પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કૃપાશીર્વાદથી સ્થાપન થયેલા સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઊંડેશન વતી આજે સંપૂર્ણ જગત્ના અનેક દેશોમાં ધર્મપ્રસાર ચાલુ છે. આ દેશોના જિજ્ઞાસુઓ માટે સંગણકીય પ્રણાલીના માધ્યમ દ્વારા ૭ વિદેશી ભાષાઓમાં ૫૪ સાપ્તાહિક સત્સંગો લેવામાં આવી રહ્યા છે. હવે વિદેશના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડીપડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્યાદિ વિધિ તેઓ વિદેશમાં રહીને પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે. એસ્.એસ્.આર્.એફ્.ના માધ્યમ દ્વારા સાધના કરીને હજીસુધી ૨૩ સાધકોએ ૬૦ ટકા અને તેના કરતાં વધારે આધ્યાત્મિક સ્તર પ્રાપ્ત કર્યો છે, જ્યારે ૫ સાધકોએ સંતપદની પ્રાપ્તિ કરી છે.
spiritualresearchfoundation.org આ સંકેતસ્થળ પ્રત્યેક મહિને દેશ-વિદેશના લગભગ ૨.૬૫ લાખ વાચકો નિહાળતા હોય છે. અંગ્રેજી અને વિદેશી ભાષાઓમાં લેવાઈ રહેલી શિબિરો અને સંગણકીય પ્રણાલી દ્વારા લેવાતા સત્સંગને કારણે અનેક દેશોના જિજ્ઞાસુઓ જોડાઈ રહ્યા છે. આ રીતે એસ્.એસ્.આર્.એફ્.ના કાર્યએ હવે હરણફાળ ભરી છે અને તેના દ્વારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની શિખામણનો લાભ સંપૂર્ણ જગત્ના જિજ્ઞાસુઓને થઈ રહ્યો છે.
અદ્વિતીય શિખામણ દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને મોક્ષમાર્ગ બતાવનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !
જગત્ને સરળ અને શાસ્ત્રીય
પરિભાષામાં હિંદુ ધર્મ વિશે માહિતી આપીને
આધ્યાત્મિક ઉન્નતિ સાધ્ય કરવી, એ જ એસ્.એસ્.આર્.એફ્.નું ધ્યેય છે !