૧. શ્રીકૃષ્ણનગરી દ્વારકા !
૧ અ. સમુદ્રકિનારે વસેલી દ્વારકાનગરી !
શ્રીકૃષ્ણએ અવતાર સમાપ્તિ પહેલાં દ્વારકા સમુદ્રમાં ડૂબાડી. દુર્વાસ ઋષિના શાપને કારણે યદુકુળનો નાશ થયો. સમુદ્રમાં ડૂબેલી દ્વારકા પાસે રહેલા ભૂભાગને પછી દ્વારકાનું સ્થાન પ્રાપ્ત થયું.
૧ આ. શિલ્પશાસ્ત્રકાર વિશ્વકર્મા નિર્મિત ‘દ્વારકાધીશ’ મંદિર !
શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે શ્રીકૃષ્ણજી માટે એક મંદિર બાંધવાનું નક્કી કર્યું. તેણે તે માટે શિલ્પશાસ્ત્રકાર વિશ્વકર્માનું આવાહન કર્યું. વિશ્વકર્માએ આ મંદિરનું નિર્માણ કર્યું. આ મંદિર ૭ માળનું છે. તેના પરનું સર્વ શિલ્પકામ દૈવી છે. ‘વિશ્વકર્માએ સ્વર્ગલોકમાં મંદિરનું નિર્માણ કર્યું અને મંદિરને એકાદ ઉલ્કાપાત પ્રમાણે એક રાત્રિમાં દ્વારકા ખાતે લઈ આવ્યા’. એવું કહેવાય છે.
૧ ઇ. મંદિર પર રહેલા ધર્મધ્વજ અને મંદિરનાં ‘મોક્ષદ્વાર’ તેમજ ‘સ્વર્ગદ્વાર’ !
શ્રીકૃષ્ણએ દ્વારકાનગરી વસાવી; તેથી અહીંના મંદિરમાંની શ્રીકૃષ્ણજીની મૂર્તિને ‘દ્વારકાધીશ’ નામથી સંબોધવામાં આવે છે. મંદિરના મુખ્ય કલશ પર એક મોટો ધર્મધ્વજ છે. આ ધર્મધ્વજ દિવસમાં ૫ વાર પાલટવામાં આવે છે. મંદિરની ઉત્તર ભણી રહેલા દ્વારને ‘મોક્ષદ્વાર’ કહે છે અને દક્ષિણ દ્વારને ‘સ્વર્ગદ્વાર’ કહે છે.
૨. દ્વારકાપીઠ સ્થિત ચંદ્રમૌલીશ્વર શિવલિંગ
આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્થાપના કરેલું દ્વારકાપીઠ છે. આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્વર શિવલિંગ છે.
– શ્રી. વિનાયક શાનભાગ, દેહલી (૬.૪.૨૦૧૯)