મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૫

Article also available in :

ઔષધી વનસ્‍પતિઓની સંખ્‍યા અગણિત છે. આવા સમયે કઈ વનસ્‍પતિઓ વાવવી ? એવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ શકે છે. સદર લેખમાં કેટલીક મહત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ?, આ વિશે જાણકારી આપી છે. આ વનસ્‍પતિઓ વાવેતર કર્યા પછી લગભગ ૩ માસ પછી ઔષધી માટે ઉપયોગમાં લઈ શકાય એવી છે. વર્તમાનનો આપત્‍કાળ ધ્‍યાનમાં લેતાં વૃક્ષવર્ગીય વનસ્‍પતિઓના વાવેતર કરતાં આવી વનસ્‍પતિઓને અગ્રક્રમ આપવાથી આપણને તે વનસ્‍પતિઓનો તરત જ ઉપયોગ થઈ શકે છે. ઔષધી વનસ્‍પતિઓના છોડ સહજ રીતે સર્વત્ર ઉપલબ્‍ધ થતા નથી. આ સમસ્‍યા વિશેની ઉપાયયોજના પણ સદર લેખ દ્વારા મળશે. વાચકો આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ ઉપરાંત અન્‍ય વનસ્‍પતિઓ પણ વાવી શકે છે.

ભાગ ૪ વાંચવા માટે https://www.sanatan.org/gujarati/10740.html

 

૨૨. પારિજાત

પારિજાત

૨૨ અ મહત્વ

તાવ, સાંધાનો દુઃખાવો, આમાં પારિજાતનો સારો ઉપયોગ થાય છે. ઘરની પાસે એકાદ ઝાડ હોવું જોઈએ.

૨૨ આ. વાવેતર

આની ડાળીથી અભિવૃદ્ધિ કરી શકાય છે. ફેબ્રુઆરી – માર્ચ માસમાં તેની ડાળીઓ રેતીમાં દાટી રાખવાથી જૂન સુધી સારા રોપો તૈયાર થાય છે અને તે ચોમાસામાં વાવી શકાય છે.

 

૨૩. બીલી

બીલી

૨૩ અ. મહત્વ

બીલીની છાલ, પાન અને ફળોનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. શૌચમાં જો ધોળો, ચીકણો સ્રાવ પડતો હોય તો બીલીનાં ફળોનો મુરબ્‍બો ખાવાથી લાભ થાય છે. પાનનો રસ લોહીમાંનું ‘હિમોગ્‍લોબિન’ વધારવા માટે ઉપયુક્ત છે. એકાદ ઝાડ આપણા ફળિયામાં હોવું જોઈએ.

૨૩ આ. વાવેતર

બીલીના રોપ વેચાતા મળે છે. પરિપક્વ થઈને ઝાડ પરથી નૈસર્ગિક રીતે પડેલા બીલીનાં ફળોમાંના બી વાવવાથી આપણે પણ રોપ બનાવી શકીએ.

 

 ૨૪. ખસ

૧. ખસનું ઝૂમખું અને ૨. ખસનાં મૂળિયાં

૨૪ અ. મહત્વ

આના મૂળિયાં અતિશય સુગંધી અને ઠંડા હોય છે. ઉનાળાના દિવસોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ખસનાં મૂળિયાં માટી કઠ્ઠણ રીતે પકડી રાખતા હોવાથી માટીનો ઘસારો રોકાય છે. ખસનાં મૂળિયાં તડકે સૂકવીને પ્‍લાસ્‍ટિકની થેલીમાં મૂકીને કપડાંના કબાટમાં રાખવાથી ૫ – ૬ વર્ષ ટકે છે. તેથી કપડાંને સુગંધ પણ આવે છે અને જોઈએ ત્‍યારે આપણે ખસનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.

૨૪ આ. વાવેતર

ખસના રોપ રોપવાટિકામાં વેચાતા મળી શકે છે. લીલી ચા જેવા ખસના પણ ઝૂમખાં થાય છે. એકાદને ત્‍યાં ખસનું ઝૂમખું હોય, તો જે રીતે લીલી ચાના રોપ કાઢીને તેનું વાવેતર કરી શકાય છે, તેવી જ રીતે ખસના રોપ કાઢીને વાવેતર કરી શકાય છે. ખસ જમીનમાં વાવવાથી તેનાં મૂળિયા ખોદીને કાઢતી વેળાએ તૂટી જઈને વેડફાય છે. તેમ થાય નહીં, તે માટે ખસનું વાવેતર પ્‍લાસ્‍ટિકની ગુણોમાં કરવું. તે માટે ૨૫ કિલોની અનાજની ખાલી ગુણો લેવી. તળિયે કોહવાયેલું છાણનું ખાતર નાખવું અને રેતીમિશ્રિત માટી ગુણોમાં ભરીને ઉપર ખસનો રોપ વાવવો. નીચે છાણનું ખાતર હોવાથી તે ગ્રહણ કરવા માટે ખસનાં મૂળિયાં લાંબા વૃદ્ધિ પામે છે અને સામાન્‍ય રીતે વર્ષ – દોઢ વર્ષ પછી ખસના થેલી ભરીને મૂળિયાં ઉપલબ્‍ધ થાય છે. ખસનાં મૂળિયાં કાઢતી વેળાએ તે માટી સાથે પાણીમાં થોડો સમય પલાળી રાખવામાં આવે છે અને પછી પાણીમાં હલાવીને તેમની માટી કાઢી નાખવામાં આવે છે. તેથી સ્‍વચ્‍છ મૂળિયાં પ્રાપ્‍ત થાય છે.

 

૨૫. અશ્‍વગંધા

અશ્‍વગંધા

૨૫ અ. મહત્વ

આ રીંગણજાતિની વનસ્‍પતિ છે. તેનાં મૂળિયાં શક્તિવર્ધક હોય છે. આ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું ઔષધ છે.

૨૫ આ. વાવેતર

આ છ માસિક ફાલ છે. ચોમાસા પછી ડાંગરની કાપણી થયા પછી, ડાંગરના ખેતરમાં અશ્‍વગંધાનો પાક લઈ શકાય છે. આ ઝાંકળ પર પાકે છે. તેથી જુદા પાણીની આવશ્‍યકતા રહેતી નથી. બીમાંથી વાવેતર કરી શકાય છે. મોટા પ્રમાણમાં વ્‍યાવસાયિક સ્‍તર પર વાવેતર કરવાનું થાય, તો ‘નાગોરી’ જાતિના અશ્‍વગંધાનું બી ઉપયોગમાં લાવવું. આ જાતિના ઝાડનાં મૂળિયા અંગૂઠા જેવડા મોટા હોય છે. ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કરવાનું થાય તો ન્‍યૂનતમ ૨ થી ૪ રોપ વાવવા. ઘર પાસે જગ્‍યા હોય, તો ૫૦ થી ૧૦૦ રોપ લગાડીએ, તો પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ફળો લાગ્‍યા પછી તેનો રંગ રાતો થાય છે અને પાન ખરવા લાગે છે. ત્‍યારે મૂળિયાં ખોદી લેવા. મૂળિયાં ધોઈને સૂકવીને તેની ભૂકી (પાવડર) કરી રાખવી. ફળોમાંથી મળનારા બી દ્વારા આ વનસ્‍પતિની ફરીથી વાવણી કરી શકાય છે. વનસ્‍પતિનો ઉપરનો ભાગ ઢોરના ચારા તરીકે ઉપયોગમાં લાવી શકાય છે.

 

૨૬. ગલગોટા

ગલગોટા

ઘર ફરતે ગલગોટાના ઝાડ હોય, તો મચ્‍છરની સમસ્‍યા ન્‍યૂન થાય છે. વ્રણ (ઘા) રુઝાવા માટે ગલગોટાના રસનો ઉપયોગ થાય છે. ફૂલની પાંખડીઓ સૂકવીને બી તરીકે વાપરવામાં આવે છે.

 

૨૭. અનંતમૂલ (ઉપલસરી)

અનંતમૂલ (ઉપલસરી)

૨૭ અ. મહત્વ

લોહીની શુદ્ધિ માટે આ એક શ્રેષ્‍ઠ ઔષધ છે. તેનાં મૂળિયાં ઔષધીમાં ઉપયોગમાં લેવાય છે. આ મૂળિયાં અતિશય સુગંધી હોય છે. તેનાં નિત્‍ય સેવનથી ગર્ભાશયમાંની ગાંઠો ઓગળવામાં સહાયતા થાય છે. આ વનસ્‍પતિ કોકણમાં પુષ્‍કળ જોવા મળે છે; પણ હવે એ નષ્‍ટ થવાના માર્ગ પર છે. બને તેટલા વધારે પ્રમાણમાં આ વનસ્‍પતિ વાવવી.

૨૭ આ. વાવેતર

આ વનસ્‍પતિનાં પાન તોડ્યા પછી ધોળા રંગનો ચીક (સ્રાવ) આવે છે. કોકણમાં આ વનસ્‍પતિને ‘દૂધશિરી’ કહે છે. પાન શંકુ આકારમાં લીલા હોય છે. તેના પર ધોળા રંગની આડી-ઊભી રેખાઓ હોય છે. તેનાં મૂળિયાં ઊંડે સુધી હોય છે. મૂળિયાં ખોદીને મળનારા રોપ ઘરે લાવીને વાવવા. જ્‍યાં ક્યાંય રોપ મળે ત્‍યાંથી ખોદીને વાવવા. તેના થડ અથવા મૂળિયાના ટુકડાથી પણ વાવેતર કરી શકાય છે. ૨ વર્ષ પછી તેનાં મૂળિયાં ઔષધી તરીકે વાપરી શકાય છે.’

સંકલક

શ્રી. માધવ રામચંદ્ર પરાડકર અને વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

માર્ગદર્શક

ડૉ. દિગંબર નભુ મોકાટ, સહાયક પ્રાધ્‍યાપક, વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે તેમજ પ્રમુખ નિર્દેંશક, ક્ષેત્રીય સહસુવિધા કેંદ્ર, પશ્‍ચિમ વિભાગ, રાષ્‍ટ્રીય ઔષધી વનસ્‍પતિ મંડળ, આયુષ મંત્રાલય, ભારત સરકાર.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ
૧. ‘જગ્યાની ઉપલબ્ધતા અનુસાર ઔષધી વનસ્પતિઓનું વાવેતર’, (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)
૨. ‘૧૧૬ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ અને    ૩. ‘૯૫ વનસ્પતિઓના ઔષધી ગુણધર્મ’ (મરાઠી ભાષામાં ઉબ્લબ્ધ)

 

મોટા પ્રમાણમાં ઔષધી
વનસ્‍પતિના રોપ અથવા બીયારણ મળવાનાં ઠેકાણા

૧. ક્ષેત્રિય સહસુવિધા કેંદ્ર, પશ્‍ચિમ વિભાગ, રાષ્‍ટ્રીય ઔષધી વનસ્‍પતિ મંડળ, આયુષ મંત્રાલય, ભારત સરકાર, દ્વારા વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે. સંપર્ક ક્રમાંક : ૯૦૨૧૦૮૬૧૨૫

આ કેંદ્ર દ્વારા ખેડૂતોને વાવેતર વિશે વિગતવાર માર્ગદર્શન કરવામાં આવે છે. ડૉ. દિગંબર નભુ મોકાટ, સહાયક પ્રાધ્‍યાપક, વનસ્‍પતિશાસ્‍ત્ર વિભાગ, સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ, પુણે આ કેંદ્રના પ્રમુખ સંચાલક છે. ખેડૂતો ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરે એ માટે તેઓ ગત ૨૦ વર્ષોથી મહારાષ્‍ટ્રના વિવિધ વિસ્‍તારોમાં કાર્યરત છે.

૨. ઔષધી અને સુગંધી વનસ્‍પતિ સંશોધન સંચાલનાલય, બોરીયાવી, ગુજરાત (૦૨૬૯૨-૨૭૧૬૦૨) આ ઠેકાણે આ લેખમાં આપેલી વનસ્‍પતિઓમાંથી તુલસી, કાલમેઘ, શતાવરી અને અશ્‍વગંધા આ વનસ્‍પતિઓનું મોટા પ્રમાણમાં વાવેતર કરવું હોય તો તેમનું બીયારણ મળે છે. કુંવારપાઠું, બ્રાહ્મી, લીલી ચા, અરડૂસી અને ગળો નાં રોપ પણ અહીં મોટા પ્રમાણમાં વેચાતા મળે છે. ઇચ્‍છુક વાચકો અહીં સંપર્ક કરીને કુરિયર દ્વારા બીયારણ ઉપલબ્‍ધ થઈ શકે કે કેમ ? તેની પૂછપરછ કરી શકે છે. આ ઠેકાણે ઉપલબ્‍ધ રહેલા વાવેતર માટેના રોપ અથવા બીયારણ વિશેની જાણકારી આગળ આપેલી માર્ગિકા પર ઉપલબ્‍ધ છે.

https://dmapr.icar.gov.in/HeadPage/Pricelist.html

 

૩. મોટા પાયે જો ઔષધી વનસ્‍પતિ જોઈતી હોય, તો તે આગળ જણાવેલાં સ્‍થાનો પર પણ મળી શકે છે. સંબંધિત સંસ્‍થાના નામ આગળ કૌંસમાં સંપર્ક ક્રમાંક આપ્‍યો છે.

મહારાષ્‍ટ્રના કૃષિ વિદ્યાપીઠો અને તેમના ઉપવિભાગ

૧. ડૉ. બાળાસાહેબ સાવંત કોકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી, જિ. રત્નાગિરી (૦૨૩૫૮-૨૮૨૦૬૪)

૨. ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ વિદ્યાપીઠ, અકોલા (૦૭૨૪-૨૨૫૮૩૭૨)

૩. સુગંધી અને ઔષધી વનસ્‍પતિ, વસંતરાવ નાઈક મરાઠવાડા કૃષિ વિદ્યાપીઠ, પરભણી. (૦૨૪૫૨-૨૩૪૯૪૦૮)

૪. અખિલ ભારતીય ઔષધી સુગંધી વનસ્‍પતિ અને પાનવેલ સંશોધન યોજના, વનસ્‍પતિ રોગશાસ્‍ત્ર અને કૃષિ અણુજીવશાસ્‍ત્ર વિભાગ, મહાત્‍મા ફુલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી. (૦૨૪૨૬-૨૪૩૩૧૫, ૨૪૩૨૯૨)

મહારાષ્‍ટ્રની કેટલીક ખાનગી રોપવાટિકા (નર્સરી)

૧. કોપરકર નર્સરી, ગવે, તા. દાપોલી, જિ. રત્નાગિરી. (૦૨૩૫૮-૨૮૨૧૬૫/૨૬૭૫૨૧, ૯૪૨૨૪૩૧૨૫૮)

૨. ઇકો ફ્રેંડલી નર્સરી, પરંદવાડી, સોમટણે ફાટા પાસે, તાલુકો માવળ, જિ. પુના. (૯૪૨૨૨૨૪૩૮૪, ૯૨૨૫૧૦૪૩૮૪)

૩. એ.ડી.એસ. નર્સરી, કશેળે, કર્જત-મુરબાડ રસ્‍તો, જિ. રાયગઢ.

૪. ધન્‍વન્‍તરિ ઉદ્યાન, પિંપળગાવ, ઉજ્‍જૈની, જિ. નગર. (૯૬૭૩૭૬૯૬૭૬)

ઔષધી વનસ્‍પતિના રોપ મળવાનું ગોવા ખાતેનું ઠેકાણું

ગોવા વનખાતાના ‘રિસર્ચ એંડ યુટિલાયઝેશન’ વિભાગ દ્વારા ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર માટે પ્રોત્‍સાહન આપવામાં આવે છે. આ વિભાગના વાલકિણી, સાંગે અને ઘોટમોડ, ઉસગાંવ, ફોંડા ઇત્‍યાદિ ઠેકાણે રોપવાટિકા છે. તેમાંથી વાલકિણી ગામની રોપવાટિકામાં મોટા પ્રમાણમાં વિવિધ નાની ઔષધી વનસ્‍પતિઓના રોપ અલ્‍પ કિંમતમાં મળે છે. દેવસ્‍થાન કમિટી, સમાજસેવી સંસ્‍થા ઇત્‍યાદિને ગોવા વનખાતાના ‘વનમહોત્‍સવ’ ઉપક્રમ અંતર્ગત ઔષધી વનસ્‍પતિઓનું વિનામૂલ્‍ય વિતરણ પણ કરવામાં આવે છે. ગોવાની ઇચ્‍છુક વ્‍યક્તિઓ ઔષધી વનસ્‍પતિઓના રોપ માટે ગોવા વનખાતાના ‘રિસર્ચ એંડ યુટિલાયઝેશન’ વિભાગને સંપર્ક કરી શકે છે.

સંપર્ક માટેનું સરનામું

Dy. Conservator of Forests,

Research and Utilisation Division and CEO

State Medicinal Plants Board

Goa.

Phone : 0832  2750099

* આપત્‍કાળની દૃષ્‍ટિએ મહત્ત્વની ઔષધી વનસ્‍પતિઓનું ઘરગથ્‍થુ સ્‍તર પર વાવેતર કેવી રીતે કરવું ? આ વિશદ કરનારી લેખમાળા સાધક અને વાચકોએ સંગ્રહિત રાખવી.* જે વ્‍યક્તિઓ પાસે મધ્‍યમ (૩ – ૪ એકર) અથવા મોટા પ્રમાણમાં વાવેતર કરવા યોગ્‍ય ભૂમિ છે, તેમણે સમાજબાંધવોનો વિચાર કરીને મોટા પ્રમાણમાં ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવું. તેને કારણે અનેક જણને આયુર્વેદિક ઔષધીઓ ઉપલબ્‍ધ થઈને તેમના આરોગ્‍યનું રક્ષણ થશે. આ માધ્‍યમ દ્વારા પણ સમષ્‍ટિ સાધના થશે !

Leave a Comment