પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી હિંદુ રાષ્ટ્રના પ્રખર પુરસ્કર્તા છે. તેમણે સંકલિત કરેલો ઈશ્વરી રાજ્યની સ્થાપના નામનો ગ્રંથ ૧૮ માર્ચ ૧૯૯૯ના દિવસે પ્રકાશિત થયો. તેમાં તેમણે ભારતમાં ઈશ્વરી રાજ્યની (હિંદુ રાષ્ટ્રની) સ્થાપના કરવી, એ જ હિંદુઓના સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક સમસ્યાઓ પરનો એકમાત્ર ઉપાય છે, એવો વિચાર પ્રસ્તુત કર્યો. તેમણે આગામી કાળમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું કાર્ય કેવી રીતે થવાનું છે, તેનું સમયપત્રક પ્રસ્તુત કરતી વેળાએ દૂરદૃષ્ટિથી વર્ષ ૨૦૨૩માં ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના થશે, એવો વિચાર પ્રસ્તુત કર્યો. અનેક સંતો અને નાડીભવિષ્યના માધ્યમ દ્વારા મહર્ષિ પણ હવે તેમજ કહે છે. વર્ષ ૧૯૯૮ થી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ગ્રંથસંકલન; સનાતન પ્રભાત માટે રાષ્ટ્ર અને ધર્મના વિષયો પર લખાણ કરવું; હિંદુત્વવાદીઓનું દિશાદર્શન કરવું; બ્રાહ્મતેજ ધરાવતા સંતોનું ઘડતર કરવું ઇત્યાદિ માધ્યમો દ્વારા નિરંતર હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે.
અખિલ માનવજાતિ માટે કાર્ય
કેવળ ભારતમાં જ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરીને ધર્મસંસ્થાપના થશે નહીં, જ્યારે માનવજાતિના હિત માટે સંપૂર્ણ જગત્માં હિંદુ ધર્મની પ્રસ્થાપના કરવી આવશ્યક છે, આ વિચાર પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પ્રસ્તુત કર્યો. વર્ષ ૧૯૯૫માં તેમને પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ સંપૂર્ણ જગતમાં અધ્યાત્મનો પ્રસાર કરો, એવા આશીર્વાદ આપ્યા હતા. તે પ્રમાણે તેઓ સમગ્ર જગતમાં માનવજાતિના હિત માટે વિવિધ માધ્યમો દ્વારા હિંદુ ધર્મ, અધ્યાત્મશાસ્ત્ર, સાધના ઇત્યાદિનો પ્રસાર કરી રહ્યા છે.
તુલસીદાસ, મીરાબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ જેવા શ્રેષ્ઠ સંત દેશમાં હોવા છતાં અને તેમની આંખો સામે ધર્માંધ મુસલમાન અને ખ્રિસ્તીઓ દ્વારા હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોવા છતાં તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે પ્રયત્નો શા માટે ન કર્યા ? આ પ્રશ્ન પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ તેમના ગુરુ પ.પૂ. ભક્તરાજ મહારાજજીને પૂછ્યો હતો. તેમણે ઉત્તર આપ્યો કે, ભક્ત અને શિષ્યને ધર્મશિક્ષણ આપીને તે પ્રમાણે તેમની પાસે સાધના કરાવી લઈને તેમને મોક્ષમાર્ગ બતાવવો, એ સંતોનું કામ છે. દુર્જનોનો સંહાર કરવો, એ અવતારોનું કાર્ય છે.
– (સદગુરુ ) ડૉ. વસંત બાળાજી આઠવલે (અપ્પાકાકા)
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના
રાષ્ટ્ર-ધર્મ કાર્યની પ્રેરણાથી ચાલુ થયેલું કાર્ય
અ. હિંદુ રાષ્ટ્ર-સ્થાપના માટે હિંદુ જનજાગૃતિ સમિતિ
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના હિંદુ રાષ્ટ્રની સ્થાપનાના વિચારો દ્વારા પ્રેરણા લઈને ૭ ઑક્ટોબર ૨૦૦૨ના દિવસે હિંદુ જનજાગૃતિ સમિતિની સ્થાપના થઈ. ધર્મશિક્ષણ, ધર્મજાગૃતિ, ધર્મરક્ષણ, રાષ્ટ્રરક્ષણ, હિંદુસંગઠન ઇત્યાદિ દ્વારા હિંદુ રાષ્ટ્ર સ્થાપનાનું કાર્ય કરવું, એ સમિતિનું ધ્યેય છે. સમિતિ કરી રહેલા કાર્યને કારણે આગળ જણાવેલા પરિણામો મળ્યા છે.
૧. સર્વધર્મ સભા, સર્વસંપ્રદાય સભા અને નામજપ સરઘસો દ્વારા સાંપ્રદાયિક એકતા સાધ્ય થઈ !
૨. હિંદુ ધર્મજાગૃતિ સભા અને હિંદુ સંગઠન સંમેલન દ્વારા લાખો હિંદુઓમાં ધર્મજાગરણ !
૩. સ્વસંરક્ષણ અને પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગો, તેમજ આપત્કાલિન સહાય્ય અભિયાનો દ્વારા સમાજસહાય્ય !
૪. Hindujagruti.org આ સંકેતસ્થળના પ્રતિમાસ ૧.૪૫ લાખ કરતાં વધારે વાચકોમાં રાષ્ટ્ર-ધર્મ જાગૃતિ !
૫. પ્રાંતીય, રાજ્યસ્તરીય અને અખિલ ભારતીય હિંદૂ અધિવેશનો દ્વારા અનેક રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી સંગઠનોનું સંગઠન !
૬. ધર્મપ્રેમી મહિલાઓના સંગઠન માટે હિંદુ જનજાગૃતિ સમિતિની રણરાગિણી શાખા કાર્યાન્વિત ! (સ્થાપના : સપ્ટેંબર ૨૦૦૯)
આ. સનાતન સાધક-પુરોહિત પાઠશાળા
સાત્વિક અને ધર્મશિક્ષણ પ્રદાન કરનારા સાધક-પુરોહિત નિર્માણ કરનારી સનાતન સાધક-પુરોહિત પાઠશાળા (સ્થાપના : ૩૦ એપ્રિલ ૨૦૦૮)
ઇ. Balsanskar.com
આ સંકેતસ્થળ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંકલિત કરેલા બાળસંસ્કાર ગ્રંથમાલિકામાંના જ્ઞાન પર આધારિત છે. (સ્થાપના : ૧૬.૩.૨૦૧૦)
ઈ. હિંદુ વિધિજ્ઞ પરિષદ
રાષ્ટ્ર અને ધર્મના હિતાર્થે લડનારા ધર્મપ્રેમી ધારાશાસ્ત્રીઓનું સંગઠન હિંદુ વિધિજ્ઞ પરિષદ (સ્થાપના : ૧૪ જૂન ૨૦૧૨)
ઉ. સનાતન અધ્યયન કેંદ્ર (સ્થાપના : ૧ ડિસેંબર ૨૦૧૫)
વિવિધ પરિસંવાદ, કાર્યક્રમો અને દૂરચિત્રવાહિનીઓ પરના ચર્ચાસત્રોમાં હિંદુ ધર્મનો પક્ષ પ્રસ્તુત કરવા માટે હિંદુત્વનિષ્ઠ સંગઠનોના વક્તાઓ અને પ્રવક્તાઓને વૈચારિક સહાય્ય પ્રદાન કરવાનું કાર્ય સનાતન અધ્યયન કેંદ્ર દ્વારા કરવામાં આવે છે.
સંત, સંપ્રદાય, હિંદુત્વવાદીઓ,
દેશભક્તો અને સામાજિક કાર્યકર્તાઓનું
સંગઠન અને તેમને દિશાદર્શન કરાવનારું કાર્ય
સગઠનકાર્ય
સંત
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૦૫ના સમાયગાળામાં અનેક સંતોને મળીને તેમને રાષ્ટ્ર-ધર્મ રક્ષણાર્થે ઉદ્યુક્ત કર્યા. વર્ષ ૨૦૦૫ પછી તેમનું પ્રકૃતિ સ્વાસ્થ્ય (તબિયત) ઠીક ન હોવાથી તેમણે આ કાર્ય માટે પ્રવાસ કર્યો નહીં. એમ હોવા છતાં પણ વર્તમાનમાં રાષ્ટ્ર-ધર્મ રક્ષણાર્થે પ્રત્યક્ષ કાર્ય કરનારા સંતોનું સંગઠન સનાતનના સંત સદગુરુ ડૉ. ચારુદત્ત પિંગળે, જ્યારે રાષ્ટ્ર-ધર્મ રક્ષણાર્થે આધ્યાત્મિક સ્તર પરનું કાર્ય કરનારા સંતોનું સંગઠન સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ આ બન્ને જણ નિરંતર કરી રહ્યા છે.
સંપ્રદાય
રાષ્ટ્ર અને ધર્મના રક્ષણાર્થે વિવિધ સંપ્રદાયોએ સંગઠિત થવું, એ માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ આગેવાની કરીને મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં જાહેર સર્વસંપ્રદાય સત્સંગોનું આયોજન કર્યું. પ્રસારમાધ્યમો જ્યારે વિવિધ સંપ્રદાયોના પ્રમુખ રહેલા સંતોની અપકીર્તિ (બદનામી) કરી રહ્યા હતા, તે સમયે તેમણે તેમના ભક્તોને આધાર આપ્યો.
દેશભક્ત અને હિંદુત્વવાદી
વર્ષ ૨૦૧૧માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ દેશભક્ત અને હિંદુત્વવાદી સંગઠનોના માધ્યમ દ્વારા જ હિંદુ રાષ્ટ્ર-સ્થાપનાનું કાર્ય થઈ શકે છે, તે માટે સમગ્ર ભારતમાંના રાષ્ટ્રપ્રેમી અને હિંદુત્વવાદી સંગઠનોને એકત્રિત કરનારું વ્યાસપીઠ હોવું જોઈએ, એવો વિચાર સૌથી પહેલા પ્રસ્તુત કર્યો. આ વિચારો દ્વારા પ્રેરણા લઈને સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ સંયુક્ત રીતે વર્ષ ૨૦૧૨ થી પ્રતિવર્ષ ગોવા ખાતે અખિલ ભારતીય હિંદૂ અધિવેશનો આયોજિત કરી રહી છે. વર્ષ ૨૦૨૦ના અવર-જવર પ્રતિબંધની પાર્શ્વભૂમિ પર પ્રત્યક્ષ સભા લેવામાં મર્યાદા હોવાથી સમિતિ વતી ‘ઑનલાઈન’ માધ્યમ દ્વારા હિંદુ રાષ્ટ્ર-જાગૃતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું.
સામાજિક કાર્યકર્તા
હિંદુ રાષ્ટ્ર-સ્થાપનામાંનો સમાજનો પ્રત્યક્ષ સહભાગ વધે, તે માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના વિચારો દ્વારા પ્રેરણા લઈને સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિએ માહિતીના અધિકાર માટે કાર્ય કરનારાં સંગઠનો, ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓ, બીભત્સતા વિરોધી સંગઠનો, માજી પોલીસ અને લશ્કરી અધિકારીઓનાં સંગઠનો, જ્યેષ્ઠ નાગરિક સંઘ, મહિલા મંડળો ઇત્યાદિઓના સંગઠનનું કાર્ય ચાલુ કર્યું છે.
દિશાદર્શન
જિજ્ઞાસુ જ જ્ઞાનનો અધિકારી છે આ ન્યાયથી સંત, સંપ્રદાય, હિંદુત્વવાદી, દેશભક્ત અને સામાજિક કાર્યકર્તાઓને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સાધના, હિંદુ રાષ્ટ્ર-સ્થાપના, હિંદુત્વના કાર્ય વિશેના યોગ્ય દૃષ્ટિકોણ, કાળની દૃષ્ટિએ કાર્યની સફળતા ઇત્યાદિ વિશે દિશાદર્શન કરે છે. (હિંદુ રાષ્ટ્ર-સ્થાપના વિશેની વિગતવાર જાણકારી સનાતનના ઈશ્વરી રાજ્યની સ્થાપના, હિંદુ રાષ્ટ્ર શા માટે જોઈએ ? અને હિંદુ રાષ્ટ્ર-સ્થાપનાની દિશા ! આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથોમાં આપી છે.)