ફેંકી દેવા લાયક સફરજન કરતાં ભારતીય ફળો આરોગો !

વૈદ્ય સુવિનય દામલે

 

૧. સફરજન આ માટીમાંનું નથી જ !

ભારતના કેવળ હિમાચલપ્રદેશ અને કાશ્‍મીર આ બે રાજ્‍યોમાં વાવેતર થઈ શકે એવું સફરજન ફળ સર્વ રાજ્‍યોમાં બારેમાસ ઉપલબ્‍ધ છે. તે ઝાડ કેવું દેખાય છે ? તેનાં પાન કેવાં હોય છે ? તેની ફૂલમંજરી (મોર) કેવી હોય છે ? આ વિશે અમને કાંઈ જ ખબર નથી; કારણકે તે મૂળમાં ભારતમાંનું ફળ જ નથી. અંગ્રેજો પોતાની સાથે તે ભારતમાં લાવ્‍યા અને આ બે રાજ્‍યોમાંનું અતિ ઠંડું વાતાવરણ તે ફળને પોષક હોવાથી, તે ઝાડ અહીં રહી ગયું, જે રીતે ચા રહી ગઈ !

 

૨. આરોગ્‍યની દૃષ્‍ટિએ ઘણું
ઓછું ઉપયોગી, તો પણ કેવળ વેપારી
ગુણધર્મને કારણે સમગ્ર વિશ્‍વમાં પ્રખ્‍યાત થયેલું ફળ

અન્‍ય ફળોની જેમ સફરજન ક્યારે કાચું હોય છે, ક્યારે પાકેલું હોય છે, તે કાંઈ સમજાતું નથી; કારણકે તેનો રંગ, રૂપ, વાસ અને સ્‍વાદ પણ પલટાતો નથી. અન્‍ય કોઈપણ કડક ફળ પાકી ગયા પછી પોચું બને છે, ઉદા. જ્‍યારે કાચી કેરી પાકે ત્‍યારે પાકી કેરી બને છે અથવા પોચું ફળ પાકે ત્‍યારે કડક બને છે, ઉદા. પોચા ત્રોફાનું કડક નારિયેળ બને છે. કેવળ વધારે સમય માટે ટકવું, આ સફરજનના વેપારી ગુણધર્મને કારણે જ તે વૈશ્‍વિક સ્‍તર પરનું ફળ બની ગયું છે. પ્રત્‍યક્ષમાં આ ફળમાં કોઈપણ વિશેષ એવો ગુણધર્મ નથી. પરંતુ ભારતીય ફળોમાં એવા ઔષધી ગુણધર્મો પુષ્‍કળ છે.

 

૩. ‘દૈનંદિન એક સફરજન
ડૉક્‍ટરને દૂર રાખે છે’, આ કહેવત પૂર્ણતઃ ફસામણી !

અતિ ઠંડાં પ્રદેશોમાં સફરજન કરતાં અન્‍ય મોટું ફળ જ પાકતું નથી. લિચી, સ્‍ટ્રૉબેરી, મલબેરી, ચેરી એવા અન્‍ય જે ફળો ત્‍યાં પાકે છે, તે સાવ પોચા, કોમળ અને ટકી ન શકનારા હોય છે. આ સર્વેમાં સફરજન જરા દેખાવે મોટું અને ટકે એવું; તેથી કહે છે, તેના પર સંશોધન કરવામાં આવ્‍યું અને કહેવત રૂઢ પામી, ‘ઍન ઍપલ એ ડે, કીપ્‍સ ધ ડૉક્‍ટર અવે’ એટલે કે પ્રત્‍યેક દિવસે એક સફરજન ખાવાથી ડૉક્‍ટરથી તે દૂર રાખે છે. આ કહેવત સફરજન જ્‍યાં પાકે છે ત્‍યાં પણ લાગુ પડતી નથી; કારણકે પ્રતિદિન સફરજન ખાઈ શકો એવા ઠંડાં પ્રદેશોમાં વિકાર અને રુગ્‍ણોની સંખ્‍યા ભારતની સરખામણીમાં વધુ છે. ફળોના ગુણ પરથી એકાદ કહેવત ભારત માટે બનાવવાની થાય તો ‘ઍન આમળું એ ડે, કીપ્‍સ ધ ડૉક્‍ટર અવે’ અર્થાત્ દિવસે એક આમળું ડૉક્‍ટરને દૂર રાખે છે, આ રીતે જોઈએ !

 

૪. ભારતીય ફળોની
તુલનામાં સફરજન ફેંકી દેવા જેવું જ !

આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા. તેમના માટે કોઈ ગૉડ ફાધર નથી કે કોઈ ખાંડ સમ્રાટોનો લૉબીવાળો નથી ! અર્થાત્, તેને કારણે તેમના ગુણ કાંઈ ઓછા થશે નહીં. ભલે. ભારતમાં સર્વત્ર ઉપલબ્‍ધ, કોઈપણ ફળની તુલનામાં સફરજન આ ફળ ત્‍યાજ્‍ય જ છે, એટલું ચોક્કસ !

 

૫. ઠંડાં પ્રદેશ છોડતાં અન્‍યત્ર
સફરજન ખાવું, એટલે વિવિધ વિકારોને આમંત્રણ આપવું !

સફરજનની સ્‍તુતિ કરનારા સ્‍તુતિપાઠકોએ એક વાત ધ્‍યાનમાં લેવી, જ્‍યાં પાકે ત્‍યાં જ તે અનુકૂળ આવે છે (સદે છે), આ આયુર્વેદમાંનો એક ન્‍યાય છે. જ્‍યાં સફરજનનું ઝાડ ઉગે છે, ત્‍યાં બારેમાસ અતિ ઠંડું વાતાવરણ હોય છે. તે ઝાડના મૂળમાં બરફ હોય છે. તેથી પોતાનામાં વાયુ વધારનારો ગુણ લઈને જ આ ફળનો જન્‍મ થાય છે ! તેથી સફરજન ખાનારી વ્‍યક્તિને અને બાળકોને વારંવાર શરદી થવી, નાક વહેવું, કાનમાંથી પાણી નીકળવું, ગળાની ગાંઠો વધવી, પેશાબના વિકાર, મધુમેહ જેવા રોગ પ્રકૃતિ અનુસાર ઓછા-વત્તા પ્રમાણમાં થતા જ રહેશે. તેમના આહારમાંથી કેવળ સફરજન કાઢી નાખીએ, તો પણ આ વિકાર ઘણા પ્રમાણમાં ઓછા થાય છે. એવો અનેક વૈદ્યોનો અનુભવ છે.

 

૬. મીણનો થર આપીને કૃત્રિમ રીતે
ટકાવેલા સફરજન પેટના વિકારોને આમંત્રણ આપનારા

સફરજન વધારે સમય ટકવા માટે તેના પર કેટલીક રસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. તેના પર ઘણા પાતળા એવા મીણનો થર આપવામાં આવે છે. તેથી તેના પરની કરચલી દેખાતી નથી. તે સૂકાઈ ગયેલું દેખાતું નથી અને દેખાવે ચળકતું દેખાય છે. મીણના થરને કારણે બાહ્ય વાતાવરણનો ફળની છાલ સાથે સંપર્ક આવતો ન હોવાથી તેમાંનું પાણીનું પ્રમાણ પણ વધારે દિવસ ટકે છે અને તે ટકી રહે છે; પણ આ જ ટકી રહેવું શરીર માટે જોખમી બને છે ! તેમાંનું પાતળું મીણ અને અન્‍ય ફૂગજન્‍ય વૃદ્ધિ આંખોને દેખાતી નથી. તેથી આવું સફરજન મલાવરોધ (કબજિયાત), મૂત્રનો ભરાવો અથવા આંતરડાના વિકારને કારણીભૂત બને છે. આ થર ઓળખવા માટે સફરજન ઉષ્‍ણ પાણીમાં મૂકવાથી મીણની છારી સ્‍પષ્‍ટ રીતે પાણી પર તરતી દેખાય છે અથવા વેચાતું લેતી વેળાએ ધીમે રહીને નખથી ઘસ્‍યા પછી તેના પરનું મીણ નખને લાગે છે.

 

૭. પશ્‍ચિમી સફરજન
માટે તેનાથી સરસ એવા ભારતીય પર્યાય

ભારતમાં પ્રત્‍યેક ઋતુ અનુસાર નિર્માણ થનારા કરમદાં, જાંબુ જેવાં ઘણાં ફળો છે. કોકણ ખાતે ફણસ, આંબા, કાજૂ; જ્‍યારે ઘાટની ઉપર દ્રાક્ષ અને ચીકુ છે, તેમજ બારેમાસ પાકનારા કેળાં, અનનાસ (પાઈનેપલ), પપૈયા એવા અનેકવિધ સોંઘા ફળોનો સક્ષમ પર્યાય સફરજન માટે ઉપલબ્‍ધ છે, તો પણ બહારથી આયાત કરવા પડે, એવા પશ્‍ચિમીઓના મોંઘાંદાટ સફરજન પાછળ લોકો અને ડૉક્‍ટર પણ શા માટે પડે છે, એ જ સમજાતું નથી !

– વૈદ્ય સુવિનય દામલે, કુડાળ, સિંધુદુર્ગ.

Leave a Comment