આભ ફાટવું એટલે શું ? અને તે કેવી રીતે થાય છે ?

Article also available in :

આભ ફાટવું

થોડા સમય પહેલાં કોકણ અને મુંબઈ સહિત મહારાષ્‍ટ્રના અનેક ભાગમાં વરસાદે રૌદ્રરૂપ ધારણ કર્યું. અતિવૃષ્‍ટિ સદૃશ્‍ય વરસાદને કારણે ચિપળૂણમાં ભીષણ પરિસ્‍થિતિ નિર્માણ થઈ. વાશિષ્‍ઠિ અને શિવ નદીઓને આવેલા પૂરે ચિપળૂણ શહેરને ઘેરી લીધું હતું. શહેરના અનેક ભાગોમાં પાણી ફરી વળ્યા અને અંતર્ગત માર્ગ પણ બંધ થઈ ગયા હતા. મુસળધાર તૂટી પડનારા વરસાદને કારણે આભ ફાટવાની ચર્ચા અને તે વિશેના સમાચાર સામાજિક માધ્‍યમો દ્વારા પ્રસારિત થયા. ખરૂંજોતાં કિનારપટ્ટી ભાગમાં આભ ફાટતું નથી. ખાસ કરીને ઊંચા પ્રદેશમાં આભ ફાટવાની સંભાવના વધારે હોય છે. તેથી આભ ફાટવું એટલે શું અને તે કેવી રીતે થાય છે ? આ વિશેની ચર્ચા કરનારો લેખ આપી રહ્યા છીએ.

 

આભ ફાટવાની પ્રક્રિયાનો પ્રારંભ

ગડગડાટ અને વરસાદિયા વાદળાં લઈ આવનારાં જ તેમાં મુખ્‍ય હોય છે. ‘કુમુલોનિમ્‍બસ’ એવું આ વાદળાનું નામ છે. આ ‘લેટિન’ શબ્‍દ છે. ‘ક્યુમ્‍યુલસ’ એટલે ભેગા થવું અને ‘નિમ્‍બસ’ એટલે વાદળાં. ટૂંકમાં વેગથી ભેગા થનારાં વરસાદિયા વાદળાં આનો પ્રારંભ હોય છે.

ગરમ હવા અને ભેજને કારણે વાદળાંમાંના પાણીનું પ્રમાણ વધતું જાય છે. પાણીના અબજો ટીપાં આ વાદળાંમાં વિખરાયેલા હોય છે. તેમાંથી જ આગળ જોરથી વરસાદ પડે છે; પણ ક્યારેક આ વાદળાંમાં વેગથી ઉપર જનારો હવાનો સ્‍તંભ નિર્માણ થાય છે, તેને ‘અપડ્રાફ્‍ટસ’ કહે છે. પાણીનાં ટીપાંને લઈ જનારો હવાનો સ્‍તંભ ઉપર ઉપર ચડતો જાય છે. આ સ્‍તંભ સાથે વેગથી ઉપર ચડતી વેળાએ પાણીના ટીપાનો આકારબંધ ક્યારેક ૩.૫ મિમી કરતાં મોટો થાય છે. કેટલીક વાર આ ઉપર ચડનારા હવાના સ્‍તંભમાં અતિશય ગતિમાન એવો પવન નિર્માણ થાય છે. વાદળાંમાં જ નાના નાના વાદળાં નિર્માણ થાય છે. આ વાદળાંમાં પાણીનાં ટીપાં સપડાય છે. હવાના સ્‍તંભની જેટલી શક્તિ હોય, તેટલું તે ઉપર ચઢે છે અને પછી મેળામાંનું ચકડોળ જે રીતે વેગથી નીચે આવવા લાગે છે, તેવું જ આ સ્‍તંભનું થાય છે.

આ સ્‍તંભે ઝાલી રાખેલા પાણીનાં મોટાં ટીપાં તે ચકડોળની જેમ અતિશય વેગથી નીચે આવે છે. આ સમયે તેમને ઊર્જા પણ મળી હોય છે અને તેઓ અતિશય વેગથી જમીન ભણી આવે છે. હવાનો સ્‍તંભ જમીનની દિશા ભણી આવે છે, તેને ‘ડાઊનડ્રાફ્‍ટ’ કહે છે. ટીપાંનો વેગ આરંભમાં સામાન્‍ય રીતે ૧૨ કિ.મી./કલાક અને આગળ જતાં તે કલાકનો ૮૦ થી ૯૦ કિ.મી. સુધી પહોંચે છે.

 

આભ ફાટવાની પ્રત્‍યક્ષ પ્રક્રિયા

વાદળું ભલે મોટું હોય, તો પણ તેનો વિસ્‍તાર વધુ હોતો નથી. તેથી જમીન પરના નાનકડા ભાગમાં જાણે કેમ સ્‍તંભ જ તૂટી પડે છે. આભ ફાટવું આ શબ્‍દમાં જ આ ઘટનાનો અર્થ સ્‍પષ્‍ટ રીતે સમજાય છે. એકાદ ટાંકીનું સંપૂર્ણ તળિયું જ નીકળી જાય, તો ટાંકીમાંનું પાણી જે રીતે વેગથી નીચે પડશે, તેવું જ અહીં થાય છે. કેવળ અહીં કેટલાંક માઈલ ફેલાયેલું પાણીનું વાદળું હોય છે અને તેમાં અબજો ગૅલન પાણી ભરેલું હોય છે.  આકાશમાંનું પાણીનું વાદળું અક્ષરશઃ ફાટે છે અને સાવ ઓછા સમયગાળામાં પાણીનો જાણે સ્‍તંભ જ જમીન પર તરાપ મારે છે. મોટાં ટીપાં અને પ્રચંડ વેગ આને કારણે જમીન અને તેના પરના સર્વેને અક્ષરશઃ માર બેસે છે. ઝાડ, નાના પ્રાણી, કાચાં મકાનો માટે પાણીનો આ માર જોખમી હોય છે. પ્રત્‍યેક ઠેકાણેની પાણી શોષી લેવાની ક્ષમતા જુદી જુદી હોય છે અને તે શોષી લેવા માટે પણ સમય લાગે છે.

આભ ફાટવાના સમયે કેટલીક મિનિટોમાં જ પ્રચંડ પાણી રેડાયું હોવાથી પાણી શોષી લેવાનું જમીનનું કાર્ય જ થંભી જાય છે અને જ્‍યાં-ત્‍યાં પૂર સદૃશ્‍ય સ્‍થિતિ નિર્માણ થાય છે. આભ ફાટવાની ક્રિયા જો ડુંગર પર થાય, તો પાણીના રેલા ડુંગર પરથી વહીને મોટા પ્રમાણમાં માટીને તળેટીમાં ઢસડી લાવે છે. વેગ અને ટીપાંનો આકાર તેમજ પાણી લઈને આવનારો હવાનો સ્‍તંભ જમીન પર અથડાવાથી થનારાં પરિણામને કારણે આભ ફાટવાથી અપરિમિત હાનિ થાય છે.

 

આભ ફાટવા સમયે ઘડનારી એક જુદી જ ઘટના

આભ ફાટવા સમયે એક જુદી જ ઘટના બને છે. આભ ફાટવા સમય પહેલાનું હવામાન અર્થાત જ વરસાદ જેવું હોય છે. અંધારું ઘેરું બનતું જાય છે; પણ પ્રત્‍યક્ષ વરસાદ પડતી વેળાએ અંધારાનું પ્રમાણ એકાએક ઓછું થાય છે. ક્યારેક જાણે કેમ સૂર્યપ્રકાશમાં વરસાદ ન પડતો હોય, તેવું લાગે છે. વરસાદના મસમોટાં ટીપાં આ જ તેનું કારણ છે. આ ટીપાં અરીસાની જેમ કામ કરે છે અને પ્રકાશ પરાવર્તિત કરે છે. તેથી હંમેશાં કરતાં વધારે પ્રકાશ દેખાય છે.

 

મુંબઈ ખાતે ૨૬ જુલાઈના દિવસે
પડેલો વરસાદ એ આભ ફાટવાનો જ પ્રકાર !

હિમાલય માટે આભ ફાટવું એ કાંઈ નવું નથી. હિમાલયમાં અનેકવાર આભ ફાટે છે; પણ મોટાભાગે આભ ફાટવાની ઘટના ઘણા ડુંગરાળ પ્રદેશમાં થતી હોવાથી તેના સમાચાર આવતા નથી. માનવીવસ્‍તીમાં તે બને તો જ, આપણું ધ્‍યાન તુરંત આકર્ષિત કરી લે છે. મુંબઈ ખાતે ૨૬ જુલાઈ ૨૦૦૫ના દિવસે પડેલો વરસાદ એ આભ ફાટ્યું હોવાનો જ પ્રકાર હતો. આવી પરિસ્‍થિતિ નિર્માણ થવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જ્‍યારે કિનારી ભાગમાં આભ ફાટવા જેવી પરિસ્‍થિતિ થતી હોય છે. મુંબઈ ખાતે તે દિવસે આઠ કલાકમાં ૯૫૦ મિમી વરસાદ પડ્યો.

 

આભ ફાટવાની સૌથી મોટી ઘટના

લેહ ખાતે ૬ ઑગસ્‍ટ ૨૦૧૦ના દિવસે થયેલી આભ ફાટવાની ઘટના એ વિશ્‍વમાં હજી સુધી પરિચિત આભ ફાટવાની ઘટનાઓમાં સૌથી મોટી માનવામાં આવે છે. કેવળ એક મિનિટમાં ૨ ઇંચ વરસાદ એટલા મોટા પ્રમાણમાં વિશ્‍વમાં આજ દિવસ સુધી ક્યાંય પણ વરસાદ વરસ્‍યો નથી.

 

આભ ફાટ્યું હોવાની કેટલીક પ્રમુખ ઘટના

વર્જિનિયા, અમેરિકા (૨૪ ઑગસ્‍ટ ૧૯૦૬) ૪૦ મિનિટમાં ૨૩૪ મિમી વરસાદ

પોર્ટ બેલ, પનામા (૨૯ નવેંબર ૧૯૧૧) ૫ મિનિટમાં ૬૧.૭૨ મિમી વરસાદ

પ્‍લંબ પોઈંટ, જમેકા (૧૨ મે ૧૯૧૬) ૧૫ મિનિટમાં ૧૯૮.૧૨ મિમી વરસાદ

કર્ટિઆ, રુમાનિયા (૭ જુલાઈ ૧૯૪૭) ૨૦ મિનિટમાં ૨૦૫.૭૪ મિમી વરસાદ

બરોટ, હિમાચલ પ્રદેશ (૨૬ નવેંબર ૧૯૭૦) એક મિનિટમાં ૩૮.૧૦ મિમી વરસાદ

(સાભાર : દૈનિક ‘લોકસત્તા’)

Leave a Comment