સનાતન પ્રભાત સામયિક સમૂહના સંસ્‍થાપક સંપાદક પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે

Article also available in :

અનુક્રમણિકા

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે, સંસ્‍થાપક સંપાદક

 

‘સનાતન પ્રભાત’ના માધ્‍યમ દ્વારા પત્રકારત્‍વનું કાર્ય

હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનો સંદેશ પ્રસારિત કરવા માટે તેમણે સનાતન પ્રભાત નિયતકાલિકો ચાલુ કર્યા. તેઓ સનાતન પ્રભાત સમૂહના સંસ્‍થાપક સંપાદક છે. તેઓ ૨૮ એપ્રિલ ૧૯૯૮ થી ૧૯ એપ્રિલ ૨૦૦૦ ના સમયગાળામાં સંપાદક હતા. ત્‍યાર પછી અન્‍ય સેવાઓને કારણે તેમણે સંપાદકપદ સાધકોને સોંપ્‍યું. સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મ-હિતના દૃષ્‍ટિકોણ પ્રદાન કરનારા સદર નિયતકાલિકો દ્વારા પ્રેરણા લઈને અનેક લોકો રાષ્‍ટ્ર અને ધર્મ રક્ષણનું કાર્ય, તેમજ સાધના પણ કરવા લાગ્‍યા છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી સંસ્‍થાપક સંપાદક રહેલા સનાતન પ્રભાત નિયતકાલિકોના સમૂહ વતી વર્તમાનમાં આર્થિક હાનિ વેઠીને પણ મરાઠી દૈનિક (મુંબઈ, ગોવા, રત્નાગિરી અને પશ્‍ચિમ મહારાષ્‍ટ્ર આ રીતે ૪ આવૃત્તિઓ), મરાઠી અને કન્‍નડ સાપ્‍તાહિક, હિંદી અને અંગ્રેજી પાક્ષિક પ્રકાશિત કરવામાં આવે છે.

સનાતનનું પત્રકારત્‍વ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું મનોગત

આદિ શંકરાચાર્યએ સમાજવ્‍યવસ્‍થા ઉત્તમ રહેવી, પ્રત્‍યેક પ્રાણીમાત્રની ઐહિક ઉન્‍નતિ થવા સાથે જ પારલૌકિક ઉન્‍નતિ પણ થવી, આ ત્રણ બાબતો સાધ્‍ય કરાવી આપનારને ધર્મ એમ કહ્યું છે. વર્તમાનમાં સમાજ ગુંડાગીરી, ભ્રષ્‍ટાચાર, અનીતિ અને અકાર્યક્ષમતાથી પાયમાલ બની ગયો છે. રાજ્‍યશાસન હોવા છતાં ન બરાબર, તેમજ ત્રાસદાયક બની ગયું છે. તેથી તેના પર ઉપાય યોજવા અને સમાજપુરુષને ફરીવાર સુસ્‍થિત કરવો, એ પ્રત્‍યેક ધર્મનિષ્‍ઠનું કર્તવ્‍ય બને છે. પ્રચલિત પત્રકારત્‍વમાં અનેક દુર્ગુણોનો પગપસેરો થયો છે, એવો અનેક માન્‍યવંતાઓનો મત છે. અનેક જણ તેને સરવાળે પાયમાલ બની ગયેલા નૈતિક મૂલ્‍યોનું પ્રતિબિંબ માને છે. સમાજમનનું ઘડતર કરવામાં અમૂલ્‍ય પ્રકારે સહભાગી થઈ શકે એવા માધ્‍યમોની જ યોગ્‍ય રીતે પુનર્સ્‍થાપના કરવી, આ કુલ સમાજવ્‍યવસ્‍થા સુસ્‍થિત કરવાને ધર્મ માનનારા સાધકોનું પ્રથમ ઉદ્દિષ્‍ટ પુરવાર થાય છે. સમાજમાં પ્રવર્તતી વસ્‍તુસ્‍થિતિનું ભાન, તેની પાછળનો કાર્યકારણભાવ, તેના પરની ઉપાય યોજના આ વાતો સમાજમનને સમજાવવી, આ સમાજ સુસ્‍થિત બનાવવા પાછળનું પ્રથમ સોપાન છે. આ વિશે સમાજમાં પ્રવર્તતી વાસ્‍તવિકતા યોગ્‍ય રીતે વ્‍યક્તિ સુધી પહોંચાડવાનું મહત્વનું પુરવાર થાય છે.

સંદર્ભ : સનાતનનો (હિંદી ભાષામાંનો) ગ્રંથ – સનાતનનું પત્રકારત્‍વ
દૈનિક સનાતન પ્રભાતનો ૪.૪.૧૯૯૯ના દિવસે પ્રકાશિત થયેલો અંક નિહાળતી વેળાએ સનાતન પ્રભાત સમૂહના સંસ્‍થાપક સંપાદક પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે અને બાજુમાં સહસંપાદક શ્રી. ભૂષણ કેરકર (૨૦૧૫)

 

એન્‍બીસી ન્‍યૂઝમેકર્સએ આપેલા ઉત્‍કૃષ્‍ટ મરાઠી દૈનિક ૨૦૧૨ પુરસ્‍કાર સાથે માજી સમૂહસંપાદક પૂ. પૃથ્‍વીરાજ હજારે

 

૨૦૧૬ના વર્ધાપનદિવસ સમારોહમાં માર્ગદર્શન કરતી વેળાએ સમૂહસંપાદક શ્રી. શશિકાંત રાણે

 

સનાતન પ્રભાતના સંસ્‍થાપક-સંપાદક !

હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનો સંદેશ પ્રસારિત કરવા માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ એપ્રિલ ૧૯૯૮ થી સનાતન પ્રભાત સામયિકો ચાલુ કર્યા. સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મ-હિતનો દૃષ્‍ટિકોણ પ્રદાન કરનારા આ સામયિકો દ્વારા પ્રેરણા લઈને અનેક જણ રાષ્‍ટ્ર અને ધર્મ રક્ષણનું કાર્ય, તેમજ સાધના પણ કરવા લાગ્‍યા છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી સંસ્‍થાપક સંપાદક રહેલા સનાતન પ્રભાત સામયિકોના સમૂહ વતીથી વર્તમાનમાં આર્થિક નુકસાન વેઠીને પણ મરાઠી દૈનિક (મુંબઈ, ગોવા, રત્નાગિરી અને પશ્‍ચિમ મહારાષ્‍ટ્ર આ રીતે ૪ આવૃત્તિઓ), મરાઠી અને કન્‍નડ સાપ્‍તાહિક, હિંદી અને અંગ્રેજી પાક્ષિક પ્રકાશિત કરવામાં આવે છે.

 

રાષ્‍ટ્ર અને ધર્મની જાગૃતિ માટે એકજ સમયે દૈનિક,
સાપ્‍તાહિક અને પાક્ષિક ચલાવનારા એકમાત્ર સંત પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે !

સનાતન પ્રભાત પ્રકાશિત કરવા પાછળનો ઉદ્દેશ

૧. સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે હિંદુઓમાં જાગૃતિ કરવી

૨. હિંદુઓને ધર્મશિક્ષણ પ્રદાન કરવું અને દેશદ્રોહી વિચારોનું ખંડન કરવું

૩. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે આવશ્‍યક વૈચારિક દિશાદર્શન કરાવવું

 

સ્‍વભાષા વિશે કાર્ય અને ભાષાના અલૌકિક પાસાં વિશે સંશોધન

સ્‍વભાષાભિમાન વિના રાષ્‍ટ્ર અને ધર્મનું કાર્ય થઈ શકે નહીં, એમ ધ્‍યાનમાં આવ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સ્‍વભાષારક્ષણ નામક ગ્રંથમાલિકા દ્વારા પરકીય ભાષાઓની તુલનામાં મરાઠી, હિંદી અને દેવભાષા સંસ્‍કૃતનું આધ્‍યાત્‍મિક શ્રેષ્‍ઠત્‍વ વિશદ કર્યું.

અ. ભાષાશુદ્ધિ માટે અભિયાન

મરાઠી અને હિંદી ભાષાઓમાં ઘૂસેલા અંગ્રેજી, ઉર્દૂ, ફારસી આ પરકીય ભાષાના શબ્‍દોનો ઉપયોગ કરવાને બદલે સ્‍વભાષામાંના સંસ્‍કૃતનિષ્‍ઠ પ્રતિશબ્‍દોનો ઉપયોગ થાય    , તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ભાષાશુદ્ધિનું અભિયાન હાથ ધર્યું. તેમણે નગરો, વાસ્‍તુ ઇત્‍યાદિઓના પણ પરકીય આક્રમકોના નામ હોવા ન જોઈએ, તે માટે પણ જનજાગૃતિ કરવાનો આરંભ કર્યો. દૈનિક સનાતન પ્રભાત દ્વારા પણ પરકીય શબ્‍દો અને પર્યાયી મરાઠી (ગુજરાતી) શબ્‍દો પ્રતિદિન પ્રસિદ્ધ કરવામાં આવે છે.

આ. ભાષાના અલૌકિક પાસાં વિશે સંશોધન

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સંસ્‍કૃતોદ્‌ભવ ભારતીય ભાષા અને અંગ્રેજી ભાષાનું વ્‍યક્તિ, પક્ષી, પ્રાણી ઇત્‍યાદિ પર થનારું પરિણામ, સંસ્‍કૃત ભાષાને કારણે થનારા આધ્‍યાત્‍મિક ઉપાય, દેવનાગરી લિપિની સાત્ત્વિકતા ઇત્‍યાદિ ભાષાના આ અલૌકિક પાસાં વિશે સંશોધન ચાલુ છે.

(વિગતવાર જાણકારી સનાતનની હિંદી ભાષામાં ઉપલબ્ધ રહેલી સ્વભાષાભિમાન વૃદ્ધિંગત કરનારી ગ્રંથમાલિકામાં આપી છે.)

 

સનાતન પ્રભાત પત્રકારત્‍વની વિશિષ્‍ટતાઓ

૧. પ્રત્‍યેક વૃત્ત સાથે દૃષ્‍ટિકોણયુક્ત સંપાદકીય ટાંચણ આપવાની અભિનવ પદ્ધતિ

સનાતન પ્રભાતના સંપાદક હતા તે સમયે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ જગત્‌માં થનારા વિવિધ બનાવો, તેમજ તે વૃત્તો સાથે સંબંધિત સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મના હિતમાં રહેલા દૃષ્‍ટિકોણના સંપાદકીય ટાંચણો આપવાની અભિનવ પદ્ધતિ પ્રથમ અંકથી જ ચાલુ કરી. તેને કારણે પ્રત્‍યેક વૃત્ત સાથે સંપાદકીય દૃષ્‍ટિકોણ આપનારું દૈનિક સનાતન પ્રભાત જગત્‌માંનું એકમાત્ર સામયિક પુરવાર થયું છે.

૨. વાચકોને કૃતિપ્રવણ બનાવનારા લેખ

સનાતન પ્રભાતમાં પ્રકાશિત કરવામાં આવનારા લેખ અને કટારો વાચક સંખ્‍યામાં અભિવૃદ્ધિ થાય, તે માટે હોતા નથી, જ્‍યારે વાચકોની વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના સારી થાય તેમજ તેમને રાષ્‍ટ્ર અને ધર્મનું કાર્ય કરવા માટે દિશા મળે, તે માટે હોય છે. – (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૪.૪.૨૦૧૭)

૩. વ્‍યંગચિત્રો નહીં, પણ બોધચિત્રો

સનાતન પ્રભાતમાં પ્રકાશિત થનારા બોધચિત્રોના માધ્‍યમ દ્વારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ મનોરંજનયુક્ત વ્‍યંગચિત્રો કરતાં સમાજને રાષ્‍ટ્ર અને ધર્મ હિતનો બોધ આપનારા ચિત્રોની સંકલ્‍પના પત્રકારત્‍વના જગત્‌માં સૌથી પ્રથમ રૂઢ કરી.

૪. કેવળ સમાચાર છાપનારું નહીં, પણ સમાચાર નિર્માણ કરનારું વૃત્તપત્ર એટલે સનાતન પ્રભાત !
 – (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૨૦.૩.૧૯૯૯)

 

સનાતન પ્રભાત સામયિક સમૂહના કાર્યવૃદ્ધિનું સરવૈયું

૧. મરાઠી સાપ્‍તાહિક સનાતન પ્રભાત

દિનાંક ૨૮.૪.૧૯૯૮ના દિવસે મરાઠી સાપ્‍તાહિક સનાતન પ્રભાતનો ૮ પાનાનો પ્રથમ અંક પ્રકાશિત થયો. તે હવે નવેંબર ૨૦૧૫ થી ૧૬ પાનાનો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે.

૨. કન્‍નડ પાક્ષિક સનાતન પ્રભાત (વર્તમાનનું સાપ્‍તાહિક)

જુલાઈ ૧૯૯૮માં ૮ પાના ધરાવતું કન્‍નડ પાક્ષિક સનાતન પ્રભાત ચાલુ કરવામાં આવ્‍યું. ત્‍યાર પછી સપ્‍ટેંબર ૧૯૯૯માં ૮ પાના ધરાવતું સાપ્‍તાહિક સનાતન પ્રભાતના રૂપથી પ્રકાશિત કરવામાં આવવા લાગ્‍યું. ૭ એપ્રિલ ૨૦૧૬ થી ૧૬ પાનાનું પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે.

૩. દૈનિક સનાતન પ્રભાત

એક વર્ષમાં દૈનિક સનાતન પ્રભાતની ૪ આવૃત્તિઓ – ગોવા અને સિંધુદુર્ગ આવૃત્તિ દિનાંક ૪.૪.૧૯૯૯ના દિવસે, રત્નાગિરી આવૃત્તિ ૨૮.૧૧.૧૯૯૯ ના દિવસે, પશ્‍ચિમ મહારાષ્‍ટ્ર અને મરાઠવાડા આવૃત્તિ ૫.૧૨.૧૯૯૯ના દિવસે, જ્‍યારે મુંબઈ, થાણા, રાયગડ અને ઉત્તર મહારાષ્‍ટ્ર આવૃત્તિ ૫.૩.૨૦૦૦ ના દિવસે, આ રીતે એક વર્ષના સમયગાળામાં દૈનિકની ચાર આવૃત્તિઓ ચાલુ કરવામાં આવી. આરંભમાં નિયમિત ૪ અને રવિવારે ૬ પૃષ્‍ઠો ધરાવતું દૈનિક હમણાથી નિયમિત ૮ પાના અને રવિવારે ૧૦ પાના ધરાવતું પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.

૪. હિંદી માસિક સનાતન પ્રભાત (હવે પાક્ષિક)

જાન્‍યુઆરી ૨૦૦૦માં ૧૬ પૃષ્‍ઠો ધરાવતું હિંદી માસિક સનાતન પ્રભાત ચાલુ થયું.    ૨૦૧૬ના જાન્‍યુઆરી મહિનાથી તે પાક્ષિક સ્‍વરૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.

૫. અંગ્રેજી માસિક સનાતન પ્રભાત (હવે પાક્ષિક)

એપ્રિલ ૨૦૦૬માં ૧૨ પૃષ્‍ઠો ધરાવતું અંગ્રેજી માસિક સનાતન પ્રભાત ચાલુ કરવામાં આવ્‍યું. જાન્‍યુઆરી ૨૦૧૬ થી તે પાક્ષિક સ્‍વરૂપમાં પ્રકાશિત થવા લાગ્‍યું છે.

સનાતન પ્રભાત ઑનલાઈન આવૃત્તિ : SanatanPrabhat.org

 

ઇંટરનેટ પરના હિંદુ વાર્તા વૃત્તવાહિનીના સંકલ્‍પક

મોખરે રહેલી વૃત્તવાહિનીઓ હિંદુઓ પર થનારા અન્‍યાય અને અત્‍યાચારના સમાચાર પ્રસારિત કરતી ન હોવાનું ધ્‍યાનમાં લઈને પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ઇંટરનેટના માધ્‍યમ દ્વારા સનાતન પ્રભાતમાંના વૃત્તોનું દૃશ્‍ય-શ્રાવ્‍ય સ્‍વરૂપમાં પ્રસારણ કરવાની સંકલ્‍પના પ્રસ્‍તુત કરી. દિનાંક ૨૯.૧૨.૨૦૧૪ થી ૨૯.૧.૨૦૧૬ સુધી આ રીતે ૧૩ મહિના ચાલેલા સદર ઉપક્રમ દ્વારા હિંદુઓની વૃત્તવાહિનીનો પાયો રચાઈ ગયો.

દૈનિક સનાતન પ્રભાત ચાલુ કરતી વેળાએ વિતરકોથી માંડીને સંપાદકીય વિભાગમાં સેવા કરનારા સાધકો સુધી કોઈને પણ ન તો અનુભવ હતો, કે ન તો અભ્‍યાસ ! કેવળ અમારી સાથે હતા તે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના સંકલ્‍પ અને આશીર્વાદ ! તેને કારણે જ કોઈપણ રાજકીય  અથવા આર્થિક પીઠબળ ન હોવા છતાં પણ સર્વ સંકટોનો સામનો કરીને તત્વનિષ્‍ઠતાથી દૈનિકના માધ્‍યમ દ્વારા રાષ્ટ્ર અને ધર્મનું કાર્ય ચાલુ રાખી શકાયું. અમારી કાંઈપણ પાત્રતા ન હોવા છતાં પણ સનાતન પ્રભાતના માધ્‍યમ દ્વારા સેવાની અણમોલ તક પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ અમને આપી. તેને કારણે તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા જેટલી વ્‍યક્ત કરીએ તેટલી ઓછી જ છે ! સનાતન પ્રભાતના વિચારો દ્વારા પ્રેરણા લઈને હિંદુ રાષ્‍ટ્ર માટે સ્વતંત્રતાયુદ્ધ લડનારા ક્રાંતિવીરો નિર્માણ થાય, એ જ સનાતન પ્રભાતના સંસ્‍થાપક સંપાદક પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં પ્રાર્થના !

– સનાતન પ્રભાત સામયિક સમૂહમાં સેવા કરનારા સર્વ સાધકો

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment