વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મપ્રસાર કરીને
આદર્શ સમાજની નિર્મિતિ માટે કાર્યરત સનાતન સંસ્થા !
૧. સ્થાપના
આંતરરાષ્ટ્રીય કીર્તિના સંમોહન ઉપચારતજ્જ્ઞ રહેલા પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીએ સનાતન સંસ્થાની સ્થાપના વર્ષ ૧૯૯૯ (૨૪.૩.૧૯૯૯)માં કરી.
૨. શ્રદ્ધાસ્થાનો
આંતરરાષ્ટ્રીય કીર્તિના માનસોપચારતજ્જ્ઞ અને સંમોહન ઉપચારતજ્જ્ઞ રહેલા પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી ‘સનાતન સંસ્થા’ના પ્રેરણાસ્થાન છે.
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના સદ્ગુરુ ઇંદૌર નિવાસી સંત પ.પૂ. ભક્તરાજ મહારાજ એ સંસ્થાના શ્રદ્ધાસ્થાન છે. હિંદુ ધર્મમાંની સર્વ દેવતા, ધર્મગ્રંથો, તીર્થસ્થાનો, સંપ્રદાય અને સંતમહંતો વિશે ‘સનાતન સંસ્થા’ પૂજ્યભાવ ધરાવે છે.
૩. ઉદ્દેશ
અ. જિજ્ઞાસુઓને અધ્યાત્મની શાસ્ત્રીય ભાષામાં ઓળખાણ કરી આપવી અને ધર્મશિક્ષણ પ્રદાન કરવું.
આ. સાધકોને વ્યક્તિગત સાધના વિશે માર્ગદર્શન કરીને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવવો.
ઇ. આધ્યાત્મિક સંશોધન કરવું અને તેમાંના નિષ્કર્ષો દ્વારા અધ્યાત્મનું મહત્વ સિદ્ધ કરવું.
ઈ. અધ્યાત્મમાંના તાત્વિક (થીયરી) અને પ્રાયોગિક ભાગ (પ્રેક્ટિકલ) શીખવવા.
ઉ. સમાજસહાય્ય, રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ દ્વારા બધી જ દૃષ્ટિએ આદર્શ રહેલા ધર્માધિષ્ઠિત હિંદુરાષ્ટ્રની સ્થાપના માટે કાર્ય કરવું.
૪. વિશિષ્ટતાઓ
૧. વિવિધ પંથોના લોકોને તેમના પંથ અનુસાર માર્ગદર્શન !
૨. સંકુચિત સાંપ્રદાયિકતા નહીં, જ્યારે હિંદુ ધર્મમાંના વ્યાપક દૃષ્ટિકોણ અનુસાર શિખામણ !
૩. ‘વ્યક્તિ તેટલી પ્રકૃતિ, તેટલા સાધનામાર્ગો’ આ તત્વ અનુસાર પ્રત્યેકને આવશ્યકતા અને ક્ષમતા અનુસાર સાધના વિશેનું દિશાદર્શન !
૪. ઝડપી ઈશ્વરપ્રાપ્તિ માટે સર્વ યોગમાર્ગોને સમાવી લેનારા ‘ગુરુકૃપાયોગ’ આ યોગમાર્ગ અનુસાર સાધના !
૫. વ્યક્તિગત સાધનાની સાથે જ સમાજની ઉન્નતિ માટે કરવાની સાધનાની શિખામણ !
ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ ઇત્યાદિ વિવિધ યોગમાર્ગોમાંના સાધકોને વ્યક્તિગત આધ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગદર્શન કરવું, આ સનાતનના કાર્યનું કેંદ્રબિંદુ છે. હિંદુ ધર્મમાંના અધ્યાત્મશાસ્ત્રનો વૈજ્ઞાનિક પરિભાષામાં પ્રસાર કરવો, આ સનાતન સંસ્થાની સ્થાપના પાછળનો પ્રમુખ ઉદ્દેશ છે. સાપ્તાહિક સત્સંગ, દૂરચિત્રવાહિનીઓ પરના ધર્મસત્સંગ, ગ્રંથસંપદા, પ્રદર્શનો, પત્રકો ઇત્યાદિ દ્વારા ધર્મશિક્ષણનો પ્રસાર કરવામાં આવે છે. હિંદુ આચાર, ધાર્મિક કૃતિ, દેવતાઓની ઉપાસના, ઈશ્વરપ્રાપ્તિ માટે સાધના, બાલસંસ્કાર, રાષ્ટ્રરક્ષણ, ધર્મજાગૃતિ ઇત્યાદિ વિવિધ વિષયો પર સંસ્થાએ નવેમ્બર ૨૦૨૧ સુધી ૧૭ વિવિધ ભારતીય અને વિદેશી ભાષાઓમાં ૩૫૦ ગ્રંથોની ૮૩ લાખ ૫૮ સહસ્ર પ્રતિઓ પ્રકાશિત કરી છે.
આ ઉપરાંત સુસંસ્કાર કરનારા બાલસંસ્કાર વર્ગ અને શાળોઓમાં આધ્યાત્મિક પ્રશ્નમંજુષા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. ગુરુ-શિષ્ય પરંપરાના સંવર્ધન માટે પ્રતિવર્ષ ૨૦૦ કરતાં વધુ ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. ધર્મશિક્ષણ પ્રદાન કરનારા સાત્ત્વિક પુરોહિત સિદ્ધ કરનારી સનાતન સાધક-પુરોહિત પાઠશાળા એવો ઉપક્રમ પણ સનાતન સંસ્થાએ હાથ ધર્યો છે.
રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રધ્વજનું અપમાન રોકો અભિયાન, દેશનો અયોગ્ય નકશો બતાવનારાઓના વિરોધમાં અખંડ ભારત અભિયાન, સીમા પર જઈને ભારતીય સૈન્ય દળ માટે તણાવ નિયંત્રણ કાર્યક્રમ, આ સ્વરૂપના રાષ્ટ્રપ્રેમ વૃદ્ધિંગત કરનારાં અભિયાનો સંસ્થા વતી હાથ ધરવામાં આવ્યાં છે. ધાર્મિક સ્તર પર ગણેશોત્સવ, હોળી, રંગપંચમી, નવરાત્રોત્સવ, આવા સાર્વજનિક ઉત્સવો સમયે બળજોરીથી ફાળો ઉઘરાવવો, મદ્ય પીને ઝગડો કરવો, મહિલાઓની છેડતી કરવી, બળજબરાઈથી ગુલાલ લગાડવો, ધાક બતાવીને પૈસાની લૂંટ ઇત્યાદિ ધર્મવિરોધી અને સમાજવિઘાતક ગેરપ્રકાર રોકવા માટે સનાતન આ વિશે અભિયાન હાથ ધરીને જનજાગૃતિ કરે છે. પોલીસના સહકાર્યથી આવા ગેરપ્રકારો રોકી રહી છે. વિવિધ ધાર્મિક ઉત્સવોના વિધિ પાછળના શાસ્ત્ર લોકોને સમજાય તેથી સંસ્થા લોકોને ધર્મશિક્ષણ પ્રદાન કરી રહી છે. તેનો લાભ સમગ્ર દેશમાંના ૮૦ લાખ કરતાં વધુ લોકો દૂરચિત્રવાહિનીના માધ્યમ દ્વારા લઈ રહ્યા છે.
તે સાથે જ સામાજિક સ્તર પર સામાજિક વનીકરણ, રક્તદાન શિબિર, આરોગ્ય તપાસણી શિબિર, આદિવાસી અને ગરીબ લોકોને વિનામૂલ્ય વસ્ત્રો વહેંચવા, વિનામૂલ્ય ચશ્મા વહેંચવા, વૃદ્ધાશ્રમમાં વિનામૂલ્ય ફળો વહેંચવા, અમલીપદાર્થોના વિરોધમાં જનજાગૃતિ, જાત્રા સુનિયોજન અભિયાન, ખડકવાસલા (પુના) ખાતે જલાશય રક્ષણ અભિયાન અને મંદિર તેમજ ગ્રામ સ્વચ્છતા ઉપક્રમોને જનતાનો વિશેષ પ્રતિસાદ મળ્યો અને તેથી શાસનને વિશેષ સહકાર્ય થયું છે. વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં નાશિક ખાતે કુંભમેળામાં થયેલી કચડાકચડની દુર્ઘટનામાં સનાતનના પ્રથમોપચાર પથકને કારણે પીડિત ભક્તોને સમયસર સહાયતા મળી.
સંસ્થાના કાર્યના અનેક સંત, લોકપ્રતિનિધિ, પોલીસ, પ્રશાસન, સૈન્યદળ, વિવિધ સંસ્થા અને માન્યવરોએ પ્રમાણપત્ર આપીને વખાણ કર્યા છે. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં ક્રમવાર નાશિક અને ઉજૈન ખાતે થયેલા મહાકુંભપર્વમાં પણ સનાતને ધર્મપ્રસારનું વ્યાપક કાર્ય કર્યું, તેમજ ભીડ નિયંત્રણ અને અન્ય બાબતોમાં પોલીસની સહાયતા કરી. સનાતનના નિસ્પૃહ કાર્યને કારણે અનેક સાધુ-સંતોએ આ વેળાના કુંભમેળામાં સનાતનના કાર્યનો ગૌરવ જ કર્યો છે.
સનાતન સંસ્થા જિજ્ઞાસુઓને સાધના વિશે માર્ગદર્શન અને શંકાનિરસન કરાવીને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સનાતનના માર્ગદર્શનને કારણે હજીસુધી (૨૧.૧૨.૨૦૨૦ સુધી) ૧૧૫ સાધકો સંત થયા છે અને અન્ય અનેક જણ સંત થવાના માર્ગ પર છે, જ્યારે સેંકડો સાધકોએ સારી રીતે આધ્યાત્મિક ઉન્નતિ કરી છે. આ સાધનામાર્ગનું વિદેશમાંના જિજ્ઞાસુઓ પણ આચરણ કરીને પોતાના જીવનનો ઉદ્ધાર કરી રહ્યા છે. વર્તમાનમાં જનતા ભ્રષ્ટાચાર, મોંઘવારી, દુકાળ, આતંકવાદીઓનાં આક્રમણો, અસુરક્ષિતતાને કારણે ત્રસ્ત છે. આવી ભયાવહ સ્થિતિમાં સનાતન જેવી ધાર્મિક સંગઠના હિંદુધર્મ અને સંસ્કૃતિનો પ્રસાર કરીને સમાજને અધ્યાત્મ, સાધના, સંસ્કૃતિ, રાષ્ટ્ર વિશે જાગૃત કરી રહી છે. તેથી સમાજ નૈતિકતા અને ધર્માચરણ ભણી વળીને સુખશાંતિના અને સમૃદ્ધ જીવન જીવવાના માર્ગ ભણી ક્રમણ કરી રહ્યો છે.
સનાતન સંસ્થાનું ધર્મ, રાષ્ટ્ર અને સમાજ પ્રતિનું નિસ્પૃહ કાર્ય જોઈને અનેક સંતો, ડૉક્ટર, માનસોપચારતજ્જ્ઞો, અભિયંતા, ધારાશાસ્ત્રીઓ, માજી ન્યાયમૂર્તિઓ, માજી સનદી અધિકારીઓ, ઉદ્યોજકો, જ્યેષ્ઠ પત્રકારો, સમાજમાંના વિચારવંતો અને માન્યવર વ્યક્તિઓ સંસ્થાના કાર્યમાં સહભાગી થઈને રાષ્ટ્ર અને ધર્મ માટે કાર્ય કરી રહ્યા છે. સંસ્થાના પ્રેરણાદાયી અને સ્ફૂર્તિદાયી કાર્ય દ્વારા પ્રેરણા લઈને આદર્શ સમાજની નિર્મિતિ માટે દેશ-વિદેશમાં સહસ્રો સાધકો અને ધર્મપ્રેમીઓ નિષ્કામ રીતે તન, મન અને ધનનો ત્યાગ કરીને પૂર્ણ સમય કાર્ય કરી રહ્યા છે.