હાથની મુઠ્ઠીમાં પ્રત્યક્ષ મીઠું-રાઈ
લીધા વિના પણ સામેવાળાની તેમજ સામે ન
રહેલી વ્યક્તિની નજર ઉતારવી, પરિણામકારી હોવાનું અનુભવવું
‘હું એક સાધક માટે નામજપ ઇત્યાદિ ઉપાય કરી રહ્યો હતો. હું નામજપ ઉપાય કરતો હતો તે વેળાએ તેમાંનું ચૈતન્ય સહન ન થવાથી સાધકનો ત્રાસ વધી ગયો, તેમજ તેના દ્વારા મારા ભણી ત્રાસદાયક શક્તિ પ્રક્ષેપિત થવા લાગી. ‘તેની આંખોમાંથી પણ મારા ભણી ત્રાસદાયક શક્તિ આવી રહી છે’, એવું મને સૂક્ષ્મમાંથી જણાવા લાગ્યું. ત્યારે મેં એક પ્રયોગ તરીકે ‘બન્ને હાથની મુઠ્ઠીમાં પ્રત્યક્ષ મીઠું-રાઈ લેવાને બદલે તે બન્ને ઘટક મુઠ્ઠીમાં હોવાનો ભાવ રાખીને તે સાધકની નજર ઉતારવાથી શું પરિણામ થાય છે ?’, એ જોવાનું નક્કી કર્યું. નજર ઉતારતી વેળાએ મેં હંમેશાંની જેમ ‘આવ્યા-ગયાની, વટેમાર્ગુની, પશુ-પક્ષીની, ઢોર-ઢાંખરની (અનિષ્ટ શક્તિ તેમના માધ્યમ દ્વારા ત્રાસ આપી શકે છે; તેથી તેમનો પણ ઉલ્લેખ કરવાની પદ્ધતિ છે.), ભૂત-પ્રેતની, મોટી અનિષ્ટ શક્તિની અને વિશ્વમાંની કોઈપણ પ્રકારની શક્તિઓની નજર લાગી હોય, તો તે નીકળી જવા દો’, એવું મનમાં બોલીને તેની હંમેશાંની જેમ નજર ઉતારી.
ત્યાર પછી મારી બન્ને મુઠ્ઠીમાં ભેગી થયેલી ત્રાસદાયક શક્તિ નષ્ટ કરવા માટે મેં ‘મારી સામે અગ્નિ પ્રજ્વલિત કર્યો છે અને મુઠ્ઠીમાંની ત્રાસદાયક શક્તિ અગ્નિમાં નાખી રહ્યો છું’, એવો ભાવ રાખીને ત્રાસદાયક શક્તિ નષ્ટ થવા માટે પ્રાર્થના કરી. આ રીતે નજર ઉતારવાનું પરિણામ સારું આવ્યું હોવાનું જણાયું. તે સાધકનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં ઓછો થયો.
આ રીતે જ મેં દેવદ, પનવેલ ખાતેના આશ્રમમાં રહેલા પૂ. (સૌ.) અશ્વિની પવારની નજર ઉતારી. તેમણે મને દૂરધ્વનિ કરીને ‘મારી પ્રાણશક્તિ પુષ્કળ ન્યૂન થઈ છે. હું સૂતી જ છું’, એમ જણાવ્યું હતું. મેં તેમની ઉપરોક્ત પદ્ધતિથી નજર ઉતારી અને દૂરધ્વનિ કરીને ‘સારું લાગ્યું શું ?’, એમ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, ‘‘મને ૭૦ ટકા સારું લાગ્યું. પહેલા હું ઊઠી શકતી નહોતી, તો હવે ઊઠીને બેઠી થઈ છું.’’ નજર ઉતારવાની ૨ મિનિટની કૃતિને કારણે આટલું સારું પરિણામ આવ્યું હતું.
પ્રવાસ દરમિયાન કોઈને ત્રાસ થતો હોય તો મીઠું-રાઈ ઉપલબ્ધ થઈ શકે નહીં. ત્યારે આ પદ્ધતિથી નજર ઉતારી શકાય. તેમજ આપત્કાળમાં સર્વ વસ્તુઓની અછત હોય ત્યારે નજર ઉતારવાની આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાશે.’