અનુક્રમણિકા
- ૧. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની પ્રીતિની વ્યાપકતા
- ૨. પરાત્પર ગુરુદેવની પ્રીતિની વિશિષ્ટતાઓ
- ૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી અને સાધકોમાં રહેલા અતૂટ સંબંધ !
- ૪. સર્વ સ્તર પરના, સર્વ વયજૂથના સાધકો પર કૃપાછત્ર હોવું
- ૫. સાધકોની આનંદ-ક્ષણો ઊજવવી
- ૬. સાધકો ઘરે જતી વેળાએ તેમની સાથે બધા માટે ખાઉ (ખાવાનું) મોકલાવવું
- ૭. સાધિકાના પ્રાણોનું રક્ષણ થવા માટે પોતાનું આયુષ્ય તેને આપવાની ઇચ્છા વ્યક્ત કરવી
- ૮. વિવાહ સુનિશ્ચિત થયેલાં સાધિકાને જે ગમે, તે સર્વ આપવા માટે કહેવું
- ૯. રુગ્ણ (માંદા) સાધકોની સર્વથૈવ કાળજી લેનારા ભક્તવત્સલ !
- ૧૦. હજીપણ સનાતનના આશ્રમમાં સાધકોની
અત્યંત પ્રેમપૂર્વક અને આત્મીયતાથી કાળજી લેવામાં આવે છે !
- ૧૦ અ. ગુરુદેવે સાધકોની રાહ જોતાં રાત્રે અઢી વાગ્યા સુધી જાગતા રહીને બહારથી આવેલા સાધકોને પોતે ભોજન પીરસવું
- ૧૦ આ. વરસાદમાં ભીંજાયેલા સાધકને સભાસ્થાન પર જવા માટે પોતાની પૅંટ આપવી
- ૧૦ ઇ. સાધકો પર ઉપચાર કરવા માટે પ્રાધાન્ય આપવું
- ૧૦ ઈ.વાહન ચાલક સાધકને પોતાના હાથથી કોળિયો જમાડનારા પરાત્પર ગુરુ ડૉક્ટરજી !
- ૧૦ એ. સર્વ સાધકો વાતાનુકૂલિત યંત્ર (એ.સી.) વાપરતા ન હોવાથી પોતાને ગરમી થતી હોવા છતાં પણ વાતાનુકૂલિત યંત્રનો ઉપયોગ ન કરવો
- ૧૦ ઐ. સાધકોની વેદનાની તીવ્રતા ધ્યાનમાં આવે તે માટે પોતે પથ્થર તાછવા
- ૧૦ ઓ. સાધકો સાથે આદરપૂર્વક વર્તવું
- ૧૧. પ્રીતિને અન્ય વિશિષ્ટતાઓનો સુંદર સમન્વય
‘સનાતન સંસ્થાના માર્ગદર્શન હેઠળ સાધના કરનારા ઘણાં સાધકોએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને એકવાર પણ જોયા નથી. એમ હોવા છતાં તે સર્વ પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ કહેલી સાધના અત્યંત શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે. બહાર મોહમાયાનું પ્રબળ જાળું હોય ત્યારે કેવળ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી પરની શ્રદ્ધાને લીધે સનાતન સંસ્થાના સાધકો સર્વ મોહનો ત્યાગ કરીને ઈશ્વરપ્રાપ્તિ માટે સાધના કરી રહ્યા છે. સામ્યવાદ, નિધર્મીવાદ, નાસ્તિકતાવાદ જાળવવો, આ સમાજમાં પ્રતિષ્ઠાનું લક્ષણ થયું છે ત્યારે સનાતન સંસ્થાના સાધકો પોતે ધર્મનિષ્ઠ રહીને સમાજને પણ ધર્માધિષ્ઠિત થવા માટે માર્ગદર્શન કરી રહ્યા છે. તે માટે નાસ્તિક, પુરોગામીઓના વિરોધનો સક્ષમ રીતે સામનો કરવા માટે તેઓ સિદ્ધ છે. સનાતન સંસ્થાના સંપર્કમાં આવવા પહેલાં માયાના જ વિશ્વનો એક ઘટક રહેલાઓને આવા પ્રવાહના વિરોધમાં તરવાનું બળ કોણ આપે છે ?
સનાતન સંસ્થાના કઠિન સમયમાં સમાજમાં હરતી ફરતી વેળાએ, સાધના-સેવા કરતી વેળાએ સમાજની ટીકા, પરિચિતોના મહેણાં, પ્રસંગે ઘરમાંના સદસ્યોનો વૈચારિક વિરોધ સહન કરીને પણ સનાતન સંસ્થાએ કહેલી સાધના સાથે સાધકો એકનિષ્ઠ છે. સાધના કરતા હોવાથી વાતાવરણમાંની અનિષ્ટ શક્તિઓના તીવ્ર ત્રાસ પણ સાધકોને ભોગવવા પડે છે. અસહ્ય ત્રાસ ભોગવીને પણ સાધકોએ સાધના કરવાનું છોડી દીધું નથી. ઊલટું ત્રાસમાં પણ સાધકો જુસ્સાથી સાધના કરી રહ્યા છે. આ બધું કેવી રીતે બને છે ? એવી કઈ શક્તિ છે, કે જે સાધકોને પરાત્પર ગુરુ ડૉક્ટરજી સાથે જોડી રાખે છે ?
સાધકોને સાધના સાથે જોડી રાખનારી, કઠિન કાળમાં મનોબળ પ્રદાન કરનારી તે શક્તિ એટલે પરાત્પર ગુરુ ડૉક્ટરજીની સાધકો પર રહેલી પ્રીતિ જ છે ! સમષ્ટિ પ્રત્યે ઉચ્ચ પ્રીતિ હોવી, આ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની એક વિશિષ્ટતા છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી જેવા અવતારી સમષ્ટિ સંત વિશે તેમની પ્રત્યેક ઉક્તિ, કૃતિ, વિચાર દ્વારા સમષ્ટિ કલ્યાણની તાલાવેલી ઓતપ્રોત દેખાઈ આવે છે. સમષ્ટિ પ્રત્યે રહેલી પ્રીતિને કારણે સહુકોઈને વાત્સલ્યમય કૃપાછત્રનો અનુભવ થઈ રહ્યો છે. એ જ પ્રીતિના ચૈતન્યમય તાંતણાથી આજે સમગ્ર સનાતન પરિવાર ઘટ્ટ બંધાઈ ગયો છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની સમષ્ટિ પરની પ્રીતિનો ટૂંકમાં પરિચય વાચકોને કરાવી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શ્રી ગુરુની મહતીનું વર્ણન કરવા માટે ઈશ્વરે જ બુદ્ધિ અને ભક્તિ પ્રદાન કરવી, એવી તેમનાં ચરણોમાં પ્રાર્થના !
૧. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની પ્રીતિની વ્યાપકતા
૧ અ. સંગઠનાત્મક, પ્રાંતીય, ધાર્મિક બંધનો વિહીન !
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની પ્રીતિને સંગઠનાત્મક, પ્રાંતીય, ધાર્મિક એવા કોઈપણ બંધનો નથી. સનાતન સંસ્થાના સાધકોની સાધના સારી રીતે થાય, તે માટે તેઓ જેટલા પ્રયત્નો કરે છે, તેટલા જ પ્રયત્નો અન્ય સંગઠનોના કાર્યકર્તાઓ સાધના કરે, તે માટે કરે છે. અડચણમાં હોય એવા હિંદુત્વનિષ્ઠોને આધાર આપવા વિશે તેમણે સમય સમય પર સાધકોને કહ્યું છે. વિદેશમાંથી હિંદુ ધર્મ વિશે જાણી લેવા માટે આવેલા અહિંદુ જિજ્ઞાસુઓની હિંદુ ધર્મ વિશેની શંકાઓનું તેમણે કલાકોના કલાકો સુધી શંકાનિરસન કર્યું છે.
૧ આ. વિરોધકો વિશે પણ વ્યક્તિગત દ્વેષ ન હોવો !
સનાતન સંસ્થાનો અનેક લોકોએ અનેક માર્ગથી વિરોધ કર્યો. આ સર્વ વિરોધકો વિશે પણ તેમના મનમાં કોઈપણ વ્યક્તિગત દ્વેષ નથી. ઈશ્વરપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા સાધકોને ત્રાસ આપવાનું મોટું પાપ લાગે છે. તે પાપ તે વ્યક્તિને લાગે નહીં, તે માટે ‘સનાતન પ્રભાત’ નિયતકાલિકો દ્વારા તેનો પ્રતિવાદ કરવામાં આવે છે. ‘તેને ભૂલ સમજાઈને તેનું નૈતિક અધઃપતન થાય નહીં’, ‘વિરોધકોની પણ હાનિ થાય નહીં’, આ વિચારો પણ તેમની પ્રીતિ જ છે !
૧ ઇ. વિકલ્પ આવવાથી છોડી ગયેલા સાધકો વિશે પણ આત્મીયતા
સાધનાથી દૂર ગયેલા સાધકો વિશે તેમના મનમાં કદીપણ દ્વેષ નિર્માણ થતો નથી. વિકલ્પોને કારણે દૂર ગયેલા સાધકો થોડા સમય પછી પાછા ફર્યા પછી પણ પરાત્પર ગુરુ ડૉક્ટરજી તેમને તેટલી જ સહજતાથી પોતાના બનાવે છે.
૨. પરાત્પર ગુરુદેવની પ્રીતિની વિશિષ્ટતાઓ
૨ અ. કેટલીક પળોના સહવાસથી પણ સામેની વ્યક્તિને પોતાની કરવી
પરાત્પર ગુરુ ડૉક્ટરજીના કેવળ એકવાર સંપર્કમાં આવેલી વ્યક્તિ પણ તેમની જ બની રહે છે, આ વાત સાધકોએ જ અનુભવી છે એમ નહીં પણ સમાજમાંના ધર્માભિમાની, અન્ય સંપ્રદાયમાંના સંતોએ પણ અનુભવી છે. જિજ્ઞાસુઓ, સાધકો, ધર્માભિમાનીઓને તેઓ તેમના સહવાસ દરમ્યાન એટલો પ્રેમ આપે છે, પોતાપણાની વર્તણૂક આપે છે કે, આપણે તેમના ક્યારે બની ગયા, એ સમજાતું જ નથી. બહારના કેટલાક સંતો અને ધર્માભિમાનીઓને પણ રામનાથી આશ્રમમાં આવ્યા પછી પિયેર આવ્યા જેવું લાગે છે. તેનું કારણ એટલે આશ્રમમાં ઠામે ઠામે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ નિર્માણ કરેલી પ્રીતિ છે. ખરુંજોતાં પરાત્પર ગુરુ ડૉક્ટરજીની પ્રીતિનાં સ્પંદનો સંપૂર્ણ આશ્રમમાં જણાય છે, કે જે બહારના સંતો અને ધર્માભિમાનીઓમાં આશ્રમ પ્રત્યે આત્મીયતા નિર્માણ કરે છે.
૨ આ. પોતાના જેવી જ પ્રીતિ અન્યોમાં નિર્માણ કરવી
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની વિશિષ્ટતા એટલે તેમણે તેમનામાંની પ્રીતિ સનાતન સંસ્થાના સહસ્રો સાધકોમાં પણ નિર્માણ કરી છે. પોતાના મૂળ નિવાસથી ઘણા કિલોમીટર દૂર જઈને સેવા કરનારા સનાતન સંસ્થાના સાધકો આજે અનોખી કુટુંબભાવનાથી એકબીજા સાથે સંધાઈ ગયા છે. વર્તમાનકાળમાં બે સગાં ભાઈઓનું પણ એકબીજા સાથે બનતું નથી, એવા સમયમાં સનાતન સંસ્થાના આશ્રમમાં સેંકડો સાધકો હળીમળીને એકત્ર રહે છે. તેનું કારણ પરાત્પર ગુરુ ડૉક્ટરજીમાંની પ્રીતિનો અંશ તેમણે સાધકોમાં પણ નિર્માણ કર્યો છે, એ જ છે. ગત અનેક વર્ષો પરાત્પર ગુરુ ડૉક્ટરજી તેમની નિવાસ ઓરડીમાંથી બહાર પણ આવ્યા નથી. આવા સમયે તેમણે સમય સમય પર કહેલા સાધનામાંના સૂત્રોના આધાર પર સનાતન સંસ્થાના માર્ગદર્શક સાધકો અને સંતો સર્વત્રના સાધકોને સાધના વિશે માર્ગદર્શન કરી રહ્યા છે. આ સર્વ માધ્યમો દ્વારા પણ સાધકો પરાત્પર ગુરુ ડૉક્ટરજીની પ્રીતિ જ અનુભવી રહ્યા છે. તેમની પ્રીતિને સ્થળ-કાળનું બંધન નથી.
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની જેવી રીતે સંતો, સાધકો, ધર્માભિમાનીઓ અને સમાજ આ રીતે સહુકોઈ પર પ્રીતિ છે, તેવી જ રીતે હવે સાધકો પણ સમાજમાં પ્રસાર કરતા હોય ત્યારે પ્રેમભાવથી બધાને પોતાના કરી લે છે.
૨ ઇ. પોતાનું સર્વસ્વ સાધકો માટે જ
સમર્પિત હોવા છતાં પણ સાધકોને પોતાનામાં અટવાઈ
રાખવાને બદલે ઈશ્વરી તત્વ સાથે એકરૂપ થવાની શિખામણ આપવી
સમષ્ટિ કલ્યાણના કાર્યનો આરંભ થયેલો હોવાથી પરાત્પર ગુરુ ડૉક્ટરજી પર અનિષ્ટ શક્તિઓનાં અનેક આક્રમણો થતા હોય છે. તેમનો દેહ દેવાસુર યુદ્ધની યુદ્ધભૂમિ જ બની ગયો છે. સ્થૂળમાંથી અને સૂક્ષ્મમાંથી પણ સાધકોની સર્વથૈવ કાળજી લેતી વેળાએ અને પોતાનું સર્વસ્વ સાધકોના કલ્યાણ માટે જ હોવાની પ્રતિજ્ઞા કરેલી હોવા છતાં પણ તેઓ સાધકોને ‘મારામાં અટવાઈ જવાને બદલે કૃષ્ણ ભણી જાઓ’, એવી શિખામણ આપે છે. તેમની સાધકો પર પ્રીતિ ભલે હોય, તો પણ ‘સાધકોએ તો તત્વ સાથે એકરૂપ થવું, સર્વવ્યાપી ઈશ્વરને ભજવું’, એવી તેમની શિખામણ છે. અર્થાત્ સાધકોને પણ ‘ગુરુમાવડી પ્રાણોથી પણ અધિક પ્રિય છે’, એ જુદું કહેવાની કાંઈ આવશ્યકતા નથી !
આ પ્રેમને ઉપમા નથી । આ તો ભગવાનના ઘરની લહાણી છે । જે કોઈએ ક્યારેય ન આપ્યો । તે પ્રેમ તમે મને આપ્યો ॥
૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી અને સાધકોમાં રહેલા અતૂટ સંબંધ !
* એક પ્રસંગમાં એક સાધિકા તેને આવેલ સ્વપ્ન પરાત્પર ગુરુ ડૉક્ટરજીને કહેતી હતી. તે સ્વપ્નમાં પરાત્પર ગુરુ ડૉક્ટરજી તેને છોડી ગયા હોવાનું તેને દેખાયું. તેનું તે વાક્ય કહીને પૂર્ણ થવા પહેલાં જ પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ કહ્યું, ‘‘હું મારા સાધકોને છોડીને કદી જ જતો નથી.’’ ત્યાર પછી આ સંવાદ પૂર્ણ થયા સુધી તેમણે આ જ વાક્ય ૨-૩ વાર ઉચ્ચાર્યું.
* એકવાર આશ્રમમાં આવેલા એક સંતને વિદાય આપીને પરાત્પર ગુરુ ડૉક્ટરજી તેમના નિવાસ ઓરડા ભણી જઈ રહ્યા હતા. ત્યારે માર્ગિકામાંના કેટલાક સાધકોએ તેમને હાથ હલાવીને ‘ટાટા’ કર્યું. આ સમયે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ કહ્યું હતું, ‘‘વિદાય શું મારી લેશો હવે । જ્યાં સાધક ત્યાં હું છું હવે ॥’
* પરાત્પર ગુરુદેવ માટે સાધકો જ સર્વસ્વ છે. ‘મને સર્વ ફૂલોમાં ‘સાધક ફૂલ’ સૌથી વધારે પ્રિય છે’, એવું તેમણે એકવાર કહ્યું હતું.
‘તમો સર્વ સાધકોનું અને તમારા કુટુંબનું પણ દાયિત્વ મારા પર છે.’ – પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી (સાવંતવાડી સ્થિત મંદિરમાં સાધકોને કરેલું માર્ગદર્શન)
સાચે જ, ‘સાધકો માટે કેટલું કરું અને શું શું કરું’, એવું તેમને લાગતું હોય છે. તેમણે સાધકોનો હાથ છોડવા માટે નહીં, જ્યારે જન્મોજન્મ સાથ આપવા માટે, મોક્ષપ્રાપ્તિ સુધી ક્રમણ કરવા માટે જ ઝાલ્યો છે !
૪. સર્વ સ્તર પરના, સર્વ વયજૂથના સાધકો પર કૃપાછત્ર હોવું
‘પરાત્પર ગુરુ ડૉક્ટરજીનું ગરીબ – ધનવાન, શિક્ષિત – અશિક્ષિત, નાના – મોટા ઇત્યાદિ સર્વ સાધકો પર કૃપાછત્ર છે. આ મેં પોતે અનુભવ્યું છે. પ્રત્યેકને આવશ્યકતા પ્રમાણે તેઓ સહાયતા કરે છે. તેમને આધ્યાત્મિક ત્રાસ માટે નામજપ ઇત્યાદિ ઉપાય કહે છે. તેમના કૃપાછત્ર હેઠળ રહેલો સાધક હંમેશાં આનંદી હોય છે.’
– શ્રી. પ્રકાશ રા. મરાઠે, રામનાથી, ગોવા.
૫. સાધકોની આનંદ-ક્ષણો ઊજવવી
૫ અ. સાધિકાના આશ્રમમાંના પ્રથમ જન્મદિવસે તેને જોઈએ તે પ્રકારની સાડી આપવી
‘આશ્રમમાંની કુ. કનકમહાલક્ષ્મી દેવકરને સાડી પહેરવી ગમે છે; પણ તેની પાસે સાડી નહોતી. આ વાત પરમ પૂજ્યને સમજાયા પછી તેમણે તેને સાડી આપવા વિશે તરત જ સાધિકાઓને કહ્યું. થોડા દિવસો પછી પહેલી જ વાર આશ્રમમાં તેનો જન્મદિવસ ઊજવવામાં આવનારો હતો..
ત્યારે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ કહ્યું, ‘‘આજે કનકમહાલક્ષ્મીનો જન્મદિવસ છે ને ! તેને આપણે આજે સાડી ભેટ તરીકે આપીએ. તેની પાસે સાડી નથી ને ! તેને જે રંગ પસંદ છે, તે રંગની સાડી તે પસંદ કરી શકે છે. આશ્રમમાંના પ્રથમ જન્મદિને (તેને) પ્રથમ સાડી મળશે !’’
– કુ. વૈભવી સુનીલ ભોવર (વય ૧૬ વર્ષ) (૨૩.૬.૨૦૧૩)
આ રીતે આશ્રમમાંના સર્વ સાધકોના જન્મદિન ઊજવવામાં આવે છે. સાધકોના જન્મદિવસ નિમિત્તે આશ્રમમાંના ભોજનકક્ષના ફલક પર સાધકનું નામ લખીને તેને શુભેચ્છાઓ આપવામાં આવે છે. તેને કારણે સર્વ જ સાધકોને તે સાધકના જન્મદિન વિશે સમજાય છે. તે સાધક સાથે સેવા કરનારા સાધકો તેના માટે સ્વહસ્તે સરસ એવું શુભેચ્છાપત્ર બનાવે છે. તેની ગુણવિશિષ્ટતાઓનું વર્ણન કરનારું કાવ્ય રચવામાં આવે છે. આશ્રમમાંના અનેક સાધકો સાધના માટે શુભેચ્છા આપે છે. આ રીતે તે સાધકનો જન્મદિન અત્યંત આનંદથી ઊજવવામાં આવે છે.
૫ આ. વિવાહ, જનોઈ ઇત્યાદિ મંગળ કાર્યો પછી પણ પરાત્પર ગુરુ ડૉક્ટરજી નવદંપતીને અથવા સંબંધિત કુટુંબીજનોને મળીને આશીર્વાદ આપે છે. જીવનના નવા પર્વનો આરંભ કરતી વેળાએ ગુરુદેવના અનમોલ આશીર્વાદ સાધકો પણ હૃદયમંદિરમાં જાળવી રાખે છે.
૬. સાધકો ઘરે જતી વેળાએ
તેમની સાથે બધા માટે ખાઉ (ખાવાનું) મોકલાવવું
૬ અ. સાધકોને તેમની પસંદ અનુસાર ખાઉ આપવો
‘પરાત્પર ગુરુ ડૉક્ટરજી અનેક સાધકોને ખાઉ આપવા માટે કહે છે. ત્યારે તેઓ યુવાન, નાના બાળકો, વૃદ્ધ ઇત્યાદિનો વિચાર કરીને તેમને ભાવે તેવો ખાઉ આપે છે. ‘મીઠું ભાવે છે કે તીખું ?’, એ પણ પૂછી લે છે. ત્રાસ ધરાવનારા સાધકોની પૂછપરછ કરીને તેમને પણ ખાઉ મોકલાવે છે. તેઓ આશ્રમમાંથી ઘરે જનારા સાધકો સાથે તેમના ઘરના, તેમજ ત્યાંના સંત અને ધર્માભિમાની આ રીતે સહુકોઈને ભાગ આ ખાઉ માટે કહે છે. એટલું જ નહીં, જ્યારે તે સાધકના ગામમાંના સાધકો માટે પણ તેઓ અગત્યતાપૂર્વક ખાઉ મોકલવા માટે કહે છે.’
– શ્રી. પ્રકાશ. રા. મરાઠે, ગોવા.
સનાતનના અનેક સાધકો વિવિધ જિલ્લામાં, વિવિધ રાજ્યોમાં ધર્મપ્રસાર માટે જાય છે. આવા સમયે અન્ય પ્રાંતમાં ગયા પછી ત્યાં જે ઉપલબ્ધ થાય, તે પ્રસાદ તરીકે ગ્રહણ કરીને તેઓ આનંદથી ધર્મપ્રસાર કરતા હોય છે. અખિલ ભારતીય હિંદુ અધિવેશન અથવા સાધના વિશેની શિબિરો નિમિત્તે જ્યારે સર્વત્રના સાધકો રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાં એકત્ર આવે છે, ત્યારે કેટલાક કારણોસર દૂર ગયેલા બાળકો ઘરે પાછા ફર્યા પછી માતાને જેવો આનંદ થાય છે, તેવા જ આનંદથી વિવિધ વાનગીઓ કરવામાં આવે છે. સમગ્ર વર્ષમાં ક્યારેક જ ગુરુમાવડીના ખોળે આવનારા આ સાધકોની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખીને જુદી જુદી વાનગીઓ બનાવીને તેમને ખવડાવવાની શિખામણ પણ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની જ ! ઘરે રહીને પ્રસારસેવા કરનારાઓને અથવા આશ્રમમાં રહીને ધર્મસેવા કરનારા સાધકોને આપમેળે જ કોઈને કોઈ કારણસર મીઠી વાનગી આપવામાં આવે છે. જે સાધકો બહારના પ્રાંતમાં જઈને ધર્મસેવા કરે છે, તેમનું પ.પૂ. ડૉક્ટરજીને ખાસ કૌતુક છે.
આવા એક નહીં પણ અનેક પ્રસંગોમાં ગુરુદેવ સાધકોની માવડી બન્યા છે. સગાં કુટુંબીજનો પણ કરી શકે નહીં, એટલો પ્રેમ કેવળ તેઓ જ કરી શકે છે ! તેમની પ્રીતિના પ્રસંગો વ્યક્ત કરવા માટે શબ્દો પણ અસમર્થ છે. કેવળ તે વાત્સલ્યમય પ્રીતિ અનુભવીને તેમના પ્રીતિસાગરમાંના ક્ષણમોતી મનમંદિરમાં જાળવી રાખવા, એટલું જ આપણે કરી શકીએ છીએ. હે ગુરુમાવડી, કૃતજ્ઞતા શું વ્યક્ત કરીએ ? અમને તમારી પ્રીતિના બંધનમાં બાંધી રાખશો, આપનાં ચરણોમાં સ્થાન આપશો, એ જ પ્રાર્થના !
૭. સાધિકાના પ્રાણોનું રક્ષણ થવા માટે
પોતાનું આયુષ્ય તેને આપવાની ઇચ્છા વ્યક્ત કરવી
સનાતનનાં ૬૯ ટકા આધ્યાત્મિક સ્તરના સાધિકા કુ. દીપાલી મતકર (હમણાંનાં પૂ. દીપાલી મતકર)ની પ્રકૃતિ ઑક્ટોબર ૨૦૧૬માં અત્યંત ગંભીર હતી. તેમના પરનું આ પ્રાણાંતક સંકટ દૂર થવા માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ સંતોને નામજપ કરવા માટે કહ્યું. મહર્ષિને પણ કુ. દીપાલીની પ્રકૃતિ માટે પરિહાર પૂછી લઈને યજ્ઞ કરવામાં આવ્યો. એમ હોવા છતાં પણ કુ. દીપાલીનું આરોગ્ય સુધર્યા પછી જ્યારે તે પરાત્પર ગુરુ ડૉક્ટરજીને મળવા ગયાં, ત્યારે તેમનામાં થયેલો અત્યંત હૃદયસ્પર્શી સંવાદ –
પરાત્પર ગુરુ ડૉક્ટરજી : મને મારી એક ભૂલ ધ્યાનમાં આવી. તારી સ્થિતિ ગંભીર હોવાનું જાણ્યા પછી મને લાગ્યું, ‘મારું આયુષ્ય તને આપવું’; પણ પછી ધ્યાનમાં આવ્યું, સંતોના કહેવા પ્રમાણે હવે મારું આયખું બહુતો ૨ – ૩ વર્ષનું જ છે. તેટલું જ આયખું તને આપીને શું ઉપયોગ ? તારે હજી ૫૦ – ૬૦ વર્ષો કાર્ય કરવાનું છે.’’
કુ. દીપાલી મતકર : તમારા કારણે હું જીવિત છું. આપની કૃપાથી જ મહર્ષિ, સંત અને સાધક નામજપ ઇત્યાદિ ઉપાય કરતા હતા. ‘પરમ ગુરુજી જ (પ.પૂ. ડૉક્ટરજી જ) બચાવી શકે છે’, એવું મહર્ષિએ કહ્યું હોવાનું સદ્ગુરુ ગાડગીળકાકીએ કહ્યું, એટલે આપના કારણે જ હું જીવિત છું. (‘ત્યારે મને કૃતજ્ઞતા લાગતી હતી. હું જ નહીં, જ્યારે સર્વ સાધકો આ ઘોર કળિયુગમાં ગુરુમાવડીને કારણે જ સુરક્ષિત છે. તેમની કૃપાથી જ શ્વાસ લઈ રહ્યા છે. સાધકોના સર્વ ત્રાસ તેઓ પોતાના પર લઈ રહ્યા છે.’ – કુ. દીપાલી મતકર)
૮. વિવાહ સુનિશ્ચિત થયેલાં સાધિકાને જે ગમે, તે સર્વ આપવા માટે કહેવું
‘વર્ષ ૨૦૦૬માં એક સાધિકાના વિવાહ સુનિશ્ચિત થયા હતા. તેને મળવા માટે હું જવાની હતી. મારા નીકળવા પહેલાં પ.પૂ. ડૉક્ટરજીએ મને બોલાવીને થોડા પૈસા આપ્યા અને કહ્યું, ‘‘તમે બન્ને બહાર ખરીદી કરવા માટે જવાના છો. ત્યારે તેને શું ગમે છે, તે લઈ આપજો. બહાર જવાના હોવાથી ખાવા-પીવા માટે આ પૈસા વાપરજો. કાંઈ ઓછું પડવા દેશો નહીં. આજકાલ કેટલા પૈસા લાગે છે, તેની મને જાણ નથી. હજી જોઈએ તો કહેજો. આઈસ્ક્રીમ કે જે કાંઈ તેને ભાવે છે, તે તેને આપજો. આપણા વતી તેનું ટીમણ પણ કરજો. આપણે નહીં, તો પછી તેનું કૌતુક કોણ કરશે ?’
– સૌ. મનીષા પાનસરે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
હજીપણ આશ્રમમાંના સાધકોના વિવાહ પહેલાં ટીમણ કરવામાં આવે છે. તે સમયે સાધકના વિભાગમાંના સાધકો એકત્રિત થઈને તે સાધકને આવનારા વૈવાહિક જીવન વિશે શુભેચ્છાઓ આપે છે.
૯. રુગ્ણ (માંદા) સાધકોની સર્વથૈવ કાળજી લેનારા ભક્તવત્સલ !
તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો । તુમ્હી હો બંધુ, સખા તુમ્હી હો ॥
તુમ હી હો સાથી, તુમ હી સહારે । કોઈ ના અપના સિવા તુમ્હારે ॥
૯ અ. રુગ્ણાવસ્થા ધરાવનારા સાધકને કાંઈ ઓછું ન પડે; તેથી સતત તેની પૂછપરછ કરવી
‘રુગ્ણ સાધકને મળવા માટે પોતાને પગથિયાં ચઢવાનું શક્ય ન હોવા છતાં પણ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી દાદરો ચઢીને માંદા સાધકને મળે છે. તેને મળીને તેઓ ‘તેને કાંઈ અડચણ છે શું ?’ ઇત્યાદિ પૂછપરછ કરે છે. તેને ભાવે, તે વાનગીઓ બનાવી આપવા માટે કહે છે. તે સાધકને કાંઈ ઓછું પડે નહીં; તેની તેઓ કાળજી લે છે. તેમજ જુદી જુદી ઉપાયપદ્ધતિઓ શોધીને તે સાધકને વહેલો સાજો કરે છે.’ – કુ. તૃપ્તી ગાવડે, રામનાથી, ગોવા. (૧૦.૫.૨૦૧૮)
૯ આ. સાધિકાને મરણયાતના થાય નહીં, તે માટે
પોતે નામજપ ઇત્યાદિ ઉપાય કરીને સાધિકાના પ્રાણ ઉપર ઉપર ખસેડવા
દુઃસાધ્ય વ્યાધિ ધરાવનારાં એક સાધિકાના મૃત્યુ સમયે તેની વેદના સુસહ્ય થાય, એ માટે પ.પૂ. ડૉક્ટરજીએ પોતે નામજપ કર્યો. તેથી મૃત્યુ સમયે કોઈપણ પ્રકારની યાતના થવાને બદલે આનંદથી તેઓ મૃત્યુ પામી શક્યા. પ.પૂ. ડૉક્ટરજીની પ્રીતિને કારણે અનેક સાધકોનું જીવન અને મૃત્યુ સુસહ્ય થયું છે.’ – કુ. મધુરા ભોસલે, રામનાથી, ગોવા. (૮.૧.૨૦૧૩)
૮ ઇ. ત્વચારોગને કારણે જર્જર થયેલા વિદેશમાંના એક સાધક પોતાની માંદગીને કારણે અન્યોને સૂગ ન ચડે, તે માટે સંપૂર્ણ શરીર ઢાંકી રાખતા. તેમને પ.પૂ. ડૉક્ટરજીની સામે જવામાં સંકોચ લાગતો ત્યારે પ.પૂ. ડૉક્ટરજીએ તેમની પીઠ પરથી હાથ ફેરવ્યો. તેને પગમાંથી મોજાં કાઢવાની ફરજ પાડીને તેની વ્યાધિનું સ્વરૂપ જોયું. તેમના આ પ્રેમથી તે સાધકમાં જીવિત રહેવાનો નવો ઉત્સાહ નિર્માણ થયો.
– શ્રી. યોગેશ જલતારે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
૧૦. હજીપણ સનાતનના આશ્રમમાં સાધકોની
અત્યંત પ્રેમપૂર્વક અને આત્મીયતાથી કાળજી લેવામાં આવે છે !
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની શિખામણને કારણે સનાતનના આશ્રમમાંના સર્વ જ સાધકો રુગ્ણ અને વૃદ્ધ સાધકોની અત્યંત આત્મીયતાથી કાળજી લે છે. તેમને વૈદ્યકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવી, તેમની પરેજી અનુસાર આહાર આપવા જેવી સર્વ કાળજી લેવામાં આવે છે. ઓરડીમાં જો સૂઈ રહેવાનું થાય, તો તેમને મળીને સાધના વિશેનાં સૂત્રો કહીને પ્રોત્સાહિત કરવા, વાચન માટે કેટલાક ગ્રંથ ઉપલબ્ધ કરી આપવા, ઇત્યાદિ તેની સાથે આવે જ. ગત કેટલાંક વર્ષો પહેલાં જ પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ કહ્યું છે કે, આગામી કાળમાં સનાતન (સંસ્થા) વાનપ્રસ્થાશ્રમની પણ સ્થાપના કરવાની છે. જે સાધકોએ સમગ્ર આયખું ઈશ્વરપ્રાપ્તિ માટે સાધના કરી છે, તે સાધકોનું મન ઘડપણમાં પણ માયામાં પરોવાતું નથી. આવા સાધકોની છેલ્લે સુધી કાળજી લઈ શકાય અને તેમને સાધનાનું વાતાવરણ મળે, આ તેની પાછળનો ઉદ્દેશ છે. સાચે જ, આ પ્રેમને ઉપમા જ નથી !
૧૦ અ. ગુરુદેવે સાધકોની રાહ જોતાં રાત્રે અઢી વાગ્યા
સુધી જાગતા રહીને બહારથી આવેલા સાધકોને પોતે ભોજન પીરસવું
વર્ષ ૧૯૯૯માં ગુરુપૂર્ણિમા થયા પછી અમે મુંબઈ ખાતે આગળની સેવા શીખવા માટે ગયા હતા. એકવાર અમને એક સાધકના ઘેરથી સેવા આટોપીને સેવાકેંદ્રમાં પહોંચતા રાત્રિના અઢી થયા. અમે સાંજે ચા અને હળવો નાશ્તો કર્યો હતો અને તે સાધકના ઘરે થોડું ખાધુ પણ હતું. રાત્રે ટૅક્સીમાંથી ઉતરીને અમે જોયું, તો ગુરુદેવના ઓરડામાંનો દીવો ચાલુ હતો અને તેઓ અમારી રાહ જોઈને જાગતા હતા. અમે ઉદ્વાહકથી (લિફ્ટથી) ઉપર આવ્યા. ત્યારે તેઓ ઉદ્વાહક પાસે આવીને ઊભા હતા. તેમણે અમને કહ્યું, ‘‘હાથ-પગ ધોઈને જમવા ચાલો.’’ ત્યારે અમે બન્નેએ ‘અમે જમીને આવ્યા છીએ’, એમ ખોટું જ કહ્યું. તે સમયે અમારું કાંઈ જ સાંભળ્યા વિના તેઓ અમને રસોડામાં લઈ ગયા. ત્યાં પટલ (ટૅબલ) પર બે થાળી પીરસી રાખી હતી. ગુરુદેવે અમને બેસવા માટે કહીને પોતે અમને ભોજન પીરસ્યું. ‘‘અમે પીરસી લઈશું. તમે સૂઈ જાવ’’, એમ કહ્યા પછી તેમણે કહ્યું, ‘‘તમે પ્રતિદિન જાગરણ કરો છો. હું એક દિવસ જાગરણ કરું; તો શું થવાનું છે ? રસોડામાં સેવા કરનારી સાધિકાઓને સવારે વહેલા ઊઠીને અહીંથી નોકરી કરવા જનારા સાધકો માટે ભોજનનો ડબો અને અલ્પાહાર બનાવવો પડે છે. તેઓ થાકી જાય છે; તેથી મેં તેમને સૂઈ જવાનું કહ્યું અને મેં રાહ જોઈ. હવે આવતીકાલથી સાંજે જતી વેળાએ સાથે ભોજનનો ડબો લઈ જજો; એટલે આવું ખોટું બોલવું પડશે નહીં.’’ ત્યારે અમારી આંખોમાં આંસુ આવ્યાં. આટલો પ્રેમ અને કાળજી ઘરમાંની પણ કોઈ વ્યક્તિ કરશે નહીં.’
– કુ. શશિકલા કૃ. આચાર્ય, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (૨૮.૧૧.૨૦૧૬)
૧૦ આ. વરસાદમાં ભીંજાયેલા સાધકને સભાસ્થાન પર જવા માટે પોતાની પૅંટ આપવી
‘પરાત્પર ગુરુ ડૉક્ટરજી પહેલાં પ્રત્યેક જિલ્લામાં ‘જાહેર સભા’ લેતા હતા. જત (જિલ્લો સાંગલી) ખાતેની સભાના એક કલાક પહેલાં વાવાઝોડું થયું અને વરસાદ ચાલુ થયો તેથી સભા મેદાનને બદલે શાળાના સભાગૃહમાં લેવાનું નક્કી થયું. તેથી વ્યાસપીઠ, કપડાંના ફલક અને કનાત ઇત્યાદિ કાઢતી વેળાએ અમે આઠ-દસ સાધકો વરસાદમાં નખશિખ પલળી ગયા હતા. શાળાના સભાગૃહમાં સભાનો આરંભ થાય તે પહેલાં કપડાં બદલવા માટે અમે શ્રી. હોમકરકાકાના ઘેર ગયા હતા. તેમની ઊંચાઈ ઓછી હોવાથી તેમણે આપેલો લેંઘો મને પુષ્કળ ટૂંકો પડ્યો. ત્યાં ઉપસ્થિત અન્ય સાધકોને આ વાત ધ્યાનમાં આવી નહીં. તેથી તે ટૂંકો લેંઘો પહેરીને આમજ હું પ.પૂ. ડૉક્ટરજીની ઓરડીમાં ગયો. મને જોતાંવેંત જ પરાત્પર ગુરુ ડૉક્ટરજી તાત્કાલિક ઊઠ્યા અને મારી બાજુમાં ઊભા રહીને હાથથી તેમની અને મારી ઊંચાઈ માપવા લાગ્યા. તેઓ શું કરી રહ્યા છે, તે મને સમજાતું નહોતું. પછી તેમણે કહ્યું,
‘આ લેંઘો તમને પુષ્કળ ટૂંકો પડે છે. મારી પૅંટની ઊંચાઈ તમને બરાબર થશે, હું તમને પહેરવા માટે મારી પૅંટ આપું છું. આવો ટૂંકો લેંઘો પહેરીને તમે સભાસ્થાને જશો નહીં.’’ તે સમયે ત્યાં તેમનું વાહન ચલાવવાની સેવા કરનારા સાધક શ્રી. પ્રમોદ બેંદ્રે હતા. તેમણે તરત જ કહ્યું, ‘‘ના, પરાત્પર ગુરુ ડૉક્ટરજી ! હું મારી પૅંટ આપું છું, તેમને થશે.’’ તે પ્રમાણે મેં શ્રી. બેંદ્રેની પૅંટ પહેરી. આ નાનકડા પ્રસંગ દ્વારા ‘પરાત્પર ગુરુ ડૉક્ટરજી અન્યોનો કેવી રીતે વિચાર કરે છે’, તે પ્રત્યક્ષ અનુભવ્યું.’
– ડૉ. ચારુદત્ત પિંગળે (વર્તમાનના સદ્ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળે), હિંદુ જનજાગૃતિ સમિતિ (૫.૪.૨૦૧૭)
૧૦ ઇ. સાધકો પર ઉપચાર કરવા માટે પ્રાધાન્ય આપવું
‘કુડાળના વૈદ્ય સુવિનય દામલે ઉપચાર કરવા માટે આશ્રમમાં પધાર્યા હતા. મને અનેક વ્યાધિ હોવાથી વૈદ્ય મેઘરાજ પરાડકરે પૂછ્યું, ‘‘તમારા પર પણ ઉપચાર કરવા માટે વૈદ્યને કહું ?’’ ત્યારે મારા દ્વારા સહેજે બોલાઈ ગયું, ‘‘મારું આયખું હવે સમાપ્ત થવા આવ્યું છે તેથી વૈદ્ય દામલે અન્ય સાધકો પર ભલે ઉપચાર કરતા. સાધકોનું આયખું હજી પુષ્કળ છે. તેમને ઉપચારોનો ઘણાં વર્ષો સુધી લાભ થશે.’’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
૧૦ ઈ.વાહન ચાલક સાધકને પોતાના હાથથી કોળિયો જમાડનારા પરાત્પર ગુરુ ડૉક્ટરજી !
‘હું પરાત્પર ગુરુ ડૉક્ટરજી સાથે પુના ખાતે જઈ રહ્યો હતો. સમયમાં પહોંચવાનું હોવાથી ભોજનનો ડબો વચ્ચે જ રોકાઈને ખાવાનું સંભવ નહોતું. ત્યારે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ કહ્યું, ‘‘હું એક એક કોળિયો કરી આપું છું. તું ખાતા ખાતા ગાડી ચલાવ.’’ ત્યારે તેઓ એક એક કોળિયો કરી આપતા હતા અને હું ખાતા ખાતા ગાડી ચલાવતો હતો. વચમાં જ અવર-જવર રોકાઈ. ત્યારે તેમણે કહ્યું, ‘પુષ્કળ ભીડ છે. હાથ છોડીશ નહીં. તું મોઢું ખોલ. હું કોળિયો જમાડું છું.’’ પ.પૂ. ડૉક્ટરજીના હાથે ખાધેલો તે કોળિયો જીવનમાંની સર્વોચ્ચ આનંદની ક્ષણ બની ગઈ.’
– શ્રી. પાટીલ (૨૩.૩.૨૦૦૪)
૧૦ એ. સર્વ સાધકો વાતાનુકૂલિત યંત્ર (એ.સી.) વાપરતા
ન હોવાથી પોતાને ગરમી થતી હોવા છતાં પણ વાતાનુકૂલિત યંત્રનો ઉપયોગ ન કરવો
પુષ્કળ ગરમી હોવા છતાં પરાત્પર ગુરુ ડૉક્ટરજી તેમના નિવાસ ઓરડામાંનું વાતાનુકૂલિત યંત્ર (એ.સી.) વાપરતા નથી. તે વિશે તેમને પૂછ્યું ત્યારે ‘સર્વ સાધકો માટે વાતાનુકૂલિત યંત્રો નથી; તેથી હું પણ વાપરતો નથી’, એમ તેમણે કહ્યું. પરાત્પર ગુરુ ડૉક્ટરજીના બોલવામાંથી તેમની સાધકો પ્રત્યે રહેલી પ્રીતિ કેવી છે, એ હું અનુભવી શક્યો. વિશેષ એટલે ‘સુવિધા હોવા છતાં પણ સાધકો પ્રત્યે રહેલા પ્રેમને ખાતર, સહુકોઈને તે મળતી ન હોવાથી તે ન વાપરવી’, આ તેમની શ્રેષ્ઠતા છે !’
– શ્રી. પ્રકાશ મરાઠે
૧૦ ઐ. સાધકોની વેદનાની તીવ્રતા ધ્યાનમાં આવે તે માટે પોતે પથ્થર તાછવા
‘વર્ષ ૨૦૦૩માં એકવાર બાંધકામ વિભાગમાંના એક સાધકને પથ્થર તાછવાથી હાથમાં આંટણ પડ્યું (હાથ છોલાઈ ગયા). ત્યારે તે સાધકના હાથ પરનું આંટણ જોઈને પ.પૂ. ડૉક્ટરજીની આંખોમાં આંસુ આવ્યાં. ત્યાર પછી તેમણે પોતે પથ્થર તાછવાની સેવા કરી. તેથી પ.પૂ. ડૉક્ટરજીના હાથમાં પણ આંટણ પડ્યા. સહસાધકને થનારી વેદનાની તીવ્રતા ધ્યાનમાં આવે; તે માટે પ.પૂ. ડૉક્ટરજીએ પોતે તે સેવા કરી જોઈ.’
– સૌ. શ્રદ્ધા, રામનાથી, ગોવા. (૨૮.૬.૨૦૧૪)
૧૦ ઓ. સાધકો સાથે આદરપૂર્વક વર્તવું
‘સાધક આશ્રમમાંની માર્ગિકામાંથી જતી વેળાએ ભૂલથી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સામે આવે, તો પ્રથમ તેઓ સાધકોને જવા માટે આદરથી રસ્તો આપે છે. ઓરડામાં આ સર્વ બાબતો પરથી ‘આપણે તેમનો આદર કરવાને બદલે તેમનો જ આપણા પ્રત્યેનો આદરભાવ પુષ્કળ છે’, એવું મને પ્રકર્ષથી જણાયું.’
– ડૉ. અજય ગણપતરાવ જોશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૭.૫.૨૦૧૭)
૧૧. પ્રીતિને અન્ય વિશિષ્ટતાઓનો સુંદર સમન્વય
૧૧ અ. સાધકોની સાધનાની હાનિ ટાળવા માટે અવલંબ કરેલી તત્વનિષ્ઠા
એકાદ સાધકના સ્વભાવદોષને કારણે અથવા અહંને કારણે તેના દ્વારા સાધનામાં ભૂલો થતી હોય અને તે ઈશ્વરથી દૂર જઈ રહ્યો હોય, તો તેઓ પ્રસંગે કઠોર થઈને સ્વભાવદોષો સાથે લડવાનું ભાન કરાવી આપે છે. એકજ પ્રકારની ભૂલો વારંવાર થવા લાગે પછી પરાત્પર ગુરુ ડૉક્ટરજી સંબંધિત સાધકોને આશ્રમમાંના ફલક પર ભૂલ લખીને પ્રાયશ્ચિત્ત લેવા માટે કહે છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ સમય સમય પર આપેલો ‘ફલક/પ્રાયશ્ચિત્ત’ આ સંદેશ તે દોષ દૂર કરવા માટે વરદાન જ પુરવાર થાય છે; કારણકે તે ભૂલના સંદર્ભમાં ગંભીરતાથી પ્રક્રિયા કર્યા પછી ફરીવાર તેવી ભૂલ થતી નથી.
સાધકોની સાધનાની હાનિ ટાળવા માટે પ્રસંગે ગુરુએ બોલેલા કઠોર શબ્દો પણ તે સાધક પ્રત્યે ગુરુની પ્રીતિ જ છે. પરાત્પર ગુરુદેવે કહેલી સ્વભાવદોષ નિર્મૂલન અને અહં નિર્મૂલન પ્રક્રિયા હાથ ધરીને આજે ઘણાં સાધકોનો જીવન ભણી જોવાનો દૃષ્ટિકોણ સકારાત્મક અને આનંદી બન્યો છે.
૧૧ આ. અખિલ માનવજાતિનું મૂળભૂત ભલું કરવાની તાલાવેલી
માનવી જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. રાષ્ટ્ર અને ધર્મ સામે પણ વર્તમાન સ્થિતિમાં અનેક સમસ્યાઓ છે. એમ હોવા છતાં પણ એકેક સમસ્યા પર કયો ઉપાય યોજવો, એ માટે સમય બગાડવાને બદલે સાધના કરવાથી જ વ્યક્તિનું મૂળભૂત ભલું થવાનું છે, આ વાત પરાત્પર ગુરુ ડૉક્ટરજી વારંવાર મન પર અંકિત કરે છે. અખિલ માનવજાતિને આગામી સહસ્રો વર્ષો સુધી માર્ગદર્શન કરવા માટે તેઓ અખંડ ગ્રંથલખાણનું કાર્ય કરી રહ્યા છે. પ્રાણશક્તિ અત્યંત ઓછી હોવા છતાં પણ તેઓ તેવી સ્થિતિમાં ગ્રંથલખાણનું કાર્ય પૂર્ણ કરવાને પ્રાધાન્ય આપે છે. વાસ્તવિક તેમના જેટલી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થયેલા અધ્યાત્મમાંના અધિકારી વ્યક્તિએ આટલી કઠિન સ્થિતિમાં સેવા કરવાની આવશ્યકતા શું છે ? પરંતુ અખિલ માનવજાતિનું ભલું થાય, તે માટે તેઓ હજીપણ ગ્રંથલખાણ કરી રહ્યા છે. તેમની આ પ્રીતિ અનુપમેય છે !
આ અને આના જેવા અનેક દૈવી ગુણવિશિષ્ટતાઓનો સમુચ્ચય તેમના ઠામે છે. આ સર્વ દૈવી લક્ષણોનાં પાસાં તેમનામાંની પ્રીતિને કારણે છે. તેને કારણે જ તેમને બધા જ પોતાના લાગે છે અને સહુકોઈને પરાત્પર ગુરુ ડૉક્ટરજી પોતાના લાગે છે. આવી આ ગુરુ-શિષ્યમાંની પ્રીતિની અનોખી લેણ-દેણ છે. ગત અનેક વર્ષોથી અમો સાધકો શ્રીગુરુદેવના પ્રીતિ રૂપી સાગરમાં રહીએ છીએ. આ સાગરમાંના કેટલાંક મોતી જ અત્રે કથન કરી શક્યા. અમારા પર શબ્દાતીત કૃપાવર્ષાવ કરનારા શ્રીગુરુદેવની મહતી શબ્દોમાં વર્ણન કરી શકવા માટે અમારી વાણી અસમર્થ છે. તેમના કૃપાછત્ર હેઠળ સાધના કરીને તે પ્રીતિના વર્ષાવની અનુભૂતિ થવી, એટલે જ તેમને જાણી લેવું એમ છે !’
સંકલક : કુ. સાયલી ડિંગરે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૪.૫.૨૦૨૦)
ઈશ્વરનું તેમના ભક્તો પર અખૂટ પ્રેમ હોય છે. ભક્તોના ઉદ્ધાર માટે જ ફરીફરીને અવતાર ધારણ કરનારા ભગવાન ભક્તના બંધનમાં છે. સંત જનાબાઈને ઘરે દળણું દળનારા, સંત એકનાથ મહારાજજીના ઘરે પાણી ભરનારા, ભક્તના સાદને ત્વરિત પ્રતિસાદ આપનારા કરુણાકર ઈશ્વર પોતે જ ભક્તોની સેવા કરતા હોય છે. જાતિ વ્યવસ્થાનાં બંધનો અત્યંત કઠોર રહેલા તે કાળમાં અસહ્ય તડકામાં પગ દાઝી રહેલી એક પછાત મહિલાના દીકરાને સવર્ણ સંત એકનાથ મહારાજજીએ તેડી લીધો હતો. રામેશ્વર ક્ષેત્રે નાથે તરસથી વ્યાકુળ બનેલા ગધેડાને ગંગાજળ પાયું, ઇત્યાદિ કથાઓ સર્વશ્રૃત છે. હવે પરાત્પર ગુરુ ડૉક્ટરજીના રૂપમાં શ્રીહરિના જ દર્શન થઈ રહ્યા છે ! સાચે જ ભક્તના ઘરમાં સખત મજૂરી કરનારા તે શ્રીહરિ જ તેમનાં અવતારત્વની વિવિધ લીલાઓ સાધકોને ગુરુરૂપમાં બતાવી રહ્યા છે. અન્યો માટે કેવી રીતે ત્યાગ કરવાનું ફાવવું જોઈએ, તેની અપ્રત્યક્ષ શિખામણ જ જાણે કેમ શ્રીગુરુએ તેમના આચરણ દ્વારા આપી છે. શ્રીગુરુની પ્રત્યેક કૃતિ, તેમનો પ્રત્યેક શબ્દ, તેમના મનમાંનો પ્રત્યેક વિચાર સાધકોને કેવી રીતે નિરંતર શીખવતો હોય છે, તેની ડગલેને પગલે અનુભૂતિ થાય છે. શબ્દોથી કે શબ્દાતીત, સ્થૂળથી કે સૂક્ષ્મમાંની શ્રીગુરુની પ્રત્યેક કૃતિ સમષ્ટિ માટે દિશાદર્શક હોય છે ! આવા ભક્તવત્સલ શ્રીગુરુ અમને મળ્યા, આ અમો સાધકોનું મોટું ભાગ્ય છે ! તેમનાં ચરણોમાં અનંત અનંત કૃતજ્ઞતા !