ગૂડી પરના તાંબાના કલશનું મહત્વ !

Article also available in :

ગૂડી પર તાંબાનો કલશ ઊલટો રાખે છે. વર્તમાનમાં કેટલાક લોકો સ્ટીલ અથવા તાંબાના પવાલા અથવા માટલાના આકારમાં તત્સમ વાસણ ગૂડી પર રાખતા હોવાનું જોવા મળે છે. ‘તાંબાનો કલશ ગૂડી પર ઊલટો મૂકવો’ એવું ધર્મશાસ્ત્ર શા માટે કહે છે, આ બાબત ધ્યાનમાં આવે, તે માટે તેની પાછળનું અધ્યાત્મશાસ્ત્રીય વિવેચન અત્રે આપી રહ્યા છીએ. તેના પરથી આપણી સંસ્કૃતિનું અનન્યસાધારણ મહત્ત્વ અને પ્રત્યેક કૃતિ ધર્મશાસ્ત્ર અનુસાર શા માટે કરવી, એ પણ ધ્યાનમાં આવશે !

 

૧. ગૂડી પરનો કલશ ઊલટો શા માટે રાખે છે ?

કલશનું મોઢું ભૂમિ ભણી હોવાથી તાંબાના કલશના પોલાણ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોને કારણે કલશમાં રહેલા કડવા લીમડાના પાન અને રેશમી વસન (ગૂડી પર બાંધેલું રેશમી વસ્ત્ર) સાત્ત્વિક  લહેરોથી ભારિત બને છે. ભૂમિની આકર્ષણશક્તિને કારણે સદર રૂપાંતરિત સગુણ ઉર્જાપ્રવાહ ભૂમિની દિશામાં સંક્રમિત થવા માટે અને તેનું ભૂમિ પર સૂક્ષ્મ-આચ્છાદન થવા માટે સહાયતા થાય છે. કલશની દિશા જો સવળી (સૂલટી)  કરીએ, તો સંપૂર્ણ રીતે ઊર્ધ્વ દિશામાં લહેરોનું પ્રક્ષેપણ થવાથી ભૂમિ-સંલગ્ન કનિષ્ઠ અને મધ્યમ સ્તરનું શુદ્ધિકરણ ન થવાથી વાયુમંડળમાંના કેવળ અમુક એક એવા ઉર્ધ્વ પટ્ટાનું જ શુદ્ધિકરણ થવામાં સહાયતા થાય છે. આનાથી ઊલટું તાંબાના કલશના મોઢાની દિશા ભૂમિ ભણી રાખવાથી તેમાંથી પ્રક્ષેપિત થનારી લહેરોનો લાભ ભૂમિ-સંલગ્ન અને મધ્યમ પટ્ટાના વાયુમંડળને, તેની સાથે જ ઊર્ધ્વમંડળને મળવામાં સહાયતા થાય છે.

 

૨. તાંબાના કલશની બ્રહ્માંડમાંની
સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવી !

ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે. આ પાંદડાંના રંગકણોના માધ્યમ દ્વારા રજોગુણી શિવ અને શક્તિ લહેરોનું વાયુમંડળમાં પ્રાભાવી પ્રક્ષેપણ થવાનો આરંભ થાય છે.

 

૩. કલશમાંથી સંક્રમિત થયેલી નિર્ગુણ
લહેરોનું કડવા-લીમડા અને રેશમી વસ્ત્ર દ્વારા ગ્રહણ અને પ્રક્ષેપણ !

તાંબાના કલશમાંથી સંક્રમિત થયેલી નિર્ગુણ કાર્યરત લહેરોનું કડવા-લીમડાના પાનના સ્તર પર સગુણ લહેરોમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી આ લહેરો રેશમી વસન માધ્યમ દ્વારા પ્રભાવી રીતે ગ્રહણ કરવામાં આવીને તે આવશ્યકતા અનુસાર અધોદિશા ભણી પ્રક્ષેપિત કરવામાં આવે છે.

 

૪. કડવો લીમડો, કલશ અને વસ્ત્ર આ
ત્રણેયમાંથી નિર્માણ થનારી લહેરો દ્વારા વાયુમંડળ શુદ્ધ થવું :

કડવા-લીમડાના પાનમાંથી પ્રક્ષેપિત થનારી શિવ-શક્તિ સાથે સંબંધિત કાર્યરત રજોગુણી લહેરોને કારણે અષ્ટદિશાઓનું વાયુમંડળ, તેમજ તાંબાના કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોને કારણે ઊર્ધ્વ દિશાનું વાયુમંડળ અને રેશમી વસન દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોને કારણે અધોદિશાનું વાયુમંડળ શુદ્ધ અને ચૈતન્યમય થવામાં સહાયતા થાય છે.

 

૫. કલશનું મોઢું ભૂમિની દિશામાં
હોવા છતાં પણ ઊર્ધ્વ દિશાનું વાયુમંડળ શુદ્ધ થવું

ગૂડીમાંના પરિબળોને દેવત્વ પ્રાપ્ત થયું હોવાથી તાંબાના કલશના પોલાણમાં ઘનીભૂત થયેલી નાદ લહેરો કાર્યરત થાય છે. આ નાદ લહેરોમાં વાયુ અને આકાશ આ ઉચ્ચ તત્વો  સમાયેલા હોવાથી તાંબાના કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોનો વેગ ઉછળનારા ફૂવારાની જેમ અને ઊર્ધ્વગામી હોવાથી આ લહેરોના પ્રક્ષેપણને કારણે ઊર્ધ્વ દિશાનું વાયુમંડળ શુદ્ધ થાય છે.

 

૬. કલશ પર સ્વસ્તિક શા માટે દોરવું ?

સાથિયો શુભચિહ્‌ન છે. સાથિયામાંથી સાત્ત્વિક સ્પંદનો બહાર નીકળે છે અને તેનામાં રહેલા ચૈતન્યને કારણે વાતાવરણમાંનું ત્રાસદાયક આવરણ દૂર થવામાં સહાયતા થાય છે. તે માટે કલશ પર કંકુથી સ્વસ્તિક દોરવું.

 – એક વિદ્વાન
શ્રીસત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ ‘એક વિદ્વાન’ના ઉપનામથી પણ ભાષ્ય કરે છે.

Leave a Comment