અનુક્રમણિકા
૧. હનુમાનજીને માનસ નજર ઉતારવા માટે પ્રાર્થના કરવી
‘પ્રત્યક્ષ હનુમાનજી મારી નજર ઉતારવાના છે’, એવો ભાવ રાખીને ‘હે હનુમાનજી, મારુતિરાયા, તમે મારી નજર ઉતારશો’, એવી સંપૂર્ણ શરણાગતભાવથી પ્રાર્થના કરવી.
૨. માનસ નજર ઉતારવાની પ્રત્યક્ષ કૃતિ
અ. સાક્ષાત હનુમાનજી મારી સામે છે. તેમણે હાથમાં નારિયેળ લીધું છે. નારિયેળની શિખા મારી દિશા ભણી કરી છે.
આ. હું સંપૂર્ણ શરણાગતભાવથી હનુમાનજીનાં ચરણો પર મસ્તક રાખીને પ્રાર્થના કરી રહ્યો/રહી છું, ‘હે હનુમાનજી, મારુતિરાયા, મારા સ્થુળ અને સૂક્ષ્મ (પ્રાણદેહ, મનોદેહ, કારણદેહ, મહાકારણદેહ) દેહમાંની ત્રાસદાયક (કાળી) શક્તિ, મોટી અનિષ્ટ શક્તિઓએ નિર્માણ કરેલા હાડકાં, ખોપરીઓ, યંત્રો, દાગીના અને યંત્રણા આ નારિયેળમાં સંપૂર્ણ રીતે ખેંચાઈ જઈને તે સ્થાનસહિત નષ્ટ થવા દો.’
ઇ. હનુમાનજી મારી નજર ઉતારી રહ્યા છે. હનુમાનજી મારા પગથી માથા સુધી અને માથાથી પગ સુધી આ રીતે લંબગોળાકાર ૩ વાર નારિયેળ ફેરવવાના છે. ત્યારે હું ‘મારા સ્થુળ અને સૂક્ષ્મ દેહમાંની ત્રાસદાયક શક્તિ નારિયેળમાં ઘણા વેગથી ખેંચાઈ જવાની છે’, એવો ભાવ રાખું છું.
ઈ. હનુમાનજીએ ‘જય શ્રીરામ’ બોલીને હાથમાં નારિયેળ લઈને ઘડિયાળના કાંટાની દિશામાં મારા પગથી માથા સુધી અને માથાથી પગ સુધી ધીમે રહીને નારિયેળ ફેરવ્યું. મારા સ્થુળ અને સૂક્ષ્મ દેહમાંની ત્રાસદાયક શક્તિ નારિયેળમાં ઘણા વેગથી ખેંચાઈ રહી છે. આ રીતે તેમણે કુલ ૩ વાર નારિયેળ શરીર ફરતે ફેરવ્યું.
ઉ. ‘સાક્ષાત હનુમાનજી મારી નજર ઉતારી રહ્યા હોવાથી મને થનારો ત્રાસ વેગથી ઓછો થઈ રહ્યો છે’, આ જાણ રાખીને મને ઘણી કૃતજ્ઞતા લાગી રહી છે.
ઊ. હવે હનુમાનજી મારી ફરતે વર્તુળાકાર ફરવાના છે. તેમના હાથમાંના નારિયેળની શિખા મારી દિશામાં છે. હું મનમાં ‘હે હનુમાનજી ! મારા સ્થુળ અને સૂક્ષ્મ દેહમાંની શેષ ત્રાસદાયક શક્તિ, મોટી અનિષ્ટ શક્તિઓએ નિર્માણ કરેલાં સર્વ સ્થાનો, હાડકાં, ખોપરીઓ, દાગીના આ બધું સ્થાનોસહિત નષ્ટ થવા દો અને મારા સર્વ ત્રાસ દૂર થઈને મને ગુરુસેવા કરવા માટે શક્તિ મળવા દો’, એવી પ્રાર્થના કરી રહ્યો/રહી છું.
એ. હવે હનુમાનજીએ મારા ફરતે જમણી બાજુથી ડાબી બાજુ, અર્થાત્ ઘડિયાળના કાંટાની દિશામાં વર્તુળાકાર ફરવાનો આરંભ કર્યો છે. તેઓ ધીરે ધીરે ચાલતા મારી પાછળની બાજુએ જઈને આગળના ભાગમાં આવ્યા છે. આ રીતે તેમણે એક ફેરો પૂર્ણ કર્યો છે. ‘મારો ત્રાસ ઓછો થઈ રહ્યો છે’, એવું મને જણાઈ રહ્યું છે.
હનુમાનજી ધીમે ધીમે મારા ફરતે બીજીવાર ફરી રહ્યા છે. તેઓ મારી પીઠ પાછળ ગયા છે. પાછળથી ફરી સામે આવી રહ્યા છે. આ રીતે બીજો ફેરો પૂર્ણ કર્યો છે.
હવે ત્રીજીવાર તેઓ મારી ફરતે ફરી રહ્યા છે. પ્રચંડ વેગથી મારા શરીરમાંની ત્રાસદાયક શક્તિ નષ્ટ થઈ રહી છે. હનુમાનજી મારી પાછળ ગયા છે. તે પાછળથી ધીમે ધીમે આગળ આવીને મારી સામે ઊભા રહ્યા છે. તેમણે હાથમાં લીધેલા નારિયેળની શિખા મારી દિશામાં છે. તેમણે થોડીવાર નારિયેળ મારી સામે રાખ્યો છે. મારા શરીરમાંની બધી જ ત્રાસદાયક શક્તિ નારિયેળમાં ખેંચાઈ જઈ રહી છે. ધીમે ધીમે ત્રાસદાયક શક્તિ ખેંચાઈ જવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે; કારણકે શરીરમાંની ત્રાસદાયક શક્તિ પૂર્ણ રીતે નષ્ટ થઈ છે.
ઐ. સાક્ષાત હનુમાનજીએ નજર ઉતારી હોવાથી મને હળવું જણાઈને ઉત્સાહી લાગી રહ્યું છે.
ઓ. હનુમાનજી હવે ત્રિભેટા પર (ત્રણ રસ્તા ભેગા થાય, તે સ્થાન) નારિયેળ ફોડવા જઈ રહ્યા છે. ત્યાં જઈને હનુમાનજીએ ‘જય શ્રીરામ’ એમ બોલીને નારિયેળ જોરથી ફોડ્યું. નારિયેળમાંની સર્વ ત્રાસદાયક શક્તિ નષ્ટ થઈ છે.
ઔ. હનુમાનજી મારી સામે ઊભા છે. હું સંપૂર્ણ શરણાગત ભાવથી તેમના ચરણો પર મસ્તક રાખીને કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો/રહી છું. હે મારુતિરાયા, આપની કૃપાથી મારા સ્થુળ અને સૂક્ષ્મ દેહમાંની ત્રાસદાયક શક્તિ અને અનિષ્ટ શક્તિઓએ નિર્માણ કરેલી ત્રાસદાયક શક્તિઓનાં કેંદ્રો નષ્ટ થયા છે. આપના ચરણોમાં કોટિશઃ કૃતજ્ઞતા ! ‘હે હનુમાનજી, આપની કૃપાદૃષ્ટિ મારા પર અખંડ રહેવા દેજો’, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.
૩. માનસ નજર કેટલી વાર ઉતારવી ?
માનસ નજર ઉતારવાની કૃતિને લગભગ ૫ મિનિટ લાગે છે. આ રીતે દિવસમાં એક અથવા ૩-૪ વાર માનસ નજર ઉતારી શકાય, તેમજ ત્રાસની તીવ્રતા અનુસાર સળંગ ૨-૩ વાર ઉતારી શકાય છે.
૪. નામજપ ઇત્યાદિ ઉપાય કરવા પહેલાં માનસ નજર ઉતારવી
સાધક પ્રતિદિન માનસ નજર ઉતારી શકે છે. નામજપ ઇત્યાદિ ઉપાય કરવા પહેલાં સાધકોએ માનસ નજર ઉતારવાથી ત્રાસદાયક શક્તિનું આવરણ ઓછા સમયમાં ઘટવાથી નામજપ કરતી વેળાએ એકાગ્રતા વૃદ્ધિંગત થવામાં સહાયતા થાય છે.’