દુધી અને કડવી દુધીના ઔષધી ઉપયોગ

દુધી આ એક ઉપયુક્ત શાક છે. ‘દુધીનો રસ પીઓ અને વજન ઓછું કરો’, એમ સાંભળીને આજકાલ વજન ઓછું કરવા માટે લોકો તેવી કૃતિ કરે છે; પણ બધાયે જ તેમ કરવું યોગ્‍ય નથી, આયુર્વેદનો કોઈપણ પ્રયોગ નજીકના તજ્‌જ્ઞને પૂછીને જ કરવો.

 

૧. દુધી

૧ અ. દુધીમાંથી બનાવી શકાય તેવા પદાર્થ

૧ અ ૧. હલવો

દુધી ખમણીને ઘીમાં શેકી લેવી. ચડી જાય એટલે તેમાં દૂધ ઉમેરીને તેનો માવો થાય ત્‍યાં સુધી હલાવતા રહેવું. પછી ખાંડ નાખીને વરાળથી રાંધવું. ઉપલબ્‍ધતા હોય તે પ્રમાણે કાજુ, બદામ, પિસ્‍તા ઇત્‍યાદિ નાખવું.

૧ અ ૨. બરફી
વૈદ્ય વિલાસ શિંદે

ખમણેલી દુધી ચડાવી લેવી. ખાંડની ચાસણી કરીને તેમાં દુધનો માવો, ચડાવેલી દુધી નાખવી. સ્‍વાદ માટે એલચી, કેસર, બદામ, કાજુ ઇત્‍યાદિ નાખીને પછી ચોસલાં પાડવા.

૧ અ ૩. મુરબ્‍બો

દુધી સમારીને તે વરાળથી ચડાવી લેવી. ચડાવેલા ટૂકડા પછી ખાંડની ચાસણીમાં નાખવા.

૧ અ ૪. શાક

દુધીનું શાક સ્‍વાદિષ્‍ટ અને પૌષ્ટિક હોય છે.

૧ આ. દુધીના લાભ

૧ આ ૧. પિત્ત વિકાર ઓછા થવા અને શરીરની વૃદ્ધિ થવી

દુધીનું શાક અને જુવારનો રોટલો પિત્ત પર લાભદાયક છે. શરીરમાં ઘર કરી ગયેલી ગરમી દૂર કરવા માટે દુધીના શાકનો સારો લાભ થાય છે. આ શાકને કારણે મોઢે સ્‍વાદ આવે છે. રસ (શરીરમાંનો એક દ્રવ ઘટક), લોહી, માંસ ઇત્‍યાદિ શરીર ઘટકોની સારી વૃદ્ધિ થાય છે.

૧ આ ૨. ગર્ભપાત ટળવો

દુધીના બી વાટીને દૂધ-સાકર સાથે સેવન કરવા. જે સ્‍ત્રીઓનો વારંવાર ગર્ભપાત થતો હોય, તેમણે ઉપર જણાવેલા ઉપચાર સહિત પાસેના વૈદ્ય પાસે જઈને પંચકર્મમાંનો ‘બસ્‍તી’ આ ઉપચાર લેવો.

૧ આ ૩. ગર્ભની વૃદ્ધિ થવી

દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્‍ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.

 

૨. કડવી દુધી

કડવી દુધીને સંસ્‍કૃતમાં ‘કટુતુંબી’ કહે છે. દુધીની જેમજ તેનો પણ વેલ હોય છે; પણ કડવી દુધીનો આકાર મોટો હોય છે. ગામડામાં કડવી દુધીને પીઠે બાંધીને બાળકો તરવા જાય છે. કડવી દુધી અને તેના પાન બાળીને બનાવેલી રાખ ઔષધી હોય છે.

૨ અ. કડવી દુધીના ઔષધી ઉપયોગ

૨ અ ૧. કમળો

કડવી દુધીના પાંદડાનો રસ લેવાથી પેટ સાફ થઈને કમળો ઉતરે છે. કેટલાક લોકો તેનો ગર પાણીમાં વાટીને આપે છે. તેનાથી ઝાડા થાય છે, તેથી આ ઔષધ વૈદ્યને પૂછીને લેવું.

૨ અ ૨. શરીરમાં થનારી ગાંઠો

ગામડાના વૈદ્યો કડવી દુધીમાં ભરેલું પાણી પ્રતિદિન સવારે ૨ – ૩ ચમચી પીવા માટે કહે છે. તેનાથી શરીર પરની ગાંઠો ઓગળી જાય છે, એવો તેમનો અનુભવ છે. તેના પાન વાટીને ગાંઠ પર લગાડી શકાય છે.

૨ અ ૩. ગુદદ્વાર બહાર આવવું

કેટલીક દવાઓ સાથે કડવી દુધીના પાન વાટીને ગુદદ્વાર પર લગાડવાથી તેનો સારો ફાયદો થાય છે.

વૈદ્ય વિલાસ જગન્‍નાથ શિંદે, જિજાઈ આયુર્વેદ ચિકિત્‍સાલય, ખાલાપૂર, જિલ્‍લો રાયગઢ.

Leave a Comment