અનુક્રમણિકા
અયોધ્યાનગરી એ સૂર્યવંશી રાજાઓની રાજધાની છે. તેમનાં કુળદેવી શ્રી દેવકાળીદેવી છે. ત્રેતાયુગમાં સૂર્યવંશી દશરથ રાજાના ઘરે શ્રીરામનો જન્મ થયો. શ્રીરામજન્મના અગાઉથી જ અયોધ્યામાં દેવકાળીદેવી વિરાજે છે. આજે પણ લોકો આ દેવીને ‘અયોધ્યાનાં દેવી’ તરીકે માને છે. કૌટુંબિક શુભકાર્ય હોય, ચૂડાકર્મ (નાના બાળકોના વાળ ઉતારવાની વિધિ, બાબરી ઉતારવાની વિધિ) ઇત્યાદિ સંસ્કાર આ મંદિરમાં કરવામાં આવે છે. શ્રી દેવકાળીદેવીની મૂર્તિમાં ત્રણ દેવીઓનો સમાવેશ છે. ડાબી બાજુએથી શ્રી મહાકાળી, વચ્ચે શ્રી મહાલક્ષ્મી અને છેવટે શ્રી મહાસરસ્વતી એમ ત્રણ દેવીઓ છે. આ દેવીને સ્થાનિક લોકો ‘બડી દેવકાલી’ એમ કહે છે. વિવાહ થયા પછી અયોધ્યામાં આવતી વેળાએ સીતામાતા તેમનાં પિયરનાં કુળદેવી એવા શ્રી ગિરિજાદેવીની મૂર્તિ લઈને આવ્યાં હતાં. તે દેવીનું પણ અયોધ્યામાં મંદિર છે. તે દેવીને સ્થાનિક લોકો ‘છોટી દેવકાલી’ એમ કહે છે.
શ્રી દેવકાલીદેવીના મંદિરમાં ગયા
પછી આવેલી અનુભૂતિ અને મળેલાં ઈશ્વરી સંકેત
૧. શ્રી કાળભૈરવનાં દર્શન થવા વિશે બનેલી વિશિષ્ટતાપૂર્વક ઘટના
૧ અ. શ્વાનના રૂપમાં શ્રી કાળભૈરવે દર્શન આપવાં
શ્રી દેવકાળીમંદિરમાં પ્રવશે કરતી વેળાએ સનાતનનાં સંત શ્રીચિતશક્તિ (સૌ.) અંજલી ગાડગીળની સામે એક કાળો કુતરો આવ્યો. તે સમયે શ્રીચિતશક્તિ (સૌ.) અંજલી ગાડગીળએ આ કુતરાને ભાવપૂર્ણ નમસ્કાર કર્યા. કાળા કુતરાને શ્રી કાળભૈરવનું પ્રતીક માનવામાં આવે છે.
૧ આ. મંદિરનાં પૂજારીએ પોતે થઈને શ્રી કાળભૈરવનાં મંદિરમાં લઈ જવા
પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ. શ્રી દેવકાળીનાં દર્શન કર્યા પછી ત્યાંના પૂજારી ગભારમાંથી બહાર આવીને પોતે થઈને શ્રીચિતશક્તિ (સૌ.) અંજલી ગાડગીળને મંદિર પરિસરમાં રહેલાં શ્રી કાળભૈરવના મંદિરમાં લઈ ગયા.
– શ્રી. વિનાયક શાનભાગ, અયોધ્યા, ઉત્તરપ્રદેશ (૪.૮.૨૦૨૦)
નિદ્રાધીન એવા બાળસ્વરૂપ ધરાવતા શ્રીરામનું મંદિર
આ મંદિરની વિશેષ બાબત એટલે અહીં શ્રીરામની મૂર્તિ બાળક સ્વરૂપમાં અને હીંચકા પર નિદ્રાધીન (સૂતેલી) અવસ્થામાં છે. તે મૂર્તિ ભણી જોતાં એમ લાગે છે કે, જાણે બાળકસ્વરૂપમાં પ્રભુ શ્રીરામ વાસ્તવમાં ત્યાં જ સૂતા છે. શ્રી દેવકાળીદેવી એ કુળદેવી છે, એટલે તે સહુનાં માતા છે. શ્રીરામની મૂર્તિને જોતા એમ લાગે છે કે, ‘સાક્ષાત ભગવાન પણ અહીં માતાના ખોળામાં નિદ્રા માણી રહ્યા છે.’