મહાશિવરાત્રિ


મહાશિવરાત્રિ શા માટે ઊજવવામાં આવે છે ?

‘મહાશિવરાત્રિ’ ના કાળમાં ભગવાન શિવ રાત્રિના એક પ્રહરમાં વિશ્રામ કરે છે. મહાશિવરાત્રિ દક્ષિણ ભારત અને મહારાષ્‍ટ્રમાં શક સંવત્ કાળગણના અનુસાર મહા વદ ચૌદસ જ્‍યારે ઉત્તર ભારતમાં વિક્રમ સંવત્ કાળગણના અનુસાર ફાગણ વદ ચૌદસને દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના દિવસે છે.


મહાશિવરાત્રિનું મહત્ત્વ શું છે ?

મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ જેટલો સમય વિશ્રામ કરે છે, તે કાળને ‘પ્રદોષ’ અથવા ‘નિષિથકાળ’ કહે છે. પૃથ્‍વી પરનું એક વર્ષ અર્થાત્ સ્‍વર્ગલોકનો એક દિવસ હોય છે. પૃથ્‍વી સ્‍થૂળ છે. સ્‍થૂળની ગતિ ઓછી હોય છે અર્થાત્ સ્‍થૂળને બ્રહ્માંડમાં પ્રવાસ કરવા માટે વધારે સમય લાગે છે. દેવતાઓ સૂક્ષ્મ હોય છે, તેને કારણે તેમનો વેગ વધારે હોય છે. આ જ કારણ છે કે, પૃથ્‍વી અને દેવતાઓના કાલમાનમાં એક વર્ષનું અંતર હોય છે. પૃથ્‍વી પર આ કાળ સર્વસામાન્‍ય રીતે એકથી દોઢ કલાકનો હોય છે. આ સમયે ભગવાન શિવ ધ્‍યાનાવસ્‍થામાંથી સમાધિ-અવસ્‍થામાં જાય છે. આ કાળમાં કોઈપણ માર્ગથી, જ્ઞાન હોય કે ન હોય, જાણે-અજાણ્‍યે ઉપાસના થવાથી અથવા ઉપાસનામાં કોઈ દોષ અથવા ત્રૃટિ પણ જો રહી જાય, તો પણ ઉપાસનાનો ૧૦૦ ટકા લાભ મળે છે. આ દિવસે શિવ-તત્ત્વ અન્ય દિવસોની સરખામણીમાં એક સહસ્ર ગણું અધિક હોય છે. આ દિવસે કરવામાં આવેલી ભગવાન શિવની ઉપાસનાથી શિવ-તત્ત્વ વધુ પ્રમાણમાં ગ્રહણ થાય છે. શિવ-તત્ત્વને કારણે અનિષ્‍ટ શક્તિઓ સામે આપણું રક્ષણ થાય છે.

મહાશિવરાત્રિ વ્રત વિધિ કેવી રીતે કરવી ?

સંપૂર્ણ દેશમાં મહાશિવરાત્રિ ઘણી ઉત્‍સાહભેર ઊજવવામાં આવે છે. મહા વદ પક્ષ ચતુર્દશી (ચૌદસ)ના દિવસે ભગવાન શિવનું મહાશિવરાત્રિ વ્રત કરવામાં આવે છે. ઉપવાસ, પૂજા અને જાગરણ મહાશિવરાત્રિ વ્રતનાં પ્રધાન ત્રણ પાસાં છે. ‘મહા વદ પક્ષ તેરસને દિવસે એકભુક્ત રહેવું. (દિવસમાં એકવાર જ અન્‍ન ગ્રહણ કરવું) ચૌદસને દિવસે સવારે મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્‍પ કરવો. સાંજે નદી પર અથવા તળાવના કિનારે જઈને શાસ્‍ત્રોક્ત સ્‍નાન કરવું. ભસ્‍મ અને રુદ્રાક્ષ ધારણ કરવા. પ્રદોષકાળે શિવના દેવાલયમાં જઈને શિવનું ધ્‍યાન ધરવું. પછી ષોડશોપચારે પૂજા કરવી. ભવભવાની પ્રીત્‍યર્થ તર્પણ કરવું. ભગવાન શિવને ૧૦૮ કમળ અથવા બીલીપત્ર નામમંત્ર સહિત ચઢાવવાં. પછી પુષ્‍પાંજલી અર્પણ કરીને અર્ઘ્‍ય આપવું. પૂજાસમર્પણ, સ્‍તોત્રપાઠ અને મૂળમંત્રનો જપ થયા પછી ભગવાન શિવના મસ્‍તક પરથી એક ફૂલ કાઢી લઈને તે પોતાના મસ્‍તક પર ધારણ કરવું અને ક્ષમાયાચના કરવી’. એવું મહાશિવરાત્રિનું વ્રત છે.

મહાશિવરાત્રિના દિવસે આ અવશ્‍ય કરવું !


  • ભગવાન શિવનો નામજપ સમગ્ર દિવસ કરવો.

  • શિવપિંડી પર અભિષેક કરવો.

  • ભગવાન શિવની ધોળા ફૂલ,બીલીપત્ર ચઢાવીને પૂજા કરવી.

  • ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા માટે જવું.

મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો ૐ નમઃ શિવાય મંત્રનો જપ વધારેમાં વધારે કરવો

કળિયુગમાં નામસ્મરણ સાધના કહેવામાં આવી છે. મહાશિવરાત્રિના દિવસે શિવતત્ત્વ હંમેશ કરતાં ૧૦૦૦ ગણું અધિક કાર્યરત હોય છે. એનો વધારેમાં વધારે લાભ મળવા માટે ભગવાન શિવનો ‘ૐ નમ: શિવાય ।’ આ નામજપ સંપૂર્ણ દિવસ કરવો.

‘ૐ નમ: શિવાય ।’ આ મંત્રજપ સાંભળો !

ભક્તિસત્સંગ – મહાશિવરાત્રિ

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળની ચૈતન્યદાયી વાણીમાં ભક્તિસત્સંગનું ભાવપૂર્ણ શ્રવણ કરો. મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવ પ્રત્યે ભક્તિ વધારો. આ વિશેષ ભક્તિસત્સંગમાં આપણે સાંભળીશું, ૧૨ જયોતિર્લિંગોની દિવ્ય મહિમા તેમજ આદિશક્તિ પાર્વતી માતા દ્વારા ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી કઠોર તપસ્યા વિશે.

મહાશિવરાત્રિએ ભગવાન શિવનું તત્ત્વ વધારે પ્રમાણમાં કાર્યરત હોવાથી આધ્યાત્મિક સાધના કરનારાઓને વિવિધ પ્રકારની અનુભૂતિઓ થાય છે. વિવિધ તહેવાર કેવી રીતે ઊજવવા, આપણા ઇષ્ટદેવતાની ઉપાસના કેવી રીતે કરવી, સાધના કેવી રીતે કરવી, આ જાણી લેવા માટે અમારા ઑનલાઈન સત્સંગમાં સહભાગી થાવ !

સનાતન સંસ્થાના ઑનલાઈન સત્સંગમાં જોડાવ

શિવપિંડી પર અભિષેક કરવો

મહાશિવરાત્રિના દિવસે કાર્યરત શિવ-તત્ત્વનો વધારેમાં વધારે લાભ મળે એ માટે શિવભક્તો શિવપિંડી પર અભિષેક કરે છે. તેમાં રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર એવા પ્રકાર હોય છે. રુદ્રાભિષેક અર્થાત્ રુદ્રનું એક આવર્તન, લઘુરુદ્ર અર્થાત્ રુદ્રના ૧૨૧ આવર્તનો, મહારુદ્ર એટલે ૧૧ લઘુરુદ્ર અને અતિરુદ્ર એટલે ૧૧ મહારુદ્ર હોય છે.

અભિષેક કરતી સમયે શિવપિંડીને ઠંડું પાણી, દૂધ તેમજ પંચામૃતથી સ્‍નાન કરાવે છે. ચૌદમા શતક પહેલાં શંકરની પિંડીને કેવળ પાણીથી સ્‍નાન કરાવતા હતા; દૂધ અને પંચામૃતથી સ્‍નાન કરાવતા નહોતા. દૂધ અને ઘી આ સ્‍થિતિનાં પ્રતીક હોવાથી લયની દેવતા રહેલા શંકર ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. પણ ચૌદમા શતકમાં દૂધને શક્તિનું પ્રતીક માનીને પ્રચલિત પંચામૃતસ્‍નાન, દુગ્‍ધસ્‍નાન ઇત્‍યાદિ અપનાવવામાં આવ્‍યું.

શિવપિંડી પર હળદર-કંકુને બદલે ભસ્‍મ ચઢાવવું

કોઈપણ દેવતા-પૂજનમાં મૂર્તિને સ્‍નાન કરાવીને હળદર-કંકુ ચઢાવવામાં આવે છે. પરંતુ શિવપિંડીની પૂજામાં હળદર અને કંકુ નિષિદ્ધ માનવામાં આવે છે. હળદર ભૂમિમાં નિર્માણ થાય છે અને તે અંકુરનારી ભૂમિનું, અર્થાત્ ઉત્‍પત્તિનું પ્રતીક છે. કંકુ હળદરમાંથી જ બનાવતા હોવાથી તે પણ ઉત્‍પત્તિનું પ્રતીક છે. શંકર ભગવાન લયની દેવતા હોવાથી તેમની પૂજામાં ઉત્‍પત્તિના પ્રતીક સમા હળદર-કંકુ ચઢાવાતા નથી. શિવપિંડી પર ભસ્મ લગાડે છે કારણકે ભસ્મ લયનું પ્રતીક છે. પિંડી પર દર્શની બાજુએ ભસ્‍મના ત્રણ આડા પટ્ટા તાણવામાં આવે છે અથવા આડા પટ્ટા તાણીને તેના મધ્‍યમાં એક વર્તુળ દોરવામાં આવે છે. તેને ‘શિવાક્ષ’ કહે છે.

શિવ પૂજન કરતી સમયે શિવપિંડી પર ધોળા રંગના અક્ષત ચઢાવવા

ધોળા અક્ષત વૈરાગ્‍યના, અર્થાત્ નિષ્‍કામ સાધનાના દ્યોતક છે. ધોળા અક્ષત ભણી નિર્ગુણ સાથે સંબંધિત રહેલા મૂળ ઉચ્‍ચ દેવતાઓની લહેરો આકર્ષિત થાય છે. ભગવાન શંકર આ એક ઉચ્‍ચ દેવતા છે અને તે વધારેમાં વધારે નિર્ગુણ સાથે સંબંધિત હોવાથી ધોળા અક્ષત પિંડીની પૂજા માટે વાપરવાથી શિવતત્ત્વનો અધિક લાભ થાય છે.

ભગવાન શિવને ધોળા પુષ્‍પ અર્પણ કરવાં

ભગવાન શિવને ધોળા પુષ્‍પો જ ચઢાવવાં. તેમાં ગુલછડી, જાઈ, જુઈ અને મોગરાનાં ફૂલો અવશ્‍ય ચઢાવવાં. આ પુષ્‍પો દસ અથવા દસગણા હોવા જોઈએ. તેમજ આ પુષ્‍પો ચઢાવતી સમયે તેમનું ડીંટું શિવજી સામે રાખીને ચઢાવવાં. ફૂલોમાં ધતુરો, શ્‍વેત કમળ, શ્‍વેત કરેણ ઇત્‍યાદિ પણ લઈ શકાય છે. શિવજીને કેતકી અર્થાત્ કેવડો નિષિદ્ધ છે; તેથી તે ન ચઢાવવો. કેવળ મહાશિવરાત્રિના દિવસે ચઢાવવો.

ભગવાન શિવને પ્રિય બીલીપત્ર ચઢાવવું

આ સમયગાળામાં શિવતત્ત્વ વધારેમાં વધારે આકર્ષિત કરનારાં બીલીપત્ર, ધોળા ફૂલો ઇત્યાદિ શિવપિંડી પર ચઢાવાય છે. તેમના દ્વારા વાતાવરણમાં રહેલું શિવતત્ત્વ આકર્ષિત કરવામાં આવે છે. ભગવાન શિવનું નામસ્મરણ કરતા કરતા અથવા તેમનું એક એક નામ લેતા લેતા શિવપિંડી પર બીલીપત્ર ચઢાવવાને બીલી અર્ચન કહે છે. આ વિધિમાં શિવપિંડીને બીલીપત્રોથી સંપૂર્ણ આચ્છાદિત કરાય છે.

શિવપિંડી પર બીલીપત્ર કેવી રીતે ચઢાવવું તેમજ બીલીપત્ર તોડવાના નિયમો

બીલીના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે. આ કારણે બીલી વૃક્ષ પ્રત્યે ઘણો કૃતજ્ઞતા ભાવ રાખીને અને મનમાં પ્રાર્થના કરીને બીલીપત્ર તોડવાનો આરંભ કરવો જોઈએ. શિવપિંડીની પૂજા સમયે બીલીપત્ર પિંડી પર ઊંધું મૂકીને ડીંટું પોતાની ભણી કરીને ચઢાવાય છે. બીલીપત્ર શિવપિંડી પર ઊંધુ ચઢાવવાથી તેમાંથી નિર્ગુણ સ્તર પરના સ્પંદનો અધિક પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે. તેથી બીલીપત્રનો ભક્તોને પણ વધુ લાભ મળે છે. સોમવારના દિવસે, ચોથ, આઠમ, નવમી, ચૌદસ તેમજ અમાસ, આ તિથિઓએ તેમજ સંક્રાંતિ કાળમાં બીલીપત્ર તોડવાનું નિષિદ્ધ માનવામાં આવ્યું છે. બીલી શિવને ઘણું પ્રિય છે, તેથી નિષિદ્ધ સમય પહેલાં તોડી રાખેલું બીલીપત્ર તેમને ચઢાવી શકાય છે. બીલીપત્રમાં દેવતાતત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે. તે ઘણાં દિવસો સુધી જળવાય છે.

બીલીપત્રના ત્રિદળ પાનની સૂક્ષ્મમાંની વિશિષ્ટતાઓ દેખાડતું સૂક્ષ્મ-ચિત્ર નીચે જુઓ

મહાશિવરાત્રિના દિવસે શિવ માટે કયા સુગંધની અગરબત્તી કરવી ?

ભગવાન શિવ માટે અગરબત્તી કરતી સમયે તારક ઉપાસના માટે ચમેલી અને હીના સુગંધની અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ સુગંધનું અત્તર અર્પણ કરવામાં આવે છે. પણ મહાશિવરાત્રિના પર્વ પર શિવને કેવડાની સુગંધ ધરાવતું અત્તર અને અગરબત્તીનો ઉપયોગ કહેવામાં આવ્યો છે.

ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા જવું !

આ રીતે કરો શિવપિંડીના દર્શન !

શિવાલયમાં પ્રવેશ કરવાની સાથે જ આપણને પ્રથમ દર્શન થાય છે, પોઠિયાના. શિવના દર્શન લેવા પહેલાં પોઠિયાના દર્શન કરવામાં આવે છે. ત્યાર પછી શૃંગદર્શન અર્થાત્ પોઠિયાના શીંગડામાંથી શિવપિંડીના દર્શન કરવામાં આવે છે.

શ્રી ગુરુચરિત્રમાં કહ્યું છે તે પ્રમાણે શૃંગદર્શન કરતી વેળાએ, પોઠિયાની જમણી બાજુએ બેસીને અથવા ઊભા રહીને ડાબો હાથ પોઠિયાના વૃષણ પર મૂકવો. જમણા હાથની તર્જની (અંગૂઠા પાસેની આંગળી) અને અંગૂઠો પોઠિયાનાં બન્‍ને શિંગડાં પર મૂકવા. બન્‍ને શિંગડાઓ અને તેમના પર મૂકેલી બે આંગળીઓના પોલાણમાંથી શિવલિંગ નિહાળવું. પોઠિયાના વૃષણને હાથ લગાડવો અર્થાત્, કામવાસના પર નિયંત્રણ રાખવું. શિંગડું એ અહંકાર, પૌરુષ અને ક્રોધનું પ્રતીક છે. શિંગડાંઓને હાથ લગાડવો એટલે, અહંકાર, પૌરુષ અને ક્રોધ પર નિયંત્રણ રાખવું.

શૃંગદર્શન સમયે થનારા સૂક્ષ્મ-પરિણામોને સમજી લઈએ એક સૂક્ષ્મ-ચિત્ર દ્વારા :

ભગવાન શિવની પ્રદક્ષિણા કેવી રીતે કરવી ?

ભગવાન શિવની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. સૂત્રનો અર્થ છે, વહેળ અથવા નાળું. સૂત્ર અર્થાત્ ધારા, જે શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જાય છે, તેને સોમસૂત્ર કહે છે. શિવપિંડીને જોતી સમયે, તેની સામે ઊભા રહ્યા પછી આપણી જમણી બાજુએ અભિષેકનું પાણી જવા માટે બનાવવામાં આવેલો વહેળ (શાળુંકાથી આવનારું પાણી આગળ લઈ જનારો સ્રોત) હોય છે. પ્રદક્ષિણાનો માર્ગ ત્યાંથી ચાલુ થાય છે. પોતાની ડાબી બાજુએથી આરંભ કરીને વહેળના બીજા કિનારા સુધી જવું. (ઘડિયાળના કાંટાની દિશામાં). ત્યાં સુધી જઈને વહેળ ઓળંગ્યા વિના, પાછા ફરીને ફરી નીકની પહેલી ધાર સુધી આવવું. એમ કરવાથી એક પ્રદક્ષિણા પૂર્ણ થાય છે. આ નિયમ કેવળ માનવ-સ્થાપિત અથવા માનવ-નિર્મિત શિવલિંગ માટે જ લાગુ પડે છે; સ્વયંભૂ લિંગને તેમજ ચલ લિંગને (ઘરના લિંગને) આ નિયમ લાગુ નથી.

ભગવાન શિવ સાથે સંબંધિત અન્ય જાણકારી

પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્‍યપ્રદેશ) ખાતેનું વિશ્‍વવિખ્‍યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !

વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્‍કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન  હોય એવી માળવા ક્ષેત્રમાં…
Read More

અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં…
Read More

ભગવાન શિવની સંપૂર્ણ જાણકારી વાંચવા માટે ગ્રંથ વેચાતા લો !
Sanatanshop.com

મહાશિવરાત્રિ નિમિત્તે સનાતનનાં ગ્રંથ અને ઉત્પાદનોનું પ્રદર્શન !
અવશ્ય પધારો https://events.sanatan.org/

જુઓ, મહાશિવરાત્રિનો વીડિયો

આપત્કાળમાં મહાશિવરાત્રિ કેવી રીતે ઊજવવી ?

સંકટકાળ અથવા આપત્કાળમાં (જેમકે કોરોનાની મહામારીના સમયે) આ વ્રત હંમેશાંની જેમ કરવામાં મર્યાદા આવી શકે છે. આવા સમયે મહાશિવરાત્રિના દિવસે શિવતત્ત્વનો લાભ મેળવવા માટે શું કરવું ? આ વિશેનાં કેટલાંક ઉપયુક્ત સૂત્રો અને દૃષ્ટિકોણ અત્રે આપી રહ્યા છીએ.

૧. શિવની પૂજા માટે પર્યાય
અ. સંકટકાળની પૃષ્‍ઠભૂમિ પર લાગુ કરવામાં આવેલા નિર્બંધોને કારણે જેમને મહાશિવરાત્રિને દિવસે શિવમંદિરમાં જવું સંભવ નથી, તેમણે પોતાના ઘરમાંના શિવલિંગની પૂજા કરવી.
આ. જો શિવલિંગ ઉપલબ્ધ ન હોય, તો શિવના ચિત્રની પૂજા કરવી.
ઇ. જો શિવનું ચિત્ર પણ ઉપલબ્ધ ન હોય, તો પાટલા પર શિવલિંગનું અથવા શિવનું ચિત્ર દોરીને તેની પૂજા કરવી.
ઈ. આમાંથી જો કાંઈપણ સંભવ ન હોય, તો શિવનો ‘ૐ નમઃ શિવાય ।’ આ નામમંત્ર લખીને આપણે તેની પૂજા કરી શકીએ છીએ.’
શ્રાવણી સોમવારે ઉપવાસ કરીને શિવની વિધિવત્ પૂજા કરવાની ઇચ્છા ધરાવનારાઓ માટે પણ આ સૂત્રો લાગુ છે.
ઉ. માનસપૂજા : ‘સ્થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્ઠ’, આ અધ્યાત્મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. સ્થૂળ બાબતો કરતાં સૂક્ષ્મ બાબતોમાં વધારે સામર્થ્ય હોય છે. આ તત્ત્વ અનુસાર પ્રત્યક્ષ શિવપૂજા કરવી બને એમ ન હોય તો શિવની માનસપૂજા પણ કરી શકાય છે.
આપત્કાળમાં જો તરી જવું હોય, તો સાધનાનું જ બળ આવશ્યક છે. તેથી ભલે હંમેશાંની જેમ વ્રત કરવામાં મર્યાદા હોય, તો પણ નિરાશ થવાને બદલે વધારેમાં વધારે ઝંપલાવી દઈને સાધના કરવા ભણી ધ્યાન આપવું. મહાશિવરાત્રિના નિમિત્તે આપણે ભગવાન શિવને શરણ જઈને પ્રાર્થના કરીએ, ‘હે શિવશંભો, સાધના કરવા માટે અમને શક્તિ, બુદ્ધિ અને પ્રેરણા પ્રદાન કરો. અમારી સાધનામાં આવનારી અડચણો અને બાધાઓનો લય કરો’, એવી અમે શરણાગતભાવથી પ્રાર્થના કરીએ છીએ.’