ધર્મવીરતા : ધર્મવીર સંભાજી રાજાના શૌર્યની પરિસીમા !

Article also available in :

ધર્મવીર સંભાજી રાજાના શૌર્યની પરિસીમા !

ઇસ્‍લામ ધર્મ સ્‍વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્‍યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના ! આજે અફઘાનિસ્‍તાન, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશ ખાતે જ નહીં, જ્‍યારે ભારતના કાશ્‍મીરમાં પણ વચ્‍ચે વચ્‍ચે થનારી લઘુમતિ ધરાવનારા હિંદુઓ વિશેની હૃદયદ્રાવક ઘટનાઓ એટલે ધર્માંધોએ શંભૂરાજા પ્રમાણે હિંદુઓને નરકયાતના આપવાની ક્રૂર પરંપરા જાળવી રાખી હોવાના પુરાવા જ ! તેથી કાળનું પગેરું ઓળખી લઈને છત્રપતિ સંભાજી મહારાજની જેમ રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે જાગૃત થાવ !

 

૧. શંભૂરાજાનું માનહાનિકારક સરઘસ

શંભૂરાજા અને કવિરાજ (કવિ કલશ)નાં વસ્‍ત્રો ભર રસ્‍તામાં ઉતારવામાં આવ્‍યાં. તેમના શરીર પર વિદુષકોના ચટાપટાવાળા બાંડિયા ચડાવવામાં આવ્‍યાં. ડોકમાં પશુની ડોકમાં પણ શોભે, એવી સીંદરીની (કાથીની) દોરી બાંધવામાં આવી. રીઢાયેલા ગુનેગારના માથા પર જે રીતે ઇરાનમાં મૂકવામાં આવે છે, તેવા જ ‘તખ્તેકલાહ’ અર્થાત્ લાકડાના પાટિયાની લાંબી ટોપીઓ મૂકવામાં આવી. તેના પર ઝીણી ઘુઘરીઓ બાંધવામાં આવી હતી. કેટલાક સૈનિક તે બન્‍ને ઊંટ ઝાલીને આગળ ચાલવા લાગ્‍યા. ઢોલ-નગારાં જોરજોરથી વગાડવામાં આવી રહ્યા હતા. રાજા અને કવિરાજને ઉઘાડા ઊંટો પર ઊંધા બેસાડવામાં આવ્‍યા હતા. તેમને તે જનાવર સાથે કઠ્ઠણ રીતે બાંધવામાં આવ્‍યા હતા. રાજાને હાથ ઊંચે કરવાનું કહીને તેમાં કાણાનું એક પાટિયું ભેરવવામાં આવ્‍યું હતું. પાટિયામાં બન્‍ને હાથ પરોવાયેલા. તે બન્‍નેની ડોક પણ લાકડાના ખોખામાં ભરાવી દીધી હતી. તેથી તેઓ ડોક અહીં-તહીં ફેરવી શકતા નહોતા.

આ બન્‍ને કેદીઓ એટલે રસ્‍તે રઝળતા છોકરાઓ માટે મનોરંજનના સાધનો બની ગયા હતા. તોફાની છોકરાઓ હાથમાં ઝીણા પથ્‍થર લઈને કાદવના ગોળા કરીને રાજાને ફેંકીને મારી રહ્યા હતા. વાજીંત્રો, કર્ણા, ઢોલ, નગારાંનો એકજ કોલાહલ થયો હતો. સૈનિક ચાઈને લૂચ્‍ચાઈથી ઊંટને જોરથી ભગાડતો હતો. ભગાડતા ભગાડતા તેમને વચ્‍ચે જ જોરથી વાળતો હતો. તે ઊંચી પીઠના જાનવરો જોરથી વળ્યા પછી તે રાજકેદીઓનો સમતોલ જતો હતો અને શરીરે બાંધેલી દોરીઓ અને સાંકળીઓ ભીંસાતી. રાજા અને કવિરાજની આંખો સામે અંધારા છવાતા. ફેર ચઢવા જેવું થતું હતું. તેઓ એક બાજુ પડી જતા, વળી જતા. તે મૂંગા જાનવરો પણ થાકી જતા હતા. વારંવાર બેસનારા ધક્કા, દચકા અને આંચકાથી રાજાના શરીરને અનંત વેદના થતી હતી. તે જોઈને તેમની ઠેકઠી ઉડાડનારા છોકરાઓને હસવું આવતું હતું.

 

૨. કવિરાજ કલશની દુર્દશા

કવિરાજે ગુસ્‍સાથી અસાવચેત ફૌલાદખાનને જોરથી પાટું માર્યું, તેવો ફૌલાદખાન ઊંધે મોઢે પટકાયો. બેકાબૂ ભેંસને અથવા તો મદોન્‍મત્ત હાથીને પૂરી દે, તેવી રીતે કવિરાજ અને શંભૂરાજાને કારાગૃહમાં ફેંકી દેવામાં આવ્‍યા હતા. તેમની નીચે ડાંગરના થોડા ફોતરાં અને માટી જ હતા. ગઈકાલે ઉઘાડા ઊંટ પર બેસાડવાથી તેમની પાછળની બાજુ અને જાંઘની ચામડી અતિશય ઘર્ષણને કારણે છોલાઈ ગઈ હતી.

૨ અ. કવિરાજની જીભ કાપી નાખી

બળશાળી શરીર ધરાવતો એક પઠાણ કવિરાજની છાતી પર બેઠો. બીજા બન્‍નેએ તેમના પગ શેરડીના સાઠાંને મચકોડીએ તે રીતે પાછળ ખેંચ્‍યા. બન્‍નેએ તેમના ધિંગા હાથથી કવિરાજની મૂંડી પકડી. એકે તેમના મોઢા પર એક જોરદાર લાફો ચોડી દીધો. હાથ જડબામાં નાખ્‍યો. આ ધમાલમાં કવિરાજાના સામેના ચાર દાંત ઉખડી ગયા. તે કદાવરનો હાથ કવિરાજાની જીભ બહાર ખેંચવાનો પ્રયત્ન કરતો હતો. ત્‍યારે કલશની આંખો ધોળી થઈ ગઈ, શ્‍વાસ રુંધાઈ ગયો. એટલામાં તો આગળ ખેંચેલી કવિરાજાની જીભ એક કટારથી ઉડાડી દીધી. અર્ધી મૂંડકી તૂટી પડીને પોતાની પાંખો ફફડાવતી તે જ જગ્‍યાએ તડફડતી મરઘી જેવી તેમની દશા થઈ. કવિરાજાના મોઢામાંથી શબ્‍દોને બદલે લોહીનો પ્રવાહ બહાર ધસી રહ્યો હતો. તેમને અંતરાશ લાગીને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. શ્‍વાસ રુંધાઈ ગયો હતો. તાલાવેલી વધી ગઈ હતી.

૨ આ. કવિરાજાની આંખોમાં તાપેલી લાલઘુમ સળીઓ ફરી વળી

ગુસ્‍સામાં ઔરંગઝેબે એક સવારે રુહુલ્‍લાખાનને હુકમ કર્યો, ‘‘જા તે કવિ કલશની આંખોમાં તાપેલી સળીઓ ભોંક અને તે કૂતરાની આંખો કાઢી લે !’’ ખોજાઓ, સૈનિક અને અન્‍ય ફોજીઓ ત્‍યાં દોડ્યા. હુકમ લાગુ કરવામાં આવ્‍યો. કવિરાજાની પાણીદાર આંખો અને તેમાંની ચમકતી કીકીઓ ખેંચાઈ ગઈ. પાતશાહની ઇચ્‍છા પ્રમાણે સૈનિક આગળ ધપ્‍યા. માટલામાં જે રીતે ઝેરણી ગોળ ફેરવે છે, તે રીતે, તે તાપેલી, લાલઘુમ સળીઓ કવિરાજાની આંખોમાં ફરી વળી ! ચર્ર ચર્ર અવાજ આવ્‍યો. આંખોમાં ધુમાડો થયો. શરીર પરની ચામડી ધ્રૂજી ગઈ એટલું જ; પણ મોઢામાંથી બીકની કે આક્રોશની એક પણ ચીસ નીકળી નહીં.

૨ ઇ. કવિરાજા પર કરેલા અત્‍યાચાર એટલે શંભૂરાજા પરના અત્‍યાચારોની રંગીન તાલીમ જ

બપોરે જ ઔરંગઝેબના ગુંડાઓએ કારભાર આટોપી લીધો. કવિરાજાના હાથ, પગ આ રીતે એક એક અવયવ તોડવામાં આવ્યો. તે લોહી-માંસ નદીનાં કાંઠે ફંગોળી દેવામાં આવ્‍યું. પંદર માઈલના પરિઘમાં ફેલાયેલા પાતશાહના પરિસરમાં નિરવ શાંતિ ફેલાઈ હતી. કવિકલશની દુર્દશા કરીને મારી નાખ્‍યા હોવાના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા હતા. કવિ કલશ પર થનારા અત્‍યાચાર જાણે શંભૂરાજા પર કરવામાં આવનારા પ્રત્‍યેક અત્‍યાચારની પ્રયોગાત્‍મક તાલીમ જ હતી !

 

૩. કપડું ફાડે એ રીતે શંભૂરાજાની ચામડી  ફાડી !

શંભૂરાજાને થાંભલા સાથે કઠ્ઠણ બાંધવામાં આવ્‍યા. બે બળશાળી શરીરના રાક્ષસો આગળ આવ્‍યા. એકે પીઠ પરના મણકાથી અને બીજાએ સામેના ગળાથી શંભૂરાજાના શરીરમાં વાઘનખ ભોંક્યા. તે રાક્ષસોને જોર ચઢે તેથી વાજીંત્રો જોરશોરથી વગાડવામાં આવી રહ્યા હતા. તેમજ તે બન્‍ને રાક્ષસો ‘દીન દીન’’ કરતાં મોટેથી રાડો પાડવા લાગ્‍યા. રાજાની ચામડી ટરટર અવાજ કરતી ચીરાવા લાગી. ચામડી છોલાવા લાગી. આંતરડા તૂટવા લાગ્‍યા. તે બન્‍નેના હાથ પર લોહી રેડાયું અને લોહીની ધારાઓ નીચે વહેવા લાગી.

૩ અ. લોહી-માંસના ચીથરાં થયાં

શંભૂરાજાએ જીવ બચાવવા માટે રાડો પાડી નહીં; પણ દાંતમાં દાંત ભેરવીને તેઓ અત્‍યાચાર સહન કરવાનો પ્રયત્ન કરતા હતા. કપડાં ફાડે તેમ, તેમના લોહી-માંસના ચીથરાં થતા હતાં. તે લોંદો થયેલો માનવી દેહ તે જ જગ્‍યાએ ધ્રૂજતો હતો. શરીરમાંથી લોહીની નદી વહેવા લાગી. મહાદેવની પિંડી પરથી અભિષેકનું દહીં-દૂધ પગતળે રગદોળાઈ જાય, તે રીતે લોહી રાજાના પગ ફરતું ભેગું થયું હતું. તેમની બકરા જેવી છોલેલી કાયા સામે જોઈને ઔરંગઝેબ ખડખડાટ હસતો હતો. રાજાનું ફાડી નાખેલું જીવતું શરીર તે જ જગ્‍યાએ થડથડ કરતું ઉડી રહ્યું હતું.

૩ આ. માથું ધડથી જુદું કર્યું

તે જીવિત દેહ છોલી કાઢીને તે બન્‍ને રાક્ષસો બાજુએ ખસ્‍યા. તે સાથે જ પાતશાહે તે કુહાડીધારી પાંચ ગુંડાઓને ઇશારો કર્યો. તે રાક્ષસોના હાથ કાંપી ઊઠ્યા, પરંતુ ક્ષણમાત્ર જ. બીજી જ ક્ષણે તેઓ શંભૂરાજા પર તૂટી પડ્યા. એકે પોતાની હાથમાં રહેલી ધારદાર કુહાડીથી જોરથી રાજાની ડોક પર ઘા કર્યો. ત્‍યારે લોહીની જોરથી શેડ નીકળી પડી. માથું અર્ધું તૂટી ગયું. નીચે લબડવા લાગ્‍યું. તે સાથે જ બીજો એક જોરદાર ઘા પડ્યો અને માથું ધડથી જુદું થયું.

૩ ઇ. રક્તપિપાસુ ઔરંગઝેબ

પાતશાહ સામે ખોજાઓએ થાળીમાં રાજાની મૂંડી ધરી દીધી. ઔરંગઝેબે તે હાથમાં લીધી. તે ગરમ માથા પરથી, લોહીથી ખરડાયેલી દાઢી પરથી તેણે ખુશ થઈને હાથ ફેરવ્‍યો. કેટલાક વર્ષો પહેલાં પોતાના મોટાભાઈની – દારાની મૂંડી પણ આ રીતે જ સાવ ઠંડાં કલેજે તપાસી જોઈ હતી. અસદખાનના હવાલે મૂંડી કરીને પાતશાહ ગરજ્‍યો, ‘‘આ કાફીરના બચ્‍ચાની મૂંડીમાં ભાલાની ટોચ ભોંકો. આ મૂંડી દક્ષિણમાં ગામે ગામે નચાવો. ડર બેસાડો. આ ઔરંગઝેબ જ્‍યાં સુધી જીવતો છે, ત્‍યાં સુધી દખ્‍ખનની માટીમાં બીજો કોઈ સંભા પેદા થવો જોઈએ નહીં !’’

ઔરંગઝેબે તે દૈત્‍યોને પાછો ઇશારો કર્યો. બીજી જ ક્ષણે તે લોકો શંભૂરાજા પર તૂટી પડ્યા. કુહાડીનું ધારદાર પાતું નાખ્યું. થાંભલે જકડેલા દેહમાંથી લોહીની ધારા વહેવા લાગી. માંસના લોચા નીચે માટીમાં પડ્યા. લોહી-માંસ અહીં-તહીં પડ્યું. ભીમા-નદીના રુંવાડાં ઊભાં થઈ ગયાં. અંધારામાં ડૂબેલો સગો સહ્યાદ્રી (પર્વત) દુઃખથી હચમચી ગયો !!’

સંદર્ભ : ‘સંભાજી’, લેખક – શ્રી. વિશ્‍વાસ પાટીલ

 

છત્રપતિ સંભાજી મહારાજજીનો બલિદાન
દિવસ અને ગૂડીપડવાનો કાંઈ જ સંબંધ નથી, આ વાત ધ્‍યાનમાં લો !

છત્રપતિ સંભાજી મહારાજજીનો બલિદાન દિન અને ગૂડી પડવો આ નવવર્ષારંભ દિવસ આગળ-પાછળ આવે છે. વર્ષ ૨૦૧૩માં ખાનદેશ અને મરાઠવાડા ખાતે કેટલાક જાત્‍યાંધ લોકોએ ‘ગૂડી ઊભી કરવી’, એટલે છત્રપતિ સંભાજી મહારાજજીનું અપમાન છે, એમ કહીને હિંદુઓને ગૂડી ઊભી કરવા દીધી નહીં અને ઊભી કરેલી ગૂડીઓ ખેંચી કાઢી. ‘ફેસબુક’, ‘વૉટ્‌સ ઍપ’ જેવા સામાજિક સંકેતસ્‍થળો પરથી ગૂડી વિશે જાત્‍યાંધ લોકો દ્વારા ગેરપ્રચાર કરવામાં આવી રહ્યો છે.

જાત્‍યાંધો દ્વારા ગૂડી પડવા વિશે કરવામાં આવતી ટીકા અને તેનું ખંડન અમારા વાચકો માટે નીચે આપેલી લીંક પર આપી રહ્યા છીએ :

 www.sanatan.org/gujarati/10692.html

Leave a Comment