‘માખણ કહીએ કે, સર્વ ભારતીઓને સાવ સ્વાભાવિક રીતે નજર સમક્ષ તરવરે છે તે નટખટ બાલકૃષ્ણની તસ્વીર ! અપરિમિત સૌંદર્યની મૂર્તિ રહેલા તે બાલકૃષ્ણની માખણ સાથે રહેલી વિવિધ છટાઓ આપણી આંખ સામે તરવરી ઊઠે છે. ઘૂંટણિયાં ભરતાં ભરતાં માખણ ખાનારો કાન્હો, અતિશય સુંદર એવા મુખકમલ પર માખણ ચોપડેલા બાલકૃષ્ણ, માખણની મટુલી સામે લઈને તે નટખટતાથી ખાઈ રહેલા બાલકૃષ્ણ, માખણ આપનારી ગાયો અને તેમના વાછરડાં પર પ્રાણથી પણ વધુ પ્રેમ કરનારા બાલકૃષ્ણ આવાં વિવિધ રૂપો આપણને મોહી લે છે. ઉત્તર ભારતમાં તો કાનુડો ‘માખણચોર નંદકિશોર’ તરીકે પ્રખ્યાત થયો છે. માખણ અને ભગવાનનો એક જુદો જ સંબંધ છે. તેથી ભારતીઓનો પણ માખણ સાથે એક જુદો જ ભાવનિક સંબંધ જોડાયો છે. નિયમપૂર્વક જો ઉપયોગ કરીએ, તો સર્વ દુગ્ધજન્ય પદાર્થો નાના બાળકો, યુવાનો અને વૃદ્ધોના આરોગ્ય માટે ઉપયુક્ત છે. એમ હોવા છતાં પણ તે મુરલીધરે માખણને જ વિશેષ સન્માન આપ્યું છે. એવું શા માટે ?
માખણ માટે ‘નવનીત’ એવો પર્યાયી શબ્દ છે. ‘ આનો અર્થ જે પ્રત્યેક દિવસે નવી ઉત્પત્તિ કરે છે, નવું લાગે છે તે નવનીત છે ! શરીરમાં ગયેલું માખણ પ્રત્યેક દિવસે નવા અને યુવાન ધાતુની ઉત્પત્તિ કરે છે તેમજ શરીરનું સૌંદર્ય વધારે છે; તેથી તેને ‘નવનીત’ કહે છે. કેવળ આપણાં દેશમાં જ નહીં, જ્યારે વિશ્વમાં અન્યત્ર ફેલાયેલી અને પ્રાચીન પરંપરા ધરાવતી સર્વ જાતિ-સમાજોમાં માખણ આ પદાર્થને મહત્વનું સ્થાન આપ્યું છે. ડૉ. વેસ્ટન પ્રાઈસે વર્ષ ૧૯૩૦માં કરેલા અભ્યાસ અનુસાર વિશ્વના આરોગ્યસંપન્ન અને દીર્ઘાયુષી જાતિ-સમાજોના આહારમાં માખણ અગ્રક્રમથી આરોગવામાં આવે છે. સ્વિટઝર્લેંડમાંના ગામડાઓમાંના ચર્ચમાં માખણનો ‘દૈવી પદાર્થ’ તરીકે ગૌરવ કરવામાં આવે છે. અરબી લોકોમાં પણ માખણ આ પદાર્થને માન આપવામાં આવે છે. અમેરિકાના જુના જાણીતા લોકોની શ્રદ્ધા છે કે, માખણ પર મોટા થયેલા છોકરાઓ વધારે બળવાન અને તાકાતવાન હોય છે.
માખણના ગુણધર્મ અને ઉપયોગ
માખણ સ્વાદમાં મધુર, શીતલ અને સ્નિગ્ધ છે તેમજ તે હૃદય માટે હિતકારી છે. પશ્ચિમીઓના મત પ્રમાણે પણ માખણમાં રહેલા વિટામીન ‘એ’ ઍડ્રેનાલીન અને થાયરૉઈડ ગ્લાંડનું કામ વ્યવસ્થિત ચાલુ રાખે છે. તેથી રક્તાભિસરણ સંસ્થા અને હૃદયનું કામ પણ સચોટ રીતે જળવાય છે. વિટામીન ‘એ’ જો ઓછું થાય તો બાળકના હૃદયમાં જન્મતઃ કેટલીક વિકૃતિઓ મળી આવે છે. માખણ એ વિટામીન ‘એ’નો સૌથી નૈસર્ગિક, ઉત્તમ અને શરીર દ્વારા સ્વીકાર્ય (absorbable) એવો પ્રકાર છે. સહસ્રો વર્ષો પહેલાં વૈદ્ય ગર્ભવતીને ચોથા માસથી માખણ ખાવા માટે કહે છે; કારણકે બાળકના શરીરમાં ચોથા માસમાં હૃદયનું નિર્માણ થાય છે.
માખણ અને કોલેસ્ટેરૉલ
માખણમાં ‘લેસિથીન’ નામક ઘટક હોય છે. જેને કારણે શરીરમાંનું કોલેસ્ટેરૉલનું ચયાપચય (પચવાની ક્રિયા) સારી રીતે જળવાય છે. માખણમાં અનેક પ્રકારના ‘એંટીઑક્સિડેંટ્સ’ હોય છે. તેમને કારણે શરીરનું ‘ફ્રી રેડિકલ્સ’ સામે રક્ષણ થાય છે. ફ્રી રેડિકલ્સને કારણે રક્તવાહિનીઓને થનારા ત્રાસ સામે માખણનું કવચ રક્તવાહિનીઓને બચાવે છે. માખણમાં વિટામીન ‘એ’ અને ‘ઇ’ આ બન્ને ઘટક શરીરને એંટીઑક્સિડેંટ્સ પૂરું પાડે છે. ‘સેલેનિયમ’ નામક એંટીઑક્સિડેંટ્સનું માખણમાંનું પ્રમાણ અન્ય પદાર્થો કરતાં વધારે છે. શરીરને આવશ્યક રહેલા સારા કોલેસ્ટેરૉલ માટે માખણ આ એક ઉત્તમ સ્રોત છે.
માખણ અને કૅન્સર
માખણમાંના સમૃદ્ધ એવા નાના (શોર્ટ) અને મધ્યમ (મીડિયમ) ‘ચેન ફેટી એસિડ’ને કારણે તેમાં કર્કરોગના વિરોધમાં કાર્ય કરવાની શક્તિ છે. માખણમાંના Conjugated Linoleic Acid ને કારણે પણ શરીરને કર્કરોગના વિરોધમાં ઉત્તમ પ્રતિકારશક્તિ પ્રાપ્ત થાય છે. માખણમાં રહેલા એંટીઑક્સિડેંટ્સ રહેલા વિટામીન ‘એ’ વિટામીન ‘ઇ’, સેલેનિયમ અને કોલેસ્ટેરૉલ પણ કર્કરોગનો ઉત્તમ પ્રતિકાર કરી શકે છે.
રોગપ્રતિકાર ક્ષમતા ઉત્તમ રહેવા માટે માખણ
માખણ ખાવાથી શરીરની પ્રતિકાર ક્ષમતા ઉત્તમ રહે છે. તેથી જ ગોકુળના ભાવિ નાગરિકો રહેલા બાલગોપાળોને ભગવાને માખણ ખવડાવીને તેમનો નિરોગી બનવાનો માર્ગ મોકળો કર્યો.
સાંધા દુઃખવાનો ત્રાસ રોકવા માટે માખણ ઉપયુક્ત
માનવીની વય વધ્યા પછી સાંધા શુષ્ક બને છે. તે એકબીજા પર ઘસાઈને સાંધામાં રહેલાં હાડકાં ઘસાવા લાગે છે. શુષ્કતાને કારણે સાંધાઓને લોહી પૂરું પાડનારી રક્તવાહિનીઓ કડક બની જાય છે. હાડકાંમાં રહેલું કૅલ્શિયમ ભેગું થઈને તેના નરમ હોવા જોઈએ, એવા ભાગ વધારે કડક બને છે અને હાડકાં કટકણાં (બરડ) બને છે. આમાંથી જો કોઈપણ વિકૃતિ થાય, તો પણ સાંધા દુઃખવાનો પ્રારંભ થાય છે. નિયમિત રીતે માખણ આરોગવાથી સર્વ વિકૃતિઓ ટાળી શકાય છે. દૂધના પાશ્ચરાયઝેશનથી દૂધમાંની સ્નિગ્ધતા નષ્ટ થાય છે. આવું દૂધ પીવાથી ચોક્કસ જ સાંધાદુઃખીનો ત્રાસ થઈ શકે છે; પણ જો આહારમાં માખણનો સમાવેશ કરીએ તો આ જોખમ ટાળી શકાય છે.
દાંત માટે માખણ
આજકાલ આહારમાં મેંદાના પદાર્થો, બેકરીની મીઠી વાનીઓ, ચોકલેટ્સ, દાંતને ચોંટી રહેનારા જંક ફૂડ, ઠંડાં અને પોચા પદાર્થોનું પ્રમાણ વધારે છે. ખાવાના આ પદાર્થો સહેજે ઉપલબ્ધ હોવાથી વારંવાર ખાવામાં આવે છે. પ્રત્યેક સમયે કોગળા કરીને દાંત સ્વચ્છ કરવામાં આવતા નથી. તેથી દાંતની ફરિયાદો નાની વયમાં જ ચાલુ થાય છે. દાંત ઘસાઈ જવા અને તેમનામાં ઉત્પન્ન થતો સડાનો પ્રતિકાર કરવાની ક્ષમતા દેશી પદ્ધતિથી બનાવેલા દેશી ગાયના દૂધમાં છે.
માખણ આયોડિનનો એક ઉત્તમ સ્રોત
માખણ આ આયોડિનનો એક ઉત્તમ સ્રોત છે. ખાસ વાત એમ કે તેમાંનું આયોડિન શરીરમાં પચવામાં, ગ્રહણ કરવામાં અને ઉપયોગમાં લેવા માટે અત્યંત સહેલું છે. પર્વતીય પ્રદેશ સમુદ્રથી દૂર હોય છે. ત્યાં આયોડિનયુક્ત મીઠું સહેજે મળતું નથી. તેથી તે ઠેકાણે માખણ ઉપયુક્ત પુરવાર થાય છે.
માખણ અને પચનસંસ્થા
આયુર્વેદના મતમાં માખણ એ અગ્નિદીપક અને સ્વાદિષ્ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્ટિવિટી) છે. તેથી ચિકિત્સા માટે અઘરાં એવા ફૂગજન્ય ચેપનો (‘ફંગલ ઇન્ફેક્શન’નો) પ્રતિકાર માખણ કરી શકે છે.
બાળકો માટે અમૃત સમાન રહેલું માખણ
વર્તમાનમાં ‘પ્રી-મેચ્યુઅર બર્થ’ આ એક મોટી સમસ્યા છે. માતાના પેટમાં ૬-૭ અથવા ૮ માસ રહીને સમય પહેલાં જ બાળકનો જન્મ થાય છે. તે બાળકની શારીરિક વૃદ્ધિ પૂરતી થઈ હોતી નથી. માતાના ઉદરમાં જે વેગથી વૃદ્ધિ થાય છે, તે વેગ જન્મ થયા પછી રહેતો નથી. તે સાથે જ અપૂરતી વૃદ્ધિ થયેલા બાળકને વિવિધ માંદગી થઈને તેનો વૃદ્ધિનો વેગ વધારે ઓછો થાય છે. વજન વધતું નથી. બુદ્ધિની વૃદ્ધિ પણ પૂરતી થતી નથી. રોગપ્રતિકારક્ષમતા ઓછી હોય છે. આ માટે સૌથી ઉત્તમ અન્ન એટલે માખણ ! બાળકનો સર્વાંગીણ વિકાસ કરીને હૃષ્ટપુષ્ટ અને બુદ્ધિશાળી કરવાનું કામ માખણ કરે છે.
આંખો માટે માખણ
આયુર્વેદ અનુસાર આંખો માટે માખણ હિતકારી છે. તેથી આંખોનાં રોગ માટે આપવામાં આવનારી ઔષધિઓ માખણ સાથે લેવા માટે કહેવામાં આવે છે. વર્તમાનમાં દેશમાં બાળકોમાં ચશ્માંના ‘પ્રોગ્રેસિવ નંબર’ હોવાનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે. તેમાં શરીરની ઊંચાઈ જ્યાં સુધી વધે છે, ત્યાં સુધી ચશ્માંનો ક્રમાંક પણ વધતો જાય છે. પશ્ચિમી વૈદ્યકને આના પર કાંઈ સજ્જડ ઉપાય હજી સુધી તો મળ્યો નથી. તે જ પ્રમાણે વૃદ્ધાવસ્થામાંના દૃષ્ટિમાંદ્ય, મોતિયા જેવી સમસ્યાની સીમારેખા ઘણી વહેલી આવીને તેનો ચાલીસીની આસપાસ જ આરંભ થવા લાગ્યો છે. પહેલાં પ્રત્યેક ઘરમાં ગોધન રહેતું. નાના બાળકો, કુમાર, કિશોર, યુવા અને વૃદ્ધ સર્વ જ વયજૂથના લોકો મનભરીને માખણ આરોગતા હતા. સહેજે નૈસર્ગિક સમસ્યાઓનું પ્રમાણ પુષ્કળ ઓછું હતું. વયના ૯૦મા વર્ષ સુધી ચશ્માંનો ઉપયોગ કર્યા વિના જીવનારી પેઢી માખણ ખાઈને ઉછરી હતી. હજી પણ તેને પર્યાય નથી.
પ્રજનન માટે માખણ
પ્રજનનક્ષમ મહિલાઓમાં ‘પીસીઓડી’, જ્યારે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાનું પ્રમાણ વર્તમાન સમયમાં વધી રહ્યું છે. શહેરના ૭૦ ટકા કરતાં વધુ યુવાનોને પહેલું બાળક થવા માટે ઉપચાર કરી લેવા પડે છે. બાળપણથી આહારમાં માખણનો સમાવેશ કરવાથી યુવાનીમાં આવનારું આ સંકટ ટાળી શકાય છે.
પક્ષઘાતમાં (લકવામાં) માખણ
‘પક્ષઘાત’ની માંદગીમાં શરીરનો એકાદ અવયવ અથવા એકાદ બાજુ અથવા અર્ધુ શરીર પાંગળું બને છે. પશ્ચિમી ચિકિત્સા પદ્ધતિમાં તેના પર ‘ફિજિયોથેરપી’ વિના અન્ય ઉપચાર ઉપલબ્ધ નથી; પરંતુ ‘ફિજિયોથેરપી’ કરવા માટેનું બળ સ્નાયુઓમાં આવવા માટે કાંઈપણ ઉપાય કરવામાં આવતા નથી. આ કામ માખણ કરે છે; તેથી આ માંદગીમાં આહારમાં માખણનો સમાવેશ હોવો આવશ્યક હોય છે.
રક્તપિત્તમાં માખણ ઉપયોગી હોવું
જ્વર (તાવ) આ વ્યાધિ પછી શરીરના કોઈપણ ભાગમાંથી થનારાં રક્તસ્રાવને શાસ્ત્રમાં ‘રક્તપિત્ત’ સંબોધવામાં આવે છે. આ માંદગીમાં માખણ લોહી અને પિત્ત આ બન્નેનું શમન કરીને રક્તપ્રવાહ રોકવા માટે સહાયતા કરે છે. માખણની સ્નિગ્ધતાને કારણે રુગ્ણનું બળ પણ ઉત્તમ રીતે જળવાય છે. માખણને કારણે નવી પેશીઓ નિર્માણ થવામાં સહાયતા થાય છે.
સર્વ વયના આરોગ્યમાં માખણનો સહભાગ મહત્વનો છે. માખણના નામ હેઠળ બજારમાં મળનારું બટર યોગ્ય નથી. બજારમાંના મોટાભાગના બટર (કેટલાક અપવાદ છોડતાં) અર્થાત્ કોઈપણ ગાયનું દૂધ વલોવીને મેળવેલું ક્રીમ હોય છે. (તેના આચ્છાદન પરની વિગત વાંચવી.) આપણને જોઈએ તે દેશી ગાયના દૂધનું તર સહિત મેળવણ કરીને દહીં વલોવીને બનાવેલું માખણ ! ઉપર જણાવેલા સર્વ લાભ કેવળ આ જ માખણમાં છે.
સમગ્ર દેશમાંના સર્વ બાળકો ગોપાલો પ્રમાણે માખણમાં રમે, એવો દિવસ આપણે વહેલામાં વહેલી તકે પ્રત્યક્ષમાં લાવવો જોઈએ. વર્તમાનમાં પુષ્કળ લોકો એવા પ્રયત્ન કરવા લાગ્યા છે. આપણે પણ તેમાં સહભાગી બનીએ !’