લક્ષણ પ્રમાણે આયુર્વેદિક ઔષધીઓ

૧. ગળું લાલ થવું, ગળું દુઃખવું,
ગળામાં વળવળવું, તેમજ શરદી, ઉધરસ

અ. સિતોપલાદી ચૂર્ણ – પા ચમચી (૧ ગ્રામ) ચૂર્ણ દિવસમાં ૫ – ૬ વાર

૧. ગળું લાલ થવું, ગળું દુઃખવું, ગળામાં વળવળવું, તેમજ શરદી, ઉધરસ

અ. સિતોપલાદી ચૂર્ણ – પા ચમચી (૧ ગ્રામ) ચૂર્ણ દિવસમાં ૫ – ૬ વાર ચાવીને ખાવું અથવા થોડા મધ સાથે ભેળવીને ચાટવું

આ. ચંદ્રામૃત રસ (ગોળીઓ) – ૨-૨ ગોળી દિવસમાં ૨ વાર ચાવીને ખાવી.

ઉપર જણાવેલા ઉપચાર ૩ થી ૫ દિવસ કરવા.

વૈદ્ય મેઘરાજ પરાડકર

 

૨. તાવ અથવા તાવની લાગણી

અ. ત્રિભુવનકીર્તિ રસ (ગોળીઓ) – ૧-૧ ગોળી બે વાર લેવી. તાવ ઉતરતો ન હોય તો પ્રત્‍યેક ૪ કલાક પછી ૧ ગોળી મધ અથવા નવશેકા પાણી સાથે લેવી.

આ. મહાસુદર્શન ઘનવટી – ૧-૧ ગોળી બે વાર લેવી. તાવ ઉતરતો ન હોય તો પ્રત્‍યેક ૪ કલાક પછી ૧ ગોળી મધ અથવા નવશેકા પાણી સાથે લેવી.

ઉપરોક્ત ઉપચાર ૨ થી ૩ દિવસ કરવા.

 – વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (૧૫.૧.૨૦૨૧)
વૈદ્ય પરીક્ષિત શેવડે

 

૩. તાવ, શરીરમાં કળતર, ઊલટી થવાની
ભાવના, શરીર ભારે લાગવું, ભૂખ ઓછી થવી, વજન ન
વધવું, સંતાનપ્રાપ્‍તિ માટે અડચણો, માસિક ધર્મ સંબંધિત ત્રાસ

આ પ્રકારના ત્રાસ હોય તો નીચે આપેલી બાબતો ટાળવી

* પચવામાં ભારે પદાર્થ

* ઠંડાં, વાસી પદાર્થ, અતિસ્‍નિગ્‍ધ પદાર્થ

* પેટ ભરેલું હોવા છતાં ખાવું અથવા નિરંતર ખાતા રહેવું

* નિરંતર ચિંતા કરતા રહેવું.

 

૪. રક્તચંદન (રાતા રંગની સુખડ)ની ઢીંગલી

પહેલાં પ્રત્‍યેક ઘરમાં રક્તચંદનની ઢીંગલી રહેતી. હવે તો તેનું નામ પણ દુર્લભ થયું છે ! વર્તમાનમાં તો મોટાભાગના રુગ્ણો પાસે તે હોતી જ નથી. રક્તચંદનની ઢીંગલી પુષ્‍કળ ઉપયુક્ત અને બહુગુણી ઔષધી હોવાથી પહેલાં તે પ્રત્‍યેક ઘરમાં અગત્‍યતાપૂર્વક વસાવવામાં આવતી. તેનાં કેટલાક મહત્વના ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે અને વૈદ્યોનું પ્રત્‍યક્ષ માર્ગદર્શન લીધા પછી જ ઉપચાર કરવા.

. મૂઢમાર લાગ્‍યો હોય, લોહી જામી ગયું હોય ત્‍યારે ગરમ લેપ લગાડવો.

૨. આંખોમાં આંજણી જેવા વિકાર થાય તો લેપ લગાડવો.

૩. ગૂમડું થયા પછી તે ફૂટવા માટે કે નષ્‍ટ થવા માટે દોષસ્થિતિ અનુસાર ગરમ કે ઠંડો લેપ લગાડવો.

૪. નાગણ જેવા વિકારમાં લેપ લગાડવાથી અને પેટમાં લેવા માટે (પીવા માટે) ઉપયુક્ત છે.

૫. કીડો કરડવાથી ચડેલો સોજો ઉતરવા માટે લેપ લગાડવો અને પેટમાં લેવા માટે ઉપયુક્ત છે.

૬. ત્‍વચા વિકારો પર ઉપયુક્ત છે.

૭. ઉત્‍કૃષ્‍ટ ઝેરશામક હોવાથી અન્‍ન દ્વારા વિષબાધા થઈ હોય તો પણ પેટમાં લઈ શકાય છે.

૮. ઊલટી, પક્વાસાર (અતિસાર, ઝાડાનો એક પ્રકાર) રોકવા માટે લાભદાયક છે.

૯. ‘ફ્રેક્‍ચર’ (અસ્‍થિભંગ) વહેલું સાજું થાય અથવા દાઝેલું હોય, તો બહારથી લગાડવા માટે ઉપયુક્ત છે.

૧૦. શ્‍વસનક સન્‍નિપાતમાંની ‘ગંધ ન આવવી’ (શ્‍વસનસંસ્‍થાનો એક ગંભીર રોગ) આ લક્ષણ પર લાભદાયક છે.

રક્તચંદનની ઢીંગલી બહુગુણી ઔષધી હોવાથી આપણા ઘરમાં તે કાયમ જડે, એ રીતે મૂકવી.

 – વૈદ્ય પરીક્ષિત શેવડે, આયુર્વેદ વાચસ્‍પતિ, ડોંબિવલી.

Leave a Comment