ભીષણ સંકટકાળ
‘વર્ષ ૨૦૦૦ થી જ ‘કાળમહિમા અનુસાર વહેલા જ સંકટકાળ આવશે’, તેનું સાધકોને ભાન છે; પરંતુ હવે સંકટકાળ બારણું પૂછતો આવી રહ્યો છે. ઘોર સંકટકાળનો આરંભ થવામાં કેવળ કેટલાક માસ બાકી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ પછી ધીમે ધીમે ત્રીજા મહાયુદ્ધનો આરંભ થવાનો હોવાનું અનેક નાડીભવિષ્ય કહેનારા અને દ્રષ્ટા સાધુ-સંતોએ કહ્યું છે.
પ્રથમ તે મહાયુદ્ધ માનસિક સ્તર પર હશે; કારણકે કોઈપણ બે રાષ્ટ્રોમાંનું મહાયુદ્ધ પહેલા માનસિક સ્તર પર જ હોય છે, ઉદા. કોરિયા-અમેરિકા સંઘર્ષ, ચીન-અમેરિકા સંઘર્ષ. આગળ ૨ – ૩ વર્ષ પછી મહાયુદ્ધ ભૌતિક સ્તર પર હશે. ત્યારે ‘સૂકા ભેગું લીલું પણ બળે છે’, આ સિદ્ધાંત અનુસાર સમાજમાંના સજ્જનો, સાધકો ઇત્યાદિઓને પણ સંકટકાળનો ધખારો લાગવાનો છે.
સંકટકાળમાં વાવાઝોડું, ધરતીકંપ ઇત્યાદિને કારણે વીજળી પુરવઠો બંધ થાય છે. પેટ્રોલ, ડીઝલ ઇત્યાદિની અછત નિર્માણ થવાથી વાહન-વહેવાર પણ ખોરવાઈ જાય છે. તેથી રસોઈનો ગૅસ, ખાવા-પીવાની વસ્તુઓ ઇત્યાદિ અનેક મહિનાઓ સુધી મળતી નથી અથવા મળે તો તેનું ‘રેશનિંગ’ થાય છે.
સંકટકાળમાં ડૉક્ટર, વૈદ્ય, ઔષધિઓ, દવાખાનાઓ ઇત્યાદિ ઉપલબ્ધ થવું લગભગ અસંભવ જ હોય છે. આ બધું ધ્યાનમાં લઈને સંકટકાળનો સામનો કરવા માટે સહુકોઈએ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આધ્યાત્મિક ઇત્યાદિ સ્તરો પર પૂર્વસિદ્ધતા કરવી આવશ્યક છે. આ વિશેનું સામાન્ય વિવેચન આગળ આપ્યું છે. આ વિવેચન અનુસાર જેટલું બની શકે, તેની કૃતિ કરવાનો અત્યારથી જ આરંભ કરવો.
ભીષણ સંકટકાળનો સામનો કરવા માટે વિવિધ સ્તરો પરની સિદ્ધતા હમણાથી જ કરો !
નૈસર્ગિક આપત્તિઓ સામે રક્ષણ
આત્મબળ વધારો !
આપાત્કાળ થી ઝુજવા માટે વિવિધ વિષય પર લખેલા લેખ જરૂર વાંચો !