‘ૐ’કાર આ નાદબ્રહ્માનું પ્રતીક છે. વિશ્વના પ્રત્યેક ધર્મએ તેનો સ્વીકાર કર્યો છે. ‘ૐ’કાર અ+ઉ+મ્થી બન્યું છે. ‘ૐ’ એ બ્રહ્માંડનું સ્વયંભૂ સંગીત છે. એક નિશ્ચિત સમયે કેવળ ૨ મિનિટ; પરંતુ મોટેથી તેનો ઉચ્ચારણ કરવાથી તે નાદબ્રહ્મ બ્રહ્માંડમાંના અણુ-રેણુમાં પહોંચે છે. અત્યારે બ્રહ્માંડમાં જે ઉથલપાથલ ચાલી છે, તેને પૂર્વવત કરવાનું ‘ૐ’કારમાં સામર્થ્ય છે. વિશ્વ જે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યું છે, તે શાંતિ નિશ્ચિતરૂપે ‘ૐ’કારના જપોચ્ચારમાંથી મળી શકે છે. શાસ્ત્ર પ્રમાણે ૧૫ મહિના ‘ૐ’કારનો મોટથી ઉચ્ચારણ કરવાથી, આપણને જે જોઈએ તે ફળ (મનની ઇચ્છા પ્રમાણે) મળે છે. આ જ મારો વિશ્વને ‘ૐ’કાર વિશેનો સંદેશ છે.
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.