ટમેટા

ટમેટા ભોજનમાં એક અવિભાજ્‍ય એવો પદાર્થ છે. ફળિયાના કૂંડામાં પણ તે વાવી શકાય છે. ટમેટાની એક દેશી જાત જોવા મળે છે. તેને ‘દેશી’ ટમેટા કહે છે. તે વધારે સ્‍વાદિષ્‍ટ હોય છે અને તેમાંથી આપણને આવશ્‍યક રહેલા પોષક ઘટકો પણ મળે છે.

 

૧. ટમેટાનું સૂપ અથવા સાર બનાવવાની પદ્ધતિ

અર્ધા લોટા પાણીમાં ૪ – ૫ ટમેટા બાફવા. તે બરાબર બફાઈ જાય કે, તેની છાલ અને બી કાઢી નાખીને વાટી લેવા. એક ચમચી ગરમ ઘીમાં પા ચમચી જીરું નાખીને વઘાર કરવો. તેમાં નાનો આદુનો ટૂકડો કચડીને નાખવો. ત્‍યાર પછી તેમાં વાટેલા ટમેટા અને ટમેટા બાફવા માટે વાપરેલા પાણીમાંથી વધેલું પાણી નાખવું. જો આવશ્‍યકતા લાગે તો વધુ પાણી નાખવું. સ્‍વાદ પૂરતું મીઠું અને ખાંડ નાખવા. સરસ ઉકળી જાય એટલે ટમેટાનું સાર બને છે. તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીને ગરમ હોય ત્‍યારે જ તે પીવું. દેશી ટમેટાનું સાર ઉત્તમ બને છે. આ રીતે જ આંબલી કે કોકમનું સાર બનાવી શકાય છે.

 

૨. ટમેટાના ઔષધી ઉપયોગ

૨ અ. જીભે સ્‍વાદ ન હોવો અને ભૂખ ન લાગવી

ટમેટા છાલ સાથે મિક્સરમાં ઝીણા કરીને ૩ ચમચી ટમેટાનો રસ દિવસમાં બે વાર પ્રાશન કરવો. તેમાં સ્‍વાદ પૂરતું મીઠું અને જીરૂં ઉમેરવાથી વધારે સારું લાગે છે ! ધાબામાં જે ગ્રેવી બનાવે છે, તેમાં ટમેટા, ડુંગળી, નારિયેળ, કાજુ ઇત્‍યાદિ નાખે છે. ટમેટાને કારણે તે ગ્રેવીને સારો સ્‍વાદ આવે છે.

૨ આ. ખાવાની ઇચ્‍છા ન થવી

જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્‍યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્‍છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્‍ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું. કેવળ ‘ટમેટાનો રસ પી’, એમ કહેવાથી જો રુગ્‍ણ સાંભળવાનો ન હોય, તો ‘મારી પાસે રહેલી દવા ટમેટાના રસ ટમેટાના રસ સાથે  લેજે’, એમ તેને કહેવું.

૨ ઇ. રક્તદુષ્‍ટી (રક્તદોષ)

‘વાત, પિત્ત, ઇત્‍યાદિ દોષને કારણે લોહી દૂષિત થયું છે’, એમ ઓળખવાના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે – શરીર હંમેશાં ઉષ્‍ણ રહેવું, પેઢાંમાંથી લોહી આવવું, શરીરની બળતરા થવી, શરીર પર ઢીમસા થવા, શરીર ઉષ્‍ણ થઈને ઝીણો તાવ લાગવો. આવી વ્‍યક્તિએ ટમેટાનું સૂપ પીવું કે વચમાં ટમેટું ખાવું; પણ પ્રતિદિન ટમેટા ખાવાનું ટાળવું. ‘અતિ સર્વત્ર વર્જયેત્ ।’અર્થાત્ ‘કોઈપણ બાબત વ્‍યાજબી કરતાં વધારે કરવાનું ટાળવું’, આ નિયમ ધ્‍યાનમાં રાખવો.

૨ ઈ. તાવ

તાવમાં ‘તરસ લાગવી અથવા મોઢું નિરંતર સૂકાઈ જવું’, આ લક્ષણો દેખાય તો ટમેટા કાપીને ખાવા દેવા. તેથી તરસ ઓછી થઈને તાવ ઉતરવામાં સહાયતા થાય છે. તાવમાં ટમેટાનું સાર પણ ઉપયોગી છે.

૨ ઉ. નબળાઈ જણાવવી

બીમારી ગયા પછી ઘણીવાર શરીરમાં હિમોગ્‍લોબિનનું પ્રમાણ ઓછું થયેલું હોય છે. આવા લોકો માટે ટમેટાનું સાર લાભદાયી છે.

 

૩. વિશેષ

પથરીનો ત્રાસ ધરાવનારાઓએ ટમેટાના બી ખાવા નહીં.

 વૈદ્ય વિલાસ જગન્‍નાથ શિંદે, જિજાઈ આયુર્વેદ ચિકિત્‍સાલય, ખાલાપૂર, રાયગઢ. સંપર્ક ક્રમાંક : ૭૭૫૮૮૦૬૪૬૬ (રાત્રે ૮ થી ૯ના સમયગાળામાં સંપર્ક કરવો.)

Leave a Comment