આ લેખમાં ભૂસ્ખલન (landslide) વિશે જાણકારી આપવામાં આવી છે. ભૂસ્ખલન ભલે સર્વત્ર ન થતું હોય, તો પણ આગામી આપત્કાળમાં ભૂકંપની જેમ તેનું પણ જોખમ ડુંગરાળ પ્રદેશમાં મોટા પ્રમાણમાં હોઈ શકે છે. ભૂસ્ખલન થવાનાં કારણો, તેની ભીષણતા, ભૂસ્ખલનની આપત્તિ ટાળવા માટે યોજવાના કેટલાક પ્રતિબંધાત્મક ઉપાય, ભૂસ્ખલન થવા પહેલાં મળનારી કેટલીક પૂર્વસૂચનાઓ, તે થતું હોય અને થઈ ગયા પછી કઈ બાબતો કરવી ઇત્યાદિ વિશે જાણકારી આપવામાં આવી છે.
ભાગ ૭ વાંચવા માટે અહીં ક્લિક કરો : https://www.sanatan.org/gujarati/10513.html
૨ ઉ. ભૂસ્ખલન
૨ ઉ ૧. ‘ભૂસ્ખલન’ શબ્દનો અર્થ
કઠ્ઠણ અથવા બરડ (પોચો) ડુંગર અથવા ટેકડીનો ભાગ અચાનક ઢાળની દિશામાં ઢસડાઈ જાય છે, તેને ‘ભૂસ્ખલન’ એમ કહેવામાં આવે છે. ઘણીવાર આ ઘટના અતિશય ઝડપથી થાય છે, જ્યારે ઘણીવાર તે માટે કેટલાક કલાક, દિવસ અથવા મહિના પણ લાગે છે. કેટલીકવાર ભૂસ્ખલન થતી વેળાએ પત્થર-પાણા, માટી, પાણી, ગારો ઇત્યાદિનું મિશ્રણ દ્રુત ગતિથી નીચે પડે છે.
૨ ઉ ૨. ભૂસ્ખલન થવાનાં કારણો
૨ ઉ ૨ અ. નૈસર્ગિક
અતિવૃષ્ટિ, ઝડપથી બરફ ઓગળવો, ધરતીકંપ, વાવાઝોડું, જ્વાલામુખીનો ઉદ્રેક, આગ (વૃક્ષોના ઘર્ષણને કારણે અથવા તાપમાન વધવાથી નિર્માણ થયેલી આગ) જેવાં અનેક કારણોથી ભૂસ્ખલન થઈ શકે છે.
૨ ઉ ૨ આ. માનવનિર્મિત
૧. ભૂભાગમાં માનવી જો અતિ ખોદકામ કરે, તો ભૂમિમાં ધક્કા લાગીને તડો નિર્માણ થાય છે.
૨. બોગદાં ખોદતી વેળાએ ક્યારેક સ્ફોટકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને કારણે ભૂમિ બરડ થઈ શકે છે.
૩. ઘણીવાર બાંધકામ કરતી વેળાએ અમર્યાદ વૃક્ષતોડને કારણે પણ ભૂસ્ખલન થઈ શકે છે.
૨ ઉ ૩. ભૂસ્ખલનની આપત્તિની ભીષણતા
ભારતમાં સર્વાધિક ભૂસ્ખલન હિમાલય પરિસરમાંના કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ ઇત્યાદિ રાજ્યોમાં થાય છે. દેશમાં પ્રતિવર્ષ ભૂસ્ખલનને કારણે સરેરાશ ૭૦૦ લોકોનું મૃત્યુ થાય છે. ઉદાહરણ દેવાનું થાય, તો ૩૦.૭.૨૦૧૪ના દિવસે મહારાષ્ટ્રના માળીણ (તાલુકો આંબેગાવ, જિલ્લો પુણે) નામક ગામમાં ભૂસ્ખલન થવાથી ૭૪માંથી ૪૪ ઘરો સહિત ૧૫૫ કરતાં વધુ વ્યક્તિ, તેમજ અનેક જનાવરો ઇત્યાદિ કેટલીક ક્ષણોમાં જ માટીના ઢગલા નીચે દટાઈ ગયા.
૨ ઉ ૪. ભૂસ્ખલનની આપત્તિ ટાળવા માટે યોજી શકાય એવા કેટલાક પ્રતિબંધાત્મક ઉપાય
અ. ‘ભૂસ્ખલન ટાળવા માટે જે ભાગમાં ભૂસ્ખલનની શક્યતા છે અથવા જ્યાં આવા પ્રકારની ઘટનાઓ પહેલાં બની ગઈ છે, તે ભાગમાં વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું. જેથી તેમનાં મૂળિયાં ભૂમિને કઠ્ઠણ ઝાલી રાખે અને ભૂસ્ખલન ટળી શકે. ખાસ કરીને ડુંગરાળ ભાગમાં મોટા વૃક્ષો તેમજ અન્ય વનસ્પતિ રોપવા.
આ. પાણીનો નિચોડ થવા માટે રહેલી સંરક્ષણ ભીંતોમાંના બાકાં સ્વચ્છ રાખવા. તેમજ પાણીનો નૈસર્ગિક નિચોડ થવાનો માર્ગ પલટવો નહીં. તેમ ન કરવાથી પાણીને બહાર નીકળવા માટે માર્ગ ન મળવાથી તેના દબાણને કારણે ભૂસ્ખલનનું જોખમ નિર્માણ થઈ શકે છે.
ઇ. ઢાળ, કિનાર અને પાણીનો નિચોડ થવાના માર્ગ પર બાંધકામ કરવું નહીં. કચરો અથવા સામગ્રી સંગ્રહી રાખવી નહીં. એમ કરવાથી ભૂસ્ખલનને કારણે તે લસરી શકે છે અને વધુ હાનિ થઈ શકે છે.
ઈ. વરસાદ પહેલાં ડુંગરાના ઢાળ, જોખમી ભેખડો ઇત્યાદિની તપાસણી કરવી અને આવશ્યક ઉપાયયોજના કરીને ભૂસ્ખલન થાય નહીં, તે જોવું. તે માટે સંબંધિત વિસ્તારમાંના યુવકો, ગ્રામસેવકો અને અનુભવી ખેડૂતોની સહાયતા લઈ શકાશે. આ લોકો જોખમી ભેખડોને ઠેકાણે ધ્યાન રાખીને તેમને જો કોઈપણ જોખમી પલટો ધ્યાનમાં આવે તો તરત જ ગ્રામજનો અને સંબંધિત શાસકીય યંત્રણાને સતર્ક કરી શકે.
૨ ઉ ૫. ભૂસ્ખલન થવા પહેલાં મળનારી કેટલીક પૂર્વસૂચનાઓ
‘પ્રત્યેક સમયે ભૂસ્ખલનની સૂચના મળશે જ, એમ નથી. કેટલીક વાર પૂર્વસૂચના મળે છે; પણ તેનો અર્થ ધ્યાનમાં લેવો મહત્વનું હોય છે. તેમ ન કરવાથી પૂર્વસૂચના મળવા છતાં પણ ભૂસ્ખલન પહેલાં સિદ્ધતા કરી શકાતી નથી. કેટલીક વાર આપણી આજુબાજુ ધીમી ગતિએ થનારા પલટ આગળ જતાં મોટા ભૂસ્ખલન માટે કારણીભૂત પુરવાર થાય છે. આવી નૈસર્ગિક સૂચનાઓ ભણી ધ્યાન આપવું.
અ. અચાનક બારી-બારણાં ઘટ્ટ થઈ જવા
આ. મકાનનો પાયો બેસી જાય છે. તેથી મકાન થોડા પ્રમાણમાં ભૂમિની નીચે જાય છે અથવા મકાનને તરાડો પડે છે.
ઇ. ભૂમિમાં રહેલી વાહિનીઓ (વિદ્યુત, જળ ઇત્યાદિ) અચાનક અથવા આપમેળે જ તૂટી જવી
ઈ. ખડકોને અથવા ભૂમિને અચાનક તરાડો પડવી
ઉ. નદીનું પાણી અચાનક ડહોળું બનવું
ઊ. વરસાદ વરસતો હોય ત્યારે અથવા હમણાં જ થોભ્યો હોય ત્યારે નદીનું પાણી અચાનક ઓછું થવું
એ. વૃક્ષો, વાડ, થાંભલા, સંરક્ષણ-ભીંતો ઇત્યાદિ અચાનક એક બીજાની પાછળ નમવા
ઐ. ઢાળ પરના ભૂપૃષ્ઠભાગ ઉપર આવવા (ફૂલી ગયા હોય તેવા દેખાવા)
ઓ. ભૂમિમાં નવા ઝરા ફૂટવા’
સંદર્ભ : pocketbook-do-dont-1.pdf અને usgs.gov/natural-hazards/landslide-hazards/science/landslide-preparedness
૨ ઉ ૬. ભૂસ્ખલન થતું હોય ત્યારે આ કરો !
અ. ‘ભૂસ્ખલન સમયે આપણી દિશામાં ઢગલો આવતો હોય, તો રસ્તો, પૂલ પાર કરવાનું ટાળવું, તેમજ બને તેટલા ઝડપથી ઢગલાના માર્ગથી દૂર ઊંચા ભાગમાં જવાનો પ્રયત્ન કરવો. ભૂસ્ખલન થતું હોય ત્યારે ઢગલો ઊંડાણવાળા ભાગમાં ભેગો થતો હોવાથી ત્યાં, તેમજ નદીના પાત્ર નજીક જવાનું ટાળવું.
આ. અચાનક વૃક્ષો તૂટવાનો, પત્થરો લસરી પડવાનો ધ્વનિ આવતો હોય, તો તરત જ ઢાળ અથવા ઊંડાણ ધરાવતા ભાગથી દૂર જવું.
ઇ. ભૂસ્ખલન સમયે આપણે તે ભાગમાંથી દૂર જઈ શકતા ન હોઈએ અથવા ‘ઢગલાની નીચે દટાઈ જશું’, એમ લાગતું હોય, તો મોટું પટલ (ટેબલ) અથવા તેના જેવી ભારે વસ્તુ નીચે સંતાઈ જાવ. માથાનું રક્ષણ કરવા માટે ઓશિકાનો ઉપયોગ કરો. બારી અને બારણાં પાસે ઊભા રહેવાનું ટાળવું.’
૨ ઉ ૭. ભૂસ્ખલન પછી આ કરો !
અ. ‘ઢીલી માટી અથવા વસ્તુને સ્પર્શ કરવો નહીં અથવા તેના પરથી ચાલવું નહીં. ભૂસ્ખલનને કારણે આવી માટી દબાણ પડ્યા પછી તરત જ લસરી શકે છે અને જીવિત હાનિ થઈ શકે છે.
આ. વીજળીનો ધક્કો (શૉક) લાગવાની સંભાવના હોવાથી વિદ્યુત તાર અથવા થાંભલાથી દૂર રહેવું. બને તો સંબંધિત (વિદ્યુત, જળ ઇત્યાદિ) ખાતાઓને સંપર્ક કરીને ભૂસ્ખલનની જાણકારી આપવી. તેને કારણે વિદ્યુત, જળ ઇત્યાદિ પ્રવાહ બંધ થઈને આગળની હાનિ ટળશે.
ઇ. ઢાળ અથવા ઊંડાણ ધરાવતા ભાગથી દૂર જવું.
ઈ. ભૂસ્ખલનને કારણે નદીઓ, ઝરણાઓ, કૂવા ઇત્યાદિનું પાણી દૂષિત થયું હોવાની ઘણી સંભાવના હોવાથી ત્યાંના પાણીનું નિર્જંતુકિકરણ કર્યા વિના પાણી પીવું નહીં.
ઉ. ભૂસ્ખલન થયેલા ક્ષેત્રથી દૂર રહો. ત્યાં એક પછી એક ભૂસ્ખલન થવાની અથવા પૂર આવવાની શક્યતા હોય છે. તજ્જ્ઞો સુરક્ષાની બાયંધરી આપે ત્યાં સુધી ભૂસ્ખલન થયેલા સ્થાનથી દૂર રહેવું.
ઊ. ચોમાસામાં ભૂસ્ખલન થયેલા ભાગોમાં પૂર આવવાની શક્યતા હોવાથી ત્યાં બને તેટલા વહેલો ભરાવ (પૂરણ) નાખીને ભૂમિ પૂર્વવત્ કરવી અને વૃક્ષો વાવવા.’
સંદર્ભ : pocketbook-do-dont-1.pdf (pg 77 & 78)
મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૯