૧. હનુમાનજીને ઘરમાં નહીં ,
પરંતુ ઘરની બહાર રાખવાના છે, શું આ યોગ્ય છે ?
ધર્મશાસ્ત્રના અજ્ઞાનને કારણે આવા અનેક અયોગ્ય વિચારો, રૂઢિઓ સમાજમાં પ્રચલિત છે. હનુમાનજીને ઘરમાં ન રાખવા, ભગવાન શ્રીકૃષ્ણનું મહાભારતનું ચિત્ર ઘરમાં રાખવું નહીં, સુદર્શન ચક્રવાળું ચિત્ર ઘરમાં રાખવું નહીં, આ બધી અંધવિશ્વાસની વાતો છે. દુઃખની વાત તો એ છે કે, એક બાજુ આપણે ચીની દેડકો, લાફિંગ બુદ્ધ તથા દોડતા સાત ઘોડાઓનું ચિત્ર ઘરમાં રાખીએ છીએ, તો બીજી બાજુ આપણે આપણાં જ દેવી-દેવતાઓને ઘરની બહાર કાઢી રહ્યાં છીએ. ઘણી વાર આપણાં ધર્મવિરોધીઓ પણ આવા પ્રકારના પ્રચાર કરીને આપણાં ધર્મ સંબંધી ખોટી ધારણાઓ ફેલાવે છે. આપણે આનાથી બચવું જોઈએ.
૨. શું એ સાચું છે કે હનુમાનજીની સામે
માથું નમાવીને નમસ્કાર કરવા ન જોઈએ ?
૩. મહિલાઓને હનુમાનજીના
મંદિરમાં હનુમાનજી સામે હાથ જોડીને નમસ્કાર
કરવાને બદલે હાથ પાછળ બાંધીને રાખવા શા માટે કહેવામાં આવે છે ?
ધર્મશાસ્ત્રના અજ્ઞાનને કારણે આવા અનેક અયોગ્ય વિચારો, પ્રથાઓ, રૂઢિઓ સમાજમાં પ્રચલિત છે. શું આવા કથન માટે તમે કોઈ ધર્મશાસ્ત્રનો આધાર આપી શકો છો ? અમે પણ અન્ય કોઈ પાસે આ માટે ધર્મશાસ્ત્રનો આધાર માગતા નથી. આપણે એ જોવું આવશ્યક છે કે, કોણ શું કરી રહ્યું છે અને શું તે ધર્મશાસ્ત્રના આધાર પર કરી રહ્યું છે ? નહીંતર આવી અયોગ્ય ધારણાઓનો પ્રચાર થતો જ રહેશે અને આજની પેઢીને આપણો જ હિંદુ ધર્મ અટપટો અથવા અંધશ્રદ્ધા લાગવા માંડે છે.
તમેજ વિચાર કરો કે આપણે આપણા બાળકોને બાળપણથી જ ઘરના વડીલોને નમસ્કાર, પ્રણામ કરવા શીખવીએ છીએ. આપણે તેમને કહીએ છીએ કે વડીલોને નમસ્કાર કરવાથી તેમના આશીર્વાદ મળે છે. જો ઘરમાં વડીલો પાસેથી આશીર્વાદ મળતા હોય તો શું સ્ત્રીઓ (તેમની) સામે હાથ જોડવાથી તેઓ આશીર્વાદ નહીં આપે ? સ્વયં હનુમાનજી દાસ્યભાવથી શ્રીરામજી સામે હાથ જોડી વિનમ્રતાથી રહે છે, તો આપણે પણ તેમના જેવું આચરણ કરવું જોઈએ અને આવી અયોગ્ય ધારણાઓ સમાપ્ત કરવી જોઈએ.
૪. અનેક સ્થાનોએ હનુમાનજી અને
શનિદેવતાનાં મંદિરો એક સાથે હોય છે, આનું કારણ શું છે ?
આજકાલ મુખ્ય દેવતાના મંદિર સાથે નવગ્રહ, શનિ અને હનુમાનનાં મંદિરો પણ બંધાય છે. એનું કારણ એ છે કે મંદિર બનાવવાવાળાની એવી ઇચ્છા હોય છે કે લોકોને એક સાથે જ બધા દેવતાઓના દર્શનનો લાભ મળે. આનું એક કારણ એમ પણ છે કે શનિની સાડે-સાતીમાં હનુમાનજીની ઉપાસના બતાવવામાં આવી છે. આના કારણે શનિદેવતા અને હનુમાનજીનાં મંદિરો સાથે જ બનાવવાની પ્રથા વધી છે.
૫. કોઈ એક વ્યક્તિ વિવાહ ન કરે,
તો શું તેમને અનિષ્ટ શક્તિનો ત્રાસ હોય છે ?
ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્ય-જીવનની મોટી ઘટનાઓ જેવી કે જન્મ, મૃત્યુ વિવાહ ઇત્યાદિમાં તે વ્યક્તિનું પ્રારબ્ધ હોય છે. એવું સંભવ તો નથી કે પ્રત્યેક વ્યક્તિ જે વિવાહ કરવા નથી માગતી અથવા તો જેનો વિવાહ થતો નથી, તેની પાછળ અનિષ્ટ શક્તિનો ત્રાસ હોય. ઘણી વાર શારીરિક સમસ્યા, માનસિક દુર્બળતા અને કોઈકમાં વૈરાગ્યની ભાવના જાગૃત થવાથી તેઓ વિવાહ કરવા ઇચ્છિત ન હોય. આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં અનિષ્ટ શક્તિ દ્વારા ત્રાસ તેમજ પૂર્વજોના ત્રાસ અર્થાત્ પિતૃદોષને કારણે પણ વિવાહમાં બાધાઓ આવતી હોય છે. આવા સમયે સર્વાધિક પ્રગટશક્તિ ધરાવનારા હનુમાનજીના મંદિરમાં જઈને સાધના કરવાથી તેમજ પૂર્વજોની મુક્તિ માટે પ્રયત્ન કરવાથી આ ત્રાસ દૂર થઈ શકે છે.
૬. શું હનુમાનજી આજે પણ જીવિત છે ? તેમનાં દર્શન થઈ શકે ખરાં ?
હનુમાનજી સપ્તચિરંજીવીઓમાંથી એક છે. અર્થાત સદાય જીવિત રહેનારા. હનુમાનજીએ ત્રેતાયુગમાં શ્રીરામજીની અવતાર સમાપ્તિ પછી દ્વાપરયુગમાં મહાભારતના યુદ્ધમાં સહભાગ લીધો હતો. ત્યાર પછી કળિયુગમાં સંત તુલસીદાસજી તથા સમર્થ રામદાસજી, આ સંતોએ હનુમાનજીનાં દર્શન કર્યા છે, એવો ઉલ્લેખ મળે છે. શ્રીમદ્ભાગવતમાં ઉલ્લેખ છે કે કળિયુગમાં હનુમાનજીનો નિવાસ ગંધમાદન પર્વત પર હોય છે. એવું કહેવાય છે કે આ પર્વત હિમાલયની શૃંખલાઓમાં તિબેટની આગળ છે.
હનુમાનજીના દર્શન વિશે પુરાણોમાં લખ્યું છે કે –
’यत्र-यत्र रघुनाथ कीर्तन तत्र कृत मस्तकान्जलि । वाष्प वारि परिपूर्ण लोचनं मारुतिं नमत राक्षसान्तक॥
અર્થાત્ કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન હોય છે. જો મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી તેમની શરણ જાય, તો પછી તુલસીદાસજી પ્રમાણે તેને પણ હનુમાનજી અને રામદર્શન થતાં વાર લાગતી નથી.