‘સમગ્ર દેશમાં મહાશિવરાત્રિ સર્વત્ર ઉત્સાહભેર ઊજવવામાં આવે છે. મહા વદ પક્ષ ચતુર્દશીની તિથિએ મહાશિવરાત્રિ આ શિવજીનું વ્રત કરવામાં આવે છે. ઉપવાસ, પૂજા અને જાગરણ આ મહાશિવરાત્રિ વ્રતના ૩ પાસાં છે. ‘મહા વદ પક્ષ તેરસે એકભુક્ત રહેવું. ચતુર્દશીના દિવસે સવારે મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્પ કરવો. સાંજે નદી પર અથવા તળાવ પર જઈને શાસ્ત્રોક્ત સ્નાન કરવું. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવા. પ્રદોષકાળે શિવજીના મંદિરમાં જવું. શિવજીનું ધ્યાન ધરવું. પછી ષોડશોપચાર પૂજા કરવી. ભવભવાનીપ્રીત્યર્થ તર્પણ કરવું. શિવજીને એકસો આઠ કમળ અથવા બીલીપત્ર નામમંત્રથી ચઢાવવાં. ત્યારપછી પુષ્પાંજલિ અર્પણ કરીને અર્ઘ્ય આપવું. પૂજાસમર્પણ, સ્તોત્રપાઠ અને મૂલમંત્રનો જપ થયા પછી શિવજીના મસ્તક પરનું એક ફૂલ કાઢીને તે પોતાના મસ્તક પર મૂકવું અને ક્ષમાયાચના કરવી’, એવું મહાશિવરાત્રિનું વ્રત છે.
આ સમયે કોરોનાની પાર્શ્વભૂમિ પર કેટલાક ઠેકાણે આ વ્રત હંમેશાંની જેમ કરવામાં મર્યાદા આવી શકે છે. આવા સમયે શું કરવું ? મહાશિવરાત્રિએ શિવતત્વ નો લાભ મેળવવા માટે કઈ કૃતિઓ કરવી ? આ વિશેનાં કેટલાંક ઉપયુક્ત સૂત્રો અને દૃષ્ટિકોણ અત્રે આપી રહ્યા છીએ.
(નોંધ : આ સૂત્રો જે ઠેકાણે મહાશિવરાત્રિનું વ્રત હંમેશાંની જેમ આચરણ કરવામાં નિર્બંધ અથવા મર્યાદા છે, એવા લોકો માટે જ છે. જે ઠેકાણે પ્રશાસનના સર્વ નિયમો પાળીને હંમેશાંની જેમ વ્રત અને દેવદર્શન કરી શકાય છે, તે ઠેકાણે હંમેશાંની પ્રથા પ્રમાણે તે કરવું.)
૧. શિવજીની પૂજા માટે પર્યાય
અ. કોરોનાની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલા નિર્બંધોને કારણે જેમને મહાશિવરાત્રિને દિવસે શિવમંદિરમાં જવું સંભવ નથી, તેમણે પોતાના ઘરમાંના શિવલિંગની પૂજા કરવી.
આ. જો શિવલિંગ ઉપલબ્ધ ન હોય, તો શિવજીના ચિત્રની પૂજા કરવી.
ઇ. જો શિવજીનું ચિત્ર પણ ઉપલબ્ધ ન હોય, તો પાટલા પર શિવલિંગનું અથવા શિવજીનું ચિત્ર દોરીને તેની પૂજા કરવી.
ઈ. આમાંથી જો કાંઈપણ સંભવ ન હોય, તો શિવજીનો ‘ૐ નમઃ શિવાય ।’ આ નામમંત્ર લખીને પણ આપણે તેમની પૂજા કરી શકીએ છીએ.’
શ્રાવણી સોમવારે ઉપવાસ કરીને શિવજીની વિધિવત્ પૂજા કરવાની ઇચ્છા ધરાવનારાઓ માટે પણ આ સૂત્રો લાગુ છે.
ઉ. માનસપૂજા : ‘સ્થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્ઠ’, આ અધ્યાત્મનો એક મહત્વનો સિદ્ધાંત છે. જેવી રીતે સાદા બૉંબ કરતાં અણુબૉંબ અને તેના કરતાં પણ પરમાણુબૉંબ વધારે શક્તિશાળી હોય છે, તેવી રીતે સ્થૂળ બાબતો કરતાં સૂક્ષ્મ બાબતોમાં વધારે સામર્થ્ય હોય છે. આ તત્વ અનુસાર પ્રત્યક્ષ શિવપૂજા કરવી બને એમ ન હોય તો શિવજીની માનસપૂજા પણ કરી શકાય છે. શિવજીની માનસપૂજા સનાતનના www.sanatan.org આ સંકેતસ્થળ પર અને https://www.sanatan.org/mr/a/719.html આ લિંક પર પણ (મરાઠી ભાષામાં) ઉપલબ્ધ છે.
૨. ‘ૐ નમઃ શિવાય ।’
આ નામજપ વધારેમાં વધારે કરો !
કળિયુગમાં નામસ્મરણ સાધના કહી છે. મહાશિવરાત્રિના દિવસે ૧ સહસ્ર ગણા કાર્યરત રહેલા શિવતત્વનો આધ્યાત્મિક સ્તર પર લાભ લેવા માટે ‘ૐ નમઃ શિવાય ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો. આ સમયે ‘આપણે શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી રહ્યા છીએ’, એવો ભાવ રાખવો.
૩. શિવતત્વ આકર્ષિત કરનારી રંગોળી પૂરવી !
શિવતત્વ ગ્રહણ થવા માટે આપણે તે દિવસે બારણા સામે શિવતત્વ આકર્ષિત કરનારી રંગોળી પૂરવી. સનાતનના સાધકોએ સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર સાધના અને સંશોધન કરીને કઈ પ્રકારની રંગોળી દ્વારા શિવતત્વ વધારેમાં વધારે આકર્ષિત કરી શકાય છે, તે શોધ્યું છે.
શિવજીની ઉપાસના સંદર્ભમાં ‘શિવજી વિશે અધ્યાત્મશાસ્ત્રીય વિવેચન’ અને ‘શિવજીની ઉપાસના પાછળનું શાસ્ત્ર’ આ ગ્રંથ, તેમજ ‘શિવ’ આ લઘુગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથ www.sanatanshop.com આ સંકેતસ્થળ પર ઉપલબ્ધ છે.
૪. દૃષ્ટિકોણ
વર્તમાનમાં સર્વત્ર કોરોનાની બીજી લહેરનો ડર છે. સમગ્ર વિશ્વમાં અનેક ઠેકાણે નૈસર્ગિક પ્રકોપની ઘટનાઓ બની રહી છે. ભારત અને ચીન સંબંધો તણાવપૂર્ણ છે. આ બનાવો એટલે આપત્કાળનાં જ ચિહ્નો છે. અનેક સંતો અને ભવિષ્ય ભાખનારાઓના કહેવા પ્રમાણે આપત્કાળનો આરંભ થયો છે. આપત્કાળમાં જો તરી જવું હોય, તો સાધનાનું જ બળ આવશ્યક છે. તેથી ભલે હંમેશાંની જેમ વ્રત કરવામાં મર્યાદા હોય, તો પણ નિરાશ થવાને બદલે વધારેમાં વધારે ઝંપલાવી દઈને સાધના કરવા ભણી લક્ષ આપવું. મહાશિવરાત્રિના નિમિત્તે આપણે ભગવાન શિવજીને શરણ જઈને પ્રાર્થના કરીએ, ‘હે શિવશંભો, સાધના કરવા માટે અમને શક્તિ, બુદ્ધિ અને પ્રેરણા પ્રદાન કરો. અમારી સાધનામાં આવનારી અડચણો અને બાધાઓનો લય કરો’, એવી અમે શરણાગતભાવથી પ્રાર્થના કરીએ છીએ.’
– શ્રી. ચેતન રાજહંસ, રાષ્ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્થા