વિજયવાડા (આંધ્રપ્રદેશ) સ્‍થિત કનકદુર્ગા મંદિર

Article also available in :

આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે ‘કનકદુર્ગાદેવી’નું મંદિર છે. આ મંદિર અને ‘કનકધારાસ્‍તોત્ર’ની નિર્મિતિનો ઇતિહાસ આપણે સમજી લઈએ.

વિજયવાડા (આંધ્રપ્રદેશ) ખાતેનાં કનકદુર્ગાદેવી

 

મંદિરનો ઇતિહાસ

‘કીલ’ નામનાં દેવીભક્તએ પર્વતનું રૂપ ધારણ
કર્યા પછી દુર્ગાદેવી આ પર્વત પર બિરાજમાન થવાં

આંધ્રપ્રદેશમાં કૃષ્‍ણા નદીના કાંઠે વસેલું મોટું શહેર એટલે ‘વિજયવાડા’ ! અહીં કૃષ્‍ણા નદીના તીરે ‘ઇંદ્રકીલાદ્રિ’ નામનો પર્વત છે અને અહીં ઋષિમુનિઓએ તપશ્‍ચર્યા કરી હતી. કીલ’ નામનાં ભક્તે દુર્ગાદેવીની મનોભાવે તપસ્યા કરી. આગળ જતાં ‘કીલ’ આ ભક્તએ પર્વતનું રૂપ ધારણ કર્યું. મહિષાસુરના સંહાર પછી દુર્ગાદેવી કીલ પર્વત પર આવીને બિરાજમાન થયાં. ત્‍યાર પછી આ પર્વતનું નામ ‘ઇંદ્રકીલાદ્રિ’ પડ્યું. અહીં દેવી સ્‍વયંભૂ છે. દેવી પ્રગટ થયા પછી આ પર્વત પર દૂરથી સોના જેવો પ્રકાશ દેખાતો; તેથી આ દેવીને આગળ જતાં ‘કનકદુર્ગા’ તરીકે ઓળખવા લાગ્‍યા. આ જ પર્વત પર અર્જુને તપશ્‍ચર્યા કરી હતી અને શિવજી પાસેથી પાશુપતાસ્‍ત્ર મેળવ્‍યું હતું.

 

આદ્ય શંકરાચાર્યજીના હસ્‍તે
થયેલી ‘કનકધારા સ્‍તોત્ર’ની નિર્મિતિ !

આદ્ય શંકરાચાર્યજીએ નાની વયમાં જ સંન્‍યાસ સ્‍વીકાર્યો હતો. તેઓ આઠ વર્ષના હતા ત્‍યારે ભિક્ષા માટે એકવાર ગામમાં ગયા અને ગરીબ બ્રાહ્મણ વૃદ્ધાના ઘર સામે ઊભા રહીને ભિક્ષા માગવા લાગ્‍યા. તે વૃદ્ધાના ઘરમાં કાંઈ જ નહોતું અને કેવળ એકજ આમળો હતો. તે જ તેણે ભિક્ષામાં આપ્‍યો. તે જોઈને આદ્ય શંકરાચાર્યની આંખોમાં આંસુ આવ્‍યા. તેમણે ત્‍યાં જ ઊભા રહીને મહાલક્ષ્મીજીની સ્‍તુતિ કરી. ત્‍યારે શ્રી મહાલક્ષ્મીજી પ્રગટ થયાં અને કહ્યું, ‘હે શંકર, તમે મારું સ્‍મરણ શા માટે કર્યું ?’ ત્‍યારે બાળ શંકર કહે છે, ‘હે માં, તમે આ વૃદ્ધાનું ભાગ્‍ય પલટીને તેમને સંપન્‍નતા પ્રદાન કરો.’ દેવીએ કહ્યું, ‘આ વૃદ્ધાના પૂર્વજન્‍મોના કર્મોને કારણે તેની આજે આ સ્‍થિતિ થઈ છે.’ ત્‍યારે આદ્ય શંકરાચાર્ય કહે છે, ‘બ્રહ્મદેવે લખેલું વિધિલિખિત બદલવાનું સામર્થ્‍ય તમારામાં છે.’ બાળ શંકરનું આ કહેવું સાંભળીને શ્રી મહાલક્ષ્મીજી પ્રસન્‍ન થયાં અને તે જ ક્ષણે તેમણે તે વૃદ્ધાના ઘરમાં સુવર્ણ આમળાનો વરસાદ વરસાવ્યો.

આદ્ય શંકરાચાર્યએ શ્રી મહાલક્ષ્મીજીને સંબોધન કરીને ૨૧ કડવા ધરાવનારી સ્‍તુતિ આગળ ‘કનકધારાસ્‍તોત્ર’ તરીકે પ્રસિદ્ધ થઈ.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment