આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૧

Article also available in :

‘શાકબજાર’ આ સર્વસામાન્‍ય લોકોનાં આયુષ્યમાંનો એક મહત્વનો ઘટક ! મોટાભાગે સર્વ લોકો દૈનંદિન રસોઈમાં જોઈતી શાકભાજી, ફળો ઇત્‍યાદિ લેવા બજારમાં જાય છે. ‘બજારમાં સામાન્‍યરીતે મનને ગમે તેવી તાજી શાકભાજી, રસદાર ફળો મળતાં નથી. જો મળે, તો ઘણીવાર તેમની કિંમત વધારે હોય છે’, એવો જ મોટા ભાગનાં લોકોનો અનુભવ હોય છે. આવા સમયે ‘તમે ઘરગથ્‍થુ ખેતી કરી શકો છો’, એવું તમને જો કોઈ કહે, તો તેના પર તમે વિશ્‍વાસ મૂકશો નહીં; પણ તે સંભવ છે. ઘરપૂરતી ખેતી કરવા માટે ખેતી અથવા આંગણ હોવું જ જોઈએ એમ નથી. સાવ ઘરનાં ઝરોખામાં (બાલ્કનીમાં), અગાસીમાં (ટેરેસ પર) અથવા બારીમાં પણ આ રીતની ઘરગથ્‍થુ ખેતી કરવી સંભવ છે.

પ્રતિકાત્‍મક છાયાચિત્ર

આપત્‍કાળની પાર્શ્‍વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્‍યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્‍ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્‍કાળનો સામનો કરવો પડશે. આ સમયે હમણાની જેમ બજારમાં શાકભાજી મળી શકશે કે કેમ અથવા ત્‍યાં પહોંચી શકાશે ખરું, તે કાંઈ કહેવાય નહીં. હવે કોરોનાના કાળમાં જ શાકભાજી મળવા બાબતે કેટલી અડચણો નિર્માણ થઈ, વસ્‍તુઓની કિંમત કેટલી વધી ગઈ, આ બાબત અનેક જણે અનુભવી છે. આવા સમયે આપણા ઘરમાં જ ઘરપૂરતી શાકભાજી, ફળો ઉગાડી શકાતા હોય, તો તે માટે આપણે પ્રયત્ન શા માટે ન કરવા ? એમ કરવાથી ઘરની પૌષ્ટિક શાકભાજી પણ મળશે, તેમજ પૈસો અને શ્રમ પણ બચી જશે. વર્તમાનમાં સેંદ્રિય અથવા નૈસર્ગિક ખેતી અંતર્ગત અગાસી પરની ખેતી (ટેરેસ ગાર્ડનિંગ) આ નવી સંકલ્‍પનાનો ઉદય થઈ રહ્યો છે. આ લેખમાં આપણે ઘરે શાકભાજી કેવી રીતે ઉગાડવી ? તે વિશેની જાણકારી લેવાના છીએ.

 

અ. ઘરગથ્‍થુ ખેતી અંતર્ગત કયા રોપો વાવી શકાય ?

સૌ. ગૌરી કુલકર્ણી

૧. શાકભાજી અને રસોઈ માટે ઉપયોગી

લાલ માઠ, અંબાડી, પાલક, મેથી, કોથમીર, સિમલા મરચાં, મરચાં, રીંગણાં, કારેલા, પંડોળા, દૂધી, ભીંડા , કોબી, ડુંગળી, બટાકા, ટમેટાં, ગાજર, કાકડી, બીટ, મૂળા, અગથિયો, સરગવો, મીઠો લીમડો, લિંબુ, શેરડી, ફુદીનો, લસણ, આદુ.

૨. ઔષધી વનસ્‍પતિ

તુલસી, કુંવારપાઠું, અરડૂસી, બ્રાહ્મી, શતાવરી, સબ્જો

૩. ફળવૃક્ષો

સંતરાં (નારંગી), જમરૂખ, લિંબુ, પપૈયું, કેરી, અંજીર

૪. ફૂલઝાડ

ગુલાબ, ગલગોટા, લિલી, ચમેલી, જાસૂદ, મોગરો ઇત્‍યાદિ.

 

આ. કૂંડાની પસંદગી

અગાસી પર બાગકામ કરવા માટે કૂંડા અથવા કંટેનરનો ઉપયોગ કરી શકાય છે. કૂંડા અણિયાળા હોવા ન જોઈએ. કૂંડાનો ઉપરનો પરિઘ ૧૨ ઇંચનો હોય, તો તળિયાનો ઘેર ૧૦ ઇંચનો હોવો જોઈએ. કૂંડાની કિનાર અંદરની બાજુથી વળેલી ન હોવી જોઈએ. કૂંડાનો આકાર માટલા જેવો ન હોવો જોઈએ. બને ત્‍યાં સુધી માટીનું કૂંડું લેવું. તે ન હોય, તો માટલું, પતરાનો અથવા પ્‍લાસ્‍ટિકનો ડબો, પ્‍લાસ્‍ટિકની ડોલ, મોટી પ્‍લાસ્‍ટિકની થેલી, પ્‍લાસ્‍ટિકની બાટલી, પ્‍લાસ્‍ટિકનું પૂર્ણ અથવા અર્ધું કાપેલું ડ્રમ, લાકડાનું ચોકઠું  પણ આપણે કૂંડા તરીકે અર્થાત્ ‘કંટેનર’ તરીકે ઉપયોગ કરી શકીએ. અગાસી પર બાગકામ કરવા માટે નર્સરીમાં ‘ગ્રો બૅગ્‍સ’ મળે છે, તેનો પણ ઉપયોગ થઈ શકે. બજારમાં પણ આવા કંટેનર ઉપલબ્‍ધ હોય છે. આપણે બજારમાંથી જો કંટેનર લેવાના હોઈએ, તો તે ફીકા રંગના લેવા, જેથી તેમાં વધારે ગરમી ખેંચાશે નહીં.

પ્‍લાસ્‍ટિકના ડ્રમ અર્ધા કાપીને બનાવેલા કૂંડા

અગાસી પરના બાગકામમાં મોટાભાગના રોપો કૂંડામાં ઉગી શકે છે. શાકભાજી અથવા જેના મૂળિયા નાના છે, એવા રોપો નાના કૂંડામાં રોપી શકાય છે. ટમેટાં, મૂળો, ગાજર જેવા ઝાડ મધ્‍યમ આકારના કૂંડામાં રોપવા. મોટા ઝાડો માટે મોટા કંટેનર અથવા પ્‍લાસ્‍ટિકના / પતરાંના ડ્રમ (કંટેનર) આવશ્‍યક હોય છે. ઊંચે ચડનારી વેલ માટે અગાસીની ભીંત અથવા ઊભા પાઈપનો પણ ઉપયોગ થઈ શકે છે, જેણે કરીને ઉપલબ્‍ધ જગ્‍યાનો વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે છે.

 

ઇ. કૂંડા અથવા કંટેનરને કાણાં પાડવાં

હવા રમતી રહે તે માટે કૂંડાને અથવા કંટેનરને કાણાં પાડવાં આવશ્‍યક છે. સર્વસામાન્‍ય રીતે પ્‍લાસ્‍ટિકના કૂંડા હોય, તો તે કૂંડાના તળિયે ૪-૫ અને આજુબાજુએ ૧૦-૧૨ એવા સામાન્‍ય રીતે ૪-૫ ઇંચના અંતર પર પુષ્‍કળ કાણાં પાડવાં. પ્‍લાસ્‍ટિકના ડબા અથવા ડોલનો જો ઉપયોગ કરતા હોવ તો તેને પણ કાણાં પાડી લેવાં. બજારમાં મળનારી ‘ગ્રો બૅગ્‍સ’ મોટાભાગે કાણાવાળી જ મળે છે.

 

ઈ. કૂંડા કેવી રીતે ભરવા ?

કૂંડા ભરવાની જુદી જુદી પદ્ધતિઓ છે. એક તો આપણે આપણી પાસે ઉપલબ્‍ધ રહેલી માટી કૂંડામાં નાખી શકીએ અથવા માટી, કોકોપીટ અને ખાતરનું મિશ્રણ માધ્‍યમ તરીકે વાપરી શકીએ અથવા માટીવિહોણું બાગકામ પણ કરી શકીએ. માટીવિહોણું બાગકામ કરતી વેળાએ લીલા અથવા સૂકા કચરાથીમાંથી (વૃક્ષોના સૂકાયેલાં પાન, ઝાંખરાં-ડાંખળાં ઇત્‍યાદિમાંથી) તૈયાર થનારા કંપોસ્‍ટ ખાતર માટીના પર્યાયી માધ્‍યમ તરીકે ઉપયોગમાં લેવાય છે.

જે માટીમાં સેંદ્રિય કર્બ (કાર્બન) વધારે હોય છે, તે માટીમાં નિરંતર પાણી નાખવું પડતું નથી; કારણકે આવી માટી પાણીને ઝાલી રાખે છે. લાલ માટીમાં અન્‍નદ્રવ્‍ય ઓછા હોય છે, જ્‍યારે પાણીની નિકાસ વધારે પ્રમાણમાં થાય છે. આનાથી ઊલટું કાળી માટીમાં અન્‍નદ્રવ્‍ય વધારે હોય છે અને તેમાંથી પાણીની નિકાસ ઓછી થાય છે. અગાસી પર બાગકામ કરતી વેળાએ અન્‍નદ્રવ્‍યો વધારે અને પાણીની નિકાસ થનારી માટી આવશ્‍યક હોય છે. આપણે કાળી માટી જો વાપરતા હોઈએ, તો તેમાં નદીકાંઠની અથવા મકાન પાસેની એકાદ મૂઠી રેતી ધોઈને તે પણ નાખવી.

આપણે જો લાલ માટીનો ઉપયોગ કરવાના હોઈએ, તો કોકોપીટનો (નારિયેળના ભૂસામાંથી બનાવેલી નૈસર્ગિક અને રોગકારક જીવાણુમુક્ત ભૂકી. આ ભૂકી પર કેટલીક પ્રક્રિયા કરીને ઇંટના આકારમાં પણ ઉપલબ્‍ધ કરાવી શકાય છે.) ઉપયોગ કરવો; કારણકે તે પાણી ઝાલી રાખે છે. આપણું ઘર જો સમુદ્રની પાસે હોય, તો કોકોપીટ વાપરવાની આવશ્‍યકતા નથી; કારણકે સમુદ્ર પાસેના પ્રદેશના વાતાવરણમાં વરાળ (બાષ્‍પ) હોય છે. તેથી ત્‍યાં કોકોપીટનો ઉપયોગ કરવાથી, પાણીનો વધારે અંશ મળીને ઝાડવા મરી શકે છે.

કોકોપીટ
કોકોપીટ (નારિયેળના ભૂસામાંથી બનાવેલી નૈસર્ગિક અને રોગકારક જીવાણુમુક્ત ભૂકી. આ ભૂકી પર કેટલીક પ્રક્રિયા કરીને ઇંટના આકારમાં પણ ઉપલબ્‍ધ કરાવી શકાય છે.)

સર્વપ્રથમ કૂંડાના તળિયે નારિયેળના છોતરાં વ્‍યવસ્‍થિત પીંજી નાખવા. તેના પર સૂકાયેલી સળીઓ ઊભી ખોડવી. ત્‍યાર પછી તેમાં દોઢથી ૨ ઇંચ સૂકાં પાનનો (તમારા પરિસરમાં રહેલા ઝાડના સૂકાઈ ગયેલા પાનનો) થર દાબીને બેસાડવો અને તેના પર માટી નાખવી. કૂંડાની ઉપરનો ૨ ઇંચનો ભાગ છોડી દેવો. પછી રોપ વાવીને ફરીવાર સૂકાયેલા પાનનો થર બેસાડવો અને તેના પર થોડું પાણી રેડવું.

કેવળ માટીને બદલે માટી, કોકોપીટ અને ખાતરનું એકત્રિત મિશ્રણ કરીને તેને માધ્‍યમ તરીકે વાપરી શકાય છે. કોકોપીટ ૪ થી ૫ કલાક પાણીમાં પલાળીને પછી નિતારીને અથવા બન્‍ને હાથે દાબીને તેમાંનું પાણી બહાર કાઢવું અને તે માટીમાં ભેળવવું. આ રીતની માટી કૂંડામાં ભરીને તેમાં સૂકો કચરો અને કડવા લીમડાના સૂકાયેલા પાનનો થર દેવો. આ રીતે કૂંડું ભરીને તેમાં આપણે રોપ વાવી શકીએ છીએ અથવા બીજ અંકુરવા માટે વાવી શકાય છે.

–  સંકલન : સૌ. ગૌરી નીલેશ કુલકર્ણી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

આપત્‍કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨

Leave a Comment