હાઈફાની લડાઈમાં ભારતીય સૈન્‍યએ કેવળ ભાલા, તલવાર અને ઘોડેસ્વાર દ્વારા નોંધાવેલો સુવર્ણ અક્ષરોમાંનો પરાક્રમ !

અનુક્રમણિકા

દેહલી ખાતેના દક્ષિણ એવન્યૂ
રસ્‍તા પરના ચોકનું કરેલું નામકરણ અને ભારતીય
સૈન્‍યએ પ્રતિવર્ષ ‘હાઈફા દિવસ’ ઉત્‍સવ તરીકે ઊજવવો

દેહલી સ્‍થિત રાષ્‍ટ્રપતિ ભવનથી દક્ષિણ ભણી જનારા રસ્‍તા પરનો ‘હાઈફા’ ત્રિમૂર્તિ ચોક

જુલાઈ ૨૦૧૭માં ભારતના વડાપ્રધાને ઇસ્રાયલ ખાતેના હાઈફા યુદ્ધ સ્‍મારકની મુલાકાત લીધી હતી. દેહલી સ્‍થિત રાષ્‍ટ્રપતિ ભવનથી દક્ષિણ ભણી જનારો રસ્‍તો દક્ષિણ એવન્‍યૂ તરીકે ઓળખાય છે. હવે આ રસ્‍તા પરનો ચોક ‘હાઈફા ત્રણમૂર્તિ ચોક’ તરીકે ઓળખવામાં આવશે. ૧૪ જાન્‍યુઆરી ૨૦૧૮ના દિવસે ઇસ્રાયલ અને ભારતના વડાપ્રધાનોની ઉપસ્થિતિમાં આ નવું નામકરણ કરવામાં આવ્‍યું. આ પ્રતિકાત્‍મક યુદ્ધ સ્‍મારક માટે ‘કૅવ્‍લરી’ના ૩ લડાયક ઘોડેસ્‍વાર તેમના ભાલા લઈને ‘રેજિમેંટ’ના પહેરાવમાં સાવધાન મુદ્રામાં ઊભા છે. પ્રતિવર્ષ ૨૩ સપ્‍ટેંબરના દિવસે ભારતીય લશ્‍કર દ્વારા આ ઠેકાણે ‘હાઈફા દિવસ’ ઉત્‍સવ ઊજવવામાં આવે છે. સૈનિકોના સ્‍મૃતિસ્‍મારકમાં કાયમ સ્‍વરૂપે પથ્‍થર પર નામો કંડારેલા છે.

‘પહેલા મહાયુદ્ધમાં ભારતીય સૈન્‍ય બ્રિટિશ રાજવટ વતી પોતાનો દેશ છોડીને ઘણા દૂર લડાઈમાં સામેલ થયું હતું.. ૨૩ સપ્‍ટેંબર ૧૯૧૮ના દિવસે તેઓ એક દિવસના યુદ્ધમાં સામેલ થયા. તુર્ક સામ્રાજ્‍ય (વર્તમાનના ઇસ્રાયલના ફરતું ફેલાયેલું હતું) પર જર્મન સેનાની રાજવટ હતી. આ લડાઈ હતી ઇસ્રાયલના બંદર શહેર ‘હાઈફા’ પર ! હાઈફા આ પ્રમુખ બંદર શહેર હોવાથી બાકીના દેશ સાથે સારા રસ્તા અને રેલમાર્ગથી જોડાયેલું હતું.

 

૧. હાઈફાની લડાઈમાં બ્રિટિશરોની સત્તામાં રહેલા ભારતીય
સૈન્‍યએ કેવળ ભાલા અને તલવાર લઈને ‘મશીન ગન્‍સ’ અને તોપો સામે ઝૂઝવું

બ્રિટનના સમુદ્રી જહાજો આ શહેરનો ઉપયોગ કરીને આગળ ક્રમણ કરવાની ઇચ્‍છા ધરાવતા હતા; પણ હાઈફા પર એક યુદ્ધ પાર પડ્યું; પરંતુ ભારતીય સૈનિકોની શૂરતા અને લોહીથી ખરડાયેલું તે એક રણાંગણ હતું. ભારતીય ઘોડેસ્‍વારોએ પહેલા મહાયુદ્ધમાં ભાલા, તલવાર, ઘોડેસ્‍વાર અને પાયદળ સેનાના જોર પર એક સશસ્‍ત્ર બ્રિટિશ સેનાના ૧૫મા ‘ઇમ્‍પિરિયલ’ સેવામાં ‘કૅવ્‍લરી બ્રિગેડ’માં ભારતીય ઘોડેસ્‍વારોને પણ સમાવી લીધા હતા. તેમને ‘લાન્‍સર્સ’ એમ પણ કહેવામાં આવે છે. હાઈફા તે સમયમાં ‘ઑટોમન તુર્કી’ સામ્રાજ્‍યનો ભાગ હતું. લગભગ ૪૦૦ વર્ષ આ વિસ્‍તાર પર ‘ઑટોમન’ રાજાનું રાજ્‍ય હતું. પહેલા મહાયુદ્ધમાં તેમની જર્મન સૈન્‍યના વિરોધમાં લડવાની મનઃપૂર્વક ઇચ્‍છા હતી; પણ આ ઑટોમન સામ્રાજ્‍ય જર્મન સેના સામે લડી શક્યું નહીં. તેથી યુદ્ધના ઇતિહાસમાં એમ લખ્‍યું છે કે, હાઈફા જેવી લડાઈ આ પહેલાં ક્યારે પણ થઈ નહોતી અને તેની પુનરાવૃત્તિ ક્યારે પણ થશે નહીં. ભારતીય ઘોડેસ્‍વાર કેવળ ભાલા અને તલવાર લઈને ‘મશીન ગન્‍સ’ અને તોપો સામે લડી રહ્યા હતા.

૨. હાઈફા પર આક્રમણ કરવું એટલે એક રીતે મૃત્‍યુને જ આવાહન !

આ એક દિવસની લડાઈ ગત ૧૦૪ વર્ષમાં જુદી જ આવૃત્તિ લખી ગઈ. બ્રિટિશ સૈન્‍યમાં ભારતીય લશ્‍કરની ૩ ટુકડીઓ સામેલ થઈ હતી. જોધપૂર, ભાગ્‍યનગર (હૈદરાબાદ) અને મૈસુર ખાતેથી ઘોડેસ્‍વાર, પાયદળ અને સૈનિકોનો સમાવેશ હતો. બ્રિટિશ કમાંડર જનરલ એડમંડ એલેન્‍બીના નેતૃત્‍વ હેઠળ દરિયાઈ મહત્વપૂર્ણ બંદર ‘હાઈફા ઑટોમન’ સામ્રાજ્‍ય જર્મન સેનાની પકડમાંથી મુક્ત કરવામાં આવ્‍યું. બ્રિટનના સૈન્‍યએ નાઝરેથ અને દામિશ્‍ક સાથે હાઈફાને પણ સર કરવાની યોજના કરી હતી. બને તેટલા વહેલા હાયફા પર બ્રિટિશ ધ્‍વજ ફરકાવવો આવશ્‍યક હતું.

૧૫મા ‘ઇમ્‍પિરિઅલ સર્વિસ બ્રિગેડ’માં જોધપૂર, ભાગ્‍યનગર (હૈદરાબાદ) અને મ્‍હૈસૂર રાજ્‍યો વતી ‘લાન્‍સર્સ’ સામેલ હતા. અર્થાત્ એક ‘કૅવ્‍લરી બ્રિગેડ’ના રૂપમાં (ઘોડેસ્‍વાર હાથમાં ભાલા ‘લાન્‍સર્સ’ લઈને) સજ્‍જ હતા. શત્રુ પર વેગે આક્રમણ કરવામાં તે ઘોડેસ્‍વાર તજ્‌જ્ઞ હતા. હાઈફા શહેર ભૂમધ્‍ય સમુદ્રની કિનારપટ્ટીના પ્રદેશમાં એકરની ખાડીમાં દક્ષિણ ભણી અને જેરુસલેમની ઉત્તર બાજુ સ્‍થિત છે. સમુદ્રકિનારાથી તે શહેર રેલ્‍વેમાર્ગ જંગલમાંથી જાય છે. અહીં ‘કાર્મેલ’ ટેકરીનો ભાગ છે અને પાસે જ કિશન નદી છે. તેમજ બંદરથી શહેર સુધી પહોંચવા માટે ટેકરી અને નદી દરમ્‍યાન સાંકડો માર્ગ છે અને તેમાંથી નીકળવું આવશ્‍યક હતું. તે સાથે જ ઑટોમન સામ્રાજ્‍યના સૈનિકોએ તેમના તોપખાના અને ‘મશીન ગન્‍સ’ એવી પદ્ધતિથી રાખ્‍યા હતા કે, તે માર્ગથી આગળ ધપવું; એટલે મૃત્‍યુને આવાહન જ હતું. આ ઉપરાંત તુર્કી સૈનિક થોડા દૂર અંતર પર હાઈફાનું રક્ષણ કરવા માટે સજ્‍જ હતા.

૩. હાઈફા જીતવા માટે ભારતીય સૈન્‍યએ કરેલી યોજના અને સિદ્ધતા

જોધપૂર લાન્‍સર્સનું નેતૃત્‍વ કર્નલ દલપત સિંહ પાસે હતું. તેમની સાથે બ્રિટિશ અધિકારી લેફ્‍ટનંટ કર્નલ હેલી હોલ્‍ડન પણ હતા. આ રેજિમેંટના ‘બ્રેવો સ્‍ક્વાડ્રન’ના ડેપ્‍યુટી કમાંડર કેપ્‍ટન બહાદુર અમનસિંહને મુખ્‍ય આક્રમણ કરવાનો આદેશ હતો. હાઈફાનો સાંકડો રસ્‍તો નિયંત્રણમાં લેવાની હિંમત ‘બ્રેવો સ્‍ક્વાડ્રને’ કરવાની હતી. ‘ડેલ્‍ટા સ્‍ક્વાડ્રન’નું નેતૃત્‍વ કેપ્‍ટન અનુપસિંહ પાસે હતું અને તેમને કાર્મેલ ટેકરી નિયંત્રણમાં લેવી હતી. તે જ સમયે બ્રિગેડિયર હારબોર્ડેં મૈસુર લાન્‍સર્સને નદી ઓળંગવા માટે અને પૂર્વ દિશાથી હાઈફા ભણી કૂચ કરવા માટે કહ્યું હતું. મુખ્‍ય જોખમી માર્ગ પરથી શત્રુનું ધ્‍યાન દોરવા માટે આ નદીની પેલેપારનું આક્રમણ કરવું આવશ્‍યક હતું. કેટલાક ઘોડેસ્‍વારોને શત્રુની તોપો અને ‘મશીન ગન્‍સ’ નષ્‍ટ કરવાનું કામ આપવામાં આવ્‍યું હતું.

જોધપૂર લાન્‍સર્સ દ્વારા હાથમાં ભાલા લઈને કૂચ કરનારા ભારતીય ઘોડેસ્‍વાર સૈનિકોનું સંગ્રહિત છાયાચિત્ર

૪. ભારતીય સૈન્‍યએ બતાવેલી શૂરતા અને તેમણે
કરેલો પરાક્રમ તેનું પરિણામ એટલે જ હાઈફા પર વિજય મળવો

૨૩ સપ્‍ટેંબર ૧૯૧૮ના દિવસે બપોરે ૨ કલાકે બ્રિગેડિયર હારબોર્ડેં જોધપૂર લાન્‍સર્સને કૂચ કરવાનો આદેશ આપ્‍યો. બ્રેવો સ્‍ક્વાડ્રને રેલ્‍વે ઓળંગીને શત્રુની હદમાં પ્રવેશ કર્યો. નદી ઓળંગવા માટે મોકલાવેલા સૈનિકો નદીકાંઠે રહેલા એક ભાગમાં એકત્રિત થયા. નદી પાર કરવામાં અડચણ આવતી હતી. શત્રુઓની ગોળીબારીનું આક્રમણ ચાલુ જ હતું. તે સમયે દિશા પાલટવી આવશ્‍યક હતું ત્‍યારે જ મેજર દલપતની પીઠ પર ગોળી વાગી અને તે ઘોડા પરથી નીચે પડ્યા. તે રાત્રે રુગ્‍ણાલયમાં તેમનું મૃત્‍યુ થયું. બ્રેવો સ્‍ક્વાડ્રનના કમાંડર બહાદુર અમન સિંહે રેજિમેંટનું નેતૃત્‍વ હાથમાં લીધું. ડેલ્‍ટા સ્‍ક્વાડ્રને ડુંગર પર રહેલા ‘મશીન ગન્‍સ’ અને તોપોનો નાશ કર્યો. મુખ્‍ય માર્ગ પરથી એટલા વેગે ઘોડેસ્‍વાર આગળ ગયા હતા કે, આ શત્રુઓની સમજ બહાર હતું.

ભારતીય ઘોડેસ્‍વાર કેવળ ભાલા અને તલવાર લઈને શત્રુ પર વાર કરતા ધપી રહ્યા હતા. શત્રુ પાસે તોપો અને ‘મશીન ગન્‍સ’ હતા; પણ ઘોડાનો વેગ એટલો તો વધારે હતો કે, તેમને રોકી શકાયું નહીં. ભારતીય સૈન્‍યએ સક્ષમ નેતૃત્‍વ અને ઘોડેસ્‍વાર થવાનો પરાક્રમ ગજવ્‍યો. આ ભારતીય સૈન્‍યએ દર્શાવેલી શૂરતા અને યશ આ પ્રકારની યુદ્ધગાથા આ પહેલાં લખાયેલી નહોતી. તેમજ તે ત્‍યાર પછી પણ કોઈએ જોઈ નથી. અંતે હાઈફા પર ભારતીય સૈન્‍યએ વિજયી ધ્‍વજ ફરકાવ્‍યો જ !

આ યુદ્ધમાં બ્રિટિશ સૈન્‍ય વતી લડી રહેલા ભારતીય સૈનિકોએ ૧ સહસ્ર ૩૫૦ જર્મન અને તુર્કી સૈનિકોની ધરપકડ કરી હતી. તેમાં ૨ જર્મન અને ૩૫ તુર્કી અધિકારીઓ હતા. તેમજ ૧૭ તોપો, ૧૧ ‘મશીન ગન્‍સ’ ભારતીય સૈન્‍યએ નિયંત્રણમાં લીધી. ૮ ભારતીય સૈનિકો હુતાત્‍મા થયા. ભારતીય ઘોડદળમાંના ૬૦ ઘોડા યુદ્ધમાં માર્યા ગયા અને ૮૩ ઘાયલ થયા.

૫. ભારતીય સૈન્‍યમાંના અધિકારીઓનું કરવામાં આવેલું સન્‍માન

કેપ્‍ટન બહાદુર અમન સિંહ અને દફદાર જોર સિંહને ‘ઇંડિયન ઑર્ડર ઑફ મેરિટ’ પુરસ્‍કાર, જ્‍યારે કર્નલ દલપત સિંહને ‘હિરો ઑફ હાઈફા’ અને કેપ્‍ટન અનુપ સિંહ અને સેકંડ લેફ્‍ટનંટ સગત સિંહને ‘મિલિટ્રી ક્રૉસ’ આપીને ગૌરવ કરવામાં આવ્‍યું.

૬. ભારતીય સૈન્‍યનો સુવર્ણ અક્ષરોમાં લખાયેલો પરાક્રમ

આ લડાઈમાંથી ધ્‍યાનમાં આવે છે કે, ભારતીય સૈન્‍યના પરાક્રમની જગત્‌ના ઇતિહાસમાં જોડ નથી; કારણકે ‘મશીન ગન્‍સ’ અને તોપોને ભ્રમમાં પાડીને શત્રુ સૈન્‍ય પર ચારેબાજુથી આક્રમણ કરવું, આ બાબતની કલ્‍પના પણ કરી શકાતી નથી. આ લડાઈને કારણે ભારતીય સૈન્‍યનું નામ જગત્‌ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કોરાયું છે.’

(સંદર્ભ : દૈનિક ‘પુઢારી’, ૨૨ સપ્‍ટેંબર ૨૦૧૮)

Leave a Comment