર્વત્ર આનંદ ફેલાયેલો છે. બાબા કહે છે, ‘‘ભજન એટલે ભજ + મન. અર્થાત્ જે સદ્ભક્ત ચિત્ત (મન) એકાગ્ર કરીને પરમેશ્વરનું સ્મરણ કરશે, તે જ ભજનનો આનંદ માણી શકે છે. જે કોઈ ભજનનું શ્રવણ, મનન, ચિંતન અને મંથન કરશે, તે ભજનમાં આનંદને માણશે.’’ એવા અનેક સદ્ભક્તો છે, જેમને ભજનમાં આત્મસાક્ષાત્કાર થયો, જ્યારે કેટલાકને સાક્ષાત્ પરમેશ્વરના દર્શન થયા. અનેક ભક્તોને તેમની કૃપાથી ભજનોનું સ્ફૂરણ થયું, કે જે અત્યંત ભાવપૂર્ણ અને પ્રેરણાદાયી છે.
બાબાના ભજનોમાં રામાયણ, મહાભારત, ગીતા, વેદ-વેદાંત, ઉપનિષદ્ ઇત્યાદિ સર્વ ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનું સાર છે. સાધનારત સાધકોને તો તેમના માર્ગ પર આવનારા પ્રત્યેક પ્રશ્નનો નિશ્ચિત ઉત્તર ભજન દ્વારા મળે છે. શ્રી અનંતાનંદ સાઈશએ બાબાને કહ્યું હતું, ‘‘ભજન હી સબ કુછ હૈ ।’’ અર્થાત્ ભજનો જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને ભક્તિપૂર્ણ છે અને તે સત્-ચિત્-આનંદ પ્રાપ્ત કરાવી આપવા માટે પૂર્ણ રીતે સમર્થ છે. આ જ ભજનો દ્વારા પ.પૂ. બાબાએ અનેક ભક્તોને ભક્તિમાર્ગ પર સ્થિર કર્યા છે. જેને કારણે તેમના જીવનમાં નિરંતર આનંદ મહેકતો રહે છે. બાબાના ભજનોમાં અધ્યાત્મશાસ્ત્રમાંના કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, શક્તિપાતયોગ ઇત્યાદિ સર્વ યોગોનું સાર છે; તેથી જ ભજનોમાંથી સત્-ચિત્-આનંદની નિરંતર અનુભૂતિ થાય છે. ભક્તો માટે તો ‘જ્યાં ભજન ત્યાં ભક્તરાજ’, અર્થાત્ ‘ભજન = ભક્તરાજ’, આ સમીકરણ બન્યું, તાત્પર્ય ભજનોમાં જ સદ્ગુરુ ભક્તરાજ માવડીને પામી શકાય છે.
૩ ક. પ.પૂ. બાબાએ ‘ભજન સાથે ભંડારો’ આ ગુરુપરંપરા
અખંડ હાથ ધરવી અને ભક્તોને અન્નદાનનું મહત્વ ગળે ઉતારવુ
‘ભજન સાથે ભંડારો’ આ ગુરુપરંપરા બાબાએ અખંડ હાથ ધરી અને આજે પણ ઘણા ઉત્સાહ અને આનંદથી ઊજવવામાં આવી રહી છે. પ.પૂ. સદ્ગુરુ ભક્તરાજ મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભારતમાં સર્વત્ર ભંડારા, ભજનો અને નામસ્મરણ આયોજિત થયા. આના પરથી ‘ભજન, અન્નદાન અને નામસ્મરણનું કેટલું અનન્યસાધારણ મહત્વ ભારતીય સંસ્કૃતિમાં છે’, આ સર્વ જગત્ને સમજાયું. બાબા કહેતા, ‘‘અન્નદાન શ્રેષ્ઠ દાન છે. ગરીબ અને દરિદ્રિને તૃપ્તિભોજ કરાવીને તેમના તૃપ્ત આત્મા દ્વારા જે આશીર્વાદ મળે છે, તે અત્યંત ફળદાયી હોય છે. અન્ન તો પૂર્ણ બ્રહ્મ છે; તેથી જ અન્નદાનની એક પણ તક ગુમાવતા નહીં, ઓછામાં ઓછું તેમાં અંશતઃ તોયે દાન કરવું.’’
૩ ખ. પ.પૂ. બાબાએ ઉજ્જેનના ક્ષિપ્રા નદીના
કિનારે, રામઘાટ પર ચાલુ કરેલો અને ‘દરિદ્ર નારાયણ ભંડારો’ !
‘કળિયુગમાં ધર્મ ઘણો દૂર છે’, એવું બાબાએ ભજનમાં ગાયું છે. સાચે જ આ કળિયુગમાં ઘણા ભારતીઓ આપણી સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે. આવા લોકોને સમજાવવા આવશ્યક છે. તે સમાજકાર્ય સમજીને કરવું. આવી અનેક બાબતો મનમાં-ધ્યાનમાં રાખીને બાબાએ ‘દરિદ્ર નારાયણ ભંડારો’ ઉજ્જેનના ક્ષિપ્રા નદીના કાંઠે, રામઘાટ પર ચાલુ કર્યો. બાબા પોતે ભંડારામાં દરિદ્રિ નારાયણો સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરતા હતા. ત્યારથી દિવાળીમાં આ ભંડારો નિયમિત આયોજિત કરવામાં આવે છે. રામઘાટથી શ્રી મહાકાળેશ્વર મંદિર સુધી જેટલા દરિદ્રિ નારાયણો મળે તે સહુકોઈને, જે આવે તે ભક્તોને અને પાચારણ કરેલા સાધુ-સંતોને તૃપ્તિભોજ કરાવવામાં આવે છે. પ્રસાદમાં દૂધી અને ચોળાનું ભેગું શાક, પુરી અને શીરો હોય છે.
પ્રથમ સદ્ગુરુને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી સર્વત્ર પ્રસાદ વહેંચવામાં આવે છે. ઉત્સાહી અને યુવાન ભક્તો હાથગાડીમાં ભંડારાનો પ્રસાદ મૂકીને તેની જગ્યા જગ્યાએ વહેંચણી કરે છે. દરમ્યાન બાકી ભેગા થયેલા ભક્તો ભજન કરે છે. વહેંચણી કરી આવ્યા પછી વધેલો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે. તેમાં પણ જો પ્રસાદ વધે તો ઠેકઠેકાણે આશ્રમમાં વહેંચવામાં આવે છે. આ ભંડારાએ હવે તો ઘણું વ્યાપક રૂપ ધારણ કર્યું છે. બાબા તો પોતાના ભક્તોને પહેલેથી જ કહે છે,
गांठ मे पैसा, धान की गठडी । होवेना जो भी साथ ॥
प्रेम का प्यासा है मेरा प्रभु । लाओजी अपने साथ ॥
आवोजी आवो साई के दरबार ॥
મારા સર્વ ભક્ત-બાંધવોને મારી તાલાવેલીથી વિનંતિ છે કે, બાબાની કોઈપણ શીખામણને સહજ લેશો નહીં. પ્રત્યેક શીખામણ જીવાત્માના કલ્યાણ માટે છે અને ભજનોના માધ્યમ દ્વારા તે અત્યંત પરિપૂર્ણ રીતે પ્રસ્તુત કરી છે. આની પાછળનો હેતુ કેવળ જનકલ્યાણ છે. આપણે પણ આપણા જીવનનું સાર્થક કરી લઈએ !
૩ ગ. ભગવત્પ્રાપ્તિનો કળિયુગમાંનો
સરળ અને સહેલો માર્ગ એટલે નામસ્મરણ !
નામસ્મરણનું મહત્વ સર્વ સાધુ-સંતો પોતપોતાના મત અનુસાર સમજાવે છે; પણ બાબાએ પોતાના ભક્તો માટે આ કળિયુગની પરિસ્થિતિ અનુસાર દૂરદૃષ્ટિ રાખીને અત્યંત સરળ, સહેલો, સુવિધાજનક, ઉપયુક્ત અને અનુકરણીય માર્ગ બતાવ્યો છે. તે અનુસાર તેમના ભક્તો પરિસ્થિતિ અનુસાર ગમે ત્યારે અને ગમે ત્યાં પરમેશ્વરનું (ઇષ્ટદેવતાનું) અથવા ગુરુદેવે આપેલું ‘નામ’ લઈ શકે છે.
૩ ગ ૧. અનુભૂતિ – નોકરી કરતી વેળાએ નિરંતર નામસ્મરણ કરવાથી કંપનીનું વાર્ષિક ઉત્પાદન અપેક્ષા કરતાં વધારે થઈને નફો પણ વધારે થવો
હું નોકરી કરતો હતો ત્યારે બાબાની કૃપાથી મારું ‘નામસ્મરણ’ નિરંતર ચાલુ રહેતું. તેનું સકારાત્મક પરિણામ મારા પર અને મારા હાથ નીચે કામ કરી રહેલા કર્મચારીઓ પર અને તેમના કામ પર એવું થયું કે, તેમની કાર્યક્ષમતા અને એકાગ્રતા વૃદ્ધિંગત થઈ, તેમજ વાતાવરણમાંની પ્રસન્નતા વધી. તેથી કામનો તાણ ઓછો થયો. કામ વ્યવસ્થિત અને ઉત્કૃષ્ટ રીતે સમય પર થતું હતું. મને અને કામદારોને થાક જણાતો નહોતો. પરિણામે કંપનીનું ઉત્પાદન અને તેની ગુણવત્તા વધવાથી વાર્ષિક ઉત્પાદન અપેક્ષા કરતાં વધારે થઈને નફો પણ વધારે થતો. તેથી કંપનીમાંનું વાતાવરણ પણ સહુકોઈને પોષક એવું રહેતું. સર્વ કામો તાણ આવ્યા વિના સરળતાથી ચાલતાં. તેથી ૩૮ વર્ષ ખાનગી ક્ષેત્રમાં કામ કરવા છતાં પણ મને કામનો કદીપણ તણાવ જણાયો નહીં. કોઈપણ અજુગતા બનાવ વિના હું નોકરીનો કાર્યકાળ યશસ્વી રીતે પૂર્ણ કરી શક્યો, એ કેવળ ગુરુકૃપાને કારણે જ ! ‘નામમાં અગમ્ય શક્તિ છે’, એનું આ સચોટ ઉદાહરણ છે; તેથી જ બાબા તેમના ભજનમાં સ્પષ્ટ રીતે કહે છે,
नामची दीनाचा आधार । साधूनी नेईल आपणा पार ॥
તેથી અગત્યતાપૂર્વક કહું છું, ‘નામની કેડે પડો અને જીવનનું સાર્થક કરી લો. હવે તોયે બાબાનું સ્મરણ કરવા માટે
‘नको रे दवडू क्षण साचा । रंगू दे नाम ही वाचा ॥’
અર્થાત્ ‘સમય વેડફ્યાવિના નામસ્મરણ કરો. નામ જ સંસારરૂપી કાદવ તરી જવામાં કામ આવશે’, એવી સાક્ષી સદ્ગુરુ આપી રહ્યા છે’, એ સત્ય છે.
क्षणही हा एक मोलाचा । बोल हा सत्य दीनाचा ॥
નામનો મહિમા એવો છે કે, તેને કારણે મનના વિકાર દૂર થઈને અંતઃકરણ શુદ્ધ થાય છે, જે પરમેશ્વરનું સ્વરૂપ સદ્ગુરુના હૃદયમાં બિરાજમાન થવા માટે અતિ આવશ્યક છે.
૪. સદ્ગુરુનો સત્સંગ, માર્ગદર્શન અને તેમની સેવા
કરવાની તક મળી એ વિશે તેમનાં ચરણોમાં વ્યક્ત કરેલી કૃતજ્ઞતા !
સદ્ગુરુની કૃપાને કારણે મને જીવ (બાબા અને દાદા) + શિવ (શ્રી અનંતાનંદ સાઈશ) મિલનનો અવિસ્મરણીય, અદ્ભુત સંગમ નિહાળવાની તક મળી, એ મારું સૌભાગ્ય છે ! તે સાથે જ તેમની સાથે તીર્થાટન પણ થયું. સત્સંગ અને ભજનનો હું આનંદ માણી શક્યો. મને તેમનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું. તેમની સેવા કરવાની થોડી તક મળી, જેને કારણે મારા જીવનની દશા અને દિશા પલટાઈ ગઈ. અજ્ઞાનતાનું જ્ઞાન કરાવીને, આધ્યાત્મિક જગત્ની સુંદર યાત્રા કરાવીને, સત્ય દર્શન કરાવીને તેમણે મારા આયખામાં આનંદ જ આનંદ પૂરી દીધો અને મને સત્યમાર્ગ પર ચાલવા માટે બળ આપ્યું. આપના આદર્શો અનુસાર જીવવાથી હું શાંત, સમાધાની, નિર્ભય અને આનંદમય જીવન જીવી રહ્યો છું. તમે મને અપેક્ષા કરતાં પણ અનેક ગણું વધારે આપીને હંમેશાં માટે ઋણી બનાવ્યો છે, જે ઋણ ચૂકતું કરવું અસંભવ છે. આજે પણ ડગલેને પગલે એમ જ બની રહ્યું છે; તેથી મેં પણ નક્કી કર્યું છે કે, હું હંમેશાં માટે ‘આપના દાસ’ તરીકે આપની સર્વ રીતે સેવા કરીશ. ‘મારો સંકલ્પ તમે નક્કી જ પૂર્ણ કરશો’, તેની મને નિશ્ચિતિ છે.
‘अमोल चीज जो दी गुरुने । न दे सके भगवान भी ॥’
આપની કૃપાથી આ અજ્ઞાની બાળકે જે કાંઈ લખ્યું, તે આપનાં ચરણોમાં અર્પણ !
॥ हरि ॐ तत्सत् ॥’
– આપનો સેવક,