‘ગુરુદેવ પરની નિતાંત શ્રદ્ધા અને ગુરુકાર્યની તાલાવેલીને કારણે પરાત્પર ગુરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજી નિઃસ્વાર્થ ભાવથી સમષ્ટિ કાર્ય કરી રહ્યા છે’, એ દર્શાવનારો પરાત્પર ગુરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીની કુંડલીમાંનો રાજયોગ !
૧. ગ્રહયોગ
‘ફળજ્યોતિષશાસ્ત્રમાં કુંડલીમાંના ગ્રહોની જુદી જુદી સ્થિતિ અનુસાર ગ્રહોના પરિણામોનો અભ્યાસ કરવામાં આવે છે. કુંડલીમાંના ગ્રહોની પરસ્પરને કારણે જે સ્થિતિ હોય છે, તે અનુસાર તેમના પરિણામોમાં થનારા પલટા, તેમના ફલિતમાં રહેલી શક્તિ, આ વાતનું અધ્યયન કરવાની પદ્ધતિને ગ્રહોના યોગ (Planetary Aspects) કહે છે.
૨. રાજયોગ
સર્વ સંસ્કૃત ગ્રંથો દ્વારા રાજયોગ, પંચમહાપુરુષયોગ આપેલા હોય છે. રાજયોગનો અભ્યાસ સંસ્કૃત ગ્રંથોમાં ખાસ કરીને કર્યો છે. ‘કુંડલીમાં રાજયોગ, પંચમહાપુરુષયોગ જો હોય તો સામાન્ય કુંડલી ધરાવતી વ્યક્તિ પણ રાજા બને છે’, એવું ફળ સર્વ જ સંસ્કૃત ગ્રંથોમાં વર્તાવવામાં આવ્યું છે.
૩. પરાત્પર ગુરુ શ્રી શ્રી આઠવલેજીની કુંડલીમાંનો રાજયોગ
મહર્ષિના કહેવા પ્રમાણે પરાત્પર ગુરુ શ્રી શ્રી આઠવલેજી પોતે વિષ્ણુના અવતાર છે. તેમની રહેણીકરણી સર્વસામાન્ય વ્યક્તિ જેવી છે. તેઓ પોતાને વિષ્ણુનો અવતાર માનવાને બદલે સર્વ સાધકોમાંના જ એક થઈને રહે છે. આ તેમની મહાનતા છે. રાજયોગ અર્થાત્ રાજા થવાનો અથવા સુખોપભોગ પ્રાપ્તિનો યોગ, એવો સીમિત અર્થ નથી. અહીં ‘રાજયોગ’ આ શબ્દ ‘સનાતન કુટુંબપ્રમુખ’ આ અર્થથી લીધો છે. રાજામાં પ્રમુખતાથી રજોગુણનો અંતર્ભાવ હોય છે; પરંતુ પરાત્પર ગુરુ ડૉક્ટરજી ત્રિગુણાતીત છે.
‘યથા રાજા તથા પ્રજા’ એવી એક કહેવત છે. તેનો અર્થ રાજા જેવી તેની પ્રજા હોય છે. સર્વસ્વનો ત્યાગ કરીને, પોતે અષ્ટાંગ સાધના કરીને, ગુર્વાજ્ઞાથી ગુરુસેવક તરીકેના ભાવથી સમષ્ટિ કાર્ય કરનારા પરાત્પર ગુરુ ડૉક્ટરજી સનાતન સંસ્થાના સંસ્થાપક છે. પોતાના ગુરુ (પ.પૂ. ભક્તરાજ મહારાજજી)ના આશીર્વાદથી હિંદુ રાષ્ટ્ર સ્થાપનાના મહાન ધ્યેય માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજી રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજી સનાતન સંસ્થા અંતર્ગત ગુરુકૃપાયોગ અનુસાર સાધના કરનારા દેશ-વિદેશમાંના સર્વ સાધકો સમક્ષ મહાન આદર્શ છે. તેમની જેમ જ તત્વનિષ્ઠ રહેવાનો તેમનો આદર્શ લઈને આજે અનેક સાધકો અષ્ટાંગ સાધના કરીને સંત અને સદ્ગુરુ પદ પર બિરાજમાન થયા છે.
જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરતી વેળાએ પ્રત્યેક સમયે પરાત્પર ગુરુ ડૉક્ટરજીની જન્મકુંડલીમાં અનેક નવીનતા સભર સૂત્રોનો અભ્યાસ કરવા મળે છે. ‘તેમની જન્મકુંડલીમાં અનેક શુભયોગ, મહાપુરુષયોગ છે’, આ બાબત બુદ્ધિ દ્વારા વાચકોને સમજાય, તે માટે તેમની કુંડલીમાંના શુભયોગનું વિશ્લેષણ કરવાનો તેમની જ કૃપાથી કરેલો આ નાનકડો પ્રયાસ !
૩ અ. લગ્ન સ્થાનથી (કુંડલીમાંના પ્રથમ સ્થાનને લગ્ન સ્થાન કહે છે.)
નવમ અને દશમ સ્થાનના અધિપતિ એકત્ર આવે તો રાજયોગ બને છે !
કુંડલીમાંના નવમ સ્થાન પરથી ગુરુકૃપા, ધર્મકાર્ય, દૂરના પ્રવાસ, કીર્તિ, તપ, ઉચ્ચ શિક્ષણ ઇત્યાદિનો અભ્યાસ કરવામાં આવે છે. કુંડલીમાંના દશમ સ્થાન પરથી થનારાં કર્મો, સમાજ સેવા ઇત્યાદિનું અધ્યયન કરવામાં આવે છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં લગ્ન સ્થાનથી નવમ સ્થાનનો અધિપતિ શનિ અને દશમ સ્થાનનો અધિપતિ ગુરુ વ્યય સ્થાનમાં (બારમા સ્થાનમાં અથવા મોક્ષ સ્થાનમાં) એકત્રિત છે. ગુરુકૃપાથી સાધનારત રહીને પોતે અધ્યાત્મમાંનું પરમોચ્ચ પદ પ્રાપ્ત કરીને (નવમ સ્થાનનું ફળ) અન્યોને પણ આનંદ અને શાંતિની અનુભૂતિ થાય, તે માટે નિરંતર તનતોડ મહેનત કરનારા (દશમ સ્થાનનું ફળ) પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાંનો આ યોગ છે. નવમ અને દશમ સ્થાનના અધિપતિ વ્યય સ્થાનમાં એકત્રિત છે. આનો અર્થ ગુરુકૃપાથી સત્સેવામાં કાર્યરત રહીને આધ્યાત્મિક પ્રગતિ સાધ્ય કરી લઈને અન્યોને પણ પોતાની કૃતિ દ્વારા આદર્શ નિર્માણ કરવો.
૩ આ. ભાગ્ય સ્થાનથી (કુંડલીમાંના નવમ સ્થાનને
ભાગ્ય સ્થાન કહે છે.) નવમ (પંચમ) અને દશમ (ષષ્ઠ)
સ્થાનના અધિપતિ કેંદ્ર સ્થાન પર (કેંદ્રયોગમાં) હોય તો રાજયોગ બને છે !
ભાગ્યસ્થાનનું ભાગ્ય સ્થાન અને કર્મ સ્થાન, એટલે કુંડલીમાંના પંચમ અને ષષ્ઠ સ્થાન કેંદ્રસ્થાનમાં (કેંદ્રસ્થાનને ‘વિષ્ણુસ્થાન’ પણ કહે છે.) હોય તો રાજયોગ બને છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાંનો આ યોગ છે. તેમની કુંડલીમાં ભાગ્ય સ્થાનથી નવમ સ્થાનનો અર્થાત્ પંચમ સ્થાનનો અધિપતિ શુક્ર દશમ સ્થાને કેંદ્રમાં છે. ભાગ્ય સ્થાનથી દશમ સ્થાનનો, અર્થાત્ ષષ્ઠ સ્થાનનો અધિપતિ મંગળ લગ્ન સ્થાને કેંદ્રમાં છે. મંગળ અને શુક્ર આ બન્ને કેંદ્ર સ્થાનમાં છે. મંગળ ક્ષાત્રતેજ અને શુક્ર બ્રાહ્મતેજ દર્શાવનારા ગ્રહો છે.
૩ ઇ. દશમ અને વ્યય સ્થાનના ગ્રહો એકબીજાની રાશિમાં હોય તો રાજયોગ બને છે !
પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં દશમનો મીન રાશિનો સ્વામી ગુરુ વૃષભ રાશિમાં અને વ્યય સ્થાન પર રહેલા વૃષભ રાશિનો સ્વામી શુક્ર મીન રાશિમાં, અર્થાત્ ગુરુ અને શુક્ર એકબીજાની રાશિમાં છે. આને ‘અન્યોન્યયોગ’ કહે છે. આધ્યાત્મિક ગ્રહ મોક્ષ સ્થાનમાં એકત્ર છે અને તેનો સ્વામી શુક્ર કર્મ સ્થાનમાં ઉચ્ચ રાશિમાં હોવાથી તેમની સાધનાની અનુભૂતિ, શિખામણ અને વાચન દ્વારા અનેક લોકો પ્રોત્સાહિત થઈને સાધનામાંનો આનંદ માણી રહ્યા છે.
૩ ઈ. લગ્નેશ નવમાંશ કુંડલીમાં ઉચ્ચ રાશિમાં હોવો
લગ્નેશ મંગળ નવમાંશ કુંડલીમાં ઉચ્ચ રાશિમાં રહેલી વ્યક્તિ શ્રી, કીર્તિ અને શીલથી યુક્ત, સાહસી, શાસ્ત્રી, મંત્રોની જાણકાર, રાજા જેવી કે રાજા, સુંદર, સૂર્ય જેવી તેજસ્વી, શત્રુ પર વિજય મેળવનારી, ઉદાર અને ધનવાન હોય છે. શૌર્યને કારણે કીર્તિ પ્રાપ્ત થાય છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં આવો યોગ છે.
૩ ઉ. માલવ્યયોગ
શુક્ર ઉચ્ચ રાશિમાં કેંદ્ર સ્થાન પર હોય તો ‘માલવ્યયોગ’ બને છે. પંચમહાપુરુષ યોગમાંથી માલવ્યયોગ આ એક યોગ છે. આવી વ્યક્તિ રૂપવાન, નિશ્ચયી, સર્વ ઐશ્વર્ય પ્રાપ્ત થનારી, સુખી, વિદ્વાન, તેજસ્વી, મંત્રજ્ઞ, સર્વ કલાઓમાં પ્રવીણ અને કર્તૃત્વવાન હોય છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં શુક્ર ઉચ્ચ રાશિમાં (શુક્ર ગ્રહની ઉચ્ચ રાશિ મીન છે.) કેંદ્ર સ્થાને છે.
૩ ઊ. કાહલયોગ
લગ્નેશ (કુંડલીમાંનો પ્રથમ સ્થાનનો અધિપતિ) જે રાશિમાં હોય, તે રાશિનો અધિપતિ ઉચ્ચ રાશિમાં કેંદ્ર સ્થાને હોય, તો ‘કાહલયોગ’ બને છે. (સંદર્ભ: ‘ફળદીપિકા’ ગ્રંથ) સદર યોગ ધરાવનારી વ્યક્તિ શૂર, સાહસી અને ચતુરંગ રાજા બને છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં આ યોગ છે. તેમની કુંડલીમાં લગ્નેશ બુધ વૃષભ રાશિમાં છે અને તે રાશિનો અધિપતિ શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં દસમા સ્થાનમાં અર્થાત્ કેંદ્ર સ્થાનમાં છે.
૩ એ. પારિજાતયોગ
લગ્નેશ જે રાશિમાં હોય, તે રાશિનો અધિપતિ કેંદ્ર સ્થાનમાં ઉચ્ચ રાશિમાં હોય તો ‘પારિજાતયોગ’ બને છે. આ યોગ ધરાવનારી વ્યક્તિના આયુષ્યના મધ્ય કે ઉત્તરાર્ધમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તે રાજા બને છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં લગ્નેશ બુધ વૃષભ રાશિમાં છે અને તે રાશિનો અધિપતિ શુક્ર કેંદ્ર સ્થાનમાં ઉચ્ચ રાશિમાં છે. બુધ અને શુક્ર આ બન્ને ગ્રહો શુભ છે. બુધ ગ્રહ લગ્નેશ (કુંડલીમાંના પ્રથમ સ્થાનનો અધિપતિ) અને ચતુર્થેશ (કુંડલીમાંના ચતુર્થ સ્થાનનો અધિપતિ) છે. પ્રથમ સ્થાન એ ધર્મ સાથે જ્યારે ચતુર્થ સ્થાન એ મોક્ષ સાથે સંબંધિત છે. શુક્ર ગ્રહ પંચમેશ (કુંડલીમાંના પંચમ સ્થાનનો અધિપતિ) અને વ્યયેશ (કુંડલીમાંના બારમા સ્થાનનો અધિપતિ) છે. પંચમ સ્થાન ધર્મ સાથે અને બારમું સ્થાન મોક્ષ સાથે સંબંધિત છે. ધર્મ અને મોક્ષ સ્થાન સાથે સંબંધિત રહેલા આ ગ્રહો અધ્યાત્મમાં પરમોચ્ચ પદ દર્શાવનારા છે.
૩ ઐ. ગૌરીયોગ
ભાગ્યેશ (કુંડલીમાંના નવમા સ્થાનનો અધિપતિ) શુક્રની રાશિમાં અને શુક્ર ઉચ્ચ રાશિમાં, તેમજ ચંદ્ર ગ્રહ પર ગુરુ ગ્રહની પૂર્ણ દૃષ્ટિ હોય તો ‘ગૌરીયોગ’ બને છે. આ યોગ ધરાવનારી વ્યક્તિ ઉચ્ચ કુળમાંની, વિરોધકો પર વિજય પ્રાપ્ત કરનારી અને સ્તુતિને લાયક હોય છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં આ યોગ છે. તેમની કુંડલીમાંનો ભાગ્યેશ શનિ શુક્રની વૃષભ રાશિમાં છે અને શુક્ર ઉચ્ચ રાશિમાં છે, તેમજ ચંદ્ર ગ્રહ પર ગુરુ ગ્રહની નવમી દૃષ્ટિ હોવાથી ‘ગૌરીયોગ’ બને છે.
૩ ઓ. ખ્યાતિયોગ
લાભ સ્થાનમાં (કુંડલીમાંનું અગિયારમું સ્થાન) ઉચ્ચ રવિ અને રવિના વ્યય સ્થાને (કુંડલીમાંનું બારમું સ્થાન) ઉચ્ચ શુક્ર હોય તો ‘ખ્યાતિયોગ’ બને છે. આવો યોગ ધરાવનારી વ્યક્તિની કીર્તિ ઉત્તરોત્તર વધતી જ જાય છે. વિદ્યાવિભૂષિત, નિત્ય મંગળ કાર્યો કરનારી, સત્કર્મો કરનારી આવી વ્યક્તિ કુલશ્રેષ્ઠ હોય છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં આવા યોગ છે.
૩ ઔ. વીણાયોગ
કુંડલીમાંના નવગ્રહ સાત સ્થાનોમાં હોય તો ‘વીણાયોગ’ બને છે. આવી વ્યક્તિ કલાપ્રિય, વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનારી અને જિજ્ઞાસુ હોય છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીની કુંડલીમાં આ યોગ છે.
(ગ્રહોમાં થનારા વિવિધ યોગનો અભ્યાસ કરવા માટે શ્રી. વસંત દામોદર ભટેના ‘ફળજ્યોતિષમાંના સમગ્ર ગ્રહયોગ’ આ ગ્રંથનો સંદર્ભ લીધો છે.)
૪. સારાંશ
ઉપરના સર્વ રાજયોગ જોતાં ‘કુંડલીમાં કેવળ યોગ હોઈને ઉપયોગ થતો નથી, જ્યારે કૃતિ પણ થવી જોઈએ અને ગુરુકૃપા હોવી પણ આવશ્યક હોય છે’, આ વાત ધ્યાનમાં આવે છે. આ યોગ કુંડલીમાંના વિશિષ્ટ સ્થાનો દ્વારા થવા જોઈએ. પરાત્પર ગુરુ શ્રી શ્રી આઠવલેજીની કુંડલીમાં વિશિષ્ટ યોગ વિશિષ્ટ સ્થાનોમાંથી થયા છે. ગુરુ પર નિતાંત શ્રદ્ધા અને ગુરુકાર્યની તાલાવેલીને કારણે નિઃસ્વાર્થ ભાવથી તેઓ સમષ્ટિ કાર્ય કરી રહ્યા છે.’
– સૌ. પ્રાજક્તા જોશી (ફળજ્યોતિષ વિશારદ), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૦.૨.૨૦૧૭)