આયુર્વેદ અનુસાર મહામારીનાં કારણો અને ઉપાયયોજના !

Article also available in :

વૈદ્ય રૂપેશ સાળંખે

 

વાયુ, જળ, દેશ અને કાળમાં વિકૃતિ નિર્માણ થવાથી મહામારી ફેલાય છે !

મહામારી અર્થાત્ અનેક લોકોને તેમજ જનસમુદાયને મૃત્યુમુખી પાડવા માટે ગંભીર સ્‍વરૂપ ધારણ કરેલી માંદગી કે વ્‍યાધિ. ગામડાઓમાં, જિલ્‍લામાં, રાજ્‍યોમાં, દેશમાં અથવા ભૂખંડમાં રહેનારા બધા જ લોકોને આવી માંદગીનો સામનો કરવો પડે છે. કોઈપણ માંદગી અથવા વ્‍યાધિનાં કારણોની વહેંચણી સામાન્‍ય તેમજ અસામાન્‍ય આ બે જૂથોમાં કરવામાં આવે છે. જનસમુદાય માટે સામાન્‍ય રીતે સામાન્‍ય કારણો લાગુ પડે છે. વ્‍યક્તિ વિશિષ્‍ટ દોષોનો પ્રકોપ કરનારી અને દોષોને બગાડનારી આ કારણોનો સમાવેશ અસામાન્‍ય કારણો તરીકે થાય છે. આ કારણો તે વિશિષ્‍ટ વ્‍યક્તિ પૂરતાં મર્યાદિત હોય છે. માનવી સાથે જ અન્‍ય પ્રાણીમાત્રો માટે ઉપયોગી રહેલો વાયુ (આજુબાજુના વાતાવરણની હવા), જળ (ઉપયોગમાં લેવાતું પાણી), દેશ (જનસમુદાય રહે છે તે જમીનનો ભૂખંડ) તેમજ કાળ (તે ઠેકાણે ચાલુ રહેલો ઋતુ-કાળ અથવા જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર વિકૃત ગ્રહોને કારણે ઉત્‍પન્‍ન થયેલો અનિષ્‍ટ સમયગાળો) આવી સર્વ બાબતોમાં જ્‍યારે વિકૃતિ ઉત્‍પન્‍ન થાય છે, ત્‍યારે આયુર્વેદ અનુસાર મહામારી ફેલાય છે.

(પ્રતિકાત્‍મક છાયાચિત્ર)

 

‘કાળ’ દૂષિત થવાથી સહુકોઈને જ તેનાં પરિણામો ભોગવવા પડે છે !

હવા દૂષિત થાય તો તમે હવાફેર તરીકે અન્‍ય ઠેકાણે રહેવા જઈ શકો છો. જો પાણીમાં દોષ ઉત્‍પન્‍ન થાય તો તે પાણી શુદ્ધ કરીને, ઉકાળીને, તેમજ ઔષધી દ્રવ્‍યો દ્વારા સિદ્ધ કરીને કદાચ પી શકો છો. ભૂખંડમાં વૈગુણ્‍ય ઉત્‍પન્‍ન થાય તો દેશ છોડી જવો ભલે કઠિન હોય, તો પણ બીજે ઠેકાણે જઈને રહી શકો છો; પરંતુ ‘કાળ’ જ જો વિકૃત થાય, તો આપણે ભલે ગમે ત્‍યાં જઈએ, તો પણ તેને ટાળી શકાતો નથી. તેનાં પરિણામ સહુકોઈને ભોગવવા જ પડે છે.

આજુબાજુની હવા, પાણી, ભૂમિ વિકૃત ગુણોયુક્ત થાય છે. આનો અર્થ એમ છે કે, આ ઘટકોમાં આપણા સહુકોઈના સ્‍વાસ્‍થ્‍ય માટે, નિરોગી શરીર માટે આવશ્‍યક રહેલા ગુણ ન્‍યૂન થયેલા હોય છે, તેમજ વિષાણુઓ માટે આવશ્‍યક રહેલું વાતાવરણ સિદ્ધ થયેલું હોય છે. પરિણામે આ વિષાણુ સ્‍વરૂપમાંના રાક્ષસો જે આપણી આજુબાજુમાં ફેલાયેલા હોય છે, તે સહજ રીતે આપણા શરીર પર પ્રહાર કરી શકે છે. પરિણામે નૈસર્ગિક પ્રકોપને કારણે આવી મહામારીનું સ્‍વરૂપ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

 

ઋતુઓમાં થતાં પાલટને કારણે મહામારી ઉદભવવી

આપણી પ્રતિકારશક્તિ ભલે ગમે તેટલી સારી હોય, તો પણ આજુબાજુ ફેલાયેલા વિષાણુઓની રાક્ષસી પ્રવૃત્તિ ભયંકર બનેલી હોય છે. ઋતુઓમાંનો વિપર્યાય (અવ્યવસ્થા) આવી મહામારી માટે મહત્વની ભૂમિકા પાર પાડતો હોય છે. સખત ઉનાળામાં અચાનક મુસળધાર વરસાદ પડવો અથવા શિયાળામાં વરસાદ પડવો, આવા પ્રકાર ઋતુચક્રમાંનો વૈષમ્ય (અસમાનતા) દેખાડનારા હોય છે. તેનું જ ઉદા. એટલે ‘સાર્સ’ વિષાણુ, ‘મર્સ’નું આક્રમણ, સ્‍વાઈન ફ્‍લ્‍યુનો ફેલાવો અને વર્તમાનમાં થયથયાટ કરી રહેલો આ કોરોના. આવા વિષાણુનો ચેપ એ વાયુ, જળ, દેશ અને કાળના વૈગુણ્‍યને કારણે થાય છે. આ સર્વપ્રાણીમાત્ર દ્વારા વ્‍યાપ્‍ત રહેલા ઘટકો અચાનક કેવી રીતે બગડે છે ? તેનો માર્મિક ઉત્તર કેવળ આયુર્વેદ પાસે છે.

 

ધર્મપાલન કરવાથી જ મહામારી સામે રક્ષણ થઈ શકે છે !

ખરું જોતાં ભારતીય ભૂખંડ ધર્મ અને સંસ્‍કૃતિ માટે જાણીતો છે. શિસ્તબદ્ધ રૂઢિઓ અથવા પરંપરાઓનું પાલન જો ન કરીએ, તો શારીરિક તેમજ માનસિક રોગોને આમંત્રણ મળે છે. આયુર્વેદમાં મહામારીના પ્રમુખ કારણો ‘અધર્મરૂપી વ્‍યવહાર’ એમજ કહ્યું છે. આ વ્‍યવહાર બને છે બુદ્ધિભેદને કારણે ! અર્થાત્ પ્રજ્ઞાપરાધ, એટલે જ બુદ્ધિ દ્વારા થઈ રહેલી ભૂલો. સારા અથવા ખરાબ પરિણામોનો સારાસાર વિચાર કરીને બુદ્ધિ આપણને યોગ્‍ય અથવા અયોગ્‍ય બાબતોનું માર્ગદર્શન કરતી હોય છે; પરંતુ શહેરીકરણના નામ હેઠળ ઋતુચર્યા અથવા દિનચર્યા- રાત્રિચર્યા અનુસાર જો શરીરધર્મ પાળીએ નહીં, તેમજ ખાવા-પીવામાંનો સમતોલ બગડે કે, માનસિક કામક્રોધ ઇત્‍યાદિ શત્રુઓ વધતા જાય છે.

તેનું જ પરિણામ આપણી ફરતેના વાતાવરણ પર થાય છે. આજુબાજુનું પ્રદૂષણ વધતું જાય છે અને રાક્ષસરૂપી વિષાણુ મહામારીના રૂપમાં સંપૂર્ણ દેશનો કોળિયો કરી જવા માટે સજ્‍જ થાય છે. શારીરિક વિકાસ અથવા નૈતિક વિકાસ, એ ખરું જોતાં કોઈપણ ધર્મના મૂળભૂત સ્‍તંભ છે. સત્‍ય, દયા, દાન, દેવતાર્ચન, સદ્‌વૃતપાલન, ઇંદ્રિયદમન જેવી બાબતોનું ભાન રાખીને પાલન કરવાથી સકારાત્‍મક ઊર્જા વધવા લાગે છે. પરિણામે આવા વિષાણુઓનું આપણા પર કાંઈ જ પરિણામ થતું નથી અને આવી મહામારી સામે આપણું રક્ષણ થઈ શકે છે.

 

પ્રાણીમાત્રને ભક્ષ્ય બનાવવાથી માનવીને
તેમના દ્વારા મળનારો અભિશાપ, એ પણ મહામારીનું એક કારણ !

અધર્મ એટલે શરીર, વિશિષ્‍ટ જાતિ-ધર્મ, જનસમુદાય અને દેશ માટે આપેલી ચોખટ છોડીને વર્તન કરવાની પ્રવૃત્તિ ! કોરોના વિષાણુનો સંસર્ગ થાય નહીં, આ ઉદ્દેશથી વૈશ્‍વિક આરોગ્‍ય સંગઠને નિયમો કહ્યા છે. આ નિયમો કેવળ હસ્‍ત-પ્રક્ષાલન, પાદ-પ્રક્ષાલન કે ગૂદ-પ્રક્ષાલન સુધી મર્યાદિત રાખવાને બદલે સદર આચરણ પવિત્રતા સુધી લઈ જવું અપેક્ષિત છે. માનવીએ પ્રાણીમાત્ર પર દયા કરવી, આ ભારતીય સંસ્‍કૃતિ છે. આવા પ્રાણીમાત્ર પર દયા કરવાને બદલે તેમને જ જો ભક્ષ્ય બનાવીએ, તો તે પ્રાણીઓના શરીર પર રહેલા જીવાણુ કે વિષાણુઓ આપણા પર પ્રહાર કરશે જ !

નાગપાંચમને દિવસે નાગની, શ્રાવણ અમાસને દિવસે બળદની અને દિવાળીએ ગાયની પૂજા કરવામાં આવે છે. આવી ઘણી બાબતો આપણી સંસ્‍કૃતિમાં પૂજનીય છે. પ્રાણીઓને જો નાહક ત્રાસ આપીએ, તેમજ કેટલાક પ્રાણીઓને ભક્ષ્ય બનાવીએ, તો તેમના શાપ મળે છે, જેને આયુર્વેદમાં ‘અભિશાપ’ કહે છે. અભિશાપ એ આવી (કોરોના જેવી) મહામારી માટેનું એક કારણ છે. વાનર, કબુતર, મોરની આપણે પૂજા કરીએ છીએ; પણ માનવીએ સંસ્‍કૃતિબાહ્ય આચરણ કરવાથી આવા પ્રાણીમાત્ર પર રહેલા વિષાણુઓ નક્કી જ ત્રાસ આપશે.

 

વિષાણુઓથી બચવા માટે પરિસર સ્‍વચ્‍છ રાખવો જોઈએ !

रक्षोगणादिभिः वा विविधैः भूतसङ्घैः तम् अधर्मम् अन्‍यद़् वा अपि अपचारान्‍तरम् उपलभ्‍य अभिहन्‍यन्‍ते ।

– ચરકસંહિતા, વિમાનસ્‍થાન, અધ્‍યાય ૩, શ્‍લોક ૨૨

અર્થ : અધર્મ અથવા કુકૃત્‍યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.

આ શ્‍લોક દ્વારા ‘અજાણ્‍યે જ માનવીની વધારે પડતી અધાર્મિક પ્રવૃત્તિને કારણે આવા વિષાણુઓ દ્વારા બનાવેલું ઘાતક અસ્‍ત્ર જનસમુદાય માટે નક્કી જ મારક બની શકે છે’, આ વાત ધ્‍યાનમાં આવે છે. આવા વિષાણુઓ સામે જો આપણે બચવું હોય, તો કેવળ હાથ-પગ અથવા મોઢું ધોવા કરતાં આપણો પરિસર ચોખ્‍ખો રાખવો, ઘર સામે લીપણ અને રંગોળી પૂરવી, આ પ્રયત્નો પણ કરવા જોઈએ. આજુબાજુમાં તુલસી, નગોડ, આંબો, અરડૂસી, કડવા લીમડા જેવા વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરવો. અમાસ અને પૂનમના દિવસે દ્વિચક્રી કે ચારચક્રી વાહનોની પૂજા કરવી; કારણકે આવા સમયે વિષાણુઓનો પ્રભાવ વધારે હોય છે. આ વિશે જો કહીએ, તો લોકો આપણને જ મૂર્ખ કહે છે !

 – વૈદ્ય રૂપેશ સાળંખે, એમ.ડી. આયુર્વેદ, કાયચિકિત્‍સા પ્રોફેસર, એસ.જી.વિ. આયુર્વેદિક મેડિકલ કૉલેજ અને સંશોધન કેંદ્ર, બૈલહોંગલ, જિલ્‍લો બેળગાવિ, કર્ણાટક.
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment