મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧૦

Article also available in :

આપત્‍કાળ સમયે યુદ્ધ ચાલુ હોય ત્યારે કેટલાક રાષ્‍ટ્રદ્રોહીઓ દ્વારા અથવા પાકપુરસ્‍કૃત જેહાદી આતંકવાદી સંગઠનો દ્વારા પરિસ્‍થિતિનો ગેરલાભ લેવાનો પ્રયત્ન થઈ શકે છે. તે જ સમયે શત્રુ રાષ્‍ટ્ર દ્વારા કેટલાક રાષ્‍ટ્રદ્રોહી બનાવો થવાની સંભાવના નકારી ન શકાય. આવા સમયે તેમના દ્વારા નિયોજનબદ્ધ રીતે હિંસાચાર, લૂંટફાટ અને રાષ્‍ટ્રવિરોધી કાર્યવાહીઓ કરવામાં આવી શકે છે. તેનો બંદોબસ્‍ત કરવા માટે પોલીસ, અર્ધસૈનિક દળોને કષ્‍ટ લેવા પડશે. તેમાં મોટા પ્રમાણમાં હિંસાચાર થઈને રક્તપાત થઈ શકે છે. આવા સમયે પોતાના રક્ષણ સાથે જ દેશનું રક્ષણ કરવાનું દાયિત્‍વ સમાજ પર હશે. આ વિશે કઈ સતર્કતા જાળવવી, પૂર્વનિયોજન તરીકે શું કરવું જોઈએ, ઇત્‍યાદિ જાણકારી સદર લેખમાં આપવામાં આવી છે. હુલ્‍લડની ઘટનાઓ સર્વત્ર થશે જ, એમ નથી; પણ ગમે ત્‍યાં થાય, તો પણ તે સમયે સ્‍વરક્ષણ અને સમાજરક્ષણ માટે કઈ કૃતિઓ કરવી, એ માટે સદર લેખ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખ પ્રસિદ્ધ કરવાનો ઉદ્દેશ હિંસાચારને પ્રોત્‍સાહન આપવાનો નથી; પણ પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં ઉદ્દભવનારા હિંસાચારને રોકીને સ્‍વરક્ષણ કરવાનો છે. અહીં વ્‍યક્તિ કરતાં સમાજ અને રાષ્‍ટ્રરક્ષણને વધુ મહત્વ છે.

ભાગ ૯ વાંચવા માટે અહીં ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/10548.html

૩ આ. રાષ્‍ટ્રદ્રોહી લોકો દ્વારા હુલ્‍લડ !

૩ આ ૧. હુલ્‍લડ પહેલાં આ કરો !
૩ આ ૧ અ. હુલ્‍લડની આપદા સામે બચાવ કરવા માટે પૂર્વનિયોજન કરવું !

રાષ્‍ટ્રદ્રોહીઓ દ્વારા આ રીતનો હિંસાચાર થાય, તો રાષ્‍ટ્રપ્રેમીઓ માટે તે એક અચાનક આવેલી આપદા જ હોય છે. તેનાથી બચવા માટે પૂર્વનિયોજન હોવું જ અત્‍યાવશ્‍યક છે.

૩ આ ૧ આ. યુવકોનું સંગઠન અને દિશાદર્શન, એ માટે ઠેકઠેકાણે પ્રબોધન અભિયાન હાથ ધરવા !

હુલ્‍લડ જેવા પ્રસંગોનો સામનો કરવા માટે રાષ્‍ટ્રપ્રેમીઓની સંપર્કયંત્રણા સિદ્ધ કરતી વેળાએ પોતાના રક્ષણ માટે સમાજમન સિદ્ધ કરવું અને દેશ માટે કાંઈક કરવાની ઇચ્‍છા હોય એવા ગામેગામના યુવકોને તેમની કુશળતા અનુસાર સ્‍વરક્ષણ માટે સહભાગી કરી લેવા, આ બન્‍ને  ઉદ્દેશો આંખો સામે રાખવા પડશે. આ ઉદ્દેશો સાધ્‍ય કરવા માટે મહાવિદ્યાલયીન વિદ્યાર્થીઓ, વ્‍યાયામશાળા, યુવક મંડળો, ગણેશોત્‍સવ અને નવરાત્રોત્‍સવ મંડળોના કાર્યકર્તાઓને આવી આપત્‍કાલીન પરિસ્‍થિતિમાં કઈ જગ્‍યાએ ભેગા મળવું, ભેગા થયા પછી કઈ કૃતિઓ કરવી, આ વિશે પ્રબોધન કરવું આવશ્‍યક છે. આપણી સંગઠનોનાં વિવિધ ઉપક્રમો હાથ ધરતી વેળાએ આ ઉદ્દેશ આપણી આંખો સામે હોવા જોઈએ.

૩ આ ૧ ઇ. હુલ્‍લડ પહેલાંના સમયગાળામાં પ્રબોધાત્‍મક કાર્યશાળાઓનું આયોજન કરો !

રાષ્‍ટ્રપ્રેમી સંગઠનોએ હુલ્‍લડ પહેલાંના સમયગાળામાં વસાહતો, કાર્યાલયો ઇત્‍યાદિ ઠેકાણે કાર્યશાળાઓ લેવી. સામાન્‍ય લોકોની કાર્યશાળામાં આગળ જણાવેલી બાબતો કહેવી…

૧. ‘હુલ્‍લડ (બળવો) એટલે શું ?’, આ બાબત રાષ્‍ટ્રપ્રેમીઓને કહેવી

‘હુલ્‍લડ એટલે શું ? તે કેવી રીતે થઈ શકે ? હુલ્‍લડ થવા પહેલાં શું કરવું ? ઇત્‍યાદિ બાબતોની જાણકારી આપવી.

૨. હુલ્‍લડનો સામનો કરવા માટેની માનસિકતા સિદ્ધ કરવી અને પ્રત્‍યક્ષ હિંસાચાર સમયે રાષ્‍ટ્રપ્રેમી કુટુંબો અને માલમત્તાનું રક્ષણ કેવી રીતે કરવું, એ કહેવું

રાષ્‍ટ્રપ્રેમીઓ સામે હુલ્‍લડનાં કારણોનું કલ્‍પનાચિત્ર આંખો સામે ઊભું કરીને ‘સામેની વ્‍યક્તિ શું વિચાર કરી રહી છે અને શું સ્‍થિતિ નિર્માણ થવાની છે’, એ શીખવવું જોઈએ. યુવકોને આ શીખવવું જોઈએ, તેમજ વસાહત અને કાર્યાલયોમાં આ વિશે કાર્યશાળાઓ લેવી જોઈએ.

૩. હુલ્‍લડનો સામનો કરવા માટે માનસિક દૃષ્‍ટિએ સિદ્ધતા કરવી આવશ્‍યક !

હુલ્‍લડનો સામનો કરવા માટે માનસિક દૃષ્‍ટિએ સિદ્ધતા કરવી, એ મોટું કામ છે. હુલ્‍લડ જેવા પ્રસંગમાં, ઉદા. બજારમાં જતી વેળાએ હિંસાચારસદૃશ પરિસ્‍થિતિ જો નિર્માણ થાય, તો તે સમયે પોતાનું અને અન્‍યોનું રક્ષણ કેવી રીતે કરવું, એ અભ્‍યાસવર્ગ લઈને કહેવું જોઈએ.

૪. ઘર અને કાર્યાલય પાસે સ્‍વરક્ષણની સિદ્ધતા કરો !

રાષ્‍ટ્રપ્રેમી ઘરમાં અને ઘરબહાર, આ રીતે બે ઠેકાણે શસ્‍ત્રહીન અને બેસાવધ હોય છે. હુલ્‍લડ કરનારા શસ્‍ત્રસજ્‍જ હોવાની સંભાવના છે. આવા સમયે સ્‍વરક્ષણ માટે કાયદાએ આપેલા અધિકાર અનુસાર પ્રયત્ન કરવા જોઈએ.

૫. સ્‍વરક્ષણ માટે ઘરમાં રહેલી વસ્‍તુઓનો ઉપયોગ કરો

દેશદ્રોહીઓના હુલ્‍લડ સમયે સ્‍વરક્ષણ કરવા માટે ઘરમાં ઉપલબ્‍ધ રહેલી વસ્‍તુઓનો ઉપયોગ કરી શકાય છે, ઉદા. કપડાં સૂકવવાની લાકડી, સ્‍નાનઘરમાંનો પાઈપ ઇત્‍યાદિ.

૩ આ ૧ ઈ. શાંતિના કાળમાં આપત્‍કાળ માટે રાષ્‍ટ્રપ્રેમીઓના વિવિધ જૂથ સિદ્ધ કરો

હુલ્‍લડ થવા પહેલાં તેની સામે રક્ષણ થવા માટે પૂર્વસિદ્ધતા કરવી, એ જ ઉત્તમ પર્યાય છે. આ પૂર્વસિદ્ધતામાં સમાજમાંના સર્વ ઘટકો સહભાગી થાય, તો જ આ સંકટ આપણે પાછું ઠેલી શકીએ. તે માટે વાહનધારક, વાહનચાલક, બચાવ જૂથ, પ્રથમોપચાર અને વૈદ્યકીય ઉપચાર જૂથ, પીડિત રાષ્‍ટ્રપ્રેમીઓની અન્‍ન, વસ્‍ત્ર અને નિવારાની આવશ્‍યકતા પૂરી પાડવા માટે દાનવીર વ્‍યક્તિઓ, ધારાશાસ્‍ત્રીઓ, રાષ્‍ટ્રનિષ્‍ઠ વિચારવંતો જેવી વિવિધ વ્‍યક્તિઓના જૂથ સિદ્ધ કરવા. આ જૂથના નેતાઓની પસંદગી, તેમની સંપર્કયંત્રણા જેવી બાબતો વિશે શાંતિના કાળમાં વિચારવિનિમય કરીને વલણ નિશ્‍ચિત કરવું આવશ્‍યક છે.

આ જૂથોમાંથી બચાવજૂથની કામગીરી વધારે જોખમી હોવાથી તેમાંના કાર્યકર્તાઓ શારીરિક દૃષ્‍ટિએ સક્ષમ, પ્રતિકારસજ્‍જ અને માનસિક દૃષ્‍ટિએ દૃઢ હોય, તે વાતની સંભાળ લેવી જોઈએ. એ જ જૂથ અન્‍ય આપદાઓના પ્રસંગમાં પણ ઉપયોગી નીવડશે.

૩ આ ૧ ઉ. મહિલાઓની પૂર્વસિદ્ધતા કરાવી લો !

હુલ્‍લડ ચાલુ થાય, તો રાષ્‍ટ્રપ્રેમી મહિલાઓએ શું કરવું, તેની પૂર્વસિદ્ધતા કરી અને તે વિશેનું પ્રશિક્ષણ શાંતિના સમયમાં જ લઈ રાખવું જોઈએ. મહિલાઓ પર આક્રમણ થવાની સંભાવનાથી તેમની પાસે સહાયતા માગવા માટે સીસોટી હોવી, તેમજ રક્ષણ માટે પેપ્‍પર સ્‍પ્રે (મરીનો ભૂકો) અથવા મરચાનો ભૂકો સાથે હોવો આવશ્‍યક છે.

૩ આ ૧ ઊ. સાર્વજનિક સ્‍થળોના રક્ષણનું નિયોજન કરો !
૧. મંદિર સુરક્ષા

હુલ્‍લડ સમયે રાષ્‍ટ્રદ્રોહીઓ દ્વારા મંદિરો પર પત્‍થરફેંક કરવી, મંદિરમાં ગોમાંસ / વિષ્‍ઠા (શૌચ) ફેંકવું, મંદિરની તોડ-ફોડ કરવા જેવા અનેક બનાવ બની શકે છે. તેથી મંદિરની સુરક્ષા માટે આગળ જણાવેલી કૃતિઓ પ્રયત્નપૂર્વક કરવી જોઈએ.

૨. મંદિરો ફરતે સશક્ત કોટ (રક્ષણ માટે ભીંત) ચણી લો !

મંદિરોનાં સુશોભિકરણને ગૌણ પ્રાધાન્‍ય આપીને તેમની સુરક્ષા માટે મંદિરોની ફરતે સશક્ત કોટ ઊભો કરવા માટે પ્રાધાન્ય આપવું જોઈએ. આ કોટ બાંધવાનું મહત્વ મંદિરના વિશ્‍વસ્‍તોને ગળે ઉતારી દેવું જોઈએ, તેમજ આર્થિક ઉત્‍પન્‍ન ઓછું રહેલાં મંદિરો ફરતે કોટ બાંધવા માટે લોકોનું પ્રબોધન કરીને લોક-ફાળામાંથી અથવા ઉત્‍પન્‍ન સારું રહેલા મંદિરોની સહાયતાથી આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

૩. મંદિરોના રક્ષણાર્થે યુવકોના ચોકી-પહેરા પથકો સિદ્ધ કરો !

હુલ્‍લડ સમયે યુવકોના જૂથ કરીને તેમને વારાફરતી દિવસ-રાત્રે મંદિરોની સુરક્ષા માટે પહેરો દેવાનું દાયિત્‍વ આપવું આવશ્‍યક છે. મંદિરોમાં થનારી વધતી જતી ચોરીઓ, મૂર્તિભંજનની ઘટનાઓનું વધી રહેલું પ્રમાણ જોતાં, મંદિરોની સુરક્ષા માટે હિંદુઓએ હવે પ્રતિદિન મંદિરોમાં પહેરો દેવાની આવશ્‍યકતા નિર્માણ થઈ છે.

૪. સમાજને અઠવાડિયે એકવાર મંદિરમાં ભેગા થવાની ટેવ પાડો !

અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર નામજપ, સામૂહિક આરતી, કીર્તન, ભજન જેવા ધાર્મિક ઉદ્દેશોથી નજીકના મંદિરમાં ભેગા થવાની ટેવ હિંદુ સમાજને પાડો. તેનો લાભ રાષ્‍ટ્રદ્રોહીઓના હુલ્‍લડ કાળમાં ભેગા થવા માટે થશે.

૩ આ ૧ એ. રાષ્‍ટ્રનિષ્‍ઠ ધારાશાસ્‍ત્રીઓ અને ડૉક્‍ટરોનું પ્રભાવી સંગઠન કરો !

આપત્‍કાળમાં કદાચ ખાનગી રુગ્‍ણાલયો બંધ હોવાની સંભાવના હોઈ શકે છે. આવા સમયે ઉપચારોનો સર્વ ભાર શાસકીય રુગ્‍ણાલયો પર આવી શકે છે. શાસકીય રુગ્‍ણાલયોમાં તત્‍પરતાથી ઉપચાર થતા ન હોવાથી તેનો તોટો રુગ્‍ણોને થાય છે. આ ટાળવા માટે શાંતિના સમયમાં ડૉક્‍ટર્સના સરનામા અને દૂરધ્‍વનિ ક્રમાંક પોતાની પાસે રાખવા અને તેમનું પ્રબોધન કરવું આવશ્‍યક હોય છે. રુગ્‍ણોને વૈદ્યકીય પ્રમાણપત્રો દેવા માટે પણ ડૉક્‍ટર્સની સહાયતા થઈ શકે છે.

૩ આ ૨. હુલ્‍લડ સમયે હિંસાચાર ચાલુ હોય ત્‍યારે આ કરો !
૩ આ ૨ અ. જો પ્રત્‍યક્ષ હિંસાચારના ઠેકાણે એકલ-દોકલ હોવ, તો આ કરો !

૧. હિંસાચાર સમયે રસ્‍તા પરથી ભાગતી વેળાએ આજુ-બાજુમાં દ્વિચક્રી વાહન હોય અને તેના પર શિરસ્‍ત્રાણ (હેલ્‍મેટ) હોય, તો તે પહેરી લેવું. તેને કારણે માથું સુરક્ષિત રહે છે.

૨. આગ, પત્‍થરફેંક, ગોળીબાર, લાઠીમાર ઇત્‍યાદિ થતું હોય તો તે પરિસ્‍થિતિમાં તે ઠેકાણેથી વહેલા બહાર કેવી રીતે પડી શકાય, તે જોવું.

૩. જો રસ્‍તાની વચ્‍ચેથી લોકોનું ટોળું દોડતું હોય, તો તેની વિરુદ્ધ દિશામાં દોડવાને બદલે તેમની સાથે દોડવું અને ધીમે રહીને એક બાજુથી ત્‍યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરવો; કારણકે ટોળાના વિરોધમાં ભાગવાના પ્રયત્નમાં આપણે પડી જવાનો ડર હોય છે.

૪. પ્રવાસમાં ૨ ભ્રમણભાષ સંચ રાખો ! : પ્રવાસ કરતી વેળાએ આપણી પાસે ૨ ભ્રમણભાષ સંચ રાખવાથી લાભ થશે. આપણે પ્રવાસ કરતી વેળાએ જો હિંસાચાર ચાલુ થાય, તો એક સંચ આપણા ખીસામાં રાખવો અને બીજો કંપન સ્‍થિતિમાં આપણી થેલીમાં રાખવો. હિંસાચાર સમયે આપણી પાસેની વસ્‍તુઓ / સામાન બળજબરાઈથી કાઢી લેવા માટે કોઈ આવે, તો ખીસામાંનો ભ્રમણભાષ સંચ તેમને આપવો. તેથી આપણો જીવ બચી જશે અને પછી સંપર્ક કરવા માટે આપણી પાસે રહેલા બીજા સંચનો ઉપયોગ કરવો.

૫. હંમેશાં છૂટા પૈસા સાથે રાખો ! : હિંસાચારગ્રસ્‍ત પ્રભાગમાં ઝડપથી તણાવ નિર્માણ થઈને પરિસ્‍થિતિ બગડે છે, એ આપણે જાણીએ છીએ. તે વિસ્‍તારમાં જો આપણે જવાના હોઈએ, તો છૂટા પૈસા ખીસામાં રાખવા. મોટા રકમની નોટો ખીસામાં રાખવી નહીં. હિંસાચાર સમયમાં લૂંટફાટ મોટા પ્રમાણમાં થતી હોય છે. આવા સમયે આપણી લૂંટ કરવા કોઈ આવે જ, તો તેને તરત જ નાની રકમની નોટો આપી દઈને આપણે સુરક્ષિત રહી શકીએ છીએ.

૬. આપણું વાહન અચાનક હિંસાચારના ઠેકાણે આવે તો ત્‍યાંથી નીકળી જવું : ચારચક્રી વાહનમાંથી જતી વેળાએ અચાનક જો આપણું વાહન હિંસાચાર ચાલુ રહેલા માર્ગ પર આવે, તો શાંત રહીને ધીમે ધીમે વાહન આગળ લઈને તે માર્ગ છોડી દેવો.

૩ આ ૨ આ. હિંસાચારના કાળમાં પ્રત્‍યેક વ્‍યક્તિનું સામાજિક પત્રકારત્‍વ મહત્વનું !

આપણે ઘરમાં હોઈએ અને બહાર હિંસાચાર થતો હોય, તો સામાજિક પત્રકારત્‍વનો ઉપયોગ કરવો. આપણે ક્યાં છીએ, હિંસાચારના ઠેકાણે શું બની રહ્યું છે, આ બાબત થોડા થોડા સમયે અન્‍યત્રના લોકોને કહેતા રહેવું. અફવા ફેલાવવી નહીં. આપણા ભાગમાંના વધારેમાં વધારે પત્રકારોના સંપર્ક ક્રમાંક આપણા ભ્રમણભાષ સંચમાં નોંધી રાખવા.

૩ આ ૨ ઇ. હિંસાચારના કાળમાં રાષ્‍ટ્રપ્રેમીઓની પ્રભાવી સંપર્કયંત્રણા હોવી અત્‍યાવશ્‍યક !

દેશમાં ગમે ત્‍યાં હુલ્‍લડને કારણે હિંસાચાર થાય, તો તે વિશે સમગ્ર દેશમાંના રાષ્‍ટ્રપ્રેમીઓને સતર્ક કરવા આવશ્‍યક છે, ઉદા. ચેન્‍નઈમાં જો હિંસાચાર થાય, તો જમ્‍મુ અને દેહલી ખાતે પણ ત્‍વરિત જાણ કરવી. તે માટે હમણાથી જ આપણે સહુકોઈએ પ્રભાવી સંપર્કયંત્રણા નિર્માણ કરવી આવશ્‍યક છે. લઘુસંદેશ અને ઈ-મેલ દ્વારા સહુકોઈ સાથે સંપર્ક સાધ્‍ય કરી શકાય, એવી યંત્રણા પણ બનાવવી જોઈએ.

૩ આ ૨ ઈ. બસસ્‍થાનક અને રેલ્‍વેસ્‍થાનકના ઠેકાણે અટવાઈ ગયેલાઓને સુરક્ષિત સ્‍થાને લઈ જવાનું નિયોજન કરવું.

હિંસાચારના આરંભના સમયમાં વાહનવ્‍યવહાર સગવડનો અભાવ, અસુરક્ષિતતા ઇત્‍યાદિ કારણોસર બસસ્‍થાનક અથવા રેલ્‍વેસ્‍થાનકના ઠેકાણે લોકો મોટી સંખ્‍યામાં અટવાઈ જાય છે. આવા લોકોને તેમના સુરક્ષિત સ્‍થાન પર પહોંચાડવાનું દાયિત્‍વ આપણે સંભાળવું જોઈએ. ભીડ-પ્રતિબંધ અથવા અન્‍ય કારણોસર તેમને સુરક્ષિત સ્‍થાનોએ પહોંચાડવા સંભવ ન હોય તો તેમના ખાવા-પીવાની તાત્પૂરતી  વ્‍યવસ્‍થા ભણી ધ્‍યાન દેવું.

૩ આ ૨ ઉ. ઓછી સંખ્‍યા ધરાવનારા વિસ્‍તારમાંના રાષ્‍ટ્રપ્રેમીઓની સહાયતા માટે નિયોજન કરો !

હિંસાચાર ચાલુ થયા પછી જે વિસ્‍તારોમાં રાષ્‍ટ્રપ્રેમીઓની સંખ્‍યા ઓછી છે, એવું લાગે છે, તે વિસ્‍તારોમાંના રાષ્‍ટ્રપ્રેમીઓની સુરક્ષિતતાને પ્રાથમિકતા આપવી જોઈએ. આવા સમયે અન્‍યત્રના રાષ્‍ટ્રપ્રેમીઓએ તે રાષ્‍ટ્રપ્રેમીઓનું રક્ષણ કરવા માટે પોલીસ અધિકારીઓ પર દબાણ લાવવું જોઈએ.

૩ આ ૨ ઊ. મહિલા અને રાષ્‍ટ્રનિષ્‍ઠોની સહાયતા લઈને પોલીસ સમક્ષ પોતાનો પક્ષ પ્રસ્‍તુત કરો !

હિંસાચારના સમયગાળામાં તેમાં ન ફસાયેલા (ઉદા. વયોવૃદ્ધ, મહિલાઓ ઇત્‍યાદિ) રાષ્‍ટ્રનિષ્‍ઠોની ભૂમિકા પરિણામકારી પુરવાર થઈ શકે છે. તેમાંથી કેટલાક લોકોએ મહિલાઓને સાથે લઈને પોલીસથાણામાં સંબંધિત અધિકારી પાસે જવું. તેમણે શાંતિથી રાષ્‍ટ્રપ્રેમીઓ પરના અત્‍યાચારો વિશે પોલીસને પૂછવાનું ચાલુ કરવું. તેથી શાંતિ પ્રસ્‍થાપિત કરવા માટે રાષ્‍ટ્રપ્રેમીઓના પ્રયત્નો ચાલુ છે, એવું વાતાવરણ નિર્માણ થવામાં સહાયતા થશે.

૩ આ ૨ એ. અન્‍યત્રના રાષ્‍ટ્રપ્રેમીઓએ કરવાના પ્રયત્નો

એકાદ ભાગમાં હિંસાચાર ચાલુ થાય કે, ત્‍યાંના લોકોને પોલીસ ખાતાના ઉચ્‍ચસ્‍તરીય અધિકારી મળતા નથી. તેથી જે ભાગમાં હિંસાચારસદૃશ પરિસ્‍થિતિ નથી, એવા વિસ્‍તારમાંના પ્રતિષ્‍ઠિત રાષ્‍ટ્રપ્રેમીઓએ પોલીસ ખાતાના વરિષ્‍ઠોને મળીને તેમને રાષ્‍ટ્રપ્રેમીઓ પરના અત્‍યાચાર અને તાત્‍કાલિક પરિસ્‍થિતિ વિશે કહેવું.

૩ આ ૨ ઐ. પોલીસને સહાયતા કરવા માટે પ્રયત્ન કરવા

હિંસાચારના સમયગાળામાં શાંતિ નિર્માણ કરવા માટે શાસન કેંદ્રિય આરક્ષિત (રિઝવ્‍હર્ડ ફોર્સ) પોલીસ દળ, રાજ્‍ય આરક્ષિત પોલીસ દળ આ રીતે સશસ્‍ત્ર પોલીસ દળોને બોલાવી શકે. રાષ્‍ટ્રપ્રેમીઓએ સ્‍વયંસેવક બનીને આ પોલીસોને બને તેટલી સહાયતા (ઉદા. પાણી આપવું, બેસવા માટે ખુરશી આપવી ઇત્‍યાદિ) કરવી.

૩ આ ૨ ઓ. માહિતી તંત્રજ્ઞાનનો પ્રભાવી ઉપયોગ કરો !

હિંસાચારના સમયગાળામાં રાષ્‍ટ્રપ્રેમીઓ પર થનારા અન્‍યાય દર્શાવનારાં વિવિધ છાયાચિત્રો અને ચિત્રીકરણ, આ વાતો ‘ટ્વીટર’, ‘ફેસબુક’, ‘યુ-ટ્યૂબ’, આવા સામાજિક સંકેતસ્‍થળો પર મૂકીને તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા. તેમજ કેટલાંક વિશિષ્‍ટતાપૂર્ણ છાયાચિત્રો નિયતકાલિકોને પણ મોકલવા.

હિંસાચારના સંદર્ભમાં પ્રસારમાધ્‍યમોને જાણકારી આપવાનો પ્રસંગ આવે તો વાંધાજનક બાબતો દૃઢતાથી કહેવી. તાત્‍કાળ ટ્વીટ કરીને તેમાં સ્‍થાનિક પોલીસ થાણું, વરિષ્‍ઠ પોલીસ અધિકારી, ગૃહમંત્રી, મુખ્‍યમંત્રીને ટૅગ કરવા.

૩ આ ૩. હિંસાચાર પછી આ કરો !
અ. રમખાણગ્રસ્‍ત વિસ્‍થાપિત રાષ્‍ટ્રપ્રેમીઓનું સંરક્ષણ અને પુનર્વસન

હુલ્‍લડ સમયે રાષ્‍ટ્રદ્રોહીઓના હિંસાચારને કારણે રાષ્‍ટ્રપ્રેમીઓનું શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થયું હોય છે, આવા લોકોની સ્‍થિતિ નબળી હોઈ શકે છે. આવા લોકોને જો પ્રશાસન સહાયતા ન કરે તો અન્‍ય રાષ્‍ટ્રપ્રેમીઓએ આધાર આપવો જોઈએ. તે માટે ઑનલાઈન અર્પણ ભેગું કરી શકાય છે.

આ. વિસ્‍થાપિત રાષ્‍ટ્રપ્રેમીઓના તાત્પૂરતા નિવાસ માટે વ્‍યવસ્‍થા કરવી

રાષ્‍ટ્રપ્રેમીઓના ઘરોની ધૂળધાણી, ઘરો સળગાવી દેવા ઇત્‍યાદિથી તેઓ મોટા પ્રમાણમાં વિસ્‍થાપિત થાય છે. આવા લોકોની તાત્પૂરતી નિવાસ માટેની વ્‍યવસ્‍થા શાંતિના સમયગાળામાં જ કરી રાખવી આવશ્‍યક છે. મોટા સભાગૃહો અને દેવસ્‍થાનોની જગ્‍યાનો ઉપયોગ આ કારણો માટે કરી શકાશે. વિસ્‍થાપિત રાષ્‍ટ્રપ્રેમીઓને પાથરવા-ઓઢવાનું, કપડાંની પણ આવશ્‍યકતા હોય છે. હિંસાચારનો દાહ ન લાગેલા વિસ્‍તારમાં સહાયતા સરઘસ કાઢીને પથારી, કપડાં ભેગાં કરીને તેમાંથી વિસ્‍થાપિત રાષ્‍ટ્રપ્રેમીઓની તાત્પૂરતી સગવડ કરી શકાશે.

ઇ. વિસ્‍થાપિત થયેલાઓ માટે ખાવાપીવાની વ્‍યવસ્‍થા

વિસ્‍થાપિત થયેલા રાષ્‍ટ્રપ્રેમીઓની ખાવાપીવાની તાત્પૂરતી વ્‍યવસ્‍થા કરવાના દૃષ્‍ટિકોણથી આપણા પ્રયત્નો થવા જોઈએ. તે માટે સમાજમાંની દાનવીર વ્‍યક્તિઓ, વેપારીઓ, ઉદ્યોજકોની પણ સહાયતા લઈ શકાશે. તે માટે લાગનારો પૈસો અને અન્‍નધાન્‍યનું દાયિત્‍વ તેમના પર સોંપી શકાશે.

ઈ. વિસ્‍થાપિત થયેલાઓને વૈદ્યકીય સુવિધા પૂરી પાડવાનું નિયોજન કરવું

ડૉક્ટરોનું પ્રબોધન કરીને વિસ્‍થાપિતોને વિનામૂલ્‍ય વૈદ્યકીય સુવિધા પૂરી પાડવી સંભવ છે. તેમની પાસે રહેલા ‘સેંપલ’ની ઔષધિઓમાંથી વિનામૂલ્‍ય ઔષધિઓ પણ તેમને આપી શકાશે.

ઉ. હિંસાચારગ્રસ્‍તો માટે રહેલી સુવિધાઓનો લાભ મેળવી આપવો

હિંસાચાર સંકેલાઈ જાય પછી વિસ્‍થાપિત હિંદુઓનું કાયમસ્‍વરૂપી પુનર્વસન થવાની દૃષ્‍ટિએ રાષ્‍ટ્રપ્રેમીઓએ પ્રયત્નો કરવા જોઈએ. તે માટે તેમને હાનિભરપાઈ મેળવી આપવી, હિંસાચારગ્રસ્‍તો માટે રહેલી સુવિધાઓનો લાભ મેળવી આપવો, આ દષ્‍ટિએ સહાયતા કરવી જોઈએ.

 

Leave a Comment