કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ એવા બધા જ સાધનામાર્ગોનો સાર રહેલાં ‘ગુરુકૃપાયોગ’ પ્રમાણે આચરણ કરવાનું કહીને સાધકોને ઓછા સમયગાળામાં સંતપદ સુધી પહોંચાડનારી વર્તમાનકાળની અલૌકિક એવી વિભૂતિ એટલે પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી ! હિંદુ સમાજ, રાષ્ટ્ર અને જગત્ના ઉત્કર્ષનો દુર્દમ્ય એવો ધ્યેયવાદ, તેમના વિચારોમાં અને કૃતિના પ્રત્યેક પાસાંમાં દેખાઈ પડે છે. સાહિત્ય, પત્રકારત્વ, કળા, ભાષા જેવા બધા જ ક્ષેત્રોમાં તેમનું કાર્ય સ્પૃહણીય છે. ટૂંકમાં હિંદુ સમાજ માટે તેઓ ધર્મરક્ષકોના પણ શિરોમણિ છે, રાષ્ટ્રહિત માટે તેમણે આરંભ કરેલી ચળવળ જોતાં તેઓ રાષ્ટ્રપુરુષ છે અને જગત્ના હિતનો વિચાર કરીએ તો તેઓ જગદ્ગુરુ છે !
જન્મ અને લૌકિક જીવન
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્મ ૬ મે ૧૯૪૨માં મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના નાગોઠણે ગામમાં થયો. તેઓ વૈદ્યકીય શિક્ષણમાં સ્નાતક થયા અને પછી તેમણે ‘માનસોપચાર’ ક્ષેત્રમાં શિક્ષણ લીધું. તેમણે બ્રિટન ખાતે સાત વર્ષ સુધી અને ત્યાર પછી મુંબઈ ખાતે સંમોહન વિશેનું સંશોધન, તેમજ ઉપચાર તજ્જ્ઞ તરીકે વ્યવસાય કર્યો. આ સમયગાળામાં તેમણે ૪૦૦ કરતાં વધારે ડૉક્ટરોને સંમોહન-ઉપચાર શાસ્ત્રનું શિક્ષણ આપ્યું.
સાધના ક્ષેત્રમાં માર્ગક્રમણ અને ગુરુપ્રાપ્તિ
વર્ષ ૧૯૬૭ થી ૧૯૮૨ એમ ૧૫ વર્ષોના સમયગાળામાં સંમોહન-ઉપચાર તજ્જ્ઞ તરીકે સંશોધન કર્યા પછી લગભગ ૩૦ ટકા રુગ્ણો હંમેશના ઔષધોપચારથી સાજા થતા નથી અને સાજા ન થયેલા રુગ્ણોમાંથી કેટલાક જણ તીર્થક્ષેત્રે અથવા સંતો પાસે ગયા પછી અથવા એકાદ ધાર્મિક વિધિ કર્યા પછી સાજા થાય છે, એવું તેમના ધ્યાનમાં આવ્યું. શારીરિક અને માનસિક વૈદ્યકીય શાસ્ત્રો કરતાં ‘અધ્યાત્મશાસ્ત્ર’ એ ઉચ્ચ સ્તરનું શાસ્ત્ર છે, એમ તેમના ધ્યાનમાં આવ્યું. તેમણે જિજ્ઞાસુ વૃત્તિ જાળવીને અધ્યાત્મશાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ કર્યો, અનેક સંતો પાસે જઈને શંકાનિરસન કરી લીધું અને પોતે પણ સાધના કરી. વર્ષ ૧૯૮૭માં ઇંદોર ખાતેના શ્રેષ્ઠ સંત પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ તેમને ગુરુમંત્ર આપ્યો.
વ્યાપક અધ્યાત્મપ્રસાર અને ધર્મજાગૃતિ
ગુરુની આજ્ઞાથી તેમણે અધ્યાત્મપ્રસારના કાર્ય માટે પોતાને હોમી દીધા. તે માટે તેમણે વર્ષ ૧૯૯૦માં ‘સનાતન ભારતીય સંસ્કૃતિ સંસ્થા’ અને ત્યાર પછી વર્ષ ૧૯૯૯માં ‘સનાતન સંસ્થા’ની સ્થાપના કરી. તેમણે પોતાની ગાંઠમાંથી ખર્ચ કરીને સમગ્ર રાષ્ટ્રમાં ઠેરઠેર પ્રવચનો લેવાનો આરંભ કર્યો. તેમણે પ્રવચનમાં આવનારા જિજ્ઞાસુઓને આત્મીયતા લાગે એવું વર્તન કરીને થોડા સમયગાળામાં સહસ્રો જિજ્ઞાસુઓમાં ઈશ્વરભક્તિની જ્યોત પ્રજ્વલિત કરી. આજે સમગ્ર દેશમાં પ્રવચનો, તેમજ સાપ્તાહિક સત્સંગ અને બાળસંસ્કાર વર્ગના માધ્યમ દ્વારા સમાજને ધર્મપરાયણ તેમજ નીતિમાન બનાવવા માટે નિ:સ્વાર્થ ભાવનાથી કાર્ય કરનારા હજારો સાધકો નિર્માણ થયા છે. વર્ષ ૧૯૯૭ પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ જ્ઞાનદાનની ચળવળને વ્યાપક સ્વરૂપ આપ્યું. તેમણે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા રાજ્યોમાં ભ્રમણ કરીને ૧૦૦ કરતાં વધારે જાહેર સભાઓ લીધી.
સમાજને ધર્મશિક્ષણ મળે તે માટે સર્વાંગસ્પર્શી ગ્રંથસંપદા
જો સમાજને ધર્મશિક્ષણ મળે, તો તે યોગ્ય પ્રકારથી ધર્માચરણ કરી શકે, આ બાબત જાણી લઈને તેમણે હજી સુધી શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાનદાન કરનારા ૨૩૫ કરતાં વધુ ગ્રંથોની નિર્મિતિ કરી છે. અધ્યાત્મ, સાધના, દેવતાઓની ઉપાસના, આચારપાલન, ધાર્મિક કૃતિ, રાષ્ટ્રરક્ષણ, સ્વભાષા રક્ષણ જેવા વિવિધાંગી વિષયો પરના ગ્રંથોની જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૩૩૩ ગ્રંથોની ૧૭ ભાષાઓમાં ૮૧ લાખ ૪૦ સહસ્ર પ્રતિઓ પ્રકાશિત થઈ છે. ગ્રંથોમાંના જ્ઞાનને હવે દૂરચિત્રવાહિનીઓ દ્વારા પણ પ્રસિદ્ધિ મળી રહી છે.
વ્યષ્ટિ અને સમષ્ટિ સાધના !
૧. ‘વ્યક્તિ તેટલી પ્રકૃતિ અને તેટલા સાધનામાર્ગ’ આ અધ્યાત્મમાં રહેલા તત્વ અનુસાર તેમણે સાધના માટે વ્યાપકતાની શિખામણ આપી.
૨. ગમે તે માર્ગથી સાધના ભલે કરો, છતાં અંતે તો ગુરુકૃપા વિના મોક્ષપ્રાપ્તિ નથી ! ગુરુકૃપા સંપાદન કરવા માટે તેમણે સ્વભાવદોષ-નિર્મૂલન અને અહં-નિર્મૂલન, નામજપ, સત્સંગ, સત્સેવા, ભક્તિભાવ જાગૃત કરવા માટે ભાવજાગૃતિના પ્રયત્ન, સત્ માટે ત્યાગ, બીજાઓ માટે પ્રીતિ (નિરપેક્ષ પ્રેમ) અને સાક્ષીભાવ, આ રીતે અષ્ટાંગ સાધના શીખવી.
૩. વ્યષ્ટિ સાધના (નામજપ ઇત્યાદિ વ્યક્તિગત સાધના) ગમે તેટલી કરીએ, તો પણ સમષ્ટિ સાધના (ધર્મપ્રસાર, ધર્મજાગૃતિ, રાષ્ટ્રરક્ષણ ઇત્યાદિ સમાજ હિતૈષી સાધના) કર્યા સિવાય ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે નહીં, આ મહત્વની શિખામણ તેમણે આપી.
સંતો અને સંપ્રદાયોનું સંગઠન
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સમાજને કેવળ અધ્યાત્મ કહીને થોભ્યા નહીં, જ્યારે વિવિધ સંપ્રદાયોના માધ્યમ દ્વારા સાધના કરનારાઓને સંગઠિત કરવા માટે તેમણે વિવિધ શહેરોમાં ‘સર્વસંપ્રદાય સત્સંગો’ આયોજિત કર્યા. વિવિધ સંતો માટે એકજ વ્યાસપીઠ ઉપલબ્ધ કરાવી આપ્યું. સહસ્રો કિલોમીટર ભ્રમણ કરીને સેંકડો સંતોની મુલાકાત લીધી. ઈશ્વરનિષ્ઠોને સંગઠિત કરીને આ સંઘશક્તિ રાષ્ટ્ર અને ધર્મના પુનરુત્થાન માટે કાર્યાન્વિત થાય, તે માટે તેમણે આ બધી મથામણ કરી.
હિંદુસંગઠન, રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ
ધર્મહિત માટે કાર્ય કરવાની સ્ફૂર્તિ સહસ્રો લોકોમાં નિર્માણ કરનારા વ્યક્તિમત્વને ‘ધર્મરક્ષક’ની ઉપાધિ આપવાનું પણ છીછરું લાગે છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પણ તેટલી જ ઊંચાઈના શિખર પર બિરાજમાન છે. હિંદુ ધર્મ, દેવતા, ધર્મગ્રંથ, સંત અને રાષ્ટ્રપુરુષ જેવા હિંદુ સમાજના શ્રદ્ધાસ્થાનોનો તિરસ્કાર કરનારાઓના વિરોધમાં પડકાર ફેંકવાનો સ્ફુલિંગ તેમણે સમાજમાં ચેતવ્યો. ‘હિંદુઓના શ્રદ્ધાસ્થાનો પર પ્રહાર થતા હોય, ત્યારે વિરોધનો પ્રથમ અવાજ સનાતન સંસ્થાનો હોવો જોઈએ’, આ સૂત્ર તેમણે સાધકોના મન પર અંકિત કર્યું. આ સૂત્રનું તંતોતંત પાલન કરનારા સનાતનના સહસ્રો સાધકો એટલે તેમણે સમાજને પ્રદાન કરેલી દેણગી જ છે.
સમાજને રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ કરવા માટે શીખવવું હોય, એટલે સમાજમન પરની નિષ્ક્રિયતાની મેશ સાતત્યથી લૂછવાનું વૈચારિક માધ્યમ જોઈએ, તેથી તેમણે ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક સમૂહની સ્થાપના કરી. આ માધ્યમ દ્વારા વર્તમાનમાં મરાઠી ભાષામાં દૈનિકની ચાર આવૃત્તિઓ, મરાઠી અને કન્નડ ભાષાઓમાં સાપ્તાહિક, તેમજ હિંદી અને અંગ્રેજી ભાષાઓમાં પાક્ષિક ચાલુ છે.
અધ્યાત્મવિશ્વમાંનું અલૌકિક કાર્ય
૧. દેવતાઓનાં સાત્વિક ચિત્રો અને શ્રી ગણેશમૂર્તિની નિર્મિતિ
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત થયેલાં દેવતાઓનાં ચિત્રોમાં તે તે દેવતાનું તત્વ વધારે પ્રમાણમાં આવ્યું છે. વિશ્વવ્યાપી દેવતાઓનાં તત્વો કાગળ પર ચિત્રરૂપે સાકાર કરવા માટે, અર્થાત્ તે ચિત્ર દેવતાના વિશ્વવ્યાપી રૂપ સાથે વધારેમાં વધારે એકરૂપ થાય, તે માટે સાધકો દેવતાઓનાં ચિત્ર-રેખાઓનું સૂક્ષ્મ-પરીક્ષણ કરીને દોરે છે. દેવતાઓનાં સાત્વિક ચિત્રો સિદ્ધ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટર સાધક-ચિત્રકારોને કહેતા, “આપણે એટલી ભક્તિ કરવી જોઈએ કે, ભગવાનને જ લાગવું જોઈએ કે, સાધકો સામે જઈને સાક્ષાત્ ઊભા રહેવું અને ‘મારું ચિત્ર દોર’, એમ કહેવું.’’ આરંભમાં સનાતનને એક-એક ચિત્ર દોરવા માટે ૬ થી ૮ મહિના લાગ્યા. આ ચિત્રમાં તે તે દેવતાનું તત્વ પ્રત્યેક સ્તર પર વધતું જાય છે.
૨. સનાતન સંસ્થાનું આધ્યાત્મિક સંશોધન
વર્તમાનના વિજ્ઞાનયુગમાં માનવીને અધ્યાત્મ જેવા સૂક્ષ્મમાંના વિષયનું મહત્વ ગળે ઉતરે, તે માટે તેમણે વૈજ્ઞાનિક ઉપકરણોના આધારે સંશોધનકાર્ય કરાવી લીધું. આ સંશોધનના માધ્યમ દ્વારા તેમણે શાકાહાર, ભારતીય પહેરવેશ, સંગીત અને નૃત્ય,સાધના ઇત્યાદિનું માનવી પર થનારું ઇષ્ટ પરિણામ તેમજ માંસાહાર; પશ્ચિમી પહેરવેશ, સંગીત અને નૃત્ય ઇત્યાદિનું માનવી પર થનારું અનિષ્ટ પરિણામ વિજ્ઞાનની કસોટી પર સિદ્ધ કરી બતાવ્યું. (વર્તમાનના વિજ્ઞાનયુગમાંના માનવીને અધ્યાત્મ જેવા સૂક્ષ્મમાંના વિષયનું મહત્વ ગળે ઉતરે, તે માટે તેમણે વૈજ્ઞાનિક ઉપકરણોની સહાયતાથી સંશોધન કાર્ય કરાવી લીધું.)
૩. અનિષ્ટ શક્તિઓના ત્રાસ વિશે સંશોધન અને ઉપાય
ભૂત પિશાચ ઇત્યાદિ અનિષ્ટ શક્તિ, અતૃપ્ત પૂર્વજોનાં લિંગદેહ જેવા ત્રાસને કારણે જગત્માંના અનેક વ્યક્તિ ત્રાહિમામ્ પોકારી ગયા છે. તેમના ત્રાસનું નિવારણ કરવાના નામ હેઠળ લાખો વ્યક્તિઓની આર્થિક નિચોવણ થઈ રહી છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ અનિષ્ટ શક્તિઓનું પ્રગટીકરણ અને તેના પરના ઉપાય પર પણ સંશોધન કર્યું. તેમાંથી જરા પણ ખર્ચ કરવો ન પડે તેવી, દેવતાના નામજપ જેવી આધ્યાત્મિક ઉપાયપદ્ધતિ તેમણે જગત્ને શીખવી. સદર ઉપાયનો લાભ દેશ-વિદેશમાંના અનેક લોકો લઈ રહ્યા છે.
૪. સનાતન પુરોહિત પાઠશાળા
સમાજને ધર્માચરણ કરવા માટે ઉદ્યુક્ત કરનારા તેમજ ઈશ્વરપ્રાપ્તિ માટે યોગ્ય દિશાદર્શન કરાવનારા પુરોહિતોને તૈયાર કરીને ઓછા સમયગાળામાં મોક્ષપ્રાપ્તિ કરાવી આપવાના વ્યાપક ઉદ્દેશથી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ‘સનાતન પુરોહિત પાઠશાળા’ની સ્થાપના કરી છે. સાધના તરીકે પૌરોહિત્ય કરનારા પુરોહિતોની પેઢી નિર્માણ કરવી, એ આ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. સાધના તરીકે પૌરોહિત્ય કરવાથી તેમનું ક્રમણ વહેલા જ સાધક-પુરોહિતમાંથી શિષ્ય-પુરોહિત ભણી અને શિષ્ય-પુરોહિતમાંથી સંત-પુરોહિત ભણી થશે. સદર પાઠશાળામાંના પુરોહિત યજમાનને ધાર્મિક વિધિઓનો અર્થ બતાવીને તેમની પાસેથી તે વિધિઓ શાસ્ત્રશુદ્ધ કરાવી લેતા હોવાથી તે વિધિ દ્વારા યજમાનને વધારેમાં વધારે આધ્યાત્મિક લાભ થાય છે.
૫. ‘ગુરુકુળ’ તરીકે આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયના અંશાત્મક રૂપની સ્થાપના
તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠો પછી હિંદુઓનું વિશ્વવિદ્યાલય ઊભું કરવાનો પ્રયત્ન થયો નહોતો. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ વર્ષ ૧૯૮૯માં અધ્યાત્મ વિશ્વવિદ્યાલયની સંકલ્પના પ્રસ્તુત કરી. વિદ્યાર્થીઓને કેવળ જ્ઞાનને ખાતર જ્ઞાન આપવા માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવાનો તેમનો દૃષ્ટિકોણ હોવાને બદલે વિદ્યાર્થીઓની શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિ કરાવી લઈને મોક્ષપ્રાપ્તિ કરાવી લેવી, આ તેમનો અધ્યાત્મ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ છે. આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયના અંશાત્મક રૂપની સ્થાપના ‘સનાતન ગુરુકુળ’ના ઉપક્રમના માધ્યમ દ્વારા થઈ છે. વર્તમાનમાં સદર ગુરુકુળમાં જન્મજાત સારો આધ્યાત્મિક સ્તર અને ઈશ્વરપ્રાપ્તિ માટે તાલાવેલી ધરાવતા સાધકોને ધર્મગ્રંથ સાથે જ કળા, વ્યાકરણ, યોગવિદ્યા જેવા વિષયો પણ શીખવવામાં આવશે. તેમને શીખવનારા પણ અધ્યાત્મમાંના ઉન્નત સાધકો અને સંતો હશે.
ઉપસંહાર
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ધર્મ, સંસ્કૃતિ, કળા, રાષ્ટ્રહિત જેવા બધા જ વિષયોનું માર્ગદર્શન કર્યું છે. તેમણે કહેલા માર્ગ અનુસાર સાધના કરવાથી સનાતન સંસ્થાના ૧૦૮ સાધકો (૩.૨.૨૦૨૧ સુધી) સંત થયા અને હવે લગભગ ૧૧૨૫ સાધકો સંત થવાના માર્ગ પર છે ! સ્વાર્થ અને સત્તાલોલુપતાના અંધ:કારમાં ઠેબે ચડેલા હિંદુ સમાજને ‘ધર્માચરણ અને રાષ્ટ્રરક્ષણ’ દ્વારા ઈશ્વરી રાજ્યની સ્થાપનાનો તેજ:પુંજ સૂર્ય બતાવીને તે દિશામાં માર્ગક્રમણ કરાવી લેનારા આ મહાપુરુષ છે.