કેળાનાં પાન : પર્યાવરણ પૂરક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ ઉપયોગી

Article also available in :

ભાગ્‍યનગર (હૈદરાબાદ) ખાતેના એક શાસ્‍ત્રજ્ઞએ શોધી કાઢ્યું કે, કેળાના થડમાં અથવા કેળાના કમળમાંના, પાંદડામાં જે ચીકણો દ્રવ પદાર્થ હોય છે, તે ખાવાથી કર્કરોગ (કૅન્‍સર) વધારનારી ગ્રંથિઓ ધીમે ધીમે નિષ્‍ક્રિય બની જાય છે. તેથી જૂના જમાનાના લોકો કેળાનાં પાન પર ભોજન આરોગતા; કારણકે, ગરમ ભાત અથવા અન્‍ય પદાર્થ તેના પર મૂકવાથી, તે ચીકણો દ્રવ પદાર્થ તે અન્‍ન દ્વારા પેટમાં જતો; પણ આજે પરિસ્‍થિતિ ઊલટી છે. પ્‍લાસ્‍ટિક અને થર્મોકોલને કારણે મહાભયાનક પરિસ્‍થિતિ ઉદ્‌ભવી છે. નદી-નાળાઓમાં પાણી ભરાઈ રહેવાથી પૂર આવી રહ્યા છે. શહેરમાં અને ગામેગામમાં લગ્‍ન સમારંભ દરમ્‍યાન પ્‍લાસ્‍ટિક કોટિંગ રહેલા પત્રાવળાં, દ્રોણનો છડેચોક ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં ગરમ પદાર્થ નાખવાથી તે અન્‍ન દ્વારા પેટમાં જઈને કર્કરોગ વધારી રહ્યા છે. હવે સમય પાકી ગયો છે, ‘જૂનું તે સોનું’, એ, પ્રત્‍યેક આધુનિક તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને સિદ્ધ થયું છે. કેળાનાં પાન પર ભોજન કરવાની પદ્ધતિ કેવળ ભારતમાં જ નહીં, જ્‍યારે ઇંડોનેશિયા, સિંગાપૂર, મલેશિયા, ફિલિપીન્‍સ, મેક્સિકો, મધ્‍ય અમેરિકા જેવા દેશોમાં પણ જોવા મળે છે.

 

૧. કેળાનાં પાન પર ભોજન ગ્રહણ કરવાથી થનારા લાભ

કેળાનાં પાન પર ભોજન કરવાથી શરીરને થનારા લાભ આધુનિક વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયા છે.

અ. કેળાનાં પાન પર ગરમ ભોજન પીરસવાથી તે પાનમાં રહેલા પોષક તત્વો અન્‍નમાં ભળે છે, જે શરીર માટે સારાં હોય છે.

આ. કેળાનાં પાન પર ભોજન કરવાથી ડાઘ-ખંજવાળ, ફોલ્‍લીઓ-ગુમડાં થવા જેવી સમસ્‍યાઓ દૂર થાય છે.

ઇ. કેળાનાં પાનમાં વધારે પ્રમાણમાં ‘એપિગાલોકેટચીન ગલેટ’ અને ‘ઇજીસીજી’ જેવા ‘પોલીફિનોલ્સ એંટીઓક્સિડંટ’ જોવા મળે છે. આ એંટીઓક્સિડંટ આપણા શરીરને મળે છે અને તે ત્‍વચાને દીર્ઘકાળ સુધી યુવાન રાખવામાં સહાયતા કરે છે.

ઈ. ત્‍વચા પર ફોલ્‍લીઓ, ડાઘ, ખીલ હોય, તો કેળાનાં પાન પર કોપરેલ તેલ લગાડીને તે પાન ત્‍વચાને વીંટવાથી ત્‍વચા-રોગ વહેલા સાજા થાય છે.

 

૨. ભારતીય પરંપરાઓનું મૂળતત્વ
અને તેની પાછળનો વિજ્ઞાનવાદી દૃષ્‍ટિકોણ

બધી જ ભારતીય પરંપરાઓ નાખી દેવા જેવી હોતી નથી. પરંતુ ભારતીય પરંપરાઓ પાછળ રહેલો નિસર્ગનો અને માનવી આરોગ્‍યનો સૂક્ષ્મ વિચાર જોઈને શાસ્‍ત્રજ્ઞો પણ જુદા દૃષ્‍ટિકોણથી તેના ભણી જોવા લાગ્‍યા છે. ભારતીય સંસ્‍કૃતિ મૂળમાં જ નિસર્ગપૂજક છે. નિસર્ગપૂજા દ્વારા તેના રક્ષણનો વિચાર તેની પાછળ રહેલો છે. આપણી સંસ્‍કૃતિમાં તડકો, પવન, વરસાદ એવી નિસર્ગમાંની શક્તિઓને જ ભગવાન માનીને તેમની પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્‍કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ ! આ રીતે નિસર્ગમાંના સંસાધનોનો ઉપભોગ લેતી વેળાએ તેની પુનર્ભરણ ક્ષમતા અબાધિત રાખવી, આ ભારતીય પરંપરાઓનું મૂળતત્વ છે.

આમાં પણ મજાની વાત એમ છે કે, આ પરંપરાઓ લોકો કેવળ પરંપરા તરીકે અથવા ધાર્મિક ભાવના તરીકે પાળતા હતા. તેની પાછળનું શાસ્‍ત્ર સમજાયું નહોતું. આજે આધુનિક વિજ્ઞાનની પ્રગતિને કારણે આ પરંપરાઓની ઉપયોગિતા શાસ્‍ત્રીય કસોટીઓ પર ચકાસી જોવી અને વૈજ્ઞાનિક પરિભાષામાં તેનું મહત્વ ગળે ઉતારવું સંભવ થયું છે. તે સાથે જ ઉપયુક્ત અને નિરુપયોગી પરંપરાઓ કઈ તે ઓળખવું પણ સંભવ બન્‍યું છે. ‘કેવળ પરંપરાઓ તરીકે નહીં, જ્‍યારે અમુક એક વાત વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ ઉપયોગી છે, તેથી તે કરવી’, આ એક નવો વિજ્ઞાનવાદી દૃષ્‍ટિકોણ પણ મળ્યો છે.

 

૩. કેળાનાં પાન વાપરવાની ભારતીય પરંપરા !

કેળાનાં પાન પર જમવું, આવી જ એક નિસર્ગ અને આરોગ્‍યનો સૂક્ષ્મ વિચાર ધરાવનારી ભારતીય પરંપરા છે. કેળાનાં પાનની આરોગ્‍યની અને પર્યાવરણની દૃષ્‍ટિએ રહેલી ઉપયોગિતા આજે આધુનિક વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ છે. મોટો આકાર, લવચિકતા (નમણાશ), તંતુમયતા અને સહેજે ઉપલબ્‍ધતા આ વિશિષ્‍ટતાઓને કારણે જમવા માટે થાળીને બદલે કેળાનાં પાન વાપરવાની પરંપરા લગભગ સંપૂર્ણ દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં વર્ષોથી જોવા મળે છે. કેટલાક અન્‍નપદાર્થો રાંધતી વેળાએ વાસણના તળિયે કેળાનાં પાન મૂકવાની પદ્ધતિ પણ હતી, જેને કારણે અન્‍નપદાર્થને એક મંદ સુવાસ આવે છે. તેમજ તળિયે કેળાનાં પાન મૂકવાથી પદાર્થ તળિયે લાગીને બળી જવાનું જોખમ પણ ટળે છે. પાતરાં જેવા પદાર્થો કેળાનાં પાનમાં વીંટીને રંધાય છે. અનેક ઠેકાણે વેષ્‍ટન (કવર) તરીકે પણ કેળાનાં પાનનો ઉપયોગ કરાય છે. કેળાનાં પાન પર જમવાની પદ્ધતિ કેવળ ભારતમાં જ નહીં, જ્‍યારે ઇંડોનેશિયા, સિંગાપૂર, મલેશિયા, ફિલિપીન્‍સ, મેક્સિકો, મધ્‍ય અમેરિકા જેવા દેશોમાં પણ જોવા મળે છે.

 

૪. કેળાનાં પાન પર ભોજન કરવાથી થનારા લાભ

કેળાનાં પાન પર ભોજન કરવાથી શરીરને થનારા લાભ આધુનિક વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયા છે. કેળાનાં પાનમાં ‘પોલીફેનોલ’ નામનો ઘટક હોય છે, જે નૈસર્ગિક એંટીઓક્સિડંટ તરીકે કામ કરે છે અને રોગપ્રતિકારક્ષમતા વધારે છે. ભોજન ગ્રહણ કરી લીધા પછી, પાન ઢોરોને આપવામાં આવે છે. તે ઢોરોનું પણ અતિશય ભાવતું અન્‍ન છે. તેનો જ અર્થ નિસર્ગ પાસેથી વસ્‍તુ લઈને ઉપયોગ થઈ ગયા પછી તે તેને જ પાછી આપવાની. તેને કારણે વાસણ માંજવાનો શ્રમ પણ બચી જાય છે, પાણીની પણ બચત થાય છે અને વાસણ માંજવા માટે સાબુ ન વાપરવાને કારણે તે ઘરગથ્‍થુ ગંદા પાણીનું ઉત્‍સર્જન પણ ઓછું થાય છે.

 

૫. પ્‍લાસ્‍ટિકની ડિશ કરતાં
કેળાનાં પાન વાપરવા એ પર્યાવરણપૂરક !

વર્તમાનમાં કોઈપણ ઘરગથ્‍થુ અથવા સાર્વજનિક કાર્યક્રમ હોય, તો મોટાભાગે પ્‍લાસ્‍ટિક અથવા થર્મોકોલની ડિશ (થાળીઓ)નો ભોજન માટે ઉપયોગ કરવામાં આવે છે. ભોજન કરી લીધા પછી તે ડિશ કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. તેથી કેટલો કચરો વધી જાય છે ? કેળાનાં પાન તેના માટે એક સારો પર્યાય છે. તે સહેજે વિઘટનશીલ હોવાથી પર્યાવરણપૂરક છે. ગામડામાં કેળાનાં પાન ઘરે જ ઉપલબ્‍ધ હોય  છે. શહેરમાં તે વેચાતા લેવા પડે છે; પણ તે ઉપલબ્‍ધ હોય છે. શહેરની આજુબાજુમાં કેળાનું વાવેતર કરનારા ખેડૂતોએ કેળા સાથે જ કેળાનાં પાન વેચવા, આ એક સારું ઉદરનિર્વાહનું સાધન બની શકે છે. કેળાનાં પાન બહુ મોંઘા પણ નથી હોતા. ઘરગથ્‍થુ કાર્યક્રમ માટે પ્‍લાસ્‍ટિક ડિશ વાપરવાને બદલે કેળાનાં પાન વાપરવામાં અસંભવ એવું કાંઈ નથી.

 – સંજીવન ફંગલ ઇન્‍ફેક્‍શન, હરસ, દમ, આમ્‍લપિત્ત, માયગ્રેન વનૌષધી ઉપચાર કેંદ્ર, નગર. (સંદર્ભ : વોટ્‌સ એપ)

Leave a Comment