વૈદિક કાળથી આપણાં પૂર્વજોએ ધાર્મિક, વાંશિક, સાંસ્કૃતિક અને રાજનીતિક દૃષ્ટિએ એકાત્મ સમુદાય બનાવ્યો. આ કાર્યના નૈસર્ગિક વિકાસનું ફળ અર્થાત્ હિંદુ રાષ્ટ્ર ! આ હિંદુ રાષ્ટ્ર તેમ જ ચીન સિવાય વિશ્વમાં રહેલા અન્ય કોઈપણ રાષ્ટ્ર માટે પોતાના જીવન-વિકાસની અગાધતાનો ઇતિહાસ કહેવાનું સંભવ નથી. હિંદુ રાષ્ટ્રની ઉત્પત્તિ અમસ્તી જ નથી થઈ. એ કાંઈ રમકડું નથી, કે ન તો સગવડતા. સદર હિંદુ રાષ્ટ્ર, મુસલમાનોનો અથવા વિશ્વના અન્ય કોઈ સમુદાયનો દ્વેષ કરવા માટે સાકાર કર્યું નથી. એ તો અમારા હિમાલય પર્વતની જેમ એક અવિચલ સત્ય છે.
– સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર