આપત્‍કાળનું ભીષણ સ્‍વરૂપ

વર્તમાનમાં સંપૂર્ણ વિશ્‍વમાં, તેમજ ભારતમાં પણ આપત્‍કાળે મહાભયંકર રૂપ ધારણ કર્યું છે. અનેક દૃષ્‍ટા સંતોએ પણ ‘આગામી કાળ કેવળ ભારત માટે જ નહીં, જ્‍યારે સંપૂર્ણ વિશ્‍વ માટે ભીષણ છે’, એમ કહ્યું છે. ‘પૃથ્‍વી પર સુનામી, ભૂકંપ ઇત્‍યાદિ અનેક ભયાનક નૈસર્ગિક આપત્તિઓ આવવાની છે. તેથી પૃથ્‍વી પણ છોડવાનો વારો આવશે’, એવું શાસ્‍ત્રજ્ઞો પણ કહે છે. સદર આપત્‍કાળનો અનુભવ સંપૂર્ણ માનવજાતિને દિવસે દિવસે વિવિધ માધ્‍યમો દ્વારા થઈ જ રહ્યો છે. તેમાંથી જ તેની ભીષણતાની કલ્‍પના કરી શકાય છે.

 

પાણીની તીવ્ર તંગી

‘આગામી ૧૫ વર્ષમાં પૃથ્‍વી પરના બે તૃતીયાંશ પરિસરને પાણીની અછત વર્તાવા લાગશે. ભારતમાં ૯ વર્ષમાં તે તીવ્ર થશે’, એવી ભવિષ્‍યવાણી અમેરિકાના પરરાષ્‍ટ્ર ઉપમંત્રી રૉબર્ટ બ્‍લેકે વર્ષ ૨૦૧૧માં કરી હતી. પ્રત્‍યક્ષમાં પણ વર્તમાનમાં તેવું બની રહ્યું છે. કેટલાંક રાજ્‍યોમાં સુકાયેલા કૂવામાંથી પાણી મેળવવામાં આવી રહ્યું છે. કેટલાક ઠેકાણે તો ૮ થી ૧૫ દિવસ પછી પાણીપુરવઠો થાય છે. પહેલાં ૧૦૦ વર્ષોમાં થનારી હવામાનની તીવ્ર આપત્તી હવે ૨૦ વર્ષમાં જ દેખાઈ રહી છે.

 

કેરળમાંનો ભયાવહ જળપ્રલય !

ઑગસ્‍ટ ૨૦૧૮માં કેરળ રાજ્‍યમાં અતિવૃષ્‍ટિ થઈ અને તેને કારણે પૂર્ણ રાજ્‍યમાં પૂર આવ્‍યું હતું. અનેક લોકોનો જીવ લેનારા અને સહસ્ર કરોડ રૂપિયાની હાનિ થવા માટે કારણીભૂત પુરવાર થનારું આ પૂર કેરળ રાજ્‍યએ ૯૦ વર્ષ પછી અનુભવ્‍યું. આ મહાપૂરે ૩૭૦ કરતાં વધુ લોકોનો જીવ લીધો અને કુલ ૬.૫ લાખ કરતાં અધિક લોકોને ૩ સહસ્ર ૪૪૬ નિર્વાસિત શિબિરોમાં સ્થળાંતરિત કર્યા. કેરલાના ૧૪ જિલ્લાઓમાં કેટલાક દિવસો માટે ‘રેડ અલર્ટ’ હતો. રાજ્‍યમાં ૨૦ સહસ્ર કરોડનું નુકસાન થયું હોવાની મુખ્‍યમંત્રી પિનરાઈ વિજયને કેંદ્ર સરકારને જાણ કરી. રાજ્‍યના ૨૧૧ કરતાં વધારે ક્ષેત્રોમાં ભૂસ્‍ખલન થયું. ૨૦ સહસ્ર કરતાં વધારે ઘરો અને કુલ ૫૦ સહસ્ર કિમી. જેટલા રસ્‍તા ધ્‍વસ્‍ત થયા. ૨૧૦ કરતાં વધારે પૂલ ધરાબોળ થયા. અનેક શાળા, આરોગ્‍ય કેંદ્રો, પંચાયત મકાનો ઇત્‍યાદિ પણ નષ્‍ટ થયા. રાજ્‍યને પૂર્વસ્‍થિતિમાં આવતાં અનેક માસ લાગ્‍યા. આવી સ્‍થિતિનો ગમે ત્‍યારે સામનો કરવો પડી શકે છે. થોડા વર્ષો પહેલાં ઉત્તરાખંડમાં પણ આવો જ જળપ્રલય આવ્‍યો હતો.

 

દુકાળ અને મહાપૂર

‘યાંત્રિકીકરણ અને પર્યાવરણની પાયમાલીને કારણે ભવિષ્‍યમાં નૈસર્ગિક સંકટો વધવાના છે અને જગત્‌ના ૭૫ ટકા લોકોને દુકાળ, મહાપૂરના ચાબકા વીંઝાશે. ‘પર્યાવરણ ચક્ર વીખાઈ જવાથી તેના ભયંકર પરિણામ માનવીને આગામી કાળમાં ભોગવવા પડશે’, એવી માહિતી ‘ખ્રિશ્‍ચન એડ’ નામક પર્યાવરણનો અભ્‍યાસ કરનારી સંસ્‍થાએ આપી છે.

 

ભૂકંપ, જ્‍વાલામુખી અને સુનામી

પર્યાવરણની પાયમાલી થતી હોવાથી સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા જ્‍વાલામુખીનો ઉદ્રેક, સુનામી થવાના બનાવો આજસુધી અનેક ઠેકાણે બન્‍યા છે. તેમાં સમુદ્રી મોજાંઓ આગળ ધપવાનો વેગ એક કલાકે ૮૦૦ થી ૧ સહસ્ર કિલોમીટર હોય છે. વર્ષ ૨૦૦૪માં તામિલનાડુ ખાતે આવેલા સુનામીએ કરેલો સંહાર આપણે સહુકોઈએ અનુભવ્‍યો છે.

 

મહિલાઓ પર અત્‍યાચાર

મહિલાઓ પરના અત્‍યાચારોએ ભારતમાં બધી જ સીમાઓ પાર કરી દીધી છે. ‘ભારતમાં મહિલાઓ સાચા અર્થમાં સુરક્ષિત છે’, એવું કહેવું ભૂલભરેલું થશે; કારણકે આજે અનેક વાસનાંધોની ભૂખી નજરો કોઈપણ વયજૂથની સ્‍ત્રી પર પછી ભલે તે નાનકડી બાળા હોય, વિદ્યાર્થિની, યુવતી હોય અથવા વિવાહિત અને વયોવૃદ્ધ મહિલા હોય તેનાં પર પડેલી હોય છે. તેને કારણે વિનયભંગ, બળાત્કાર, અત્‍યાચારો ઉચ્‍ચાંક પર પહોંચી ગયા છે. મહિલાઓ પરના અત્‍યાચાર એ ભીષણ આપત્‍કાળનો પગરવ જ છે.

 

જેહાદી આતંકવાદ

વૈશ્‍વિક સ્‍તર પર વર્તમાનમાં ફાળ પડે અને ભારત માટે ૧૯૮૦ થી માથાનો દુઃખાવો થયેલા આતંકવાદનું સંકટ ભયાવહ બની ગયું છે. હજીસુધી દેશમાં થયેલાં આતંકવાદી આક્રમણો જોતાં શત્રુરાષ્‍ટ્રો ભારતનો કોળિયો કરી જવા માગે છે. પાક અને ચીન દ્વારા વારંવાર કરવામાં આવતી ઘૂસણખોરી ભલે આપણા માટે નવી ન હોય, તો પણ તે તેટલી જ ગંભીર છે. જો આપણે સતર્ક થઈશું નહીં તો પ્રત્‍યેક સમયે ઘૂસણખોરી કરનારાઓને ભારતમાં વસવાટ કરવા માટે કેટલોક સમય લાગવાનો છે ?

હજીસુધી આતંકવાદને કારણે ભારતમાંના ૬ લાખ કુટુંબો વિસ્‍થાપિત થયા છે. ૪૫ સહસ્ર કરોડ રૂપિયાની હાનિ થઈ છે. સુરક્ષાદળના સૈનિકો અને પોલીસ મળીને કુલ સહસ્ર કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્‍યો છે.

કાશ્‍મીર ખાતે સહસ્રો હિંદુ મહિલાઓ પર બળાત્કાર અને ૩ સહસ્ર કરતાં વધુ હિંદુઓની હત્‍યા કરવામાં આવી છે. આતંકવાદને કારણે ૪ લાખ કાશ્‍મીરી હિંદુઓ તેમની માતૃભૂમિમાંથી વિસ્‍થાપિત થયા છે. અનેક આતંકવાદી સંગઠનો દેશમાં જેહાદ કરવાની સિદ્ધતામાં છે. વર્તમાનકાળમાં ‘આતંકવાદ’ આ સમસ્‍યા દેશમાંની સૌથી મોટી સમસ્‍યા પુરવાર થઈ છે, એમ જ કહેવું પડશે !

Leave a Comment