કર્ણાટક રાજ્યમાં ઉડુપી જિલ્લામાં કુંભાશી ખાતે શ્રી આનેગુડ્ડે મહાગણપતિ મંદિર છે. અહીંના શ્રી મહાગણપતિની મૂર્તિ અખંડ પાષાણમાંથી બનાવવામાં આવેલી તેમજ તે ૧૨ ફૂટ ઊંચી છે. શ્રી ગણેશજીનો ૫ કિલો શુદ્ધ સોનાનો મુખવટો છે. મૂર્તિ પરના અન્ય કવચ શુદ્ધ ચાંદીના બનાવેલા છે. કન્નડ ભાષામાં ‘આને’ એટલે ‘હાથી’ અને ગુડ્ડે એટલે ટેકડી, ‘ટેકડી ઉપર વસવાટ કરી રહેલા ગજાનન’ એવા અર્થમાં તે ગણપતિને ‘આનેગુડ્ડે શ્રી મહાગણપતિ’, એમ પણ સંબોધવામાં આવે છે. આ ગણપતિ પુષ્કળ જાગૃત છે.
કુંભાસુરનો વધ કરવા માટે
શ્રી મહાગણપતિજીએ ભીમને તલવાર આપી તે સ્થાન !
દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો. કુંભાસુર નામના રાક્ષસે તેમની યજ્ઞવિધિઓમાં અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. તે સમયે પાંડવોનો પણ આ વિસ્તારમાં વસવાટ હતો. ભીમ તે રાક્ષસનો વધ કરવા માટે આગળ આવ્યો. શ્રી ગણેશજીએ કુંભાસુરનો વધ કરવા માટે ભીમને તલવાર આપી. ભીમે તે તલવારથી કુંભાસુરનો વધ કરીને અગસ્તિ ઋષિના યજ્ઞમાંનું વિઘ્ન દૂર કર્યું. ‘કુંભાશી, આ નામ કુંભાસુરના નામ પરથી પડ્યું હશે’, એવું કહેવાય છે.
શ્રી મહાગણપતિ મંદિરનો સ્થાનમહિમા
પ્રાચીન કાળમાં વિશ્વેશ્વર ઉપાધ્યાય નામના એક ભક્ત નિયમિત રીતે ગણપતિની આરાધના કરતા. એક દિવસ ઉપાધ્યાયના સ્વપ્નમાં એક બ્રાહ્મણ વર્ણનો નાનો બાળક આવ્યો અને કહ્યું કે, ‘મને ભૂખ લાગી છે.’ તે સ્વપ્નમાં તે બાળક એક પાષાણ પાસેથી જતો દેખાતો બંધ થયો. આ અસામાન્ય સ્વપ્નને કારણે આશ્ચર્ય પામીને ઉપાધ્યાયે બીજા દિવસે તે સ્થળની શોધખોળ કરી. ઉપાધ્યાય તે ઠેકાણે નિત્ય જતા. ત્યાં આવેલા તળાવમાં તેઓ સ્નાન કરતા. એક દિવસ તેમને સ્વપ્નમાં જેવો આરસપહાણ દેખાયો હતો, જે પાષાણ પાસેથી તે બાળક દેખાતો બંધ થયો હતો, તેવો જ પાષાણ ત્યાં તળાવ નજીક દેખાયો. તે પથ્થરની આસપાસ ઉગેલા જંગલી ફૂલોથી તે સ્થાનને એક દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું હતું.
આ દૃશ્યથી પ્રભાવિત થઈને ઉપાધ્યાયે તે પાષાણની પૂજા કરવાનો આરંભ કર્યો. એક દિવસ તેમને એક ગાય તે પથ્થર પર દૂધનો અભિષેક કરી રહી હોવાનું દેખાઈ આવ્યું. આ ઘટના બન્યા પછી, તેમની ભક્તિ સ્થિર થઈ અને તેમણે અધિકતમ ભક્તિથી તે દેવની આરાધના કરી. ઉપાધ્યાય તેમની આરાધના ચાલુ રાખી શકે, તે માટે સ્થાનિક લોકોએ તેમને તે ભૂમિ અર્પણ કરી અને ત્યાં એક મંદિરનું નિર્માણ કર્યું ! એજ આ શ્રી મહાગણપતિ મંદિર !