આનંદી જીવન માટે આયુર્વેદ સમજી લો !

Article also available in :

વૈશ્‍વિક આરોગ્‍ય સંગઠનની આરોગ્‍ય વિશેની વ્‍યાખ્‍યા કેવળ ‘રોગ ન હોવા એટલે આરોગ્‍ય’ એમ નથી પણ સર્વથૈવ અર્થાત્ ‘શારીરિક, માનસિક, સામાજિક અને આધ્‍યાત્‍મિક સ્‍વાસ્‍થ્‍ય, અર્થાત્ સુખસંવેદના અનુભવ કરવાની અવસ્‍થા એટલે આરોગ્‍ય’, એવી છે.

આયુર્વેદમાં કેવળ ઔષધ જ નહીં, જ્‍યારે દૈવી ઉપાયોનો પણ સમાવેશ છે. તેમાં મંત્ર-ઉપચારોનો પણ સમાવેશ છે. કેટલાક અસાધ્‍ય રોગ તીવ્ર પ્રારબ્‍ધને કારણે થાય છે. વ્‍યક્તિને અસાધ્‍ય રોગ થવો એ તેના ગત કેટલાક જન્‍મોનાં પાપકર્મોનાં ફળ પણ હોય છે. કયા પાપકર્મને કારણે કયો રોગ થાય છે, તે પણ અધ્‍યાત્‍મશાસ્‍ત્ર કહે છે. કરણી અથવા નજર લાગવી ઇત્‍યાદિ કેટલાક ત્રાસને કારણે કેટલાક રોગ ઉદ્દભવે છે. તેના માટે  ઉતારો આપવો અથવા નજર ઉતારવા જેવા ઉપાય કરવા પડે છે.

ભલે એકજ રોગ હોય, તો પણ રોગની વય, તાકાત, વધેલો દોષ, ઋતુ, પ્રકૃતિ ઇત્‍યાદિ અનેક બાબતોનો વિચાર કરીને ઉપચાર કરવા પડે છે. તેથી આયુર્વેદે ‘યુક્તિ’ આ પણ એક પ્રમાણ માન્ય કર્યું છે.

 

૧. ભવરોગમાંથી મુક્તિ !

અ. આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ

આયુર્વેદ કેવળ રોગમાંથી જ નહીં, જ્‍યારે ભવરોગમાંથી માનવીને મુક્તિ આપવા માટે છે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જાળવીને સાધના કરતા કરતા ઈશ્‍વરપ્રાપ્‍તિ કરી લેવી, એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ છે. તેથી ઋતુચર્યા અને દિનચર્યા આયુર્વેદ પ્રમાણે આદર્શ રાખવાથી ધર્માચરણ અને સાધના થાય છે અને તે માધ્‍યમ દ્વારા માનવી સાત્વિક બનતો જઈને તેને ઈશ્‍વરપ્રાપ્‍તિ સુલભતાથી થાય છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી

ભાવિ હિંદુ રાષ્‍ટ્રમાં આયુર્વેદ એ જ મુખ્‍ય ઉપચારપદ્ધતિ હશે ! – (પરાત્‍પર ગુરુ) ડૉ. જયંત બાળાજી આઠવલેજી

 

૨. શરીરમાં રોગ શા માટે અને કેવી રીતે નિર્માણ થાય છે ?

આયુર્વેદમાં ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્‍થિ, મજ્‍જા અને શુક્ર) અને અવયવોની કાર્યપદ્ધતિ વાત (વાયુ), પિત્ત અને કફની ભાષામાં વિશદ કરવામાં આવી છે. વાત, પિત્ત અને કફના કણોનું પ્રમાણ, તેમજ ગુણવત્તામાં ફેર પડવાથી રોગ કેવી રીતે નિર્માણ થાય છે અને તે સામ્‍યાવસ્‍થામાં લાવવાથી રોગ કેવી રીતે મટી જાય છે, તેનું વર્ણન આયુર્વેદે કર્યું છે. આપણે ખાધેલા ખોરાકનું, પીધેલા પાણીનું અને શ્‍વાસ દ્વારા લીધેલા વાયુનું પચન થયા પછી વાત, પિત્ત અને કફના કણોમાં રૂપાંતર થાય છે. ધાતુઓને અન્‍ન અર્થાત્ શક્તિ પહોંચાડવાનું કાર્ય, તેમજ પેશી (‘ટિશ્યુ)ઓની વિવિધ ક્રિયા કરવાનું કાર્ય આ જ કણો કરે છે. શરીરમાંના આ કણોનું પ્રમાણ વધે કે ઓછું થાય અથવા તેમના ગુણોમાં ફેરફાર થવાથી તે દૂષિત થાય, તો આ જ કણો શરીરમાં રોગ ઉત્‍પન્‍ન કરે છે. આવી અવસ્‍થામાં તેમને વાત, પિત્ત અથવા કફ દોષ (વધી ગયા છે એમ) કહે છે.

શરીરમાંના કાર્ય પૂરા થયા પછી આ જ કણોનું મળમાં રૂપાંતર થાય છે અને શૌચ, પેશાબ, પરસેવો, ઉચ્‍છવાસ ઇત્‍યાદિ રૂપોમાં આ કણો શરીરની બહાર ફેંકાય છે. આ અવસ્‍થામાં તેમને વાત, પિત્ત અથવા કફ મળ કહે છે.

અન્‍ન અને ઔષધીઓથી શરીરમાંના તેમનાં જેવા ગુણ અને રચના ધરાવનારા દોષ, ધાતુ અને મળ વધે છે, તેમજ તેમના વિરોધમાંના ગુણ અને રચના રહેલા દોષ, ધાતુ અને મળ ઓછા થાય છે; ઉદા. ઉષ્‍ણ ગુણોનો આહાર અને ઔષધીથી શરીરમાંનું પિત્ત વધે છે અને કફ તેમજ વાત દોષ ઓછા થાય છે. તેમજ શીત ગુણોના દ્રવ્‍યોથી પિત્ત ઓછો થાય છે, તેમજ વાત અને કફ દોષ વધે છે. રોગનું વિશિષ્‍ટ કારણ અને તેના માટેના વિશિષ્‍ટ આધુનિક ઉપચાર જાણતા હોવ, તો આધુનિક વૈદ્યકશાસ્‍ત્રએ કહેલા ઉપચાર કરવા. નહીંતર આયુર્વેદે કહેલા ઉપચાર કરવા વધારે હિતાવહ હોય છે.

 

૩. આયુર્વેદે કરેલું વાત-પિત્ત-કફનું વર્ગીકરણ પૂર્ણ રીતે વૈજ્ઞાનિક !

આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંત શાશ્‍વત તત્ત્વો પર આધારિત હોવાથી આયુર્વેદ કદી પણ કાળબાહ્ય (Out dated) થશે નહીં. આનાથી ઊલટું આધુનિક પ્રગતિનો આયુર્વેદ સરખો સમજવા માટે ઉપયોગ થશે !

અ. સ્‍વસ્‍થ અર્થાત્ જ આરોગ્‍યવાન માનવી કોણ ?

समदोषः समाग्‍निश्‍च समधातुमलक्रियः ।

प्रसन्‍नत्‍मेद्रियमनः स्‍वस्‍थ इत्‍यभिधीयते ॥ – સુશ્રુત સૂત્રસ્‍થાન ૧૫-૪૮

અર્થ : જેના રસ, રક્ત ઇત્‍યાદિ સાત ધાતુ, વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ, શૌચ, પેશાબ, પરસેવો ઇત્‍યાદિ મળ અને અગ્‍નિ, પચનશક્તિ યોગ્‍ય પ્રમાણમાં છે અને કાર્યરત છે તેમજ જેની ઇંદ્રિયો, મન અને આત્‍મા પ્રસન્‍ન છે, તેને સ્‍વસ્‍થ, અર્થાત્ આરોગ્‍યવાન માનવી સમજવો.

 

૪. આહાર-વિહાર જો વ્યવસ્થિત
પાળવામાં આવે, તો પ્રકૃતિ ‘સમ’ બનતી જાય છે !

આહાર, વિહાર, વાતાવરણ, દેશ (રહેવાનું ઠેકાણું) ઇત્‍યાદિનું પણ પ્રકૃતિ પર પરિણામ થાય છે, ઉદા. વિશ્રાંતિ અને વધારે ઊર્જા પ્રદાન કરનારો આહાર અને વિહાર વાત અને પિત્ત પ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિઓ માટે હિતાવહ હોય છે. આનાથી ઊલટું પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્‍યક્તિઓને ઠંડી હવા પોષક બને છે, જ્‍યારે વાત અને કફ પ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિઓને ઠંડી હવા સહન થતી નથી. યોગ્‍ય આહાર, વિહારનું વ્યવસ્થિત પાલન કરવાથી ધીમે ધીમે પ્રકૃતિ ‘સમ’ પ્રકૃતિ ભણી ઢળે છે.

 

૫. સમપ્રકૃતિ કરવા માટે પ્રયત્ન કરો !

વાત, પિત્ત અને કફના કણો ગુણવત્તાથી સારાં અને યોગ્‍ય પ્રમાણમાં ધરાવનારી વ્‍યક્તિ સમપ્રકૃતિની હોય છે. ખરું જોતાં સમપ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિ જ આરોગ્‍યવાન હોય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને રોગી પ્રકૃતિ કહે છે.

સમપ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્‍થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્‍વાગત કરે છે. તેઓ પુષ્‍કળ અન્‍ન પણ સહેજે પચાવી શકે છે તેમજ ભૂખ અને તરસ પણ સહન કરી શકે છે. તેમને રોગ ભાગ્‍યે જ થાય છે. તેમનો સ્‍વભાવ શાંત અને આનંદી હોય છે. સમપ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિ ફેરફાર થનારી પરિસ્‍થિતિનો સામનો દૃઢ રહીને કરી શકે છે.

Leave a Comment