અનુક્રમણિકા
૧. હિંદુ ધર્મશાસ્ત્રએ વિશદ કરેલું ગાયનું મહત્વ
‘હિંદુ ધર્મશાસ્ત્રમાં ગાય, નદી અને ભારતભૂમિને ‘દેવી’ તરીકે સંબોધીને તેમને માતાનું સ્થાન આપ્યું છે. તેથી પ્રત્યેક હિંદુ માટે ગોમાતા પૂજનીય છે.
૨. આધ્યાત્મિક દૃષ્ટિએ ગાયનું મહત્વ
અ. સર્વ પ્રાણીઓમાં ગાય સૌથી વધારે સાત્વિક પ્રાણી છે.
આ. ગોમાતાના દેહમાંના વિવિધ સ્થાનો પર વિવિધ દેવતાઓનો સૂક્ષ્મમાંથી વાસ છે. ગોમાતામાં ૩૩ કરોડ દેવતાઓનાં તત્વો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાનું સામર્થ્ય છે.
ઇ. ગોમાતાનું દૂધ, ગોમય અને ગોમૂત્ર આ ત્રણેય અતિશય સાત્વિક અને ચૈતન્યમય હોવાથી તેમાંથી પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને ગોમય ભેગા કરવા) બનાવવામાં આવે છે. પંચગવ્ય પ્રાશન કરવાથી પિંડની (શરીરની) શુદ્ધિ થાય છે. તેથી અનેક ધાર્મિક વિધિઓમાં પંચગવ્યનો ઉપયોગ કરવામાં આવે છે.
ઈ. ગોમાતાના અસ્તિત્વથી ભૂમિ અને વાયુમંડળની શુદ્ધિ થાય છે.
૩. ગોવંશની હત્યા કરવાથી થનારાં દુષ્પરિણામ
અ. ભૂતલ પર સાત્વિકતા વૃદ્ધિંગત કરનારા સાત્વિક પ્રાણીઓની હત્યા કરવાથી ભૂતલ પરની સાત્વિકતા ઓછી થાય છે. તેથી ગોમાતાની હત્યા કરનારી વ્યક્તિને પાપ લાગે છે.
આ. ગોમાતાની હત્યા કરનારી વ્યક્તિની અધોગતિ થઈને તેને મૃત્યુ પછી પાંચમા નરકમાં શિક્ષા ભોગવવી પડે છે. (નોંધ)
ઇ. ગોમાતાની હત્યા માટે પરોક્ષ રીતે સહાયતા કરનારા, ઉદા. ઘરડી ગાયોને કસાઈઓને વેચી દેનારા અને ગોમાતાની હત્યા વિશે મૂંગા રહેલા, ઉદા. ગોમાતાઓને વાહનમાં ઠૂંસીને ભરીને પશુવધગૃહ ભણી લઈ જતા જોઈને પણ તે વિશે કાંઈજ ન કરનારાઓ પણ મહાપાપી પુરવાર થાય છે. (નોંધ)
ઈ. ગોમાંસ ભક્ષણ કરનારો માનવી મહાપાપી છે અને તેને આગળનો જન્મ અસુર યોનિમાં મળે છે. (નોંધ)
૪. ગોમાતાની સેવા કરનારાઓને મળનારું ફળ
ગોમાતાનું પૂજન અને ગોમાતાની મનઃપૂર્વક સેવા કરનારાઓને ગોમાતાના કૃપાશીર્વાદ મળે છે અને તેમને પુષ્કળ પ્રમાણમાં પુણ્યપ્રાપ્તિ થાય છે. આ પુણ્યબળ પર તેમને મૃત્યુ પછી દેવલોકમાં નિવાસ કરવાની તક મળે છે. (નોંધ)
૫. ગોમાતાનું રક્ષણ કરનારાઓને મળનારું ફળ
ગોમાતાનું રક્ષણ કરનારી વ્યક્તિને સલોક મુક્તિની પ્રાપ્તિ થાય છે (નોંધ) અને તેને વિવિધ દેવતાઓના કૃપાશીર્વાદ મળે છે.’
નોંધ – સૂક્ષ્મમાંથી પ્રાપ્ત થયેલું જ્ઞાન
– કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા (૧૪.૬.૨૦૧૭)
સૂક્ષ્મ : વ્યક્તિના સ્થૂલ અર્થાત્ પ્રત્યક્ષ જોઈ શકાય તેવા અવયવ નાક, કાન, આંખ, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપારનું એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ જણાય છે. આ ‘સૂક્ષ્મ’ જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.