અનુક્રમણિકા
૧. સંકલ્પ દ્વારા નિર્મિતિ
‘એકોહં બહુ સ્યામ ।’ અર્થાત્ ‘હું એક છું અને મારામાંથી અનેક થાય !’ એવો સંકલ્પ ઈશ્વરે કર્યો અને ત્યારે સૃષ્ટિ અને સર્વ જીવ નિર્માણ થયા. પરાત્પર ગુરુ ડૉક્ટરજીના તે જ સંકલ્પ દ્વારા સનાતન સંસ્થા નિર્માણ થઈ. તેમાંથી જ અનેક કાર્યકર્તાઓ, સાધકો અને સંતો નિર્માણ થયા છે.
૨. પાલનપોષણ
ઈશ્વર સૃષ્ટિનું પાલનપોષણ કરે છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજી સનાતન સંસ્થાના કારભારના સંસ્થાપક છે અને તેઓ સનાતનના કાર્યકર્તાઓ, સાધકો અને સંતોનું પાલનપોષણ કરે છે.
૩. ધર્મકાર્ય
ધર્મને ગ્લાનિ આવી હોય ત્યારે ઈશ્વર ધર્મસંસ્થાપનાનું કાર્ય કરે છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી વર્તમાન પરિસ્થિતિમાં અધર્માચાર ફૂલ્યોફાલ્યો હોવાથી ગ્રંથ અને સાધકોના માધ્યમ દ્વારા ધર્મપ્રસારનું કાર્ય કરી રહ્યા છે.
૪. કાર્યનો ઉદ્દેશ
રાષ્ટ્ર અને ધર્મનું કાર્ય થવા માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ ‘હિંદુ રાષ્ટ્ર’ સ્થાપન કરવાનો સંકલ્પ કર્યો છે અને તે માટે તેઓ કાર્યરત છે.
૫. અહં
ઈશ્વરનો અહંકાર શૂન્ય છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજીનો અહં નિયોજિત કાર્ય માટે ૫ ટકા છે.
૬. પ્રીતિ
ઈશ્વર સર્વ પ્રાણીમાત્રો પર અને સૃષ્ટિ પર પ્રેમ કરે છે. ભગવંત પ્રેમસ્વરૂપ છે. પરાત્પર ગુરુ ડૉક્ટરજી સનાતનના જ નહીં, જ્યારે અન્ય સાધકો, અને સંતો પર પણ પ્રેમ કરે છે. સર્વ જનો પર તેમનો પ્રેમ વધતો જ જાય છે. તેથી તેમણે સંત પદના અધિકારી રહેલા સનાતનના જ નહીં, જ્યારે અન્ય સંપ્રદાયમાંના ઉન્નતોને પણ સન્માનપૂર્વક ‘સંતપદ’ પર બિરાજમાન કર્યા છે.
૭. વેદ નિર્માણ કાર્ય
ઈશ્વરે વેદ નિર્માણ કર્યા. ‘યસ્ય નિઃશ્વસિતં વેદાઃ । અર્થાત્ ‘વેદ ઈશ્વરના નિઃશ્વાસમાંથી આવ્યા છે.’ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી આગળ જઈને ‘૫મા વેદ’ તરીકે માનવામાં આવનારા ગ્રંથોનું સંકલન કરી રહ્યા છે.
૮. મોક્ષ પ્રદાન કરવો
ઈશ્વરના રામ, કૃષ્ણ ઇત્યાદિ અવતારોએ તેમના આયુષ્યમાં સહસ્રો લોકોને મોક્ષપ્રાપ્તિ કરાવી અને તેઓ દેહત્યાગ ઉપરાંત પણ કળિયુગના અંત સુધી કરોડો લોકોને મોક્ષ પ્રદાન કરવાના છે. સનાતનના સહસ્રો કાર્યકર્તાઓ અને સાધકો પ.પૂ. ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ કરીને મોક્ષ ભણી ક્રમણ કરી રહ્યા છે.
૯. દૈવી ગુણોનો સમુચ્ચય
ઈશ્વરની જેમ પ.પૂ. ડૉક્ટરજીમાં પણ અનેક દૈવી ગુણોનો ઓછા-વત્તા પ્રમાણમાં સમુચ્ચય છે અને આસુરી દોષોનો અભાવ છે.
૧૦. ઈશ્વરી તત્વ
ઈશ્વરમાં જો ઈશ્વરી તત્વ ૧૦૦ ટકા માની લઈએ, તો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીમાં ઈશ્વરી તત્વ ૫ ટકા છે. સામાન્ય લોકોમાં ઈશ્વરી તત્વ ૧/૧૦૦૦૦ ટકા હોય છે. તેથી તેમને શ્રીવિષ્ણુના અંશાત્મક અવતાર માનવામાં આવે છે.