અનુક્રમણિકા
- ગાયનું રક્ષણ કેવળ ઘોષણાઓથી થવાને બદલે તે માટે નક્કર ઉપાયયોજના જોઈએ !
- ૧. સંસ્કૃત-વ્યાકરણનું ઊંડાણથી જ્ઞાન ન હોવાને લીધે અથવા વ્યક્તિગત સ્વાર્થને કારણે વિદેશી ટીકાકારોએ વેદ ઇત્યાદિ ગ્રંથોનું અનેક પ્રકારથી ભ્રમ નિર્માણ કરનારું અને સનાતન ભારતીય પરંપરાના વિરોધમાં ભાષ્ય કર્યું હોવું
- ૨. ઘણાં ઉપયોગી રહેલાં ગોમાતા !
- ૩. ગાય એક શ્રેષ્ઠ જીવ છે અને તે અવધ્ય હોવી
- ૪. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે તાત્કાલિન નેતાઓએ નવા ગુરુકુલમાંથી સંસ્કૃત શિક્ષણની સગવડ કરવી
- ૫. સ્વાતંત્ર્ય ઉપરાંત સંસ્કૃત, સંસ્કૃતિ અને હિંદી ભાષાની ઉપેક્ષા થઈને ભારતીય ગાયોની પ્રજાતિઓને દૂષિત કરવામાં આવવી
- ૬. હવે વિશ્વના સમૃદ્ધ દુગ્ધ ઉદ્યોગોમાં ભારતીય ગાયોનું આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠત્વ સિદ્ધ થવાથી ગોરક્ષણના પ્રયત્નોને વેગ આપવો આવશ્યક હોવું
- ૭. ગોરક્ષણ માટે સૂચવવામાં આવેલા કેટલાક ઉપાય
ગાયનું રક્ષણ કેવળ ઘોષણાઓથી
થવાને બદલે તે માટે નક્કર ઉપાયયોજના જોઈએ !
૧. સંસ્કૃત-વ્યાકરણનું ઊંડાણથી
જ્ઞાન ન હોવાને લીધે અથવા વ્યક્તિગત સ્વાર્થને
કારણે વિદેશી ટીકાકારોએ વેદ ઇત્યાદિ ગ્રંથોનું અનેક પ્રકારથી
ભ્રમ નિર્માણ કરનારું અને સનાતન ભારતીય પરંપરાના વિરોધમાં ભાષ્ય કર્યું હોવું
‘મૂળમાં વેદથી નિર્માણ થયેલી અને માનવીની સર્વપ્રથમ તેમજ પૂર્ણ રીતે વૈજ્ઞાનિક રહેલી ભાષા સંસ્કૃતના શબ્દોમાં સર્વ અક્ષરોનો ધાત્વાર્થ સમાયેલો હોય છે. તેથી એક શબ્દના અનેક અર્થ થાય છે અને એકાદ વિશેષ શબ્દનો અર્થ પ્રસંગ અથવા વાક્યના ભાવાર્થ પર આધારિત હોય છે. સમય જતાં કેટલાક શબ્દો માટે વિશિષ્ટ અર્થ ભાષામાં નક્કી કરવામાં આવ્યા. તેને રૂઢ અર્થ એમ કહે છે, જેવી રીતે અશ્વઃ શબ્દનો મૂળ અર્થાત્ – વેગથી જનારી અનેક વસ્તુઓ હોઈ શકે છે; પરંતુ અશ્વઃ આ શબ્દ સામાન્ય રીતે ઘોડા (પ્રાણી) માટે રૂઢ થયો છે.
તેવી જ રીતે ગો = ગૌ આ શબ્દના અર્થનો વિચાર કરવાનું થાય, તો શબ્દકોશ એમ કહે છે કે, ‘गच्छति इति गोः ।’ આ દૃષ્ટિએ ‘ગો’ આ શબ્દ પૃથ્વી, સરસ્વતી, વેદવાણી, ઇંદ્રિયો, રત્નો ઇત્યાદિ માટે પણ વાપરવામાં આવે છે. જેવી રીતે ગોસ્વામી એટલે જેમણે પોતાની ઇંદ્રિયો પર નિયંત્રણ મેળવ્યું છે, તે ગોસ્વામી છે. સંસ્કૃતનાં વ્યાકરણનું ઊંડાણથી જ્ઞાન ન ધરાવતા હોવાથી અથવા વ્યક્તિગત સ્વાર્થને કારણે વિદેશી ટીકાકારોએ વેદ ઇત્યાદિ ગ્રંથોનું અનેક પ્રકારથી ભ્રમ નિર્માણ કરનારું અને સનાતન ભારતીય પરંપરાના વિરોધમાં ભાષ્ય કર્યું છે. ઉદા. ‘ઋષિ-મુનિ ગોમાંસ ભક્ષણ કરતા હતા’, એવું તેમણે કહ્યું છે. આ અજ્ઞાનજન્ય અને ધૂર્તતા (લુચ્ચાઈ) છે.
૨. ઘણાં ઉપયોગી રહેલાં ગોમાતા !
મૂળમાં ગોમાતા ઘણાં ઉપયોગી છે. કેવળ એટલું જ નહીં, જ્યારે વર્તમાન સમયના વૈજ્ઞાનિકોએ પણ તેને ટેકો આપ્યો છે. ભારતીય વેદ ઇત્યાદિ ગ્રંથોના આધાર પર તો ‘ગાયને પૃથ્વીને ધારણ કરનારી શક્તિ’, એમ માનવામાં આવ્યું છે.
गोभिर्विप्रैश्च वेदैश्च सतीभिः सत्यवादिभिः ।
अलुब्धैर्दानशीलैश्च सप्तभिर्धार्यते मही ॥
(સંદર્ભ : સ્કંદપુરાણ, ખંડ ૧, અધ્યાય ૨, શ્લોક ૭૧)
અર્થ : ગાય, વેદપાઠક, વેદોનું ઉદાત્ત શિક્ષણ, સતી અને સાધ્વી જેવી સ્ત્રીઓ, સત્યવાદી, નિર્લોભી અને સાત્વિક દાની માણસો આ ૭ જણના આધાર પર જ પૃથ્વી ટકી રહી છે.
૩. ગાય એક શ્રેષ્ઠ જીવ છે અને તે અવધ્ય હોવી
ગાય આ એક શ્રેષ્ઠ જીવ છે, જેને ભારતીઓ પશુ કહેતા નથી, પણ તેને ‘ગોમાતા’ તરીકે તેમનાં વિશેનો પોતાનો આદર વ્યક્ત કરે છે. આવી આ ગાય ક્યારે પણ વધ કરવા યોગ્ય હોઈ શકે નહીં. ગોમાતા અવધ્ય છે.’’
(સંદર્ભ : ‘ગીતા સ્વાધ્યાય’, નવેંબર ૨૦૦૭)
૪. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે તાત્કાલિન
નેતાઓએ નવા ગુરુકુલમાંથી સંસ્કૃત શિક્ષણની સગવડ કરવી
‘દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે નેતાઓએ સંસ્કૃત અને હિંદી ભાષા, તેમજ ગોમાતા અને ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે વ્યાખ્યાનો આપીને જનભાવનાને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડી લીધી હતી. કેવળ એટલું જ નહીં, જ્યારે તાત્કાલિન નેતાઓએ આ દિશામાં ઉપલબ્ધ સાધનોના આધાર પર કેટલાક વ્યાવહારિક ઉપાય પણ કર્યા હતા. રવિંદ્રનાથ ટાગોરે સ્થાપન કરેલા ‘વિશ્વભારતી વિશ્વવિદ્યાલય’, મદનમોહન માલવીયએ સ્થાપન કરેલું ‘કાશી હિંદુ વિશ્વવિદ્યાલય’, હિંદી સાહિત્ય સંમેલન અને અનેક રાજ્યોમાં હિંદી પ્રચારસભા તેમજ ગોસેવા સંસ્થા ઇત્યાદિઓએ નવા ગુરુકુલ દ્વારા સંસ્કૃત શિક્ષણની સગવડ કરી હતી.
૫. સ્વાતંત્ર્ય ઉપરાંત સંસ્કૃત, સંસ્કૃતિ અને હિંદી ભાષાની
ઉપેક્ષા થઈને ભારતીય ગાયોની પ્રજાતિઓને દૂષિત કરવામાં આવવી
દેશની સ્વતંત્રતા પછી આ પ્રયત્નો મોટા પ્રમાણ પર થવા અપેક્ષિત હતા; પણ તેમ થયું નહીં. સંસ્કૃત, સંસ્કૃતિ અને હિંદી ભાષાની ઉપેક્ષા જ થઈ, એમ નહીં પણ ભારતમાં વિદેશી ગાયો આયાત કરવામાં આવી અને ભારતીય ગાયોની વિદેશી બળદો સાથે ગર્ભધારણા કરાવીને ભારતની શુદ્ધ વૈજ્ઞાનિક આધાર પર શ્રેષ્ઠ રહેલી પ્રજાતિને દૂષિત કરવામાં આવી.
૬. હવે વિશ્વના સમૃદ્ધ દુગ્ધ ઉદ્યોગોમાં ભારતીય ગાયોનું આરોગ્યની
દૃષ્ટિએ શ્રેષ્ઠત્વ સિદ્ધ થવાથી ગોરક્ષણના પ્રયત્નોને વેગ આપવો આવશ્યક હોવું
હવે વિશ્વના સમૃદ્ધ દુગ્ધ ઉદ્યોગોમાં ભારતીય ગાયોનું આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠત્વ સિદ્ધ થયું છે. તેથી હવે રાજકીય ક્ષેત્ર સાથે જ સ્વયંસેવી સંસ્થા અને સાધુ-સંતોનાં આશ્રમો દ્વારા ભારતીય ગાયોને આર્થિક દૃષ્ટિએ લાભદાયક કરવાની યોજનાઓને વેગ આપવો જોઈએ. કેવળ ઘોષણાઓ આપવી અને કાર્યક્રમો કરવા, એ પૂરતું નથી.’
૭. ગોરક્ષણ માટે સૂચવવામાં આવેલા કેટલાક ઉપાય
અ. ‘વિદેશી ગાયોનું વિદેશી પ્રજાતિઓનું દૂધ વૈજ્ઞાનિકો દ્વારા રોગ નિર્માણ કરનારું સિદ્ધ થયું છે. તેથી તેમના પ્રજનન પર પ્રતિબંધ મૂકવા માટે ઉપાય કરવા જોઈએ.
આ. નાના બાળકો માટે કેવળ દેશી ગાયનું દૂધ કાયદેસર રીતે ફરજિયાત કરવું જોઈએ; કારણકે વિદેશી ગાયોના દૂધને કારણે બાળકોમાં ‘ઇન્સુલિન’ આધારિત મધુમેહ રોગ ચેપી રોગોની જેમ ફેલાઈ રહ્યો છે.
ઇ. પંડિત અને કર્મકાંડ કરનારા પુરોહિતો દ્વારા કરવામાં આવનારી પૂજામાં, તેમજ યજ્ઞ અને હવનમાં દેશી ગાયનું દૂધ અને ઘીનો જ ઉપયોગ કરવાનું આવશ્યક છે.
ઈ. દેશી ગાયોનું દૂધ સંઘરવા માટે શાસકીય ડેરીમાં સ્વતંત્ર વ્યવસ્થા કરવી જોઈએ.
ઉ. ગોમૂત્ર અને ગોમયમાંથી વિવિધ ઉત્પાદનો સિદ્ધ કરવા માટે ગામડાઓમાંથી વ્યાવસાયિક સ્તર પર ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ. આ ઉદ્યોગોને થોડા વર્ષો સુધી અનુદાન આપીને પ્રોત્સાહન આપવું જોઈએ, કે જેણે કરીને દૂધ ન આપનારી ગાયો, બળદ અને વાછરડાઓને રખડવું પડે નહીં.
ઊ. નાના સ્વરૂપમાં ખેતી અને ગામમાં સામગ્રીની આપ-લે કરવા માટે બળદોનો ઉપયોગ કરવો.
એ. સામૂહિક અને શાસકીય ગોપાલનને બળ આપવા માટે શાસન અને સ્વયંસેવી સંસ્થાઓએ ખાસ પ્રયત્નો કરવા જોઈએ.
ઐ. પશુવૈદ્યકીય મહાવિદ્યાલયોમાં દેશી ગાયો પર આધારિત વિશેષ અભ્યાસક્રમ ચાલુ કરવો જોઈએ.
ઓ. કૃષિ મહાવિદ્યાલયોમાં ગો-આધારિત અનિવાર્ય શિક્ષણ અને ખેડૂતોને પ્રશિક્ષણ આપવા માટે કાર્યશાળાઓ ચાલુ કરવી જોઈએ.
ઔ. રસાયણિક ખાતર અને કીટકનાશકો માટે આપવામાં આવતું અનુદાન બંધ કરીને તે અનુદાનનો ઉપયોગ ગોપાલન, ગોસંવર્ધન અને જૈવિક ખાતરો માટે કરવો જોઈએ.