નામજપનું મહત્ત્વ
આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્છિત સ્ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્યાગ કરવો નહીં.’