હું… સનાતનનું ગ્રંથવિશ્‍વ… પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો ધર્મદૂત !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી

શિવજીની જટામાંથી જે રીતે ગંગાજી પૃથ્‍વીને પાવન કરવા માટે અવતીર્ણ થયાં, તેવી રીતે સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીની પ્રેરણાથી અખિલ માનવજાતિનો ઉદ્ધાર કરવા માટે સનાતનના ગ્રંથોના માધ્‍યમ દ્વારા જ્ઞાનગંગાજી અવતીર્ણ થયાં છે ! અધ્‍યાત્‍મશાસ્‍ત્ર, સાધના, આચારધર્મ, ધર્મજાગૃતિ, રાષ્‍ટ્રરક્ષણ, બાલસંસ્‍કાર, આયુર્વેદ, સ્‍વભાષા, આગામી આપત્‍કાળમાં સંજીવની પુરવાર થનારી બિંદુદબાણ ઇત્‍યાદિ ઉપચારપદ્ધતિઓ ઇત્‍યાદિ વિષયો પરના ૩૩૧ ગ્રંથોની ૧૭ ભાષાઓમાં ૮૧ લાખ ૨૧ સહસ્ર નકલો ડિસેમ્બર ૨૦૨૦ સુધી પ્રકાશિત થઈ છે. સનાતનના રૌપ્‍યમહોત્‍સવ નિમિત્તે સનાતનની ગ્રંથસંપદાનું અદ્વિતીયત્‍વ દર્શાવનારો આ લેખ …

શબ્‍દાંકન : સનાતનના સંત (પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતનના ગ્રંથોના પ્રમુખ સંકલક

 

મારી વંશવેલ

પૂ. સંદીપ આળશી

 

મારી વંશપરંપરા પ્રાચીન છે. મારા પૂર્વજોનો જન્‍મ અખિલ માનવજાતિના કલ્‍યાણ માટે જ થયો હતો. તપસ્‍વી ઋષિમુનિઓને આત્‍મસાક્ષાત્‍કાર થયો અને ધર્મજ્ઞાન પ્રદાન કરનારા વેદોનો પ્રથમ જન્‍મ થયો. આગળ યુગો વીતતા ગયા, તેમ તેમ દર્શનો, રામાયણ, મહાભારત, શ્રીમદ્‍ભાગવત્, પુરાણો આ રીતે અમારી વંશવેલ વૃદ્ધિંગત થતી ગઈ. તે તે કાળને આવશ્‍યક એવા બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજયુક્ત એવા ધર્મગ્રંથોની નિર્મિતિ ભારતવર્ષમાં થતી રહી

 

મારા ગ્રંથો : બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજનો સમન્‍વય ધરાવનારી
આધુનિક કાળમાંની ગીતા !

શ્રીમદ્‍ભગવદ્‍ગીતા ગ્રંથની વિશિષ્‍ટતા શું છે ? સર્વધર્માન્ પરિત્‍યજ્‍ય મામેકં શરણં વ્રજ -।, અર્થાત્ સર્વ પ્રકૃતિધર્મોનો, ષડ્‍રિપુઓનો અને અહમ્‌નો ત્‍યાગ કરીને એકલા મને શરણ આવ, એવો ઉપદેશ કરનારા ગુરુ શ્રીકૃષ્‍ણ ભગવાન શિષ્‍ય અર્જુનને ભગવાનની પ્રાપ્‍તિનું રહસ્‍ય અને માર્ગ બતાવે છે. ભગવાનની આ ગીતા એટલે બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજનો આદર્શ સમન્‍વય જ છે.

સમાજ જો અધ્‍યાત્‍મમાર્ગી, ધર્માચરણી બને, તો નીતિમત્તા, ચારિત્ર્યશીલતા, બંધુભાવ, કર્તવ્‍યદક્ષતા ઇત્‍યાદિ ગુણોનો તેનામાં વિકાસ થઈને સામાજિક સ્‍થિરતા પ્રાપ્‍ત થાય છે. તે સાથે જ અન્‍યાય, અધર્મ ઇત્‍યાદિના વિરોધમાં વૈધ માર્ગથી અવાજ ઊઠાવીએ તો જ રાષ્‍ટ્રીય જીવનમાં ભ્રષ્‍ટાચાર, ગુંડાગીરી, સામાજિક વિષમતા જેવા દુર્ગુણો પર અંકુશ મૂકાઈને રાષ્‍ટ્ર સુરક્ષિત અને સુવ્‍યવસ્‍થિત રહે છે.

 

ગીતાની જેમ જ મારા ગ્રંથો ચૈતન્‍યમય અને કલ્‍યાણકારી !

આજે ગીતા એ ઘણાં લોકોનો ઉપાસના-ગ્રંથ છે. ઘણાં લોકોનો તે ધ્‍યેયમંત્ર છે. ઘણાં લોકો માટે તે જીવન-આદર્શ છે. યુગો વીતી ગયા, તો પણ ગીતાનું સ્‍થાન હિંદુમનમાં અઢળ છે. તેનું એકમાત્ર કારણ એટલે ગીતા ચૈતન્‍યનું મૂર્તિમંત સ્‍વરૂપ અને કલ્‍યાણકારી છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી વર્તમાન કળિયુગમાં શ્રીકૃષ્‍ણ ભગવાનના સાક્ષાત્ અવતાર જ છે. એ આજ સુધી અનેક સંતોએ કહ્યું છે અને સનાતનના સેંકડો સાધકોએ પણ અનુભવ્‍યું છે ! સનાતનના ગ્રંથ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની ચૈતન્‍યમય લેખણી દ્વારા સિદ્ધ થઈ રહ્યા છે. સમાજને અધ્‍યાત્‍મનો માર્ગ ચીંધનારા અને સાધકોને મોક્ષ સુધી લઈ જનારા આ ગ્રંથ એટલે આધુનિક ગીતામાંના વિવિધ શ્‍લોક જ છે.

ક્રિયા વિહોણી વાણી વ્‍યર્થ છે !, એવું એક વચન છે. પોતે આદર્શવત્ કૃતિ કર્યાવિના કેવળ બડબડાટ કરનારના શબ્‍દોને કિંમત હોતી નથી અને તેથી જ આ ઉપદેશમાં શબ્‍દશક્તિ અને ચૈતન્‍યશક્તિ જ ન રહેવાથી તે ઉપદેશનો જનમાનસ પર પ્રભાવ પડતો નથી. તેથી જ કહ્યું છે કે, જેના વિચાર, વાણી અને વર્તનમાં ફેર નથી, તેને વંદન કરવા ! મારા ગ્રંથોનું પણ તેમજ છે. સાધકોને કાળ અનુસાર યોગ્‍ય સાધના શીખવનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ પ્રથમ પોતે તેનું આચરણ કર્યું છે. તેને કારણે જ તેમનો ઉપદેશયુક્ત સંસ્‍કાર મન પર દૃઢ રીતે કેળવાય છે અને વાચકો કૃતિ કરવા માટે ઉદ્યુક્ત બને છે. સત્‍યના માર્ગ પર લઈ જનારી સનાતન સંસ્‍થા ઈશ્‍વરનું સ્‍થૂળમાંનું શરીર છે અને મારા સર્વ ગ્રંથ તે શરીરમાંની ચૈતન્‍યમય પરમેશ્‍વરી શક્તિ જ છે !

 

ગ્રંથોની રચના કાળ અનુસાર વૈજ્ઞાનિક પરિભાષામાં !

સંત જ્ઞાનેશ્‍વર, સંત તુકારામ, સંત એકનાથ, સમર્થ રામદાસસ્‍વામી ઇત્‍યાદિ સંતોએ અભંગ, ભજનો, શ્‍લોક ઇત્‍યાદિની નિર્મિતિ કરીને સમાજને ઈશ્‍વરપ્રાપ્‍તિ વિશે અણમોલ માર્ગદર્શન કર્યું. તે સમયમાં હમણાની તુલનામાં સમાજની સાત્વિકતા વધારે હતી. તેને કારણે ઓછા શબ્‍દોમાં પણ સમાજને અધ્‍યાત્‍મ સમજાતું હતું. આજે સમાજની સાત્વિકતા ન્‍યૂનતમ સ્‍તર પર પહોંચી હોવાથી અધ્‍યાત્‍મ સમજી લેવાની સમાજની ક્ષમતા પણ ઓછી થઈ છે. તેને કારણે સમાજને અધ્‍યાત્‍મના સર્વ પાસાંઓનું વિશ્‍લેષણ કરીને કહેવું પડે છે. તેનું એક ઉદાહરણ આગળ આપ્‍યું છે.

સંત તુકારામ મહારાજે એક અભંગમાં કહ્યું છે, બોલવું વિઠ્ઠલ, જોવું વિઠ્ઠલ । કરવું વિઠ્ઠલ જીવભાવથી । આ બાબત આજના સમાજને સમજાવવા માટે આગળ આપ્‍યા પ્રમાણે વિશ્‍લેષણ કરીને કહેવું પડે છે –
૧. બોલવું વિઠ્ઠલ :

નામજપ કયો કરવો ?, તે કરવાની યોગ્‍ય પદ્ધતિ કઈ ? ઇત્‍યાદિ.

૨. જોવું વિઠ્ઠલ :

અન્‍યોમાં દેવ જોઈ શકવા માટે પોતાનામાં ભાવ કેવી રીતે નિર્માણ કરવો ? તે માટે પોતાનામાંના સ્‍વભાવદોષ અને અહમ્ દૂર કરવા માટે ચોક્કસ પ્રયત્નો કેવી કરવા ? ઇત્‍યાદિ.

૩. કરવું વિઠ્ઠલ જીવભાવથી :

પોતાનામાં દેવત્‍વ આવવા માટે તબક્કાવાર સાધના કેવી રીતે કરવી ? ઇત્‍યાદિ.

મારા ગ્રંથો વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મ શીખવતા હોવાથી તે દૃષ્‍ટિએ પણ તે વર્તમાન સમાજને ઉત્‍કૃષ્‍ટ માર્ગદર્શન કરે છે.

 

હજી સુધી પૃથ્‍વી પર ક્યાંય પણ
ઉપલબ્‍ધ ન રહેલું એકમેવાદ્વિતીય જ્ઞાન !

જ્ઞાન અનાદિ અને અનંત છે. પ્રત્‍યેક યુગમાં તે કાળની આવશ્‍યકતા પ્રમાણે બ્રહ્માંડમાં અવતીર્ણ થતું હોય છે. માનવજાતિના કલ્‍યાણ માટે દ્રષ્‍ટા અને ઋષિમુનિઓ તે ગ્રહણ કરીને ગ્રંથરૂપમાં સંકલિત કરે છે. વર્તમાન કળિયુગમાં આધુનિક ઋષિ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી સનાતનના સાધકોને નવીનતાસભર જ્ઞાનનું સ્‍ફૂરણ થાય છે અને તે ગ્રંથરૂપમાં સંકલિત થઈ રહ્યું છે. સનાતનના ઘણાંખરાં ગ્રંથોમાં ૩૦ થી ૮૦ ટકા જ્ઞાન હજી સુધી પૃથ્‍વી પર ક્યાંય પણ ઉપલબ્‍ધ ન રહેલું, એવું એકમેવાદ્વિતીય જ્ઞાન છે. શબ્‍દજન્‍ય જ્ઞાન, આકૃતિઓ, સારણીઓ, સૂક્ષ્મ-જ્ઞાન વિશેનાં ચિત્રો, સૂક્ષ્મ-પરીક્ષણો, સૂક્ષ્મ વિશેના પ્રયોગો ઇત્‍યાદિ વિવિધ રૂપથી આ જ્ઞાન ગ્રંથોમાં સાકાર થયું છે.

 

આગામી ભીષણ આપત્‍કાળનો પણ વિચાર !

સર્વ સંતો અને જ્‍યોતિષીઓના મત પ્રમાણે આપત્‍કાળનો આરંભ થઈ ગયો છે અને તેની તીવ્રતા દિવસે-દિવસે વધતી જ જવાની છે. ધરતીકંપ, વાવાઝોડું, ટીસુનામી ઇત્‍યાદિ નૈસર્ગિક આપત્તિઓ તેમજ અરાજક, અણુયુદ્ધ જેવી આપત્તિઓનો સામનો કરવો પડશે. આવા ભીષણ આપત્‍કાળમાં આગામી આપત્‍કાળની સંજીવની આ ગ્રંથમાલિકાના મારા ગ્રંથો, એ વિકારગ્રસ્‍તો માટે, પીડિતો માટે સંજીવની જ પુરવાર થશે. આગામી કાળનું પગેરું ઓળખીને માનવજાતિના કલ્‍યાણ માટે આટલા દૂરદૃષ્‍ટિના વિચાર સર્વજ્ઞ અને દ્રષ્‍ટા પ.પૂ. ડૉક્‍ટરજી જ કરી શકે છે !

 

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના મૂલાધાર રહેલા ગ્રંથ !

વસિષ્‍ઠ ઋષિ પાસેથી શ્રેષ્‍ઠ નીતિમૂલ્‍યોનું શિક્ષણ લઈને પ્રભુ શ્રીરામચંદ્રનું ઘડતર થયું અને તેમણે આદર્શ રામરાજ્‍યની સ્‍થાપના કરી. એવું જ શિક્ષણ પ્રદાન કરવા માટે આગામી કાળમાં મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયની સ્‍થાપના કરવામાં આવવાની છે. મારા ગ્રંથ મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના મૂલાધાર ગ્રંથ છે. તે માટે ધર્મશાસ્‍ત્રની સાથે જ રાજનીતિશાસ્‍ત્ર, અર્થશાસ્‍ત્ર, ન્‍યાયશાસ્‍ત્ર આ રીતે બધા જ પાસાંનો વિચાર કરનારા ગ્રંથો સિદ્ધ કરવા, એ સનાતનનું ધ્‍યેય છે. મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયમાં શિક્ષિત થયેલા વિદ્યાર્થીઓ કેવળ સંત નહીં પણ રાષ્‍ટ્રસંત હશે. હિંદુ રાષ્‍ટ્ર (સનાતન ધર્મ રાજ્‍ય) નિષ્‍કંટક રાખવા સાથે જ તેનું તેજ અને અસ્‍મિતા વધારનારા મહાપુરુષો હશે !

 

મારા ગ્રંથોનો પ્રચાર કરીને તમે પણ ઈશ્‍વરી કૃપા સંપાદન કરો !

મારા ગ્રંથ ઘરેઘર, પ્રત્‍યેક શાળામાં અને વાચનાલયમાં પહોંચાડવા, તે અન્‍યોને ભેટ તરીકે આપવા; તેમના માટે પ્રાયોજક બનવું અથવા જાહેરખબરો આપવા જેવા વિવિધ માર્ગો દ્વારા તમે પણ ગ્રંથોનો પ્રચાર કરી શકો છો. તેના દ્વારા તમે રાષ્‍ટ્ર અને ધર્મના પવિત્ર કાર્યમાં સહભાગી થશો અને તેથી ઈશ્‍વરી કૃપાનાં ફળ તમે પણ ચાખશો, તેની ખાતરી રાખજો !

(પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧.૮.૨૦૧૬)
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment