અનુક્રમણિકા
- ૧. પહેલાંના રાજાઓએ કરેલો દાનધર્મ
- ૨. દાન આપનારાએ ‘પોતાના પૈસા યોગ્ય કાર્ય માટે અને યોગ્ય માર્ગથી વ્યય થાય છે ને ?’, તેની નિશ્ચિતી કરવી આવશ્યક
- ૩. દાન ‘સત્પાત્રે’ હોવું આવશ્યક !
- ૪. સનાતન સંસ્થાએ રાષ્ટ્ર અને ધર્મ કાર્ય માટે ઝંપલાવી દીધું હોવાથી આ સંસ્થાને આપેલું દાન એ ‘સત્પાત્રે દાન’ હોવું
- ૫. દાન અને અર્પણમાંનો ભેદ (ફેર)
૧. પહેલાંના રાજાઓએ કરેલો દાનધર્મ
‘પાત્રે દાનમ્ ।’ આ સુભાષિત સર્વશ્રુત છે. દાનનો અર્થ એકાદની મિલકત અને તેમાંથી થનારો વ્યય (ખર્ચ) બાદબાકી કરીને વધેલા પૈસામાંથી સામાજિક અથવા ધર્મિક કાર્યને કરેલી સહાયતા’, એવો પણ થાય છે. દાન એ પૈસા ઉપરાંત ભૂમિ, અલંકાર, કપડાં (દેવીને ચુંદડી ઇત્યાદિ) આવા અનેક માધ્યમો દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં રાજાઓ હિંદુ દેવાલયોને મોટા પ્રમાણમાં દાન આપતા હતા. ભારતમાંના કેરળ રાજ્યમાં રહેલા શ્રી પદ્મનાભ મંદિરની સંપત્તિ હજી પણ અગણિત છે. પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર જ્યારે રાણીપદ પર હતા ત્યારે તેમને મળનારા માનધનમાંથી તેમણે વિવિધ મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તેની સાક્ષી ઉત્તરના વારાણસીથી માંડીને દક્ષિણમાંના ઘૃષ્ણેશ્વર શિવમંદિર સુધી છે.
૨. દાન આપનારાએ ‘પોતાના
પૈસા યોગ્ય કાર્ય માટે અને યોગ્ય માર્ગથી
વ્યય થાય છે ને ?’, તેની નિશ્ચિતી કરવી આવશ્યક
અનેક દાનશૂર લોકો કર્તવ્યના ભ્રમમાં હોય છે અને તે કેટલીક સ્વયંસેવી સંસ્થાઓને (એન્.જી.ઓ. ને) દાન આપે છે. દાન આપતી વેળાએ દાન આપનારાએ ‘પોતાના પૈસા યોગ્ય કાર્ય માટે અને યોગ્ય માર્ગથી વ્યય (ખર્ચ) થાય છે ને ?’, તેની નિશ્ચિતી કરવી આવશ્યક છે. અનેક સ્વયંસેવી સંસ્થાઓ તેમને મળેલા પૈસામાંથી પોતાના પૂર્ણકાલીન કર્મચારીઓને વેતન આપે છે, તેમજ તેમનો કાર્યાલયીન વ્યય, વાહનો પર ઘણો ખર્ચ કરે છે. મુંબઈની એક સ્વયંસેવી સંસ્થાએ લેખા પરીક્ષણમાં દાનમાં મળેલા પૈસા પંચતારાંકિત ઉપાહારગૃહમાં નિવાસ અને મદ્યપાન પર વ્યય કર્યા હોવાનું ઉજાગર થયું છે.
૩. દાન ‘સત્પાત્રે’ હોવું આવશ્યક !
‘સત્પાત્રે દાન’ આ સંજ્ઞા મહત્વની છે. હિંદુ ધર્મ આ સનાતન ધર્મ છે. તેથી આ ધર્મનું પાલન કરનારાઓને જ ઈશ્વરપ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિ થાય છે. તેનો લાભ વધારેમાં વધારે લોકોને થાય; તેથી ‘હિંદુ ધર્મનો પ્રસાર યોગ્ય રીતે કરવો’, એ પ્રત્યેકનું કર્તવ્ય છે. તે માટે આપતી વેળાએ આ વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે. તેથી ‘જે સંસ્થા અથવા આસ્થાપનો (કંપનીઓ) ધર્મપ્રસાર અને રાષ્ટ્રકાર્યમાં કાર્યરત હોય છે, તેમને સર્વ રીતે સહાયતા કરવી’, એ ધર્મકાર્ય જ છે.
૪. સનાતન સંસ્થાએ રાષ્ટ્ર
અને ધર્મ કાર્ય માટે ઝંપલાવી દીધું હોવાથી
આ સંસ્થાને આપેલું દાન એ ‘સત્પાત્રે દાન’ હોવું
સનાતન સંસ્થા એ એવી એક સંસ્થા છે કે, જેણે રાષ્ટ્ર અને ધર્મ કાર્ય માટે ઝંપલાવી દીધું છે. તેથી આ સંસ્થાને આપેલું દાન એ ‘સત્પાત્રે દાન’ છે. સનાતન સંસ્થાને દાન આપનારા અનેક લોકોને તેમની મિલકતમાં અથવા લાભમાં દાન કરતાં અનેક ગણો વધારો થયો હોવાની અનુભૂતિ થઈ છે.
૫. દાન અને અર્પણમાંનો ભેદ (ફેર)
અર્પણ કરવું એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્યાગ કરવો. ગુરુદેવના માર્ગદર્શન હેઠળ સાધના કરનારા સાધકો તન-મન-ધન અર્પણ કરે છે, તેમજ ઈશ્વર પર દૃઢ શ્રદ્ધા ધરાવનારા આ પ્રકારના જ ગણાય છે. દાન અને અર્પણ એ ભલે સમાનાર્થી શબ્દો રહ્યા, તો પણ તેમાં સૂક્ષ્મ ભેદ જણાય છે. તે આગળ આપ્યો છે.
દાન | અર્પણ | |
---|---|---|
૧. માધ્યમ | પૈસા, ભૂમિ, અલંકાર ઇત્યાદિ સ્થૂલ સ્વરૂપમાં | તન, મન, બુદ્ધિ અને ધન (મન અને બુદ્ધિ સૂક્ષ્મ સ્તર પરના હોવાથી વધારે મહત્વના) |
૨. દાતા | મધ્યમ વર્ગના, શ્રીમંત, ઉદ્યોજક | સાધક, ધાર્મિક પ્રવૃત્તિના અને વૈરાગ્ય પ્રાપ્ત થયેલા. |
૩. સહાયતા કરનારાઓનો ભાવ | – – – | નિરપેક્ષ ભાવ |
૪. દાતામાં રહેલા ત્રિગુણોનું પ્રમાણ | ૩૦ ટકા રજગુણ, ૩૦ ટકા તમ ગુણ અને ૪૦ ટકા સત્વ ગુણ | ૬૫ ટકા કરતાં વધારે સત્ત્વ ગુણ |
૫. અપેક્ષા | લોકેષણા ‘સમાજને પૂર્વજોનું સ્મરણ થવું’ ઇત્યાદિ | ન હોવી (તિરુપતિ જેવા દેવસ્થાનમાંનું ગુપ્તદાન) |
૬. દાતાને થનારી અનુભૂતિ | મિલકત અને લાભમાં વૃદ્ધિ થવી, કેટલીક અધૂરી ઇચ્છા પૂર્ણ થવી ઇત્યાદિ | ઈશ્વર સાથે અનુસંધાન વધવું; આનંદ અને શાંતિની અનુભૂતિ થવી અને વૈરાગ્યમાં વૃદ્ધિ થવી |
૭. કર્તાપણાનો ભાવ | હોય છે. | હોતો નથી. |
૮. અન્યોમાં વાચ્યતા | થાય છે. | થતી નથી. (કોઈને કહીએ એમ લાગતું નથી; કારણકે ‘મેં કાંઈ જ કર્યું નથી’ એવો ભાવ હોય છે. |
૯. દાતાને થનારા આધ્યાત્મિક લાભનું પ્રમાણ | થોડા પ્રમાણમાં | અમર્યાદ |
‘હે ગુરુદેવ, ‘આ વિચાર વ્યક્ત કરવાની બુદ્ધિ અને તક તમે જ આપી’, એ માટે આપના ચરણોમાં કોટિશઃ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.’
– શ્રી. શિરીષ દેશમુખ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૫.૩.૨૦૨૦)
To Donate visit – www.sanatan.org/en/donate