અત્યાર સુધી આપણે આ લેખમાલામાં વિવિધ આપત્તિઓ અને તેની સામે બચાવ કેવી રીતે કરવો, આ વિશેનાં સૂત્રો જોયા. આ લેખમાં આ સર્વ આપત્તિઓના સંદર્ભમાં કેટલીક સામાયિક સૂચનાઓ છે. તે ધ્યાનમાં લઈને આપત્તિ પહેલાં કેટલીક સિદ્ધતા કરી શકાશે.
ભાગ ૮ વાંચવા માટે અહીં ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/10538.html
૩. વિવિધ આપત્તિઓના સંદર્ભમાંની સામાયિક સૂચના
વિવિધ આપત્તિઓ સમયે કેટલીક કૃતિઓ કરવી સામાયિક (સરખી જ) હશે. તે ધ્યાનમાં લઈને તે અનુસાર પ્રત્યેકે સિદ્ધતા કરવાથી પોતાનું, કુટુંબનું, તેમજ પાડોશીઓનું રક્ષણ થઈ શકે છે. તેમજ ઓછામાં ઓછી હાનિ અને ત્રાસ થઈ શકે.
૩ અ. કટોકટીમાં કેવી રીતે વર્તવું, તેનો અભ્યાસ કરો !
૩ અ ૧. કટોકટીના કાળમાં ઘરમાંથી બહાર કેવી રીતે નીકળવું અથવા ઘરમાં સુરક્ષિત સ્થાન પર કેવી રીતે રોકાવું, તેમજ પ્રથમોપચાર કેવી રીતે કરવા, તેનું પ્રત્યેક કુટુંબીજનોએ પ્રશિક્ષણ લઈ રાખવું અને તેનો નિયમિત અભ્યાસ કરવો.
૩ અ ૨. આપત્કાલીન સ્થિતિમાં કુટુંબ સાથે જ પાડોશીએ શું કરવું જોઈએ, એ વિશે ચર્ચા કરીને યોજના બનાવવી. તેનો પણ અભ્યાસ કરી રાખવો. ગૅસ સિલિંડર, મુખ્ય વિદ્યુત પ્રવાહ, પાણીના નળની મુખ્ય કળ (બટન) ઇત્યાદિ બંધ કરવા વિશે પ્રત્યેકને જાણકારી હોવી જોઈએ.
૩ અ ૩. ‘કટોકટી સંચ’ (Emergency Kit) : આ સંચ ઝડપથી તમારી સાથે લઈને તમે ઘરની બહાર નીકળી શકો છો. આ સંચ મૂકવાની જગ્યા નક્કી કરો અને તેની જાણકારી બધાને આપો. તેમાં
અ. બૅટરી પર ચાલનારી ટોર્ચ
આ. વધારાની બૅટરીઓ
ઇ. બૅટરી પર ચાલનારો રેડિયો
ઈ. પ્રથમોપચાર પેટી
ઉ. ઓછામાં ઓછો ૩ દિવસ થઈ રહે તેટલો સૂકો નાસ્તો અને પીવા માટે પાણી
ઊ. જળરોધક પેટીમાં મીણબત્તી અને દીવાસળીની પેટી
એ. છરી
ઐ. ક્લોરિનની ગોળીઓ
ઓ. મહત્વનાં દસ્તાવેજો (રેશનકાર્ડ, આધારકાર્ડ ઇ.)
ઔ. રોકડા પૈસા
અં. જાડી દોરી
આપત્તિના સ્વરૂપ અનુસાર અને પોતાની આવશ્યકતા અનુસાર આમાં અન્ય વસ્તુઓ મૂકવી, ઉદાહરણ તરીકે પોતાની ઔષધિઓ. આ વસ્તુઓ એક બૅગમાં ભરીને તે બૅગ સાથે રહેનારા કુટુંબમાંના પ્રત્યેક સદસ્યને જ્ઞાત હોય, એવા સ્થાન પર મૂકવી.
૩ અ ૪. આપત્કાળમાં કુટુંબીજનોથી છૂટા થયા પછી ફરીવાર મળવા માટે આ કરો !
ધરતીકંપ, પૂર ઇત્યાદિને કારણે નાના બાળકો ઘરમાં અથવા બહાર હોય તો છૂટા પડી શકે છે. આવા સમયે નક્કી શું કરવું, એ વિશે બાળકોને કહેવું. તેઓ સંપર્કમાં કેવી રીતે રહે, તેનું નિયોજન કરવું. ક્યાં ભેગા મળવું, તેનાં બે સ્થાનો નિશ્ચિત કરો. પહેલી જગ્યા ઘરની પાસે હોવી જોઈએ. બીજી જગ્યા ઘરથી થોડે દૂર હોવી જોઈએ.
૩ અ ૫. આપત્કાલીન પરિસ્થિતિમાં પોતાનું વાહન સિદ્ધ રાખો !
વાહન દુરુસ્ત કરનારાઓ પાસેથી પોતાના વાહનની નીચેની વાતો તપાસી લેવી !
અ. બૅટરી અને ઇગ્નિશન (ગાડી ચાલુ કરવાની) પ્રણાલી
આ. બ્રેક
ઇ. એક્ઝૉસ્ટ સિસ્ટમ
ઈ. ઇંધન અને એર ફિલ્ટર
ઉ. હિટર અને વાયપર
ઊ. હેડ લાઇટ્સ અને ચમકનારા જોખમ બતાવનારા દીવા
એ. તેલ (ઓઇલ)
ઐ. પેટ્રોલ અથવા ડિઝલ ટાંકી ભરેલી રાખો !
ઓ. સારા ટાયર લગાડી રાખો !
૩ અ ૬. વાહનથી પ્રવાસ કરતી વેળાએ લેવાની કાળજી !
અ. ‘જો ગાડી પર વીજળીના તાર પડે, તો શૉક લાગવાનું જોખમ રહે છે. પ્રશિક્ષિત વ્યક્તિ વાયર કાઢે ત્યાં સુધી અંદર જ રહો.
આ. આપત્કાલીન સ્થિતિમાં વાહન ચલાવતી વેળાએ તેના પર નિયંત્રણ રાખવું કઠિન થાય તો સુરક્ષિત સ્થાન પર ગાડી રોકીને હૅન્ડબ્રેક લગાડવો.’
૩ અ ૭. દૂરદર્શન અને રેડિયો પરથી ધરતીકંપના સંદર્ભમાં અદ્યાવત માહિતી નિરંતર આપવામાં આવે છે. આ માધ્યમો દ્વારા આપવામાં આવતા સમાચાર અને સૂચનાઓ સાંભળવી.
૩ અ ૮. સરકારી યંત્રણાની સહાયતા લો !
આપત્કાલીન પરિસ્થિતિ હાથ ધરતી વેળાએ સરકાર, સૈન્યદળ, પોલીસ, રાજ્યનું ખાસ (રિઝવ્હર્ડ) દળ, રેડ ક્રૉસ, અગ્નિશમન દળની યંત્રણા યુદ્ધ સ્તર પર કાર્ય કરતી હોય છે. આપણા જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન કેંદ્રની સહાયતા લેવા માટે ૧૧૨ ક્રમાંક પર સંપર્ક કરવો. આ સાથે જ કેટલાક સ્થાનો પર સ્વયંસેવી સંગઠનો પણ કાર્યરત હોય છે. આપત્કાલીન પરિસ્થિતિમાં તેમની સહાયતા લો !
૩ અ ૯. અફવાઓ પર વિશ્વાસ ન મૂકો !
આપત્કાલીન પરિસ્થિતિમાં શાંત રહીને કૃતિ કરો અને અન્યોને ધીરજ આપો. અફવાઓ પર વિશ્વાસ રાખશો નહીં.
૩ અ ૧૦. સંપત્તિનો વીમો ઉતારી રાખવો !
‘જેમને સંભવ છે, તેમણે પોતાની સંપત્તિનો યોગ્ય વીમો ઉતારવો, કે જેમાં આપત્તિ અંતર્ભૂત હોય.’
૩ અ ૧૧. અન્યોની સહાયતા કરવી
અ. સહાયતા કરતી વેળાએ ભાન રાખવું મહત્વનું !
લોકોની સહાયતા કરવા માટે દોડી જવું, આ પ્રવૃત્તિ મૂળમાં ભલે સારી હોય, તેમ છતાં સમયનું ભાન રાખીને અને આપણી પાસે કઈ કુશળતા છે, તેનો વિચાર કરીને પછી જ સહાયતા માટે દોડી જવું ઉત્તમ છે. કટોકટીની પરિસ્થિતિમાં અતિઉત્સાહ બતાવનારા વીરોને થોભવા માટે કહેવું પડે છે.
આ. પ્રથમોપચાર
ઘાયલ વ્યક્તિઓને પ્રથમ યોગ્ય પ્રથમોપચાર પ્રદાન કરવા. વ્યક્તિ જો અત્યવસ્થ હોય, તો જ તેને ત્યાંથી તુરંત યોગ્ય ઠેકાણે લઈ જવી.
મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧૦