ગૂડી ઊભી કરવાની પદ્ધતિ અને તેની પાછળનું શાસ્ત્ર

 

૧. ગૂડી ઊભી કરવા પાછળનું શાસ્ત્ર

ચૈત્ર સુદ એકમના દિવસે ગૂડીપડવો અર્થાત્ હિંદુના નવા વર્ષનો આરંભ થાય છે. અન્ય દિવસોની તુલનામાં  દિવસે બ્રહ્મદેવ પાસેથી સત્વગુણ, ચૈતન્ય, જ્ઞાન લહેરો અને સગુણ-નિર્ગુણ બ્રહ્મતત્વનું ૫૦ ટકાથી પણ અધિક પ્રક્ષેપણ થાય છે.  પક્ષેપણ ગ્રહણ કરવા માટે જ બારણાં સામે ગૂડી (ધજા) ઊભી કરવામાં આવે છે.

 

૨. ગૂડી ઊભી કરવાની પદ્ધતિ

અ. ગૂડીનું સ્થાન

‘ગૂડી ઊભી કરતી વેળાએ તે ઘરનાં મુખ્ય બારણાની બહાર; પણ ઉંબરાને સંલગ્ન (ઘરની અંદરથી જોવાથી) જમણી બાજુએ ઊભી કરવી. જમણી બાજુ એટલે જીવની કાર્યરત સ્થિતિ.

આ. પદ્ધતિ

અ. ગૂડી ઊભી કરતી વેળાએ સર્વપ્રથમ છાણ-પાણીથી છાંટણું-લીંપણ કરીને આંગણામાં રંગોળી પૂરીને આંગણું સુશોભિત કરવું. ગૂડી ઊભી કરવાના સ્થાન પર સાથિયો પૂરીને તેના મધ્યબિંદુ પર હળદર-કંકુ ચઢાવવું.

આ. ગૂડી ઊભી કરતી વેળાએ બ્રહ્માંડમાં રહેલી શિવ-શક્તિની લહેરોને આવાહન કરીને તેની સાથિયા પર સ્થાપના કરવી. તેને કારણે ગૂડીની ટોચ પર રહેલાં સર્વ ઘટકોને દેવત્વ પ્રાપ્ત થાય છે.

ઇ. ગૂડી આપણા દેહમાંની સુષુમ્ણાનાડીનું પ્રતિનિધિત્વ કરતી હોવાથી તે જમીન પર ઉંબરાને સંલગ્ન પણ આગળ થોડી નમેલી સ્થિતિમાં ઊભી કરવી.

 

૩. મહત્વ

અ. ગૂડીની નમેલી સ્થિતિ

૧. આ સ્થિતિ જીવના ઈશ્વર પ્રત્યે રહેલા શરણાગત ભાવને કારણે કાર્યરત થયેલી સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શરણાગત સ્થિતિમાં કાર્યરત થયેલી સુષુમ્ણા નાડી એટલે જીવની જીવાત્મા-શિવ અવસ્થાનું દ્યોતક છે.

૨. ગૂડી થોડીક ઝૂકેલી સ્થિતિમાં રાખવાથી તેની ઈશ્વરી ચૈતન્યની લહેરો પ્રક્ષેપણ કરવાની રજોગુણી ક્ષમતા અધિક થવાથી જીવોને વાતાવરણમાંના ચૈતન્યનો લાભ દીર્ઘકાળ સુધી મળવામાં સહાયતા થાય છે.

આ. ગૂડીના વાંસની જમીન પર અડાડેલી ટોચ

ગૂડીના વાંસની ટોચ જમીન પર; પણ ઉંબરાને સંલગ્ન રાખીને ઊભી કરી હોવાથી વાંસના માધ્યમ દ્વારા સાત્વિક લહેરોના ભૂમિમાં થનારા પ્રભાવી સંક્રમણને કારણે જમીનમાંથી ઊર્ધ્વ દિશા ભણી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોનો પ્રવાહ અટકાવી દેવામાં આવે છે. તેને કારણે ઉંબરા પાસેનું વાયુમંડળ પણ સાત્વિક બનવામાં સહાયતા થાય છે. આવી રીતે ગૂડીને કારણે ઘર, તેમજ ઘરફરતેનું વાયુમંડળ પણ ચૈતન્યમય બને છે.

ઇ. તાંબાનો કલશ

ગૂડી પર રહેલા તાંબાના કલશની બ્રહ્માંડમાંના ઉચ્ચ તત્વો સાથે સંબંધિત સાત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા અધિક હોવાથી સદર કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાંના રંગકણો કાર્યરત થવામાં સહાયતા થાય છે.

ઈ. કડવા લીમડાના પાન

આ પાનનાં રંગકણોના માધ્યમ દ્વારા રજોગુણી શિવ અને શક્તિની લહેરોનું વાયુમંડળમાં પ્રભાવી પ્રક્ષેપણ ચાલુ થાય છે. આવી રીતે તાંબાના કલશ દ્વારા સંક્રમિત થયેલી નિર્ગુણ કાર્યરત લહેરોનું કડવા લીમડાના પાનનાં સ્તર પર સગુણ લહેરોમાં રૂપાંતર થાય છે.

ઉ. રેશમી વસ્ત્ર

ત્યાર પછી આ લહેરો વસ્ત્રના માધ્યમ દ્વારા પ્રભાવી રીતે ગ્રહણ કરવામાં આવીને તે આવશ્યકતા અનુસાર અધોદિશા ભણી પ્રક્ષેપિત કરવામાં આવે છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ  ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’

Leave a Comment