‘ભોજનમાં સ્વાદ ધરાવનારા પદાર્થોમાં લસણનું સ્થાન મહત્વનું છે. પદાર્થ પચવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણનું મૂળિયું તીખું પાન કડવા, ડીંટિયું ખારૂં, નાળ તુરી અને બી મધુર (મીઠાં) સ્વાદ ધરાવે છે. લસણમાં છ રસમાંથી (સ્વાદમાંથી) કેવળ ખાટો રસ નથી.
૧. લસણ કોણે ખાવી નહીં ?
અ. લસણ ઉષ્ણ અને તીક્ષ્ણ (ઉગ્ર અથવા ભેદક ગુણ ધરાવનારી) હોવાથી પિત્તનો ત્રાસ ધરાવનારી વ્યક્તિએ ખાવી નહીં.
આ. ગર્ભવતી સ્ત્રીઓ માટે લસણ વર્જ્ય છે.
ઇ. નાક-મોઢામાંથી લોહી આવતું હોય ત્યારે લસણ ખાવી નહીં.
૨. લસણના ઔષધી ઉપયોગ
૨ અ. ગળું બેસી જવું
ઘીમાં તળેલી લસણ ખાવાથી ગળું ઠીક થાય છે.
૨ આ. ઉધરસ
ગામડાઓમાં નાના છોકરાઓને ઉધરસ થાય તો લસણની માળા ગળામાં બાંધે છે.
૨ ઇ. દમ લાગવો
દમ લાગતો હોય ત્યારે લસણ ખાવાથી દમ લાગવાનું ઓછું થાય છે.
૨ ઈ. હેડકી
એકવાર જમ્યા પછી મને હેડકી ચાલુ થઈ અને તે થોભતી નહોતી. મેં લસણની ૨-૪ પાંખડી ખાઈને ઉપર ઘૂંટડો પાણી પીધું. થોડીવાર પછી ૨ ચમચી સાકર ખાધી. તેનાથી મને હેડકી આવતી તરત જ મટી ગઈ.
૨ ઉ. ક્ષય (ટી.બી.)
પ્રતિદિન લસણની ૧૦ થી ૨૦ પાંખડી કચડીને ઓશીકા પાસે મૂકવાથી ક્ષયના કૃમિ નાશ પામે છે.
૨ ઊ. અપચો
કોંકણના ૭૦ વર્ષના એક રુગ્ણનું ૧ – ૨ વર્ષથી ભાત જમ્યા પછી પેટ ફુલતું. ઉપચાર કરવાથી તાત્કાલિત સારું લાગતું. ‘ભાત જમતા નહીં’, એવું આધુનિક વૈદ્યોએ (ડૉક્ટરે) કહેલું તેને માન્ય નહોતું. તે રુગ્ણને કેટલાક ઔષધોપચાર અને ઘીમાં તળેલી લસણની પાંખડી નાખીને ચડાવેલા ભાત થોડા દિવસ જમવાનું કહ્યું. તેનો સારો લાભ થયો. અપચામાં લસણ ઘીમાં તળીને જ ઉપયોગમાં લેવી; પણ તે વધારે દિવસ વાપરવી નહીં.
૨ એ. કૃમિ
નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્યાં સુધી સાંતળવી. છોકરાઓની ઉંમર પ્રમાણે ખાવા આપવી. તેનાથી ભૂખ સારી લાગે છે અને કૃમિનું પ્રમાણ ઓછું થાય છે.
૨ ઐ. સ્ત્રીઓના વિકાર
પ્રતિદિન લસણ ખાનારી સ્ત્રીનું સૌંદર્ય, બળ અને આયુષ્ય વધે છે. તેને ગર્ભાશયના વિકાર થતા નથી; પરંતુ લસણ વધારે પડતી ખાવાને બદલે પ્રમાણમાં જ ખાવી.
૨ ઓ. વેદના
લસણની વાટેલી પાંખડીઓ અર્ધો વાટકો, ૧ લિટર રાઈનું તેલ અને ૨ લિટર દહીંનું પાણી (દહીંમાંથી શ્રીખંડ બનાવતી વેળાએ દહીંને બાંધી રાખવાથી નીતરેલું પાણી) એકત્ર કરીને ધીમા ગૅસ પર કેવળ તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. શરીરના દુઃખતા ભાગ પર આ તેલ હળવા હાથે ચોળવું.
૨ ઔ. ઠંડી લાગીને તાવ આવવો
ઉપર જણાવ્યા પ્રમાણે બનાવેલું લસણનું તેલ ‘તાવ આવશે’, એમ ધ્યાનમાં આવે કે તરત તાવ આવતા પહેલાં ચોળવું
૨ અં. કીડો કરડવો (દંશ)
કીડો કરડ્યા પછી તે જગ્યાએ લસણ ચોળવી. તેનાથી કીડાનું ઝેર ઉતરવામાં સહાયતા થાય છે.’